Friday, December 31, 2021

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૯મો – મણકો : ૧૨_૨૦૨૧

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૯મા સંપુટના મણકા - ૧૨_૨૦૨૧માં આપનું સ્વાગત છે.

આ મહિને આપણે શરૂઆત અન્ય તિથિઓને યાદ કરતા લેખોથી જ કરીશું –

મેહફિલમેં મેરીમાં લતા મંગેશકરના ૯૨મા જન્મ દિવસે Lata – Non-film songsમાં આ પહેલાં Part 1માં ૧૯૫૪થી ૧૯૬૫ સુધીનાં, Part 2માં ૧૯૬૫થી ૧૯૭૫ સુધીનાં અને Part IIIમાં ૧૯૭૫થી ૧૯૯૫ સુધીનાં ગૈર ફિલ્મી ગીતોને યાદ કરાયા પછી હવે Part 4 માં  '૯૦ના દાયકાનાં પાછલાં વર્ષોનાં ગીતોને યાદ કરાયાં છે.

Awara, Shree 420: The films that made Raj Kapoor the ‘showman of Indian cinema’ - Sampada Sharma - રાજ કપૂરના ૯૭મા જન્મ દિવસે તેમને 'ભારતીય સિનેમાના કુશળ તમાશબીન' તરીકે પ્રસ્થાપિત કરેલ દશક પર એક પશ્ચાદ નજર.

રાજ કપૂર અને નરગીસ- 'આવારા'માં. (Photo: Express Archives)

Way before OTTs, Hrishikesh Mukherjee’s Musafir starring Dilip Kumar was the gold standard of anthologies - Sampada Sharma  - 'મુસાફીર' (૯૧૫૭)માં એક જ ઘરમાં, એક પછી એક, આવીને રહેતાં ત્રણ કુટુંબોની કહાણીઓને સાંકળી લેવાઈ છે. દરેક કુટુંબ આવે છે પોતાનાં દુઃખોને લઈને પણ જાય છે એ ઘરની ભૂમિના ચમત્કારને પોતાની વર્તમાન ખુશહાલ અવસ્થાનું શ્રેય આપીને.

Dilip Kumar: A look at his initial years from 1944-1948દિલીપ કુમારની કારકિર્દીનાં ૧૯૪૪ થી ૧૯૪૮ના પ્રથમ પાંચ વર્ષ દરમ્યાન રજુ થયેલ ૯ ફિલ્મોને શારદા ઈયરે અહીં યાદ કરેલ છે.

Rajendra Krishna with Chitragupta and Ravi: Reaching for the skiesસી રામચંદ્ર અને મદન મોહન સાથેના સંગાથ પછીથી રાજેન્દ્ર કૃષ્ણની કારકિર્દીના ચિત્રગુપ્ત અને રવિ સાથેના સંગાથની ગીતોભરી યાદો હંસ જાખડ તાજી કરે છે.

૧૯૨૨માં જન્મેલ Shaayar-e-Aazam : S.H.Bihari પુરૂં નામ શમશુલ હુડા બિહારી)એ ૯૦ જેટલી ફિલ્મોમાં આશરે ૪૦૦ ગીતો લખ્યાં છે. પ્રસ્તુત લેખમાં ઓ પી નય્યર સિવાયના અન્ય સંગીતકારો સાથે રચેલાં પ્રતિનિધિ ગીતો રજુ કરાયાં છે.

In documentary on Mumbai film critic Rashid Irani, fond nostalgia and creeping lossNandini Ramnath -  If Memory Serves Me Right એ ૩૦મી જુલાઈએ અવસાન પામેલા, ટાઈમ્સ ઑફ ઈન્ડીયા અને હિન્દુસ્તાન ટાઈમ્સના ફિલ્મ વિચેચક રશીદ ઈરાની વિશેની ૫૬ મિનિટની દસ્તાવેજી ફિલ્મ છે, જેમાં ફિલ્મના દિગ્દર્શક રફીક઼ ઈલિઆસ રશીદ ઈરાનીના દિવસરાતનાં ફિલ્મોનાં વળગણ, તળ મુંબઈમાંનાં તેમના પડોશીઓ સાથેના તેમના સંબંધો અને કોવિડ દરમ્યાનની તાળાબંધીઓ દરમ્યાન તેમની એકલતા અને ચિંતાઓ જેવાં પાસાંઓ રજુ કરે છે.

આ પણ જરૂર જુઓ: Critic Rashid Irani (1947-2021) speaks on his lifelong passion for cinema

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:

સાહિર લુધિયાનવીની જન્મશતાબ્દી નિમિત્તે સાહિર લુધિયાનવીનાં  પ્રેમાનુરાગનાં ગીતોની લેખમાળામાં હવે સાહિર સાથે સાત ફિલ્મોનો  સંગાથ કરેલ લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ખય્યામની પ્રેમાનુરાગની રચનાઓની યાદ તાજી કરેલ છે.

ડિસેમ્બર, ૨૦૨૧ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં 'સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત : ૧૯૪૪-૧૯૪૮ [૨] : વર્ષ ૧૯૪૭-૧૯૪૮' યાદ કરવામાં આવેલ છે.

૨૦૨૧ નાં જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીના 'વિસરાતી યાદો..સદા યાદ રહેતાં ગીતો'ના બારેય અંકને એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા માટે વિસરાતી યાદો..સદા યાદ રહેતાં ગીતો - ૨૦૨૧ પર ક્લિક કરો.

મોહમ્મદ રફી (જન્મ: ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ – ઇંતકાલ: ૩૧ જુલાઈ ૧૯૮૦)ની ૯૭મી જન્મજયંતિની યાદાંજલિ સ્વરૂપે, મોહમ્મદ રફીનાં ગૈર-ફિલ્મી ગીત અને ગઝલની ક્યા યાદ તુમ્હેં હમ આયેંગે પછીની બીજી કડી,મેરે ગીતોંકા સીંગાર હો તુમ, તરીકે રજુ કરાઈ છે.

દસ્તાવેજી ફિલ્મો માહિતીની સાથે મનોરંજનનું માધ્યમમાં કાજલ ઓઝા વૈદ્ય ઓટીટી મંચ પર જોવા મળતો વિવિધ દસ્તાવેજી ફિલ્મોના વિષય દ્વારા મોહમ્મદ રફી પરની દસ્તાવેજી ફિલ્મ 'દિદાર-એ-યાર'માંના કેટલાક કિસ્સાઓ યાદ કરે છે.

BollywooDirect: પ્રકાશિત થયેલ, સ્મૃતિઓને તાજી કરતી તસ્વીર, Producer-Director Sriramulu Naidu actor Raj Mehra, Om Prakash, Dilip Kumar, Badri Prasad, Meena Kumari, Shammi, and Achla Sachdev on the sets of Azaad (1955),   અહીં રજુ કરી છે –


હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Why movie villains are as interesting as the heroes માં બાલાજી વિટ્ટલનાં પુસ્તક, Pure Evil – The Bad Men of Bollywood, (પ્રકાશક હાર્પરકૉલિન્સ)નો સંક્ષિપ્ત પરિચય કરાવાયો છે..


It’s Time To Clap! માં તાળીઓનો તાલ જેનું મુખ્ય અંગ છે એવાં ગીતોની યાદી છે..

Kathak and Tap Dance: Similarities, Connections in Classic Films, and – Finally – Duets and Quartets! -  પહેલી નજરે આ લેખ સરેરાશ વાંચકને વધારે પડતો 'ટેક્નીકલ' દેખાશે, પણ તેમાં મુકેલ વિડીયો ક્લિપ્સને કારણે, સમગ્રપણે, લેખ બહુ જ રસપ્રદ નીવડે છે.

Book review: ‘Yesterday’s Melodies Today’s Memories’માણેક પ્રેમચંદનું આ પુસ્તક તત્વતઃ ૧૯૩૧થી ૧૦૭૦ - ખાસ તો ૧૯૪૭ થી ૧૯૭૦ - નાં વર્ષોમાં અવિસ્મરણીય ગીતોની રચનામાં અનેક લોકોની પ્રતિભાઓનાં સર્જનાત્મક યોગદાનની વાત રજુ કરે છે.

Boat songs, part IV માં એવાં ગીતોની યાદી છે જેમાં બે કે તેથી વધારે  નાવનો સમુહ ગીત દરમ્યાન દૃશ્યમાન હોય..

Film Memorabilia Transitions from a Collector’s Passion to an Investor’s Eye - જૂની ફિલ્મોમાં વપરાયેલી 'યાદગાર' સામગ્રીઓ (memorabilia ) માટેની ઘેલછાએ ઊભાં કરેલા 'અવિનાશી સંભારણાંઓ' - NFTs- The Non Fungible Tokens- નાં એક નવાં બજારની SMM Ausaja છાનબીન કરે છે.

Similar Tune, Two Different Songs માં એક ફિલ્મનાં ગીતના મુખડા પરથી બીજી ફિલ્મમાં પ્રેરિત મુખડાવાળાં ગીતોની પાંચ જોડીઓની અહીં યાદી રજુ કરાઈ છે.

Book Review: Conversations With Waheeda Rehman - ૨૦૧૫માં પેંગ્વીન બુક્સ દ્વારા પ્રકાશિત નસરીન મુન્ની કબીરનાં પુસ્તક Conversations With Waheeda Rehman નો સચોટ પરિચય Ranjan Das   આપે છે..


Ten of my favourite Hindi film double roles, માં કેટલાંક જોડીયાં બેવડાં પાત્રો છે તો કેટલાંક એક જ માક એક જ બાપનાં અનુક્રમે અલગ પિતા કે માતાનાં સંતાનો છે, તો કેટલાંક વચ્ચે કોઈ સગપણ નથી પણ સામ્યતા ગજબની છે.

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

  • Bollywood Rewind | Kala Pani: Dev Anand fights for justice, with his romance game on point - દેવ આનંદ, મધુબાલા અને નલીની જયવંતની મુખ્ય ભૂમિકાઓવાળી રાજ ખોસલાની ૧૯૫૮ની ફિલ્મ 'કાલા પાની' પોતાના પિતાને ખોટી રીતે થયેલ સજાને ઉલટાવવા મથી રહેલા ઇન્સાનની કથા છે.
  • Dilip Kumar was unmatched as he played a villain in Mehboob Khan’s Amar - દિલીપ કુમાર,મધુબાલા અને નિમ્મીની મુખ્ય ભૂમિકાઓ સાથેની  'અમર'માં એક સ્ત્રી પર કરેલ દુષ્કર્મના વિચારોના દૈત્યોની સામે જુજતા યુવાનની કથા છે.
  • Way before Ramsay Brothers, this was the Hindi film that started Bollywood’s romance with ‘purani havelis’ - 'પુરાની હવેલીઓ' સાથે સંકળાયેલ કમકમાટી ઉપજાવતી ઘટનાઓથી ભયનું લખલખું પેદા કરતી ફિલ્મોનું ઉગમ સ્થાન ૧૯૪૯ની અશોક કુમાર અને ૧૯ વર્ષની મધુબાલાની મુખ્ય ભૂમિકાવાળી 'મહલ'માં મળી આવે છે..

રજનીકુમાર પંડ્યાએ બૉમ્બે ટોકિઝના એક અદ્‍ભૂત ચિત્ર-કલાકાર સ્વ નાનુભાઇ ચોકસીની સ્મૃતિઓ તાજી કરી છે.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ડિસેમ્બર, ૨૦૨૧ના લેખો:

સુરેશને મિલાયા સૂર, સૂર બન ગયા મધુરમ

એન દત્તાનો નાદ સાથે નાતો

ઓમપ્રકાશ અભિનિત અનિવાર્યલક્ષી ભૂમિકાઓ

'કળાકાર' પાત્રો પર ચિત્રિત નાદસભર ગીતો

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ડિસેમ્બર, ૨૦૨૧ ના લેખો.

કૈદ માંગી થી રિહાઈ નહીં માંગી થી

પોંછ કર અશ્ક અપની આંખોંસે, મુસ્કરાઓ તો કોઈ બાત બને

કિસી નઝરકો તેરા ઈન્તઝાર આજ ભી હૈ

આજ દિલ પે કોઈ જોર ચલતા નહીં

નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠીમેં ક્યા હૈ

શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત કરી રહ્યા છે. ડિસેમ્બર, ૨૦૨૧ માં હવે નીચે મુજબ આ વાત આગળ ધપે છે .

ઔર એક ગુજરાતી ફિલ્મના સંગીતે પણ ધમાલ મચાવી દીધી...!
ગુજરાતી લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતના સંગમથી મઢેલી સરસ્વતીચંદ્ર
તીન બહુરાનિયાં - નિતાંત કોમેડી ફિલ્મમાં હિટ સંગીત પીરસ્યું
રોના ધોના ટાઇપની ફિલ્મ સુહાગ રાતનાં યાદગાર ગીતોની એક ઝલક
કારકિર્દીનો સુવર્ણકાળ 1970માં સર્જાયો દસમાંથી આઠ ફિલ્મોએ જયંતી ઊજવી...

ડિસેમ્બર, ૨૦૨૧ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

'જવાની’ પર ફિલ્મીગીતો (૨) – जवानी और बुढ़ापा का ऐसा होगा मेल

બંદિશ એક રૂપ અનેક (૮૩): “ગુઝર ગયા વો જમાના કૈસા..કૈસા” (૩)

મોસમને લગતા ફિલ્મીગીતો : मौसम आया है रंगीन

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીના ડિસેમ્બર, ૨૦૨૧ માં 'મજલી દીદી' (૧૯૬૭)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

નલિન શાહના પુસ્તક – Melodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ મ. પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણી ‘સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓ’માં   ફિલ્મી ગીતોમાં પ્રેરણા અને અનુસર્જન પ્રકરણ રજુ કરે છે..

હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી “ફિલ્મસંગીતના નક્શીકારો” શ્રેણીમાં પિયૂષ પંડ્યા ભાનુ ગુપ્તાની પ્રતિભાનો પરિચય કરાવે છે...

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજે ૫-૧૨-૨૦૨૧ના રોજ અવસાન પામેલા જાણીતા ટીવી પત્રકાર વિનોદ દુઆએ મોહમ્મદ રફીની કરેલી યાદને તાજી કરીશું.

રેડીઓ સિલોને ૨૪-૧૨-૨૦૨૧ના રોજ મોહમ્મદ રફીની યાદોને તાજી કરતાં ગીતો, Purani Filmon Ka Sangeet - In memory of Rafi Sahab, કાર્યક્રમમાં રજુ કર્યાં --



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ સૌ વાંચક મિત્રોને વર્ષ ૨૦૨૨માં તેમની સુરાવલીમય આનંદની ક્ષણોને તાલબધ્ધ ફળદાયી પરિણામોનો સંગાથ રહે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવના ૨૦૨૧ના ૯મા સંપુટના જાન્યુઆરી ૨૦૨૧થી ડિસેમ્બર ૨૦૨૧ સુધીના દરેક મણકાને એક જ ફાઈલમાં વાંચવા / ડાઉનલોડ કરવા માટે હાયપર લિંક પર ક્લિક કરો.

No comments: