Friday, January 31, 2025

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૩ – મણકો : ૧ _૨૦૨૫

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૩ મા સંપુટના મણકા - _૨૦૨૫માં આપનું સ્વાગત છે.

My Favourites: Songs of Farewell ફિલ્મી ગીતોના શોખીનોને જીવનની પળોને અને ખુદ જિંદગીને આવજો ફરી મળીશું કહેતાં કહેતાં વર્ષ ૨૦૨૫ને આવકારે છે.

ડિસેમ્બર ૨૦૨૪ મોહમ્મદ રફી અને રાજ કપૂરની, એમ બેવડી, જન્મ શતાબ્દીની ઉજવણીનો મહિનો રહ્યો.

Silhouette સામયિકે

મોહમ્મદ રફીની શાતાબ્દી ખાસ લેખો ગીત વિશ્લેષણો અને અંજલીઓ વડે Rafi@100


રાજ કપૂરની શતાબ્દી સમીક્ષાઓ, વિવેચનો અને સંગીતની ચર્ચાઓની ખાસ શ્રેણી વડે @ Raj Kapoor@100

                                                                                        ઉજવી.

રફીની જન્મ શતાબ્દી સોંગ્સ ઓફ યોર Rafi’s duets with different music directors over the years દ્વારા, Conversations Over Chai Love Songs – Mohammed Rafi દ્વારા, અને  Dusted Off with Ten Men, One Voice: The Magic of Mohammad Rafi, Famous songs, Not-so-Famous Faces: The Magic of Mohammad Rafi અને  Neither Here nor There: Rafi Sings for the In-Betweens દ્વારા ઉજવવાનું ચાલુ રાખ્યું. .

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  

O P (Omkar Prasad) Nayyar (16 January 1926 – 28 January 2007) | તાલનો રાજવી | જન્મ શતાબ્દી ખાસ | ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ -



આ પણ જૂઓ : Flashback 50 Years (Part II): OP Nayyar Hits of 1966 – Bahaarein Phir Bhi Aayengi By Peeyush Sharma

Lata sings for C Ramchandra – Part 1 માં સોલો ગીતો અને Part 2 માં યુગલ ગીતો અને અન્ય  ગીતો પર ધ્યાન અપાયું છે.

Ten of my favourite Pradeep Kumar songs દ્વારા અભિનેતા પ્રદીપ કુમારની જન્મ શતાબ્દી ઉજવાઈ છે.

R. D. Burman: The Man, The Music એ આર ડી બર્મન (૨૭–૬-૧૦૩૯ | ૪-૧-૧૯૯૪) ની ૩૧મી પૂણ્ય તિથિએ એ અંજલી આપતો પુસ્તક પરિચય છે.

The Sculptors of Film Songs –18 – Amrut Rao Katkarઅચ્છા તાલવાદ્ય વાદક હતા પણ તેમને યાદ રેસો રેસો વાદક તરીકે કરાય છે.

Arrangers and Musicians શ્રેણીમાં પહેલાં Sebastian D’ Souza, Anthony Gonsalves, Enoch Daniels, Kishore Desai  Manohari Singh, S Hazara Singh, V Balsara, Ramlal , Dattaram, Van Shipley, Goody Seervai, The Lords, Ramprasad Sharma and Sons, Bhanu Gupta, Homi Mullan, Kishore Sodha,  Ranjit Gazmer, Maruti Rao Keer, Dilip Dholakia અને Basu Chakraborty આવરી લેવાયેલ છે.

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૧૦મા સંસ્કરણના જાન્યુઆરી ૨૦૨ના અંકમાં જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૯ ૧૯૮૦ને યાદ કરીને ૧૯૭૯ની ફિલ્મ દુરિયાંનાં  અને ૧૯૮૦ની ફિલ્મ આઈ મેરી યાદનાં અને બે ગૈરફિલ્મી ગીતો સાંભળ્યાં. ખુબ અનોખા સંગીતકાર જયદેવનાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આપણે આપણાં આ માધ્યમ પર ૨૦૧૮થી શરૂ કરેલ છે.

