Sunday, October 26, 2025

આર ડી બર્મનનાં સંગીતમાં વાદ્યવૃંદના સ્વરતંતુઓના ધ્યાનાકર્ષક ધ્વનિ પ્રયોગો

 આ શ્રેણી વિશેની સામગ્રી એકઠી કરતાં કરતાં મારા ધ્યાન પર આવ્યું કે આર ડી બર્મને તેમનાં સંગીતમાં  સ્વરતંતુઓના ધ્વનિની અસરોના પણ આગવી રીતે પ્રયોગો કર્યાં છે. અનિલ બિશ્વાસથી લઈને સલીલ ચૌધરી કે શંકર જયકિશન જેવા '૪૦ - '૫૦ ના દશકોના અનેક સંગીતકારોએ કોરસના જે અવનવા પ્રયોગો કર્યા છે તે પ્રયોગો તો આર ડી બર્મને પણ કર્યા છે. પરંતુ, અહીં જે ધ્વનિ પ્રયોગોની વાત કરવી છે તે કોરસના ગાન કે વાદ્યવૃંદના પ્રયોગો કરતાં અલગ છે.

આર ડી બર્મને પોતાના સ્વરમાં મેરા નામ હૈ શબનમ (કટી પતંગ, ૧૯૭૦)ના ઉત્તેજિત શ્વાસના કે પિયા તુ અબ તો આજા ( કારવાં, ૧૯૭૧) માં મોનિકા મોનિકા માય ડાર્લિંગ જેવા ઘેરા સ્વરનાં તાન કે મેરે જીવન સાથી (૧૯૭૨)નાં અને તે પછીનાં કેડીટ ટાઈટલ્સમાં અવાજના આરોહ અવરોહ કે અસંગીતમય લાગતા અવાજો જેવા કરેલા પ્રયોગોની પણ અહીં વાત નથી કરવી.

જાયે રે જાયે બેલા કે આગે અમી જોડી જાનતમ જેવાં બંગાળી ગીતોમાં તેમણે કરેલ નાટકિયા કહી શકાય એવા પ્રયોગોની પણ અહીં વાત નથી કરવી.

જોકે જો તેઓ ધારે તો કોઈ પણ ગાયક જેમ નિયમિત ગણાતી શૈલીમાં તેઓ કેવું સારૂં ગાઈ શકતા તે આ ક્લિપમાં સાંભળી શકાય છે.

તો તેમનાં જેતે જેતે પાથો હેલી દેરી (ગીતકારઃ ગૌરીપ્રસન્ન મજુમદાર)નાં હિંદી સંસ્કરણ તેરે બિના ઝિંદગી સે કોઈ શિક઼વા નહીં (આંધી, ૧૯૭૫) માં કરેલા સ્વર, સુર કે તાલના ફેરફારોની પણ અહી વાત નથી કરવી.

આ વાત આર ડી બર્મને ભૂત બંગલા (૧૯૬૫)માં મહેમૂદ અને સુરેશ સાથે મૈં ભૂખા હું નો જે નાટ્યાત્મક ભાગ ભજવ્યો હતો એવા પ્રયોગની પણ નથી.



અહીં જે વાત કરીશું તે આર ડી બર્મન દ્વારા કરાયેલા એવા ધ્વનિ પ્રયોગોની છે જે પછીથી તેમની આગવી શૈલીની ઓળખ બની રહ્યા.

પ્યાર કરતા જા - ભૂત બંગલા (૧૯૬૫) - મન્ના ડે, સાથી - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ આર ડી બર્મન 

અહીં પડઘાની અસર ઉભી કરવા આર ડી બર્મને ચાર પાંચ સહગાયકોને માઈક્રોફોનથી અલગ અલગ અંતરે ઊભા રાખ્યા હતા. 



ધીમે ધીમે કોઈ એક ધ્વનિ પ્રયોગને અલગ અલગ સીચ્યુએશનમાં અસરકારક રીતે રજુ કરવાની બાબતે આર ડી બર્મનને હથોટી આવતી ગઈ.

ક્યા જાનું સજન હોતી હૈ ક્યા ગ઼મકી શામ - બહારોં કે સપને (૧૯૬૭) - લતા મંગેશકર - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ આર ડી બર્મન 

બે ટ્રેક પર રીકોર્ડિંગ કરી અને પછી તેનું મિશ્રણ કરીને મૂળ ગીતના કાઉન્ટર મેલોડી અસર ઊભી કરીને અલૌકિક, પડઘાતી અસરનું વાતાવરણ રચ્યું છે.



કોઈ આયા આને ભી દે - કાલા સોના ((૧૯૭૫) - આશા ભોસલે - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ આર ડી બર્મન  

અહીં એક ટ્રેક પર આશા ભોસલેનો સ્વર હેલન માટે અને બીજા ટ્રેક પર પરવીન બાબી માટે પ્રયોજ્યો છે. 



કતરા કતરા મિલતી હૈ - ઈજ઼ાઝત (૧૯૮૭) = ગીતકારઃ ગુલઝાર - સંગીત આર ડી બર્મન 

અહીં બે ટ્રેકનાં મિશ્રણ વડે વર્તમાન અને ફ્લૅશબૅકની અસર ઊભી કરાઈ છે.



હવે બે અલગ અલગ ટ્રેક પર રેકોર્ડિંગ કરવાને બદલે બે ગાયકોના સ્વરો એક સાથે અલગ અલગ સુરમાં રજૂ કરવાનો પ્રયોગ કર્યો છે 

જાન--જાં ઢૂંઢતા ફિર રહા હું તુઝે - જવાની દિવાની (૧૯૭૨) - કિશોર કુમાર, આશા ભોસલે - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ આર ડી બર્મન 

નાયક અને નાયિકા અલગ અલગ સ્થળોએ એકબીજાની સાથે સંવાદ કરતાં એવાં ગીતોનો પ્રકાર હિંદી ફિલ્મોમાં ખાસો જાણીતો છે. અહીં બન્ને ગાયકોને (૦.૫૧ - ૧.૧૦, ૨.૩૯ - ૨.૪૬ વગેરે)  કાઉન્ટર મેલોડી સ્વરૂપે અલગ સુરમાં રજૂ કરવાથી નાયક અને નાયિકાની અલગ અલગ સ્થળે હાજરીને તાદૃશ કરાયેલ છે. 



આર ડી બર્મનની એક બહુ જાણીતી શૈલી બની ચુકેલ પ્રયોગ પા પા પાપા, કે તા આ રા તા આ રા જેવા બોલને પંચમ સુરમાં રણકાવ્યા કરવાની અલગ અલગ તરાહનો રાજા જાની (૧૯૭૩)નાં ટાઈટલ્સ સંગીતમાં ૨.૩૪ થી ૨.૪૭ સુધી ખાસ ધ્યાન ખેંચે છે.   


આ જ પ્રયોગનો વધારે વ્યાપક અભિનવ પ્રયોગ ફિલ્મના એક યુગલ ગીત જબ અંધેરા હોતા હૈ માં કર્યો. ૨.૫૦ થી ૩.૨૪ સુધી 'હાર્મની' તરીકે જાણીતી સુરાવલીમાં અને ટ્રંપેટના ઘેરા ષડજ્ સુર સાથે ૦.૦૩ /૦.૦૪ અને ૦.૦૯ /૦.૧૦ પેઠે આ પ્રયોગો સાંભળી શકાય છે. 



બડા કબૂતર (૧૯૭૩)નાં બેકગ્રાઉન્ડ ગીત દેખ સમય કા શૌખ કબૂતર ઉડતા હૈ (ભૂપિન્દર)માં  પા પા પા બોલનો ઉપયોગ ગીતની લયની ઝડપ સાથે કરવની સાથે થોડા લગ સુરમાં મુકીને કાઉન્ટર મેલોડીના સ્વરૂપે કર્યો છે.



રવાનુકારી નામ અથવા શબ્દ (ની રચના) (Onomatopoeia) એ કોઈ પણ સંગીત ધ્વનિના શબ્દ સ્વરૂપ માટે વપરાતો અંગ્રેજી શબ્દપ્રયોગ છે, જેમકે હેડકી માટે hiccup અથવા તો તમાચાના ધ્વનિ માટે સટાક,  pop up માટે પૉપ, ફેંટા ફેંટી માટે ધમ્મ, ફટાક ધડિંગ, ઝરણાનું ખળ ખળ વહેવું, ઓછાં તેલમાં ધીમા તાપે તળવા માટે સડસડવું, ઝોકું ખાવા માટે ઝ્ ઝ્ ઝ્ ઝ્ઝ્ઝ, ધણણણ ડુંગરા ડોલે વગેરે.  રવાનુકારનો બહુ પ્રચલિત પ્રયોગ પ્રાણીઓ કે પક્ષીઓના બોલ કે લોકો દ્વારા કરાતા એ હેય, ઓયવોય જેવા શબ્દોમાં પણ બહુ પ્રચલિત છે.

અવ્યાખ્યાયિત

ઇટાલીમાં એક દુકાનની બારીમાં એક બોર્ડ પર લખેલું છે કે આ શાંત ઘડિયાળો ઘડિયાળના અવાજની નકલ કરીને "નો ટિક ટેક " બનાવે છે.

Attribution: Dvortygirl, CC BY-SA 4.0 <https://creativecommons.org/licenses/by-sa/4.0>, via Wikimedia Commons

આર ડી બર્મને આવા રવાનુકાર પ્રયોગો માટે વાદ્યો અને સ્વર ધ્વનિઓના ઉપયોગ બખૂબી કર્યા છે. 

જીના ક્યા અજી પ્યાર બીના - ધન દૌલત (૧૯૮૦) 

હૈયા હુઈ ના વજન ઉંચકવાના અને ખેતરોમાં કામ કરવાના સ્વરોને ૦.૩૯ થી ૦.૪૬ દરમ્યાન ષડજ્‍ સુરમાં તાલની સંગતમાં અને ૧.૧૯થી ૧.૨૩ દરમ્યાન  કાઉન્ટર મેલોડી તરીકે પ્રયોજેલ છે. 



બાબુ એન્ટ્રી - ઍન્નૅ પિન્ટો પાસે કોગળા કરાવીને અસર ઉપજાવેલ છે - સત્તે પે સત્તા (૧૯૮૧) 



ભીની ભીની ભોર = દિલ પડોશી હૈ (૧૯૮૭) 

૦.૩૪ થી જંતુઓ કે કુકડાના અવાજોની સાથે સ્વર મંડળના સુરો ભીની પરોઢની પ્હો ઉઘડવાનું વાતાવરણ ખડું કરે છે. 



રેશમી ઝુલ્ફેં નશીલી આંખેં - ઈંદ્રજીત (૧૯૯૧) 

૧.૦૯ સુધી જૂદા જુદા અવાજો વડે દારૂના નશામાં મસ્ત યુવાનીઓની ધિંગામસ્તીને તાદૃશ કરવાનો પ્રયોગ કરાયો છે.



પ્રીતમ આન મિલો  - અંગૂર (૧૯૮૧) - સપન ચક્રવર્તી - ગીતકારઃ ગુલઝાર - સંગીતઃ આર ડી બર્મન 

કંસારીની ચકચકાટ, કૂતરાનું ભસવું, હવામાં લહેરાતા પડદાઓનો હળવો ખળખળાટ. દેડકાનું ડ્રાંઉં ડ્રાંઉં. ઘોડાગાડીના પૈડોઓની શેરીમાં સંભળાતો અવાજ અને હવાનાં ફુંકાવાના નાદ વડે અંધારી, સુની રાતનાં વાતાવરણને વધારે રહસ્યમય કરે છે.



આ ગીત દ્વારા આપણને આર ડી બર્મનની ગાયક તરીકે ખાસ જાણીતાં ન હોય એવાં કલાકારો પાસે અવનવા પ્રયોગો સહિતનાં ગીતો ગવડાવવાની કળાનો પરિચય મળે છે. 

આર ડી બર્મને સપન ચક્રવર્તી પાસે બીજાં ઘણાં ગીતો ગવડાવ્યાં છે, જેમાંથી મેરે સાથ ચલે ન સાયા (કિતાબ, ૧૮૭૭) અને ગોલમાલ હૈ ભાઈ ગોલમાલ હૈ (ગોલમાલ, ૧૯૭૯)તો ખાસ્સાં જાણીતાં પણ થયાં છે. 

આડવાત :

સામાન્ય રીતે નિયમિત ગાયક તરીકે ગીત ન ગાતાં હોય એવાં કલાકારો પાસે ગીત ગવડાવવાના પ્રયોગો હિંદી ફિલ્મ સંગીતમાં સાવ નવા ન કહેવાય. જોકે આ રસપ્રદ વિષયની વાત અલગ જ લેખનો વિષય છે. 

અહીં એસ ડી બર્મને ઉપરોક્ત વિષયને બહુ જ સમાંતર કહી શકાય એવા પ્રયોગ રૂપે ટેક્ષી ડ્રાઈવર (૧૯૫૪)માં [સપન (સેનગુપ્તા) જગમોહન (બક્ષી) તરીકે જાણીતી સંગીતકારોની જોડીમાંના] જગમોહન અને આશા ભોસલે પાસે ગવડાવેલું દેખો માને નહીં રૂઠી હસીના (ગીતકારઃ સાહિર લુધીયાનવી) જરૂર યાદ આવે. 

આઓ જ઼ૂમે ગાયેં - પરાયા ધન (૧૯૭૧) 

આ ગીતમાં કિશોર કુમાર બલરાજ સાહની માટે બેકગ્રાઉન્ડમાં ગાય છે અને આશા ભોસલે પર્દા પર ગાતાં હેમા માલિની માટે પાર્શ્વસ્વર આપે છે. આમ કિશોર કુમારનો આખો ભાગ રવાનુસ્વારનો પ્રયોગ બની રહે છે.



આ ગીતમાં આર ડી બર્મનના જાણીતા ધ્વનિ પ્રયોગો પૈકી લ લા લાલા ના બોલનો એક બીજો પ્રયોગ, પૂર્વાલાપમાં ૦.૦૯ થી ૦.૧૪, મુખડામાં ૧.૧૪ થી ૧.૨૬, મધ્યાલાપમાં ૨.૨૭થી ૨.૪૯ અને છેલ્લે ગીતના અંત ભાગ રૂપે ૩.૩૬ થી ૪.૦૨ સુધી પણ ધ્યાન ખેંચે છે. 

આ લ લ લા લા ના બોલ પણ આર ડી બર્મને જુદી જુદી રીતે પ્રયોજીને પોતાની સંગીત શૈલીની ઓળખનું એક આગવું પાસું બનાવેલ. યુ ટ્યુબ ચેનલ Adbhut Pancham Foundation  પર, આ પ્રયોગને આવરી લેતી ૮ કે નવ વિડીયો ક્લિપ્સ છે. એ બધી ક્લિપ મળીને આ પ્રયોગને લગતાં લગભગ ૮૦ થી ૯૦ ગીતો જોવા મળશે.  

અહીં તેમાંથી કેટલાંક ગીતો રજૂ કરેલ છે -

મૈં ચલી  - પડોશન (૧૯૬૮) 

લા લા લા લા પૂર્વાલાપ તરીકે



દુલ્હન મૈકે ચલી - મનોરંજન (૧૯૭૪)

પોતાને પકડી જવા બદલ 'છોકરીઓ' લા લા લા વડે 'પોલીસવાળા'ની મજાક ઉડાડે છે.



હમ તુમ ઔર યે નશા - શૌકીન (૧૯૮૨) 

પિયાનોની સંગતમાં પૂર્વાલાપ તરીકે. 

આ ગીતમાં આર ડી બર્મને સપન ચક્રવર્તીનો ચિરાશ્રી ભટ્ટાચાર્ય સાથે એક નિયમિત પાર્શ્વગાયક તરીકે હિંમતવાન પ્રયોગ કર્યો છે.



હિંદી ફિલ્મોનાં ગીતોમાં હું હું, કે હં હં, જેવા મોં વાટે ગૂંજન કરવાના પર્યોગો પણ થતા તો આવ્યા છે. પરંતુ, આર ડી બર્મને તો આ ધ્વનિપ્રયોગને પણ, પોતાની આગવી શૈલીમાં, અવનવી રીતે રીતે રજૂ કર્યા. Adbhut Pancham Foundation પર  આ વિષયનાં ગીતોની રજૂઆત કરતી એક ક્લિપ, Hmmm R.D. Burman, છે. આ ક્લિપમાં અઠ્યાવીસ (!) જેટલાં ગીતો નોંધાયાં છે. 

એ પૈકી બે ગીતો નમુના રૂપે મુક્યાં છે - 

તુમ મેરી ઝિંદગી મેં - બોમ્બે ટુ ગોવા (૧૯૭૨) 

૦.૨૩ થી ૦.૨૫ સુધી સંભળાતું મંદ મંદ ગુંજન ગીતના પૂર્વાલાપમાં ભળીને જાણે પરદા પરનાં પાત્રનાં મનમાં ગીતની શરૂઆત ગોઠવે છે. 



રાત બનું મૈં - મંગળસૂત્ર (૧૯૮૧) 

પતિની રાહ જોઈ રહેલી પત્નીને ગુંજનના થોડાક જ સુર પતિની હાજરીનો અહેસાસ કરાવે છે. 



આ શ્રેણીના આ ચાર લેખો વડે એટલું જરૂર સમજી શકાય છે કે આર ડી બર્મનને સંગીતની ગઈ પેઢીની કળા અને આવનારી પેઢીનાં વિજ્ઞાન વચેનો સેતુ શા માટે કહેવાયું હશે. તેમણે પરંપરાગત વાદ્યોના અને મૌખિક બોલના ધનિના જે પર્યોગો કર્યા તે પ્રયોગો જાણે આગળ જતાં ઈલેક્ટ્રોનિક વાદ્યો, રેકોર્ડિંગ તકનીકો અને વાદ્ય સજ્જા સુધીમાં પરિણમ્યાં એવું લાગે છે. આપણે તો અહીં એટલી નોંધ લઈએ કે ફિલ્મ સંગીતની એમના સમયની બદલાતી જતી તાસિર અને અતિનિપજમય સ્પર્ધા વચ્ચે પણ આર ડી બર્મને લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતની તાલિમના તેમના મૂળ સંસ્કારને પાશ્ચાત્ય સંગીતના સહારાની મદદથી અવનવા પ્રયોગો વડે જૂની, વર્તમાન, અને નવી પેઢી સુધી તેમનાં સંગીતના વારસાને ગુંજતો રાખ્યો ……….

+                                       +                                       +

Credits and Disclaimers:

1.    The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.

2. The photograph is taken from the internet, duly recognizing the full copyrights for the same to the either original creator or the site where they were originally displayed.


Sunday, October 19, 2025

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૩મું - ઓક્ટોબર ૨૦૨૫

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના ઓક્ટોબર ૨૦૨૫ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ને જ ચાલુ રાખીશું.

આ કેન્દ્રવર્તી વિષયની અંદર હવે આપણે ગુણવત્તા ૪.૦માં પુરવઠા સાંકળને લગતા વિષયો અને પારિભાષિક શબ્દોની ચર્ચા કરીશું.

આજના મણકા માટે આપણે પુરવઠા સાંકળ સંચાલનનો ક્રમિક વિકાસ અને ઇતિહાસની ટુંકમાં વાત કરીશું.

Source: The Historical Development of Supply Chain Management

 

§ ૧૯૦૦ પહેલાના દાયકા: સ્થાનિક પુરવઠા સાંકળો

પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ પહેલા, પુરવઠા સાંકળો સામાન્ય રીતે સ્થાનિક હતી અને નજ્દીકના પ્રદેશો સુધી સીમિત હતી. જેમ જેમ રેલમાર્ગનો ઉપયોગ વધતો ગયો તેમ તેમ માલનું વિતરણ કરી શકાયે એવું અંતર પણ વધતું ગયું.

§ ૧૯૦૦-૧૯૫૦ ના દાયકા: પુરવઠા સાંકળો વધતી ગઈ 

વૈશ્વિક પુરવઠા સાંકળો આકાર લેવા લાગી. ઉદ્યોગના અગ્રણીઓએ બીજા વિશ્વયુદ્ધ પછી હાથઈ કરાતી પ્રક્રિયાઓમાં સુધારો કરવા પર, યાંત્રિકીકરણના ઉપયોગ પર સંશોધન કરવા પર અને લશ્કરી માલસામાની ફેરફેરને લગતા  વિશ્લેષકોના ફાયદા દર્શાવવા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. 'યુનિટ લોડ[1]'નો ખ્યાલ પ્રચલિત બન્યો, જે પછીથી પરિવહન વ્યવસ્થાપન સુધી વિસ્તૃત થયો.

§ ૧૯૬૦-૭૦ ના દાયકા: ભૌતિક વિતરણ

૧૯૬૦ ના દાયકા સુધીમાં, DHL અને ૧૯૭૦ ના દાયકામાં FedEx લોજિસ્ટિક્સ પુરવઠાકારોની વધતી જતી સંખ્યામાં જોડાયાં. આ સમયમાં, સમય-આધારિત માલ પરિવહન ટ્રક પરિવહનમાં પરિવર્તિત થયું, જેના કારણે સંસ્થાઓ માટે  'ભૌતિક વિતરણ' ખ્યાલ નક્કર સ્વરૂપ લઈ શક્યો. 

§ ૧૯૬૩: મુખ્ય સફળતાઓ

નેશનલ કાઉન્સિલ ઓફ ફિઝિકલ ડિસ્ટ્રિબ્યુશન મેનેજમેન્ટની રચના કરવામાં આવી. તે દરમિયાન, IBM એ પ્રથમ કોમ્પ્યુટરાઇઝ્ડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને આગાહી સિસ્ટમ વિકસાવી.

§ ૧૯૭૫: પ્રથમ રીઅલ-ટાઇમ વેરહાઉસ મેનેજમેન્ટ સિસ્ટમ (WMS)

ઘર સજાવટ સાથે સંકળાયેલ કંપની જેસી પેનીએ પ્રથમ રીઅલ-ટાઇમ વેરહાઉસ મેનેજમેન્ટ સિસ્ટમ (WMS) બનાવી. રીઅલ-ટાઇમમાં સ્ટોક ઇન્વેન્ટરી અપડેટ કરવાથી, જસ્ટ-ઈન-ટાઈમ ( JIT) એ સ્ટોક શોધવામાં આપવો પડતો સમય ઘટાડ્યો અને કંપનીને વ્યવસાય વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સગવડ કરી આપી.

§ ૧૯૮૦ નો દાયકો: ઇનબાઉન્ડ, આઉટબાઉન્ડ અને રિવર્સ ફ્લો

પર્સનલ કમ્પ્યુટર્સના વિકાસ સાથે, સપ્લાય ચેઇન્સને સ્પ્રેડશીટ્સ અને મેપ-આધારિત ઇન્ટરફેસ સહિત આયોજન ક્ષમતાઓની વધુ સારી રીતે ઉપલબ્ધ થઈ. ૧૯૮૦ ના દાયકાના મધ્ય સુધીમાં પુરવઠા સાંકળને એક મહત્વપૂર્ણ પણ ખર્ચાળ અને જટિલ કાર્ય માનવામાં આવતું હતું.

§ ૧૯૮૨: પુરવઠા સાંકળ વ્યવસ્થાપનની શોધ

કીથ ઓલિવરે ૪ જૂન ૧૯૮૨ના રોજ ફાઇનાન્સિયલ ટાઇમ્સના આર્નોલ્ડ ક્રાન્સડોર્ફ સાથેની મુલાકાતમાં આ શબ્દનો ઉપયોગ કરીને 'સપ્લાય ચેઇન મેનેજમેન્ટ' શબ્દનો ઉપયોગ કર્યો હતો.



§ ૧૯૯૦-૨૦૦૦નો દાયકા: ટેક ક્રાંતિ અને વૈશ્વિકરણ

આ સમયગાળામાં પુરવઠા સાંકળ ઉદ્યોગનો વધુ વિકાસ થયો, જેમાં એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) અને એડવાન્સ્ડ પ્લાનિંગ અને શેડ્યુલિંગ જેવા ઉકેલો ના પ્રચલિત થવા લાગેલા ઉપયોગને કારણે વૈશ્વિક આયાત અને નિકાસમાં વધારો થયો.

§ ૧૯૯૬: પ્રથમ કોબોટની શોધ થઈ

કોબોટ, અથવા સહયોગી રોબોટ, માનવ ક્રિયાપ્રતિક્રિયા માટે બનાવાયેલ રોબોટ છે. તેની શોધ ૧૯૯૬માં નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના પ્રોફેસર જે એડવર્ડ કોલગેટ અને માઈકલ પેશ્કિન દ્વારા કરવામાં આવી હતી. તેની શોધ ૧૯૯૪માં જનરલ મોટર્સની પહેલમાંથી ઉદ્‍ભવી હતી જેથી રોબોટ્સ અથવા રોબોટ જેવા સાધનો લોકો સાથે ટીમ બનાવવા માટે પૂરતા સલામત બનાવી શકાયાં.

§ ૧૯૯૭ એમેઝોનની શેરબજાર પર નોંધણી થઈ

એમેઝોનના સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસે જુલાઈ ૧૯૯૫માં એમેઝોનના ઓનલાઈન સ્ટોરના વર્ચ્યુઅલ દરવાજા ખોલ્યા. તે ૧૦ લાખ ગ્રાહકો મેળવનાર પ્રથમ ઇન્ટરનેટ (છુટક) વિક્રેતા હતો.

§ ૨૦૧૦-૨૦૨૦: ઉદ્યોગ ૪.૦

AI, ડેટા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) જેવી ટેક્નોલોજિઓ ૨૦૧૦ પહેલાં પણ અસ્તિત્વમાં હતી. પરંતુ, છેલ્લા દાયકા દરમિયાન, વિશ્વભરની સંસ્થાઓ તેમની ડિજિટલ રૂપાંતરણ વ્યૂહરચનાઓના અમલ માટે ઉદ્યોગ ૪.૦ ટેકનોલોજીનો ઉપયોગ વ્યાપક સ્તરે કરી રહી છે.

§ ૨૦૨૦: કોવિડ-૧૯

વિશ્વભરમાં રોગચાળો ફેલાયો, અને પુરવઠા સાંકળો ઠપ્પ થઈ ગઈ, જેના કારણે સ્થાનિકીકરણમાં રોકાણ વધ્યું. રોગચાળાની અસરને ઓછી કરવા માટે ડિજિટલાઇઝેશનમાં વધુ રોકાણ થયું.

Source: Evolution of Supply Chain Management

વધારાનું વાંચનઃ

·       The History and Progression of Supply Chain Management

·       The Origins and Growth of Supply Chain Management – and the Need for a Common Lexicon

·       Evolution of Supply Chain Management | From 1913 to Modern SCM


હવે પછીના અંકોમાં આપણે પુરવઠા સાંકળનાં વિવિધ પાસાંઓની ચર્ચા ચાલુ રાખીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

·       Quality Mag માંથી

Uncertainty: It’s for more than just measurement anymore - Darryl Seland

આ ક્ષણે વિશ્વની ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક સ્થિતિનું એક શબ્દ વાદળ બનાવવામાં આવે, તો "અનિશ્ચિતતા" શબ્દ બરાબર મધ્યમાં, મોટો, જાડા અક્ષરમાં અને તીખી ધાર સાથે દેખાશે.

રાજકીય સંઘર્ષ, આબોહવાની આસમાની સુલતાની, આર્થિક ઉથલપાથલ, કે પછી (AI જેવા પરિબળો દ્વારા) ખૂબ જ ઝડપથી બદલાતી તકનીકી પરિસ્થિતિઓ , ટેક્નોલોજિ-આધારિત ડેટા વ્યવસ્થાપન પ્રવાહમાં ભંગાણ પાડવા લાગ્યાં છે. આવી ઘણી બધી અણધારી ઘટનાઓ જેવી કોઈ પણ વસ્તુ પુરવઠા સાણ્કળમાં વાત વાતમાં ભંગાણ કરવા લાગી છે.

આવા બધા વિક્ષેપોને ઉત્પાદન, તેમની વધતી જતી વ્યાપકતા અને આબોહવા પરિવર્તન પરની અસરોને વધુ સાંકળી લેવા માટેનો વિષય, હાલમાં થઈ રહેલા ISO 9001 સ્ટાન્ડર્ડ નવાં સંસ્કરણની ચર્ચાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

વધારાનું વાંચનઃ

Dealing with Uncertainty

Manufacturers Show Resilience Amid Economic Uncertainty, but Challenges Persists

Five Trends Driving U.S. Manufacturing in an Era of Uncertainty


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.