હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૨ મા સંપુટના મણકા - ૭_૨૦૨૪માં આપનું સ્વાગત છે.
૨૦૨૪નું વર્ષ મોહમ્મદ
રફીની જન્મ શતાબ્દીનું વર્ષ [જન્મઃ ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ । ઈંતકાલઃ ૩૧ જુલાઈ, ૧૯૮૦] છે. તે નિમિત્તે વર્ષ દરમ્યાન લેખો અને
ખાસ કાર્યક્રમો સ્વરૂપે જે ઉજવણીઓ થતી રહેશે તે અહીં રજુ કરતાં રહીશું. ચુંટેલી
ઉજવણીઓને રજુ કરીશું.
મોહમ્મદ
રફીની જન્મ શતાબ્દીની ઉજવણી સંબંધિત, ૨૪ જુલાઈ, ૨૦૨૪ના રોજના, છઠ્ઠા કાર્યક્રમમાં Mohammad
Rafi- Eternal Bliss રજૂ કરે છે.
આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો તરફ વળીશું –
ગીતા દત્ત (પુણ્ય તિથિ - ૨૦ જુલાઈ) નાં રોશન (જન્મ તિથિ ૧૪ જુલાઈb) અને મદન મોહન (પુણ્ય તિથિ - ૧૪ જુલાઈ) દ્વારા રચિત ગીતો વડે Mehfil
Completes 7 Years!.
“Mukesh
Chand Mathur” ‘Mukesh’ to us all, was born on the 22nd July 1923. - મુકેશની કારકિર્દીને સમજવા માટે તેમનું જ ગીત કિસીકી મુસ્કરાહટોં પે નિસ્સાર (અનાડી, ૧૯૫૯ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીત શંકર જયકિશન) જ પુરતું બની રહે છે.
Roshan
and Mukesh – A Mellifluous Combo
- Yogesh
Kale –
શંકર જયકિશનની જેમ રોશને પણ મુકેશનો ઉપયોગ બહુ આગવી રીતે કર્યો છે. રોશન અને મુકેશનો સંબંધ રોશનની બીજી ફિલ 'બાવરે નૈન' (૧૯૫૨) - મુઝે સચ સચ બતા દો (રાજકુમારી સાથે - ગીતકારઃ કેદાર શર્મા) - થી બહુ ધમાકેદાર સ્તરે થયો. જોકે તે પછી રોશનની પસંદગીના ગાયકો સમયે સમયે બદલતા રહ્યા, પં રોશને મુકેશની સાથ એજ એ ગીતો કર્યાં તે બધાં જ યાદગાર બની રહ્યાં.
How
Kamal Haasan’s first Bollywood movie went from ‘disaster’ to ‘blockbuster’
- કે બાલાચંદરની તેલુગુ ફિલ્મ 'મારો ચરિત્ર' ની કમલ હસન અને રતિ અગ્નિહિત્રી અભિનિત હિંદિ રીમેક 'એક દૂજે કે લિયે' (૧૯૮૧) ને પહેલાં તો કોઈ ડિસ્ટ્રીબ્યુટર હાથ લગાડવા તૈયાર નહોતા. પણ પછીથી ફિલ્મે સુવર્ણ જયંતિ ઉજવી - કમલ હસનની કે હરિહરન દ્વારા લખાયેલૉ જીવન કથા A Cinematic Journey
(HarperCollins India)માંથી ..
આ પણ વાંચીએ:
How
Kamal Haasan got his unusual name
The
film ‘Pushpaka Vimana’ is the one time Kamal Haasan said a lot without saying
anything at all
Madan
Mohan’s Melodies in Various Voices
- Yogesh
Kale –
મદન મોહન અને લતા મંગેશકર એકબીજાનાં એટલાં પુરક લાગતાં કે લતા સિવાય મદન મોહનની કલ્પના જ ન થતી. જોકે મદન મોહનનાં સંગીતમાં લતા મંગેશકર ઉપરાંત પણ ઘણું હતું.
કલ્યાણજી - આણંદજીની જોડીના કલ્યાણજી વીરજી શાહની ૯૬મી જન્મતિથિના ઉપલક્ષ્યમાં મોહમ્મદ રફી જન્મશતાબ્દી શૃંખલાની અંજલિ - Rafi’s
best songs by Kalyanji-Anandji- ના અનુવર્તી મણકા - Kalyanji-Anandji’s
‘other’ male singers - માં કલ્યાણજી આણંદજીએ પ્રયોજેલા 'અન્ય' પુરુષ ગાયકોનાં ગીતોની યાદી રજૂ કરાઈ છે.
Rafi
‘s songs for “not the top heroes”
મોહમ્મદ રફીની જન્મ શતાબ્દી નિમિત્તે સોંગ્સ ઑફ યોર પરની શ્રેણીમાં શિવનંદમ પલમદાઈ એક વધારે અભ્યસ્ત લેખ આપે છે.
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૯મા સંસ્કરણના જુલાઈ
૨૦૨૪ના અંકમાં સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું
સૌપ્રથમ યુગલ ગીત: બીજો પંચવર્ષીય સમયખંડ ૧૯૪૯ -૧૯૫૩નાં વર્ષ ૧૯૫૨નાં યુગલ ગીતોની યાદ
તાજી કરાઈ છે. અત્યાર સુધી આપણે
૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ
સમયખંડને ૨૦૨૧માં,
૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડનાં
૧૯૪૯નાં ગીતોનો પહેલો ભાગ જુલાઈ
૨૦૨૨માં,
૧૯૪૯નાં ગીતોનો બીજો ભાગ ડિસેમ્બર
૨૦૨૨માં,
૧૯૫૦નાં ગીતો જુલાઈ
૨૦૨૩માં, અને
૧૯૫૧નાં ગીતો ડિસેમ્બર
૨૦૨૩માં
આવરી ચૂક્યાં છીએ.
તસ્વીરો દ્વારા Celebrating
cinema:
The
Making of Maa: Bimal Roy’s Debut in Bombay
- બોમ્બે ટૉકિઝનૉ મા (૧૯૫૨)નાં નિર્માણની નબેંદુ ઘોષની વાતનો અનુવાદ રણોત્તમા સેનગુપ્તા કરે છે અને આપણને બિમલ રોય અને તેમની ટીમના મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં પદાર્પણની વાત જાણવા મળે છે.
Bimal
Roy’s statement that turned Gulzar from a motor mechanic to an artist: ‘I burst
out crying’
- Sampada
Sharma
- ગુલઝારનાં જીવનની દિશા બદલી નાખનારૂં એ વાક્ય હતું, ' હવે પાછો ગેરેજને વળગી પડીને જીંદગી ખરાબ ન કરજે.'
હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –
Ten
of my favourite songs that became film titles
માં બીજી ફિલ્મનાં ગીતોમા લેવાયેલ બોલ પછીથી બીજી ફિલ્મોનાં શીર્ષક બન્યાં હોય એવાં ઉદાહરણો ટાંકવામાં આવ્યાં છે. જેમકે મહલ (૧૯૪૯)નાં ગીત યે રાત ફિર ન આયેગી પરથી બનેલી બિશ્વજિત અને શર્મિલા ટાગોરની ૧૯૬૬ની ફિલ્મ બની.
Misheard
lyrics
- જ્યારે બન્ને શબ્દો ગીતના અર્થના સંદર્ભમાં બંધબેસતા હોય ત્યારે શબ્દને ખોટો સાંભ્ળવાનું બૌ સામાન્યપણે બનતું હોય છે. જેમકે झूठा (ખોટાં બોલો)/जूठा (અજીઠું).તુમ પુછતે હો ઈશ્ક઼ બલા હૈ કે નહીં (નક઼લી નવાબ, (૧૯૬૨) - મોહમ્મદ રફી - ગીતકારઃ કૈફી આઝમી - સંગીતઃ બાબુલ) એ આ પ્રક્ર્યાનું બહુ રસપ્રદ ઉદાહરણ છે. મુખડામાં ગીતકારે बला (લપ) નો જ ઉપયોગ કર્યો છે. કેમકે પહેલાનાં કલાકાર (કે એન સિંગ) દ્વારા ઇશ્ક઼ને बला જ કહી છે. જોકે છેલ્લે बला ને બદલે ઇશ્ક઼ भला તરીકે વર્ણવાયું છે.
અને હવે વિવિધ
વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ
જુલાઈ ૨૦૨૪માં
વેબ ગુર્જરી પર 'ફિલ્મ
સંગીતની સફર'માં
પ્રકાશિત થયેલા લેખો:
ફિલસુફીભર્યાં ગીતો –૨૪. तुझको चलना होगा, तुझको चलना होगा
બાળકોએ ગાયેલા ગીતો – मास्टरजी की आई चिट्ठी
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં અનુરોધ (૧૯૭૭) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને ટાઈશોકોટો
ને લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..
ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. આ મહિને ઇન્દીવર, મનમોહન સાબિર . હસન કમાલ. અને જી. એલ. રાવલની ગઝલો પેશ કરે
છે.
આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં
ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં
હોઈએ છીએ. ૨૦૨૪માં આપણે મોહમ્મદ રફી વિશે અન્ય
લોકોએ જે કંઈ કહ્યું છે તેની યાદી બનાવી રહ્યાં છીએ..
Mohammed Rafi Explained By A
Classical Music Teacher Fan, Faheem Mazhar - મોહમ્મ્દ રફીની શાસ્ત્રીય રાગો પર આધારીત ગીતો પરની હથોટીના સંદર્ભમાં તેમને મળેલ શાસ્ત્રીય સંગીતની તાલીમના ઇતિહાસને યાદ કરાયો છે.
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને
વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.
No comments:
Post a Comment