§  ૨૦૧૮ માં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમની સૌથી વધારે સફળ ફિલ્મો ગણી શકાય એવી ફિલ્મોનાં ગીતો

§  ૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતો,

§  ૨૦૨૦ માં ૧૯૭૧ નાં  અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ગીતોને,

§  ૨૦૨૧માં ૧૯૭૨-૭૩માં ફિલ્મોની નિષ્ફળતાએ જે ગીતોને પણ ભુલાવી દીધાં તે ગીતોને,

§  ૨૦૨૨માં ૧૯૭૪ - ૧૯૭૫નાં વર્ષોની ભુલાવા લાગેલી ફિલ્મોની કેટલીક સુરાવલીઓને,

§  ૨૦૨૩માં વર્ષ ૧૯૭૬ - ૧૯૭૭ની ફિલ્મો લૈલા મજનુ, આલાપ અને ઘર્રૌંદામાં  જયદેવની બીજી ઈનિંગ્સ નવપલ્લિત થતી રચનાઓ, અને

§  ૨૦૨૪માં ૧૯૭૮નાં વર્ષની ફિલ્મો ગમન, સોલવાં સાવન અને તુમ્હારે લિયેનાં ગીતો

આપણે યાદ કરી ચુક્યાં છીએ.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Sun Mere Bandhu Re - Revisiting Hindi Film Songs of 50s, 60s and 70s રજૂ કરે છે

·       Awaaz Ka Saaz: Voice as an Instrument | Humming, Whistling, Yodelling, Doo-Wop | SAAM Podcast Ep 15

·       Sandesa — Beautiful World of Messengers | Mukesh, Lata, Vani Jayaram, Rafi | SMBR—SAAM Podcast Ep 14

How Meera Bai has inspired lyricists of Hindi film songs માં કેટલાક શબ્દપ્રયોગો કે પદો (અમુક કિસ્સાઓમાં ની:શંકપણે) મીરાબાઈની સ્પષ્ટ જોવા મળતી છાપ દર્શાવાઈ છે.

post on Piano songs માં પરદા પર ગાયન ગાનાર અભિનેતા/ત્રી પિયાનો વગાડતો/ટી  ન હતો/તી, Piano Songs – 1માં તે  જાતે પિયાનો પણ સાથે સાથે વગાડે છે તો હવે Piano Songs - 2 માં ૧૯૫૧ થી ૧૯૬૦ના દાયકાનાં ગીતો આવરી લેવાયાં છે.  

𝑯𝒂𝒎𝒂𝒓𝒊 𝒀𝒂𝒂𝒅 𝑨𝒂𝒚𝒆𝒈𝒊 (1961) - An Unsung Creation of Kidar Sharma, ખુબ કટોકટીભર્યા સંજોગોમાં બની હતી. કેટલીય વારે એકડેથી શરૂઆત કરવાના વારા પણ આવ્યા. 8 songs સાથે સ્નેહલ ભાસ્કરનું પાર્શ્વ સંગીત ખૂબ નોંધપાત્ર રહ્યું. Kidar Sharma (૨૧.૪.૧૯૧૦ -૨૯.૪.૧૯૯૯)ની આત્મકથા  The One and Lonely Kidar Sharma : An Anecdotal Autobiography linkની મુલાકાત  લેવાથી ડાઉનલોડ થઈ શકે છે. .

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ

જાન્યુઆરી ૨૦૨માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ફિલસુફીભર્યાં ગીતો૩૦ज़िंदगी के सफ़र में गुज़र जाते हैं जो मक़ाम वो फिर नहीं आते

ફિલસુફીભર્યાં ગીતો૩૧ज़िन्दगी हसने गाने के लिए है पल दो पल

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં કિરાયેદાર (૧૯૮૬)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને  ફૂંકવાદ્યો (): પરિચય માં સુષિર ફૂંકવાદ્યોસેક્સોફોન ()ને  લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..

ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. મહિને સાવન કુમાર ટાક, રાની મલિક, આગા જાની કાશ્મીરી  અને પરવેઝ શમસીની ગઝલો પેશ કરે છે.

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨માં આપણે ઑ પી નય્યર રચિત  મોહમ્મદ રફીનાં યુગલ ગીતો યાદ કરીશું. શરૂઆત મોહમ્મદ રફી અને શમશાદ બેગમનાં યુગલ ગીતોથી કરીએ.

આતે જાતે આંખ બચાના ઘડી દો ઘડી ફિર દિલમેં આના હાયે રે તેરા જવાબ નહીં - મેહબૂબા (૧૯૫૪) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી 


કોઈ કબ દર્દ કા મારા આંસુ બહાતા હૈ - મિસ કોકા કોલા (૧૯૫૫) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી


થોડા સા દિલ લગાકે દેખ - મુસાફિરખાના (૧૯૫૫) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી





હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.


No comments: