Saturday, August 24, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - ઑગસ્ટ, ૨૦૧૩



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાં ઑગસ્ટ, ૨૦૧૩ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
થોડા થોડા સમયે કેટલીક પાયાની સમજણો અને સિધ્ધાંતોની ફેર-મુલાકાત લેતા રહેવું જોઇએ. તે સમય દરમ્યાન થયેલા આપણા અનુભવોને કારણે બદલાયેલી આપણી વિચારસરણીને પરિણામે,પાયાની વાતોનાં અર્થઘટનમાં શું ફેર પડ્યો છે, તેની સાથે તાલ મિલાવતાં રહેવું જોઇએ. અને વિચારસરણીમાં, કે અર્થઘટનમાં, કોઇ જ ફરક ન પડ્યો હોય, તો તે ખુદ એક સ્વતંત્રપણે વિચાર માગી લે તેવી બાબત બની રહે છે.
આ માસનાં બ્લૉગૉત્સવ સંસ્કરણની શરૂઆત ગુણવતાની એક મહત્વની મૂળ કડી - આઇઝૉ ૯૦૦૧-ને લગતા કેટલાક પાયાના મુદ્દાઓની વાતથી કરીશું.
પ્રક્રિયા, કાર્ય પધ્ધતિ અને કાર્ય સૂચના વચ્ચે તફાવત, તેમાં આવરી લેવાયેલ સામગ્રીની ઊંડાઇ અને વિસ્તારનો છે. સંસ્થાગત અને / અથવા ગુણવત્તા સંચાલન તેમ જ અન્ય સંચાલનતંત્ર સાથેનાં અન્ય જોડાણો, હેતુ, વ્યાપ, માપણીનાં પરિમાણો, જવાબદારીઓ અને અધિકારો જેવા મુખ્ય મુદ્દાઓને, વિશાળ કેન્વાસ પર આવરી લેતાં બૃહદ ચિત્રને 'પ્રક્રિયા' રજૂ કરે છે. કાર્ય પધ્ધતિ એ બધાં ઘટકોનું, વધારે ઊંડાઇએ લઇ જતું, વિગતવાર દસ્તાવેજીકરણ છે.જ્યારે કાર્ય સુચના તો તે પૈકી, જવાબદારીઓની વહેંચણી, હેતુઓ, કામ કરવાની રીત જેવી કોઇ પણ એક પ્રવૃત્તિને સાવ નજદીકથી જૂએ છે, અને તે અંગે કામ કરવાની તબક્કાવાર સૂચનાઓનો દસ્તાવેજ છે. કાર્ય સુચના, નામને અનુરૂપ કાર્ય કરવાઓની સુચનાઓ જ છે, તેથી ISO 9001 clause 7.5.1 work instructions લેખ, આઇઝૉની કલમ ૭.૫.૧માં 'કાર્ય સૂચના'નો સમાવેશ શા માટે નથી કરાયો તેની ચર્ચા કરે છે.
તે જ રીતે, તેટલા જ પાયાના અને એટલાજ રસપ્રદ અને બહુ ચર્ચિત વિષય - પ્રશિક્ષણ-બાબતે પણ આપણે કેટલાક લેખ જોઇશું.
ASQની ગુણવત્તાની વૌશ્વિક પરિસ્થિતિ પરનાં એક સંશોધનનો આધાર લઇને ગુણવત્તાની વૈશ્વિક પરિસ્થિતિ - વ્યાવસાયિક પ્રશિક્ષણ\ Global State of Quality: Professional Training માં કેટલાં રસપ્રદ વિશ્લેષણો અને તારણો જોવા મળે છે:
# “જે સંસ્થાઓમાં કોઇ વરિષ્ઠ અધિકારી ગુણવત્તા સંચાલન કરી રહેલ હોય તેની સરખામણીમાં જે સંસ્થાઓમાં ગુણવતા પ્રક્રિયાનું નિયંત્રણ કેન્દ્રસ્થ સમુદાય વડે કરવામાં આવતું હોય, તેમાં ત્યાંના કર્મચારીઓને ગુણવતા અંગેનું પ્રશિક્ષણ અપાતું હોય તેવી શક્યતાઓ ૩૦% વધારે જોવા માળે છે."
