Sunday, October 19, 2025

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૩મું - ઓક્ટોબર ૨૦૨૫

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના ઓક્ટોબર ૨૦૨૫ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ને જ ચાલુ રાખીશું.

આ કેન્દ્રવર્તી વિષયની અંદર હવે આપણે ગુણવત્તા ૪.૦માં પુરવઠા સાંકળને લગતા વિષયો અને પારિભાષિક શબ્દોની ચર્ચા કરીશું.

આજના મણકા માટે આપણે પુરવઠા સાંકળ સંચાલનનો ક્રમિક વિકાસ અને ઇતિહાસની ટુંકમાં વાત કરીશું.

Source: The Historical Development of Supply Chain Management

 

§ ૧૯૦૦ પહેલાના દાયકા: સ્થાનિક પુરવઠા સાંકળો

પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ પહેલા, પુરવઠા સાંકળો સામાન્ય રીતે સ્થાનિક હતી અને નજ્દીકના પ્રદેશો સુધી સીમિત હતી. જેમ જેમ રેલમાર્ગનો ઉપયોગ વધતો ગયો તેમ તેમ માલનું વિતરણ કરી શકાયે એવું અંતર પણ વધતું ગયું.

§ ૧૯૦૦-૧૯૫૦ ના દાયકા: પુરવઠા સાંકળો વધતી ગઈ 

વૈશ્વિક પુરવઠા સાંકળો આકાર લેવા લાગી. ઉદ્યોગના અગ્રણીઓએ બીજા વિશ્વયુદ્ધ પછી હાથઈ કરાતી પ્રક્રિયાઓમાં સુધારો કરવા પર, યાંત્રિકીકરણના ઉપયોગ પર સંશોધન કરવા પર અને લશ્કરી માલસામાની ફેરફેરને લગતા  વિશ્લેષકોના ફાયદા દર્શાવવા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. 'યુનિટ લોડ[1]'નો ખ્યાલ પ્રચલિત બન્યો, જે પછીથી પરિવહન વ્યવસ્થાપન સુધી વિસ્તૃત થયો.

§ ૧૯૬૦-૭૦ ના દાયકા: ભૌતિક વિતરણ

૧૯૬૦ ના દાયકા સુધીમાં, DHL અને ૧૯૭૦ ના દાયકામાં FedEx લોજિસ્ટિક્સ પુરવઠાકારોની વધતી જતી સંખ્યામાં જોડાયાં. આ સમયમાં, સમય-આધારિત માલ પરિવહન ટ્રક પરિવહનમાં પરિવર્તિત થયું, જેના કારણે સંસ્થાઓ માટે  'ભૌતિક વિતરણ' ખ્યાલ નક્કર સ્વરૂપ લઈ શક્યો. 

§ ૧૯૬૩: મુખ્ય સફળતાઓ

નેશનલ કાઉન્સિલ ઓફ ફિઝિકલ ડિસ્ટ્રિબ્યુશન મેનેજમેન્ટની રચના કરવામાં આવી. તે દરમિયાન, IBM એ પ્રથમ કોમ્પ્યુટરાઇઝ્ડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને આગાહી સિસ્ટમ વિકસાવી.

§ ૧૯૭૫: પ્રથમ રીઅલ-ટાઇમ વેરહાઉસ મેનેજમેન્ટ સિસ્ટમ (WMS)

ઘર સજાવટ સાથે સંકળાયેલ કંપની જેસી પેનીએ પ્રથમ રીઅલ-ટાઇમ વેરહાઉસ મેનેજમેન્ટ સિસ્ટમ (WMS) બનાવી. રીઅલ-ટાઇમમાં સ્ટોક ઇન્વેન્ટરી અપડેટ કરવાથી, જસ્ટ-ઈન-ટાઈમ ( JIT) એ સ્ટોક શોધવામાં આપવો પડતો સમય ઘટાડ્યો અને કંપનીને વ્યવસાય વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સગવડ કરી આપી.

§ ૧૯૮૦ નો દાયકો: ઇનબાઉન્ડ, આઉટબાઉન્ડ અને રિવર્સ ફ્લો

પર્સનલ કમ્પ્યુટર્સના વિકાસ સાથે, સપ્લાય ચેઇન્સને સ્પ્રેડશીટ્સ અને મેપ-આધારિત ઇન્ટરફેસ સહિત આયોજન ક્ષમતાઓની વધુ સારી રીતે ઉપલબ્ધ થઈ. ૧૯૮૦ ના દાયકાના મધ્ય સુધીમાં પુરવઠા સાંકળને એક મહત્વપૂર્ણ પણ ખર્ચાળ અને જટિલ કાર્ય માનવામાં આવતું હતું.

§ ૧૯૮૨: પુરવઠા સાંકળ વ્યવસ્થાપનની શોધ

કીથ ઓલિવરે ૪ જૂન ૧૯૮૨ના રોજ ફાઇનાન્સિયલ ટાઇમ્સના આર્નોલ્ડ ક્રાન્સડોર્ફ સાથેની મુલાકાતમાં આ શબ્દનો ઉપયોગ કરીને 'સપ્લાય ચેઇન મેનેજમેન્ટ' શબ્દનો ઉપયોગ કર્યો હતો.



§ ૧૯૯૦-૨૦૦૦નો દાયકા: ટેક ક્રાંતિ અને વૈશ્વિકરણ

આ સમયગાળામાં પુરવઠા સાંકળ ઉદ્યોગનો વધુ વિકાસ થયો, જેમાં એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) અને એડવાન્સ્ડ પ્લાનિંગ અને શેડ્યુલિંગ જેવા ઉકેલો ના પ્રચલિત થવા લાગેલા ઉપયોગને કારણે વૈશ્વિક આયાત અને નિકાસમાં વધારો થયો.

§ ૧૯૯૬: પ્રથમ કોબોટની શોધ થઈ

કોબોટ, અથવા સહયોગી રોબોટ, માનવ ક્રિયાપ્રતિક્રિયા માટે બનાવાયેલ રોબોટ છે. તેની શોધ ૧૯૯૬માં નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના પ્રોફેસર જે એડવર્ડ કોલગેટ અને માઈકલ પેશ્કિન દ્વારા કરવામાં આવી હતી. તેની શોધ ૧૯૯૪માં જનરલ મોટર્સની પહેલમાંથી ઉદ્‍ભવી હતી જેથી રોબોટ્સ અથવા રોબોટ જેવા સાધનો લોકો સાથે ટીમ બનાવવા માટે પૂરતા સલામત બનાવી શકાયાં.

§ ૧૯૯૭ એમેઝોનની શેરબજાર પર નોંધણી થઈ

એમેઝોનના સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસે જુલાઈ ૧૯૯૫માં એમેઝોનના ઓનલાઈન સ્ટોરના વર્ચ્યુઅલ દરવાજા ખોલ્યા. તે ૧૦ લાખ ગ્રાહકો મેળવનાર પ્રથમ ઇન્ટરનેટ (છુટક) વિક્રેતા હતો.

§ ૨૦૧૦-૨૦૨૦: ઉદ્યોગ ૪.૦

AI, ડેટા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) જેવી ટેક્નોલોજિઓ ૨૦૧૦ પહેલાં પણ અસ્તિત્વમાં હતી. પરંતુ, છેલ્લા દાયકા દરમિયાન, વિશ્વભરની સંસ્થાઓ તેમની ડિજિટલ રૂપાંતરણ વ્યૂહરચનાઓના અમલ માટે ઉદ્યોગ ૪.૦ ટેકનોલોજીનો ઉપયોગ વ્યાપક સ્તરે કરી રહી છે.

§ ૨૦૨૦: કોવિડ-૧૯

વિશ્વભરમાં રોગચાળો ફેલાયો, અને પુરવઠા સાંકળો ઠપ્પ થઈ ગઈ, જેના કારણે સ્થાનિકીકરણમાં રોકાણ વધ્યું. રોગચાળાની અસરને ઓછી કરવા માટે ડિજિટલાઇઝેશનમાં વધુ રોકાણ થયું.

Source: Evolution of Supply Chain Management

વધારાનું વાંચનઃ

·       The History and Progression of Supply Chain Management

·       The Origins and Growth of Supply Chain Management – and the Need for a Common Lexicon

·       Evolution of Supply Chain Management | From 1913 to Modern SCM


હવે પછીના અંકોમાં આપણે પુરવઠા સાંકળનાં વિવિધ પાસાંઓની ચર્ચા ચાલુ રાખીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

·       Quality Mag માંથી

Uncertainty: It’s for more than just measurement anymore - Darryl Seland

આ ક્ષણે વિશ્વની ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક સ્થિતિનું એક શબ્દ વાદળ બનાવવામાં આવે, તો "અનિશ્ચિતતા" શબ્દ બરાબર મધ્યમાં, મોટો, જાડા અક્ષરમાં અને તીખી ધાર સાથે દેખાશે.

રાજકીય સંઘર્ષ, આબોહવાની આસમાની સુલતાની, આર્થિક ઉથલપાથલ, કે પછી (AI જેવા પરિબળો દ્વારા) ખૂબ જ ઝડપથી બદલાતી તકનીકી પરિસ્થિતિઓ , ટેક્નોલોજિ-આધારિત ડેટા વ્યવસ્થાપન પ્રવાહમાં ભંગાણ પાડવા લાગ્યાં છે. આવી ઘણી બધી અણધારી ઘટનાઓ જેવી કોઈ પણ વસ્તુ પુરવઠા સાણ્કળમાં વાત વાતમાં ભંગાણ કરવા લાગી છે.

આવા બધા વિક્ષેપોને ઉત્પાદન, તેમની વધતી જતી વ્યાપકતા અને આબોહવા પરિવર્તન પરની અસરોને વધુ સાંકળી લેવા માટેનો વિષય, હાલમાં થઈ રહેલા ISO 9001 સ્ટાન્ડર્ડ નવાં સંસ્કરણની ચર્ચાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

વધારાનું વાંચનઃ

Dealing with Uncertainty

Manufacturers Show Resilience Amid Economic Uncertainty, but Challenges Persists

Five Trends Driving U.S. Manufacturing in an Era of Uncertainty


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: