હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ
યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૦ મા સંપુટના મણકા - ૧૨_૨૦૨૨માં આપનું સ્વાગત છે.
આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો તરફ વળીશું –
Afsana Likh Rahi Hoon – Remembering Umadevi – ૧૯૨૬માં જન્મેલાં ઉમાદેવી રામલીલાઓમાં ભાગ લેતાં અને રેડીયો
સાંભળવાનો તેમને શોખ હતો. હિંદી ફિલ્મનાં ગીતો તેમને વિશેષપણે આક્રર્ષતા. ગીતોનાં
ગાયકો અને સંગીતકારોનાં નામ તેઓ યાદ રાખી લેતાં. ૧૯૪૬માં રીલીઝ થયેલી 'વામિક અઝરા' માટ તેમને સંગીતકાર અલ્લા રખાએ તક આપી. અહી તેમનું એક
ગૈરફિલ્મી ગીત યાદ કરેલ છે. નૈના બન ગયે સાવન ભાદો - ગીતકાર મધુકર રાજસ્થાની -
સંગીત કે મુરારી શર્મા
Sharmila Tagore, the original oomph girl who challenged India’s conservative bent: ‘When I showed 2-piece bikini to the photographer…’ – Sampada Sharma - હિંદી સિનેમાએ મીના કુમારી, નરગીસ, વહીદા રહેમાન જેવી મોભાદાર અભિનેત્રીઓ જોઈ છે. તેમ છતાં એટલું જરૂર કહી શકાય કે શર્મિલા ટાગોરની અનેકવિધ અભિનય પ્રતિભા અનોખી જ રહી છે. તેઓ કો કોઈ પણ પાત્રને બહુ જ સહજતાથી આત્મસાત કરી લેતાં. ખુબીની વાત તો એક એવાં કોઈ પણ પાત્રમાં તેમનાં વ્યક્તિત્વની મોહિની કાય્રે પણ ઓઝપાતી નહીં.
The Assumed ‘Curse’ Of 30: How Gendered Ageism Impacts The Careers
Of Indian Women - Gulbahaar
Kaur - ૨૫ ત્રીસ વર્ષની ઉંમર વળોટતાં જ કોઈ પણ અભિનેત્રીની
કારકિર્દી વિશે સવાલો ઉઠવા માંડે છે. 'વધતી વય'નાં ગ્રહણે '૮૦ અને '૯૦ના દાયકાની અભિનેત્રીઓની કાર્કિર્દીઓનો અચાનક જ લોપ કરી
કાઢ્યો હતો. જોકે છેલ્લાં થોડાં વર્ષોમાં પરિસ્થિતિ ધીરે ધીરે બદલાઈ રહી હોય એવા અણસાર
મળી રહ્યા છે ….
Mehfil Mein Teri પરની લતા મંગેશકર પરની શ્રેણી, the year-wise review of Lata Mangeshkar’s career,માં 1955 – Lata Mangeshkar માં ૧૯૫૫ના કેટલાંક ગીતો યાદ કરાયાં છે.
Shatrughan Sinha was the first ‘angry young man’ but Amitabh
Bachchan walked away with that title – Sampada Sharma - ૯મી ડિસેંબરના શત્રુઘ્ન સિંહાના જન્મદિવસે તેમની અને અમિતાભ
બચ્ચનની વ્યાવસાયિક હરીફાઈ પર એક નજર કરવામાં આવી રહી છે.
25 years of Chachi 420: Kamal Haasan film is a lesson on how not to
mock a man playing a woman, and still be funny - Arushi Jain - કમલ હસન અભિનિત આ ફિલ્મમાં તેમણે પ્રૌઢ વયની સ્ત્રીનાં
પાત્રને ઠઠ્ઠાની કક્ષા સુધી જવા નથી દીધું. સ્ત્રીદ્વેષની ભાવના કે વિકૃત નજરરોની
મદદથી હાસ્યની છોળો ઉડાડવાનો કોઈ પ્રયોગ નથી કરાયો. ચાચી ૪૨૦ ધ્યાનાક્ર્ષણ કરવની
કોઈ તરકીબ નહીં પણ એક કહાની છે.
Golden Era of
Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આ મહિને આ લેખ લખતાં સુધી કોઈ નવી પોસ્ટ મુકી નથી.
ડિસેંબર, ૨૦૨૨ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં સંગીતકાર સાથેનું
મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત : બીજો પંચવર્ષીય
સમયખંડ ૧૯૪૯ -૧૯૫૩ : વર્ષ ૧૯૪૯ - ભાગ [૨] નાં ગીતો યાદ કરેલ છે. મોહમ્મદ રફીએ કોઈ
પણ સંગીતકાર સાથે ગાયેલ સૌ પ્રથમ (પુરુષ-પુરૂષ કે સ્ત્રી-પુરુષ) યુગલ ગીતોની આ સફરમાં આપણે
વર્ષ ૨૦૨૧માં પહેલા પંચવર્ષીય
સમયખંડના ૧૯૪૪ થી ૧૯૪૭નાં યુગલ ગીતોની યાદ તાજી કરી.
તે પછી જુલાઈ, ૨૦૨૨ના અંકમાં
બીજા પંચવર્ષીય સમયખંડના ૧૯૪૯ના વર્ષના ભાગ
૧માં મોહમ્મદ રફીએ
નૌશાદ, હુસ્નલાલ ભગતરામ, શ્યામ સુંદર, હનુમાન પ્રસાદ, સાથે ગાયેલાં
પ્રથમ યુગલ ગીત આપણે સાંભળી ચુક્યાં છીએ.
હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –
Bollywood’s Saffron-clad
Sadhus Are Scheming Criminals Who Deserve Violent Ends - Jayasri Viswanathan - બોલીવુડનો સાધુ
સંસાર ત્યાગ કરી ગુરુના ચીંધેલ માર્ગે મોક્ષની પ્રાપ્તિ મટે નીકળી પડેલ સંન્યાસી
નથી. પરદા પરના 'સાધુ' તો ખંધા, લોભી, કાવાદાવામાં માહિર
તિલક - માળા પહેરેલ ભગવાં વસ્ત્રધારી ધુતારો હોય છે.
When Kundan Shah told Saeed
Mirza: ‘I hope I am not doomed to keep doing funny stuff’ - સઈદ મિર્ઝાની
સાદૃશ્ય સંસ્મરણકથા, I Know the Psychology of Rats,
Tulika Books માં તેઓ જાને ભી દો
યારોં સાથેની પોતાના અંગત અને વ્યવસાયિક સંબંધને યાદ કરે છે.
Tempus Fugit Songs integral
to the plot, કથાવસ્તુને ઘૂંટવામાં
મદદ કરે છે. એવાં કેટલાંક ગીતોમાં સમયની રફ્તાર અને તેની સાથે થતાં પરિવર્તનો
બતાવાતાં હોય છે.
Thinker’s Songs - માનવજીવન સાથે
વિચાર પ્રક્રિયા એટલી વણાઈ ગઈ છે કે એ વિષય પર હિંદી ફિલ્મોનો ગીતોનો એક અલગ
પ્રકાર જ બની રહે છે. અહીં રજુ થયેલાં ગીતોમાં કોઈ તત્ત્વજ્ઞાન કે પદ્યનો અંશ નથી, પણ સામે આવતા
રહેતા પ્રશ્નો, પ્રેમની નિષ્ફળતા
જેવી સમસ્યાઓનાં સીધાં સાદાં બયાન છે.
One Lady Sings, The
Other Dances – ક્યારેક ક્યારેક
એક પાત્ર ગીત ગાય અને બીજું પાત્ર તેના પર નૃત્ય કરે એવં નૂત્ય ગીતોની એક આગવી
શૈલી છે. એવં ગીત ગાઈરહેલં પાત્રો પુરુષ કે સ્ત્રી કોઈ પણ હોઈ શકે છે.
Consecutive Melodies એવાં અપવાદરૂપ
ગીતો છે જેમાં એક પછી બીજું ગીત લગભગ સળંગ કહી શકાય તે રીતે જોડાયેલ હોય.
ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ,
Bollywood Rewind,
ના લેખો –
- ‘King of Romance’ Yash
Chopra’s first love story was a tale of polyamory that was accepted by the
masses - રાજેશ ખન્ના, રાખી અને શર્મિલા ટાગોર
અભિનિત યશ ચોપરાની 'દાગ' એક બીનપરંપરાગત
પ્રણય કથા છે, પુરુષ પાત્ર બબ્બે
સ્ત્રીઓના પ્રેમ પડે છે અને તેમ અંતમાં બધાં સુખેથી રહે છે.
- Yaadon Ki Baaraat is not as
fun as you remember it to be, feels like a parody of its genre - ૧૯૭૩ 'યાદોંકી બારાત'ને બોલીવુડની
મસાલા ફિલ્મના આદર્શ નમૂના તરીકે યાદ કરાય છે, પણ હવે ફરીથી જોઈએ
છીએ તો તે પોતાના જ પ્રકાર પરની એક વક્ર દૃષ્ટા અનુકરણ જ લાગે છે.
'પઠાન'નો વિવાદ ભુલી જાઓ - સાત દાયકા પહેલાં
નહેરુ સરકારના શાસનમાં પહેલીવાર ભારતીય ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો હતો - વિકમ મહેતા - મણાલ સેને બનવેલી‘નીલ આકાશેર નીચે’ ૨૦ ફેબ્રુઆરી
૧૯૫૯ના રોજ રિલીઝ થયેલી. આ ફિલ્મ માનવીય સ્તરે એક ચીની અને ભારતીય વચ્ચેના સંબંધને
બતાવીને વસુધૈવ કુટુંબકમની-વિશ્વ બંધુત્વની ભાવનાને પણ સાકાર કરવા મથતી જણાય છે. હેમંત
કુમારના સંગીત મઢેલા અને સ્વરબદ્ધ કરેલાં ગૌરીપ્રસન્નાનાં બંગાળી ગીતો ‘ઓ નદી રે’, ‘નીલ આકાશેર નીચે એ પૃથ્વી’ સાંભળવા ગમે છે. હેમંત કુમારે સંગીતકાર ઉપરાંત નિર્માતાની
ભૂમિકા પણ અદા કરી છે. ચીન પ્રત્યે સહાનુભૂતિ દાખવતી આ ફિલ્મ બોર્ડને ખૂંચી અને પ્રતિબંધ
મૂક્યો.
બ્રિટીશકાળમાં બૅન થયેલી
પ્રથમ ફિલ્મ હતી ‘ભક્ત વિદુર’. બેન થવાનું કારણ એ કે મૂળ ‘મહાભારત’માંથી લેવાયેલી આ
ફિલ્મની કથાવસ્તુમાં તત્કાલીન અંગ્રેજ સરકાર પર ‘રોલેટ એક્ટ’ને લઈને નિશાન સાધવામાં
આવ્યું હતું. વિદૂરનું પાત્ર ગાંધીજીને રિફ્લેક્ટ કરતું હોવાનું અંગ્રેજોને લાગ્યું.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ
પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં
શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના
ડિસેંબર, ૨૦૨૨ના
લેખો:
સિને પરદે પર પોતીકું વ્યક્તિત્ત્વ
અભિનય સમ્રાટ અને અપરંપાર અભિનેતાઓ
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમના ડિસેંબર, ૨૦૨૨ના લેખો.
તૂ કહે અગર જીવનભર મૈં ગીત સુનાતા જાઉં
યાદ મેં તેરી જાગ
જાગ કે હમ રાતભર કરવટેં બદલતે હૈં
શ્રી અજિત પોપટની
કોલમ 'સિને
મેજિક'માં હવે જે અલ્લા રખા (એ આર) રહેમાનના પ્રવેશથી
હિંદી ફિલ્મ સંગીતની ચોથી કાયાપલટનો સમયકાળ શરૂ
થયો એ એ આર રહેમાનની હિંદી ફિલ્મ જગત સફરની અવનવી વાતો જાણીશું.
હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણયુગ અને પોતાના સંગીત વિશે રહેમાન શું કહે છે ?
આવો, આસ્વાદ માણીએ રહેમાનની પહેલી હિન્દી ફિલ્મ રંગીલાનાં ગીતસંગીતનો...
મણી રત્નમ, ગુલઝાર અને રહેમાનની ત્રિપુટીએ ‘દિલ સે’ દ્વારા ધમાલ મચાવી
અમીર-ગરીબ, સંગીતનો પ્રભાવ, ઉત્કટ રોમાન્સ... સુભાષ ઘાઇની તાલ ફિલ્મનુ સંગીત તિલસ્મી હતું
અન્નુ કપૂરની
ખાસ કોલમ 'કુછ દિલને કહા માં પ્રકાશિત થયેલા લેખો:–
દેવ આનંદ અને કલ્પના કાર્તિકની લવ કેમેસ્ટ્રી
ભૂલી બિસરી ચંદ ઉમ્મીદેં, ચંદ ફસાને યાદ આયે
ડિસેંબર, ૨૦૨૨માં
વેબ ગુર્જરી પર 'ફિલ્મ
સંગીતની સફર'માં
પ્રકાશિત થયેલા લેખો:
ફિલસુફીભર્યા ગીતો -૫ – दुःख तो अपना साथी है
સંગીતની દુનિયાબંદિશ એક, રૂપ અનેક (૯૪): “लट उलझी सुलझा जा रे मोहन”
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં અમર પ્રેમ (૧૯૭૧)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
નલિન શાહના પુસ્તક – Melodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ મ. પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણી ‘સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓ’માં (૨૧) તેજનો તાપ (૨) પ્રકરણ રજુ કરે છે.
વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને "‘ કળવાદ્યો :
એકોર્ડીયન [૨]"ને કેન્દ્રમાં રાખીને કેટલાંક નોંધપાત્ર ગીતો રજૂ કરે
છે..
ભગવાન થાવરાણીની શ્રેણી 'ઈંગમાર બર્ગમેનનું
આંતર – વિશ્વ' માં તેઓ ફિલ્મ ચિત્કાર અને
ગણગણાટ | CRIES AND WHISPERS ( 1972 ) – VISKNINGAR OCH ROP નો આસ્વાદ કરાવે છે.
'ચર્ચાની એરણે ૧૯૪૩નાં ગીતો' શ્રેણીમાં હવે સ્ત્રી સોલો ગીતોની ચર્ચા તે પછી ૧૯૪૩નાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોના ભાગ [૩], [૪] અને [૫] સુધી ચર્ચા વીસ્તરી ચુકી છે.
આપણા આ બ્લૉગોત્સવના
દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય
એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૨નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે લતા મંગેશકર અને મોહમ્મદ
રફીએ કોઈ પણ સંગીતકાર સાથે પહેલવહેલી વાર ગાયેલ યુગલ ગીત યાદ કરવાનો ઉપક્રમ કરેલો. તે મુજબ જે
કંઈ ગીતો આવરી લઈ શકાયાં તે, Mohammad Rafi and Lata Mangeshkar’s duet with
a music director for the first time in a Hindi film, પર ક્લિક કરવાથી
એક સાથે જોઈ શકાય છે..
આ મહિને આપણે મોહમદ રફીએ ગાયેલાં દિલીપ કુમારનાં કેટલાંક
આનંદના મનોભાવનાં ગીતો દ્વારા બન્નેને અંજલી આપીશું.
પ્રીત જતા કે મીત બના કે ભ્લ ન જાના - હલચલ (૧૯૫૧) - લતા
મંગેશકર સાથે – ગીતકાર: ખુમાર બારાબંક્વી
– સંગીત: સજ્જાદ હુસૈન
આશિક઼ હૈ અગર પ્યાર હૈ – ઇંસાનિયત (૧૯૫૫) - ગીતકાર: રાજેંદ્ર કૃષ્ણ - સંગીત: સી રામચંદ્ર
ઈશ્ક઼ દીવાના હુસ્ન ભી ઘાયલ, દોનોં તરફ દર્દ -એ - જિગર હૈ - સંઘર્ષ (૧૯૬૮) - ગીતકાર: શકીલ બદાયુની - સંગીત: નૌશાદ
પીતે પીતે કભી યું જામ છલક જાતે હૈં - બૈરાગ (૧૯૭૬) - ગીતકાર: આનંદ બક્ષી - સંગીત: કલ્યાણજી આણંદજી
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે
માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો
આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો,
બ્લૉગ પૉસ્ટ્સ,
તસ્વીરો અને વિડીયો / ઓડીયો
લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં
બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૦ - ૨૦૨૨ના જાન્યુઆરીથી ડિસેંબર ૨૦૨૨ના બધા અંક હાયપર લિંક
પર ક્લિક કરવથી એક સાથે વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.
હિંદી ચિત્રપટ
સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ આપ સૌને ૨૦૨૩નાં એકરાગ આનંદ અને તાજગીભરી તર્જની તંદુરસ્તી શુભેચ્છા
કરે છે.
No comments:
Post a Comment