અને
# સંશોધન વડે એમ જોવા મળે છે, મોટા ભાગની સંસ્થાઓમાં, ગુણવત્તા સાથે સીધી રીતે સંકળાયેલાં કર્મચારીઓને, બહુ જ મર્યાદીત અવકાશના વિષયો વિશે જ આ પ્રશિક્ષણ કાર્યકમમાં આવરી લેવાતાં હોય છે. બહુ જ ગણી ગાંઠી સંસ્થાઓ દરેક ક્ષેત્રનાં કર્મચારીઓને વ્યાપક વિષયો પર પ્રશિક્ષણ આપતી જોવા મળે છે.
આમ થવાનું કારણ, કર્મચારીઓનાં સંસ્થા સાથે એક રસ થવાનાં પ્રોત્સાહક પરિબળ તરી કે નહીં તો કમ સે કમ પ્રશિક્ષણને કર્મચારીઓનો પોતાનાં કામમાં રસ ટકાવી રાખવાનાં પ્રેત્સાહક પરિબળ રૂપે જોવાને બદલે આઇઝૉ ૯૦૦૧ની પ્રશિક્ષણની જરૂરીયાતની પૂર્તતા કરવાના સાધન તરીકે તો જોવામાં આવતું હોય તેમ તો નહીં હોય ને?
બહુ જ ખુશી સાથે સંસ્થામાં ટકી રહેલાં કર્મચારી, અને તેમનાં કામ અને સંસ્થાપ્રત્યેની તેમની સ્વૈચ્છીક તદ્રુપતા, ઉત્પાદનો કે સેવાઓ કે ગ્રાહક સંભાળ કે અન્ય હિતધારકોનાં હીતની સંભાળ કે કાર્યસ્થળ પર જરૂરી એવાં પ્રેરક વાતાવરણની જાળવણી જેવાં ગુણવત્તાનાં અનેક સ્વરુપોને નીખારવામાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે.
આ વિષયને ચરિતાર્થ કરતા ટીમ મૅક્મોહનના લેખ-The Worst Waste of All: Lack of Employee Involvementમાંના બે કથનો જ લેખનાં વસ્તુ - "આપણે નહિં કરી શકીએ તેમ માનવું એ સહુથી ખરાબ પ્રકારનો વ્યય છે, કારણકે તેને કારણે અન્ય, વધારે જાણીતા વ્યયને પણ પહોંચી વળવામાં પણ અંતરાય જ પેદા થાય છે"- ને સ્પષ્ટ કરી આપે છેઃ "આપણે કંઇક કરી જ શકીશું અથવા તો કંઇ નહીં કરી શકીએ એમ કંઇ પણ વિચારીશું તો તેમ જ થઇને રહેશે" (હેન્રી ફૉર્ડ) અને “ન તો બહુ ખુશ થતી હોય કે ન તો બહુ દુઃખી, તેવી હાર અને જીતના સંધ્યાકાળમાં ખોવાયેલ વ્યક્તિઓની હરોળમાં ઊભા રહેવા કરતાં, થોડી ઘણી અસફળતાઓમાં રંગાઇને પણ મોટીમસ વસ્તુઓ કરવાની હામ ભીડવી કે મહા યુધ્ધો જીતવામાટેની કમર કસવી તે વધારે ઇચ્છનીય છે.(થીયૉડર રૂઝવેલ્ટ).
આ જ વાતને નીકૉલ રૅડઝીવીલ તેમનાં બ્લૉગ Quality and Innovationમાં, સામાજીક-તકનીકી તંત્રમાં ગુણવત્તા અને ઉત્પાદકતાની ખોજને ચાલુ રાખતાં રાખતાં, મૅક્ષનાં રેસ્તરાંમાં, ગુણવત્તાના માપદંડોને કર્મચારીઓ અને ગ્રાહકની વચ્ચેની સહભાગી મેળવણી વડે "એક વિશિષ્ઠ ગુણવત્તાનીષ્ઠ અભિગમ'નું જીવંત ઉદાહરણ રજૂ કર્યું છે.
કર્મચારીઓનાં સંસ્થા સાથેના લગાવની વાતની સાથે 'મુંબઇના ડબ્બાવાળા' - સંસ્થા તરીકે અને વ્યક્તિ તેમ જ કાર્યકર્તા તરીકે- યાદ આવ્યા વગર ન રહે. સ્લાઈડ શૅર પર શોધતાં બહુ જ માહિતીપ્રદ પ્રેઝન્ટેશન જોવા મળે છે. તેમાંથી મને, Targetseo ના પ્રવીણ સોલંકીએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન -The Wonder of Mumbai Dabbawalas - મને પસંદ પડ્યું હતું.
ગુણવત્તા વ્યાવસાયિકોને થશે કે આજનાં ગુણવતાને લગતા વિષયમાં વળી લોકો વિશે આટલી બધી વાત કેમ કરી રહ્યાં છીએ. આ શંકાનાં સમાધાન પેટે, આવો તન્મય વોરાના તેમના બ્લૉગ QAspire પરનો લેખ, SHRM Top 20 Indian HR Influencers Active on Social Media 2013, જોઇએ. પરિવર્તન લાવનારાંઓ માટે, પ્રભાવનાં વર્તુળો બનાવવાના મહત્વના પડકારની વાત, સામાજીક માધ્યમોના ઉપયોગના સંદર્ભમાં, તેમણે આ લેખમાં કહી છે.તે સાથે તેઓ નિશ્ચિતપણે માને છે કે ઉત્કૃષ્ટતા એ લોકોને પૂરી પાડેલી શ્રેષ્ઠ દોરવણીની આડપેદાશ છે, અને તે સંદર્ભમાં દરેક ગુણવત્તા વ્યાવસાયિક એ માનવ સંસાધન સંચાલક તો છે જ.તેઓ આ બાબતે આગળ કહે છે કે સંસ્થામાં ઉત્કૃષ્ટતાનુ વાતવરણ બનાવવાની જવાબદારી માત્ર માનવ સંસાધન વિભાગની જ નહીં, પરંતુ તે તો દરેકનું ઉત્તરદાયીત્વ છે. અને આ વાતની સાહેદી તરીકે તેમને વર્ષ ૨૦૧૩ માટે પણ "સામાજિક માધ્યમો પર કાર્યરત ભારતના ૨૦ સર્વોચ્ચ માનવ સંસાધન પ્રભાવકો"ની યાદીમા ત્રીજું સ્થાન પુરસ્કૃત થયું છે. શ્રી તન્મય વોરાને મળેલું આ સન્માન, સહુ ગુણવત્તા વ્યાવસાયિકાઓ માટે ગર્વ લેવા લાયક ઘટના છે, આ પ્રસંગે આપ સહુ વતી, અને મારા વતી, તન્મય વોરાને, તેમની આ ઊંડાણપૂર્વકની મૂળભૂત માન્યતાને, વ્યવહારમાં અસરકારક રીતે અમલ કરી શકવા બદલ, આપણે હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ.
ગુણવત્તા વિચારધારાની સાથે સુસંગત એવી એક વધારે પાયાની વાત - આપણને જે જોઇતું હોય, તે બીજાં સાથે વહેંચીએ - ડૅન રૉકવેલ How to Get What You Want માં રજૂ કરે છે.
આપણાં 'સાથી' ક્ષેત્રોમાંથી કેટલાક બીજા પણ રસપ્રદ લેખ આપણી આ સંસ્કરણમાં માણીએ.
Marketing driven or Market driven?માં સૅથ ગૉડીન તેમની આગવી લાઘવ સભર શૈલીમાં જણાવે છે કે વેચાણ,માલિકીઅંશધારકો સાથેના સંબંધો, ઉત્પાદને કે સેવાઓને લગતી કામગીરી કે ટેક્નૉલૉજી જેવાં પાસાંઓને મહ્ત્વ મળતું હોય તેવી સંસ્થાઓ તો જોવા મળે. ક્યાંક સાથે કર્મચારીની ખુશીને પણ મહ્ત્વ મળતું હોય. જો કે એવી સંસ્થાઓ તો થોડી જોવા મળશે. આ બધા જ કિસ્સાઓમાં બજાર-ઉન્મુખતાનો વિકલ્પ તો હંમેશાં ઉપલબ્ધ રહેતો જ હોય છે. અને તે માટે સહુથી પહેલું કામ તો છે, (યોગ્ય) બજાર નક્કી કરવું અને શોધવું.... "
અંદરના છેલ્લાં પડ સુધી રંગાયેલ ગુણવત્તા વ્યાવસાયિક પણ ખરા અર્થમાં અપનાવાયેલ ગ્રાહક-ઉન્મુખતાને પરિણામે હંમેશાં બની રહેતી વ્યૂહાત્મક સરસાઇના ફાયદાને તો સ્વિકારે જ છે.
The most MEANINGFUL competitive advantageમાં રાજેશ સેટ્ટી કાળજી લેવાની ક્ષમતાનાં ખરાં ધોરણ અપનાવાની વાત ભારપૂર્વક કહે છે, કારણ કે બહુ બધાં લોકો તો આ બાબતે દેખાવ જ કરતાં રહેતાં હોય છે.
(કાળજી લેવાની ક્ષમતા)ની વાત આપણને HCL ટેક્નૉલૉજીના વિનીત નાયરના લેખ -Three Differences Between Managers and Leaders - માં પણ જોવા મળે છે. અહીં તેઓ એ એવી ત્રણ લાક્ષણિકતાઓ વર્ણવી છે, જે ગુણવતા ક્ષેત્ર સહિતના કોઇ પણ સંચાલકનાં 'મેનેજર'માંથી 'લીડર' થઇ ચૂક્યાની કસોટી સ્વરૂપ ગણી શકાય:
§ મૂલ્ય ગણત્રી વિ. મૂલ્ય સર્જન
§ સત્તાનાં વર્તુળ વિ. પ્રભાવનાં વર્તુળ
§ કામની વ્યવસ્થા વિ. લોકોને દોરવણી
જે. બી. સ્ટૅમ્પીંગ, ક્લીવલૅન્ડના ગુણવત્તા નિયામક માર્ક નૅટ્ઝૅલે લિંક્ડ ઈન પર સ્પેસ શટલ ચૅલૅન્જરના અકસ્માત વિશેનાં રાષ્ટ્રપતિ આયોગના અહેવાલને "વર્ષો પહેલાં થયેલા એક અકસ્માતનાં મૂળ કારણ વિશ્લેષણનાં એક અનુકરણીય ઉદાહરણ" તરીકે સૂચવે છે. એ સાઈટની મુલાકતા લેવાથી આપણને આયોગની કાર્યવાહીનો વિગતવાર અહેવાલની સાથે Actions to Implement the Recommendations અને IMPLEMENTATION OF THE RECOMMENDATIONS પણ જોવા મળે છે.
અને હવે, આપણે આ સંસ્કરણના અંતની શરૂઆત હવે નિયમીત કરાયેલા વિભાગોથી કરીએ.
ASQ TV વૃતાંત ૬ -પ્રમાણીકરણો \ Certificationsમાં ભૂતપૂર્વ અધ્યક્ષ જીમ રૂની વ્યાવસાયિક પ્રમાણીકરણનાં મૂલ્યની સમજણ પાડે છે અને જણાવે છે કે તે અન્ય પ્રમાણપત્રોથી શી રીતે અલગ છે. યોગ્ય પ્રમાણીકરણ શી રીતે પસંદ કરવું તેની પણ ચર્ચા આ વૃતાંતમાં જોવા મળશે. અત્યાર સુધીના કેટલાંક પ્રમાણીકરણ-ધારકો પણ, તેમના અભિપ્રાય મુજબ ,આ પ્રમાણીકરણોએ તેમની કારકીર્દીમાં ભજવેલ મહત્વની ભૂમિકા તેમ જ પરીક્ષા માટે કરવાની ખાઅસ તૈયારીઓ વિશે ચર્ચા કરે છે.
ASQ's Influential Voicesમાં, આપણે આ મહિને ASQના મુખ્ય પ્રબંધક અધિકારી પૉલ બોરવ્સ્કીના બ્લૉગ, A View from the Qની મુલાકાત લઇશું. જે રીતે બ્લૉગનું શિર્ષક જ સૂચવે છે તેમ ગુણવત્તા વિષય પરની ચર્ચાઓ અને પ્રવાહોનું આ બ્લૉગ જન્મસ્થાન કહી શકાય. વૈશ્વિક ગુણવત્તા સમુદાયને આ ચર્ચાઓમાં આવરી લેવાતા હોય છે, તેથી ગુણવત્તાની સમગ્ર વિશ્વ પર જે કંઇ અસરો થઇ રહી હોય, તેનાં પ્રતિબિંબ અહીં ઝીલાય છે.
ASQના મુખ્ય પ્રબંધક હોવાને નાતે, પૉલ બોરવ્સ્કીનાં પ્રગતિશીલ સંચાલન વિચારધારાનો પ્રભાવ વિશ્વના ગુણવત્તા બાબતે ઉત્સુક અને વિચારશીલ સમુદાય પણ પડતો રહે છે.
તેમની આ ભૂમિકામાં બોરવ્સ્કી, ASQનાં મેક્સિકો, ચીન અને ભારતનાં કાર્યાલયો સહિત સંસ્થાના વૈશ્વિક વિકાસની વ્યૂહ રચનાઓ ઘડે પણ છે, અને તેના અમલની દેખરેખ પણ કરે છે. RABQSA International અને ANSI-ASQ National Accreditation board પણ ASQ પરિવારનાં મહત્વનાં અંગ છે.
યુરૉપીયન સમુદાયમાટેનાં તેમનાં યોગદાન પેટે European Organization for Qualityએ તેમને વર્ષ ૨૦૦૬નો બૉરેલ પદક પણ એનાયત કરેલ છે.ક્વૉલીટી ડાયજેસ્ટ સામયિકે તેમને વર્ષ ૨૦૦પમાં "ગુણવત્તા ક્ષેત્રના વિશ્વના સહુથી અધિક પ્રભાવશાળી વ્યક્તિઓ પૈકી એક" તરીકે બહુમાન કરેલ છે.
ગુણવત્તા માટે પૉલનો પોતાનો જુસ્સો પણ પોતાની ઑફિસની દિવાલાને અલંકૃત કરતાં સૂત્રોથી ઘણો આગળ વહી રહ્યો છે.હવે પછીના નવા વિચારની ખોજમાં રહેતાં લોકોમાંથી પૉલ તેમની પોતાની ઊર્જા અને ઉત્સાહ મેળવતા રહે છે અને તેમ કરીને જીવનનાં બધાં જ પાસાંઓમાં ગુણવત્તાને આવરી લેવા પ્રયત્નશીલ રહે છે.જ્ઞાનનો જ્યાં વિકાસ થતો હોય અને પોતાનાં ભવિષ્યનાં સર્જન માટે જ્યાં લોકો એકબીજાં સાથે સહયોગ કરતાં હોય છે એ વાતાવરણમાં પૉલ નીખરી ઊઠે છે.
આ લેખમાં પ્રશિક્ષણની ચર્ચા દરમ્યાન આપણે બોરવ્સ્કીના બ્લૉગની એક બાજુને તો જોઇ ચૂક્યાં છીએ.અહીં આપણે એમના બ્લોગની અન્ય બાજુઓને જોઇએઃ
ચર્ચાઃ ગુણવત્તા વ્યાવસાયિકો સામાજીક માધ્યોમોનો કેમ અને શી રીતે ઉપયોગ કરે છે - સામાન્ય રીતે ગુણવત્તા વ્યાવસાયિકો સામાજીક માધ્યમોનો વ્યવસ્યાનાં માળખાંનાં ગઠનમાં ઉપયોગ કરતાં હોય તેમ નથી માનવામાં આવતું.પરંતુ ASQનાં પ્રભાવકારી અભિપ્રાય સ્વરૂપ બ્લૉગર્સના મંત્વય મુજબ, મોટા ભાગનાં વ્યાવસાયિકો એમ જ કરે છેઅને બ્લોગ ઉપરાંત સામાજીક માધ્યમોનો પણ બહુ જ ઉપયોગ કરે છે.
અને હવે આ સંસ્કરણનું સમાપન કરીએ
Management Improvement Carnival #198 થી.
આ સંસ્કરણમાં આને આપણા મૂળભૂત વિષયને સાથી ક્ષેત્રોનાં લેખમાં થતા સીધા કે આડકતરા ઉલેખની મદદથી જોયો છે.
આપને આપ્રકારના દ્રષ્ટિકોણથી પસંદ કરેલા લેખ આ મચ પર વાંચવાનું પસંદ પડશે?

No comments: