ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના
બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના જાન્યુઆરી ૨૦૨૫ના અંક માં આપનું હાર્દિક
સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન વિષેના
લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય
તરીકે 'ગુણવત્તા સંચાલનનાં
ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ને જ ચાલુ રાખીશું.
હવે પછીના મણકાઓમાં નિર્ણય
વિવેકપ્રજ્ઞા સાથે ઓછેવત્તે સંકળાયેલા વિષયો અને પારિભાષિક શબ્દોની વાત ચાલુ
રાખીશું , જેથી નિર્ણય વિવેકપ્રજ્ઞા વિષયનાં અનેક પાસાંઓને વધારે સારી રીતે સમજી શકાય
આજના
મણકામાં નિર્ણય વિવેકપ્રજ્ઞા અને માહિતી
સામગ્રી એકત્રીકરણ અને સંચાલન વિશે આપણે ટુંક ચર્ચા કરીશું..
માહિતી સામગ્રી પ્રક્રિયા અલગ અલગ જગ્યાએ વીખરાયેલ
વૈવિધ્યપૂર્ણ સ્ત્રોતોમાં રહેલી માહિતી સામગ્રીને એકઠી કરી,
સંગઠિત કરી અને એકબીજા સાથે ભેળવીને એકસમાન ધોરણે એવાં એક ચિત્રને રજૂ કરે છે.
દૃષ્ટિકોણનું પાસું |
એકત્રીકરણ પહેલાં |
એકત્રીકરણ પછી |
માહિતી
સામગ્રીનું સ્થાન |
અલગ અલગ
તંત્રવ્યવસ્થાઓમાં વીખરાયેલ |
એક
તંત્રવ્યવસ્થામાં સુમેળ કરાયેલ |
માહિતી
સામગ્રીનું સ્વરૂપ |
અલગ અલગ
સ્વરૂપો અને માળખાંઓ |
સંગઠિત
અને એક સમાન પ્રમાણ અનુસારનું સ્વરૂપ |
માહિતી
સામગ્રી મેળવવાની સરળતા |
મુશ્કેલ |
આસાન |
માહિતી
સામગ્રી વિશ્લેષણ |
સંયોજિતપણે
વિશ્લેષણ કરવું પડકારજનક |
સરળ અને
સંઘટિત વિશ્લેષણ |
નિર્ણય
લેવાની કાર્યસાધકતા |
ઓછી |
વધારે
અને અસરકારક |
કામકાજની
કાર્યસાધકતા |
અલગ અલગ
ચોકઠામાં,
ઓછી સુવ્યવસ્થિત |
સુવ્યવસ્થિત
કામકાજ, વધારે
અને અસરકારક કાર્યસાધકતા |
માહિતી સામગ્રી એકત્રીકરણ માટેની પાંચ મહત્વની પદ્ધતિઓ:
1. બેચ ડેટા ઇન્ટીગ્રેશન / Batch data integration
2. રીઅલ -ટાઈમ ડેટા ઇન્ટીગ્રેશન / Real-time data integration
3. ડેટા કોન્સોલીડેશન / Data consolidation
4. ડેટા વર્ચ્યુઅલાઈઝેશન / Data virtualization
5. ડેટા ફેડરેશન / federation[1]
માહિતી સામગ્રી એકત્રીકરણનું લક્ષ્ય માહિતી સામગ્રીને સરળતાથી મેળવી શકવાનું
અને ઉપયોગ કરી શકવાનું
હોવાથી માહિતી સામગ્રીને સાંધાતોડા કર્યા વિના એકઠી કરી ને સગઠિત
તંત્રવ્યવસ્થા બનાવવાનું હોવાથી માહિતી
સામગ્રી એકત્રીકરણની કોઈ પણ
પદ્ધતિ માટે તે માટેની પ્રક્રિયાઓનાં પગલાં સરખાં જ રહે છે.
માહિતી સામગ્રી એકત્રીકરણની કોઈ પણ પહેલ માટે માહિતી સામગ્રી સાતત્યપૂર્ણ અને સંકલિત ભાગ હોવી જોઈએ તે માટેનાં કેટલાંક કારણો:
- સતત પ્રમાણિત રાખવી : એકત્રીકરણ કર્યા પછી પણ માહિતી સામગ્રીની ગુણવત્તા પર સતત દેખરેખ રખવી જોઈએ. બધા જ માહિતી સામગ્રી સમૂહોમાં માહિતિ સામગ્રીના સ્રોતો અને ગુણવત્તા જાળવી રાખવી એ એકાદ વાર કરી લેવા જેવી નહીં પણ સતત કરવી જોઈએ એવી પ્રક્રિયા છે.
- માહિતી સામગ્રીનું નુકસાન ઓછામાં ઓછું થાય તેમ કરવું : ઉચ્ચ ગુણવત્તાની માહિતી સામગ્રીને કારણે સંકુલ ETL (બહાર કાઢવું /Extract, રૂપાંતરણ કરવું / Transform, ચઢાવવું / Load) પ્રક્રિયાઓ માટે માહિતી સામગ્રીનાં એકત્રીકરણ સમયે માહિતી સામગ્રીનું નુકસાન થાવું કે દૂષિત થવાનું ઘટી શકે છે.
- ઉપયોગિતા મહત્તમ કરવી : ઉચ્ચ ગુણવત્તાની માહિતી સામગ્રી એકત્રીકરણનાં પરિણામોને ભરોસાપાત્ર બનાવે છે, જેને પરિણામે વિશ્લેષણ કરવામાં, આગાહી કરવામાં અને નિર્ણય પ્રક્રિયામાં તેની ઉપયોગિતા મહત્તમ કરી શકવાનું સહેલું બને છે.
પૂર્ણપણે સંકલિત નિર્ણય - પ્રક્રિયા અભિગમ વડે:
૧) સહયોગ અને માહિતી આપલેને
પ્રોત્સાહન મળવું જોઈએ: માહિતીના વપરાશકારો
એકબીજાને સહભાગી તરીકે જૂએ અને વિવિધ પરિયોજનાઓનાં અલગ અલગ કાર્યક્ષેત્રો તેમહ
હિતધારકો વચે મુક્ત સહયોગ અને માહિતી આપલેને પ્રોત્સાહિત કરે.
૨) માહિતી અને માહિતી સામગ્રીની
અંદરોઅંદર વહેંચણી સરળ થાય : સાચા અને સત્ય માહિતીના એક જ સ્રોતમાંથી સંબંધિત બધી
જ માહિતી સામગ્રી દરેક નિર્ણયકર્તાને ઉપલબ્ધ રહે તેમ સુનિશ્ચિત કરવું.
૩) સર્વસ્વીકૃત નિર્ણય
પ્રક્રિયા માળખું વપરાય તેમ સુનિશ્ચિત કરવું: સંસ્થાના વ્યવસાય સાથે સુસંગત
મુદ્દાઓને લગતા નિર્ણયો લેવા અને તેનાં મૂલ્યાકન કરવા માટે સાતત્યપૂર્ણ મૂલ્ય -
પ્રેરિત માળખું સુસ્થાપિત કરવું.
૪) હિતધારકોને બને તેટલા વહેલા
અને વધારે સામેલ કરવા: વિલંબ નીવારવા માટે સંબંધિત હિતધારકોને શરૂઆતથી જ નિર્ણય
પ્રક્રિયામાં સામેલ કરવા અને લાગતાવળગતા દરેકને પરિણામોથી અવગત રાખવા.
૫) ટેક્નોલોજિઓને આવરી લેતા
ઉકેલો ઉપલબ્ધ કરવા : કાર્યસાધકતા વધારવામાં, સંકલિત માહિતી સામગ્રી પ્રેરિત
નિર્ણય પ્રક્રિયા સરળતાથી ઉપલબ્ધ કરવામાં અને માહિતી આપલેના સહયોગને મદદરૂપ બને તે
રીતે ટેક્નોલોજિનો ઉપયોગ શક્ય બનાવવો.[2]
૧) માપ, કદ,ઉપયોગીતા જેવી બાબતોમાં લવચીકતા અને કરકસરયુક્ત ખર્ચને કારણે ક્લાઉડ આધારિત માહિતી સામગ્રી એકત્રીકરણ
૨) માહિતી સામગ્રી એકત્રીકરણમાં AI અને સ્વચાલનને પરિણામે માહિતીસામગ્રી સંચાલનમાં નવી કક્ષાનું ચાતુર્ય અને કાર્યસાધકતા
જેવા પ્રવાહો વધારે ચાતુર્યપૂર્ણ, વધાર
વધારે લવચીક અને વધારે કાર્યસાધક માહિતી સામગ્રી
તરફ ઝુકાવ દર્શાવે છે, અને વધુ સમજપૂર્વકના નિર્ણયો લઈ શકવાને
પરિણામે વ્યાપાર જગત
બદલતા જતાં બજાર ગતિશીલન સાથે સારી રીતે કદમ મિલાવી શકે છે અને
વધારે સમજપૂર્વકના નિર્ણયો લઈ શજે છે.[3]
વધારાનું
વાંચન:
Cloud Data Integration for Analytics
Data
and Decision Making for Operations
Data
Integration for Enhanced Decision-Making in WFM
હવે પછીના મણકાઓમાં આપણે નિર્ણય વિવેકપ્રજ્ઞા પ્રક્રિયા સાથે સંકળાયેલા વિષયો અને
પારિભાષિક શબ્દોની ઘટકો વિશે વાત ચાલુ રાખીશું..
હવે આપણે આપણા
નિયમિત વિભાગો તરફ વળીએ:
ASQ TV માંથી –
The Power of Data in Lean – લીન અને
લીન સિક્ષ સિગ્મા સંબંધિત માહિતી સંગ્રહ વિશ્લેષણ,
રજૂઆત અને માહિતીની આપલે.
Quality Mag
માંથી: From
the Editor | Darryl
Seland
·
S.U.C.C.E.S.S.
– That’s the way you spell success
– સફળતા = લક્ષ્ય સિદ્ધિ. વ્યાવહારિક અર્થ તો બહુ સીધો સાદો
છે.
પરંતુ, સફળતા શું છે?તેને
કેમ સિદ્ધ કરી શકાય? તેવા પ્રશ્નોને ભાવસૂક્ષ્મતાની દૃષ્ટિએ જોઈએ છીએ ત્યારે તેની
સમજણ ધુંધળી બની જાય છે.
સફળતા શું
છે તેની સ્પષ્ટ વ્યાખ્યા કરાયા વિના સફળતા નક્કી કરવી અશક્ય બની જાય છે. કદાચ, સંબંધિત વ્યક્તિ કે ટીમે તે સ્પષ્ટ કરવું
જોઈએ. શક્ય છે કે એ લક્ષ્ય નક્કી કરવું અને તેને સિદ્ધ કરવું એટલું સરળ પણ હોય !
Jim L Smith ના આ લેખો પણ જરૂર વાંચવા જોઈએ:
¾
Success
¾
Organizations Need Committed People to Succeed
¾
The Career Path to Success May Not be Linear
¾
Everyone Embracing Change is Key to Success
¾
Success is a Marathon, Not a Sprint
ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં
ધોરણો ઊંચાં લઈ જઈએ’ વિશેની
ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન
/ અનુભવો આવકાર્ય છે.
આ અંકમાં
દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
No comments:
Post a Comment