હિંદી ચિત્રપટ
સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૨_૨૦૧૬ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આપણા આ મહિનાના
અંકની શરૂઆત હંમેશની જેમ અંજલિઓ અને યાદો સાથે સંકળાયેલી પોસ્ટ્સથી કરીશું.
૩૧ જાન્યુઆરીના
રોજ સુરૈયાની પુણ્યતિથિના ઉપલક્ષમાં પરાગ સંકલા, Suraiya: The Last Singing Star of Indian
Cinema માં લખે છે કે લગભગ ૮૫ વર્ષ પહેલાં ભગવાને કહ્યું હશે કે
આજ હું બહુ જ
સ્વાભાવિક
અદાકારા, બહુ દેખાવડી
સ્ત્રી અને એકદમ કર્ણપ્રિય ગાયિકા એવાં ત્રણ મહાન કલાકારોને પૃથ્વી પર મોકલી રહ્યો
છું. મજાની વાત એ છે કે આ ત્રણે કલાકારો એક જ વ્યક્તિત્વ - સુરૈયા જમાલ શેખ (૧૫
જુન ૧૯૨૯- ૩૧ જાન્યુઆરી, ૨૦૦૪) - માં
સંયોજિત બની રહ્યાં. હિંદી ફિલ્મના ૧૯૪૦ના દશકમાં કાનન દેવી અને નુરજહાંની પંગતમાં
સ્થાન મેળવી રહેલ એ ગાયક-અભિનેત્રી હતાં. ગાયક તરીકેનાં તેનાં પહેલાં બે ગીત
૧૯૪૧માં રજૂ થયેલ 'તાજ મહેલ'માં માધવલાલ દામોદરે સ્વરબદ્ધ કરેલાં - 'આઓ આઓ હિલ મિલ કર ખુશીયાં મનાયેં" અને 'રાણાજી કી જય જય સે - હતા. જો કે યુ ટ્યુબ પર આ ગીતો નથી મળી શકયાં.… સુરૈયાનો સુવર્ણકાળ ૧૯૪૧-૪૬ નાં
વર્ષો કહી શકાય, જેના વિષે બહુ
નથી લખાયું. આ વર્ષ જેમની જ્ન્મશતાબ્દિનું છે તેવા નિનુ મજુમદારનાં સંગીતમાં ૧૯૪૫ની ફિલ્મ 'મૈં ક્યા કરૂં' માટે સુરૈયાએ 'સુનો મેરે રાજા, નજરિયા મિલા કે' ગાયું છે. આ લેખમાં જે ગીતો યાદ કરાયાં છે એમાંથી આપણે નરેશ
ભટ્ટાચાર્યનાં સંગીતમાં 'ડાક બંગલા' (૧૯૪૭)નું જબ બાદલ ઘીર ઘીર આયેંગે,
કહો જી કિત જાયેંગે'ને યાદ કરીશું.
એક અલગારી ગીતકાર-સંગીતકારની
જન્મશતાબ્દીનું આ વર્ષ છેમાં અજિત પોપટ (ટુ ધ
પોઇન્ટ - ગુજરાત સમાચાર) - નિનુ
મજુમદારને તેમની જન્મશતાબ્દિનાં સંદર્ભમાં યાદ કરે છે.
સત્યજીત રેની ૧૯૬૨ની ફિલ્મ 'અબિજાન'માં ગુલાબી તરીકે વહિદા રહેમાન |
૧૮મી
ફેબ્રુઆરીના રોજ ઈશરત જહાન ઈમામુદ્દીન ઉર્ફે ઈન્દુરાની ની અવસાનતિથિ હતી. અરુણ
કુમાર દેશમુખ તેમની કારકીર્દીની જાણી અજાણી વાતોને Indurani, a
star of the 1930s માં રજૂ કરે છે.
હરીશ રઘુવંશીએ વિરલ ફોટોગ્રાફ્સ અને પોસ્ટર્સ દ્વારા આ લેખને વધારે સમૃદ્ધ બનાવેલ
છે.
“Ye Sama Ye Khushi Kuchh Bolo Ji Bolo Ji”
– Azra - હવે 'ફરહાના' તરીકે ઓળખાતાં
અઝરાએ મોટા ભાગે બીજી હીરોઈન કે ચરિત્ર અભિનેત્રીની જ ભૂમિકાઓ ભજવી. 'જંગલી', ‘ગંગાકી લહરેં', 'ઈશારા' 'બહારોં કે સપને', બંદિશ' , 'વાપસ', 'રાજા સાહેબ', 'મહલ' જેવી બે એક ડઝન
ફિલ્મોમાં કામ કર્યું. 'ગંગા જમુના'માં નાસીરખાનની સામે તેમની ભૂમિકા કે 'મુગલે આઝમ'માં તેમનાં
પાત્ર બહુ યાદગાર રહ્યાં. લગ્ન પછી
તેમણે અભિનયની દુનિયાને અલવિદા કહી દીધું. 'શાન-એ-ખુદા' (૧૯૭૧) અને 'પોકેટમાર' (૧૯૭૪) તેમનાં લગ્ન પછી રજૂ થયેલ.
Happy
Brithday, Cuckoo! - Dances on the Footpathના વાચકો ૨૦૧૧ના કક્કૂ જન્મ દિવસથી શરૂ
થયેલ તેમના વિષેના અવનવા સમાચારો અને નાની મોટી ઘટનાઓપરની પૉસ્ટ્સથી પરિચિત જ છે.
તે ઉપરાંત ૨૦૧૪ના
કક્કૂના જન્મદિવસ પર પણ બહુ અનોખી પૉસ્ટ પણ અહીં પ્રકાશિત થયેલ.
The Unlucky Genius Ghulam Mohammad’s best
songs for Talat Mahmood - તલત મહમુદનાં
શ્રેષ્ઠ અને સદાબહાર ગીતોમાં અનિલ બિશ્વાસ, સી. રામચંદ્ર, મદન મોહન કે એસ ડી બર્મનની સાથે ગુલામ મોહમ્મદનું નામ પણ
લેવું જ પડે.
આ લેખ અતિપ્રતિભાશાળી પણ એટલા જ કમનસીબ સંગીતકારોમાંના એક
એવા ગુલામ મોહમ્મદની સાથે તલત મહમૂદને પણ તેમની ૯૨મી જન્મતિથિએ અંજલિ સ્વરૂપ
ગીતોની યાદ સ્વરૂપે રજૂ કરાયો છે. અહીં રજૂ થયેલાં ગીતો પૈકી કેટલાંક ઓછાં સાંભળવા
મળતાં ગીતો અહીં રજૂ કરેલ છે:
Meri Yaad Mein Tum Na Aansoo Bahana:
Remembering Talat Mahmood નાં લેખિકા સહર ઝમાનનાં નાનીના તલત મહમૂદ ભાઈ થાય. અહીં
તેમણે તેમની યાદોની સફર વર્ણવી છે.
Talat Mahmood, the photogenic ghazal
superstar માં મનિશ ગાયકવાડ નોંધે છે કે તલત મહમૂદે લગભગ ૭૦૦થી વધારે ગીતો ગાયાં હશે.
મલયાલમ ફિલ્મ 'દ્વીપુ'માં તેમણે એમ એસ બાબુરાજનાં સંગીતમાં કદાલે નીલાકદાલે જેવું અદ્ભૂત
સૉલો ગાયું છે. તેમનું છેલ્લું ગીત ચિત્રગુપ્તનાં સંગીતમાં 'વાલી-એ-આઝમ'નું હેમલતા
સાથેનું યુગલ ગીત 'મેરે શરીક-એ-સફર' ગાયું, જેમાં ગીતકાર
કહે છે કે 'આ સફરનાં મારાં
સાથી, હું
તમારી વિદાય લઉં છું'અને તે પછી
૧૯૮૮ના મેની નવમી તારીખે તલત મહમૂદે ૭૪ વર્ષની વયે આ દુનિયાની વિદાય લીધી.
“मण्टो का बम्बई” માં ધર્મેન્દ્રનાથ
ઓઝાની ૨૧ મિનિટની દસ્તાવેજી કથાત્મક પેશકશનું વિવરણ છે. આ દસ્તાવેજી ચિત્ર સહારા
સમય પર ૩ એપ્રિલ, ૨૦૦૫ના રોજ
પહેલવહેલાં રજૂ થયેલ. ધર્મેન્દ્રનાથ
ઓઝાની યુ ટ્યુબ ચેનલ પર આ દસ્તાવેજી ચિત્ર છ ભાગમાં જોઈ શકાય છે.
Remembering Nadira: The Diva Who Didn’t
Want to be Rescued - નાદિરાની મૃત્યુ
તિથિ પર રણજિબ મઝુમદર તેમની કારકીર્દીને યાદ કરે છે. હિંદિ સિનેમાનાં શરૂનાં
વર્ષોમાં બે યહુદી નામો પણ ચમકી રહ્યાં હતાં. મુંગી ફિલ્મોના સમયમાં રુબી મેયર્સ
સુલોચના તરીકે મશહૂર થયાં હતાં. સ્વતંત્રતા બાદનાં હિંદી ફિલ્મ જગતમાં ફ્લોરેન્સ
એઝકીલ નાદિરા તરીકે પોતાનું આગવું સ્થાન બનાવી રહ્યાં હતાં.…..જે સમયમાં
સ્ત્રીઓ જાહેરમાં હિંમત બતાવવામાં અચકાતી એ સમાજમાં તે વિસંગતિરૂપ બની રહ્યાં.
હિંદી ફિલ્મ જગતની કમનસીબી રહી કે દર્શકોએ તેમના વિષેની ચાહતને શ્રી ૪૨૦નાં
પાત્રની સીમામાં જ જડી દીધી. વાસ્તવિક દુનિયામાં પુરુષ બધી બાબતોથી જાણકાર એવાં
તેમનાં મનની નજદીક જવાની હિંમત એકઠી ન કરી શક્યા....તેમને આત્મીય સાથની ઝંખના
હંમેશાં રહી, પણ તેમને તેમાં
મદદની ભાવના કબુલ નહોતી, પણ તેમના
સંપર્કમાં આવેલ લોકો તે કલ્પી ન શક્યા>
The Real and Reel Life of Pran, Bollywood’s Villain Extraordinaire- પ્રાણને દર્શકો
ઠંડાં દિમાગની કાતિલ કાબેલિયત ધરાવતા ખલનાયક તરીકે જ નજર સામે આવતા પ્રાણનાં
વાસ્તવિક જીવનની કેટલીક સાવ જ અનોખી લાક્ષણિકતાઓ રણજિબ મઝુમદર આપણી સમક્ષ રજૂ કરે
છે. એક નાનું શું ઉદાહરણ - ફિલ્મોમાં લાંબા સમય સુધી સાથે કામ કરતાં કરતાં પ્રાણ
રાજ કપૂર અને દિલીપ કુમારના અંતરંગ મિત્ર બની ચૂક્યા હતા.……. દિલીપ કુમારનાં
લગ્ન વખતે પ્રાણ કાશ્મીરમાં શૂટીંગ કરી રહ્યા હતા. ત્યાં ચાલી રહેલા ભારે વરસાદને
અતિક્રમીને પણ તેઓ તેમના મિત્રનાં લગનમાં પહોંચી આવ્યા હતા. રાજ કપૂર સહિતની આખી
મિત્રમડળીએ શાદીનો જશ્ન દારૂના નશામાં ધૂત થઈને મનાવ્યો. રાત્રે દિલિપ કુમારના
સુહાગ રાતના ઓરડાના દરવાજાને આ ગેંગે ઠોક ઠોક કરવાની મસ્તી કરિ, અને દિલીપ કુમાર
પાસે બારણું ખોલાવીને જ ઝંપ્યા..
આપણે હવે અન્ય વિષયઓ પરની પૉસ્ટ્સની મુલાકાત લઈશું -
Multiple Versions Songs (24): Songs
having versions across different films – similar initial lyrics in mukhada – એક ગીતનાં વિવિધ સ્વરૂપની શ્રેણીમાં એક જ મુખડા (કે તેના
મુખ્ય શબ્દો)ના આધાર પર બનેલાં વિવિધ ગીતોને અહીં રજૂ કરાયાં છે. વાચકોના
પ્રતિભાવોએ આ પૉસ્ટને ઘણી વધારે સમૃદ્ધ કરી છે.
અય મેરે વતનકે લોગો કયા સંજોગોમાં ગવાયું તેની આસપાસ અનેક
દંતકથાઓ વણાઈ ચૂકેલ છે. સુભાષ
કે જ્હા એક નવો જ દૃષ્ટિકોણ India’s most patriotic song: How Lata
Mangeshkar almost turned down 'Ae mere watan ke logon' માં રજૂ કરે છે.
Shankar-Jaikishan’s dance songs for Lata
Mangeshkar – ૨૦૧૪નાં વર્ષમાં અનિલ
બિશ્વાસ, ૨૦૧૫માં નૌશાદ
અને તેની સાથે સી.
રામચંદ્ર પર બહુ જ અલગ અલગ દૃષ્ટિકોણથી પૉસ્ટ્સ રજૂ કરાઈ હતી. એસ
ડી બર્મનને પણ જૂદા જૂદા પ્રસંગોએ બહુ જ રસપ્રદ રીતે યાદ કરાતા આવ્યા. હવે, SoY શંકર જયકિશન પર કળશ ઢોળે છે. સ્વાભાવિક જ છે કે અહીં જે
પૉસ્ટ્સ રજૂ થશે તેમાં શંકર જયકિશનનાં ૧૯૫૯ સુધીનાં ગીતોને જ આવરી લેવાશે.
My Favourites: 'Me Tarzan, You Jane'
Songs માં 'હુ આમ છું.. તું તેમ છો' જેવા નવા જ વિષય
પરનાં ગીતોને યાદ કરાયાં છે. અહીં રજૂ થયેલ ગીતોમાંથી ઓછાં સાંભળવા મળતાં કેટલાંક
ગીતો અહીં ફરીથી મૂકેલ છે
-
- તુ લડકી મૈં લડકા - દો ઉસ્તાદ (૧૯૫૯) - મોહમ્મદ રફી, આશા ભોસલે - ઓ પી નય્યર - ક઼મર જલાલાબાદી
- તુ હૈ નૌ દો ગ્યારહ, મૈં હૂં એક દો તીન - ડાકૂ (૧૯૫૫) - શમશાદ બેગમ - સ્નેહલ ભાટકર - કૈફ ઈરાની
- મૈં ભવરા તૂ હૈ ફૂલ - મેલા (૧૯૪૮) - મુકેશ, શમશાદ બેગમ - નૌશાદ - શકીલ બદાયુની
- શાલિની રાઝદાને ધુઆં (૧૯૫૩) નું મૈં સાગરકી મસ્ત લહર, તૂ આસમાનકા ચાંદ - લતા મંગેશકર - વસંત દેસાઈ- યાદ કર્યું છે.
Ten of my
favourite romantic duets – શુદ્ધ, રોમાંસનાં ગીતો, જેમાં પ્રેમના
ભાવોનો નથી અતિરેક કે નથી વિરહની વેદના કે નથી પોતાના પ્રેમ માટેનો બહુ બોલકો
વિશ્વાસ નથી પણ પ્રેમનો પ્રતિભાવ જરૂર મળશે એ ભરોસો છે.
Ten of my
favourite ‘Jaa’ songsમાં દરેક ગીત 'જા' શબ્દથી શરૂ થાય
છે, 'જાઈયે' કે 'જાઓ' જેવી એ જ અર્થ
ધરાવતા શબ્દોની છૂટ પણ નથી લેવાણી. શું કે કોને જવાનું કહેવાય તે મહત્ત્વનું નથી.
આમ જૂઓ તો આ પૉસ્ટ આ પહેલાંની 'આજા'ને
અનુસરતી પૉસ્ટ છે.….પૉસ્ટમાં
કેટલાક રસપ્રદ ઉદાહરણો પણ છે, જેમ કે , 'પરિવાર' (૧૯૫૬)નાં જા તો સે નહીં બોલું થી જ શરૂ
થતું બીજું ગીત 'સમ્રાટ
ચંદ્રગુપ્ત'માં પણ છે …..'પ્રાઈવેટ
સેક્રેટરી' (૧૯૬૪)માં દિલીપ
ધોળકિયાએ જા જા રે ચંદા લતા
મંગેશકરના સ્વરમાં રજૂ કર્યું તો મન્ના ડેના સ્વરમાં જા રે બેઈમાન તૂઝે દેખ લિયા, જા... જા પણ
રજૂ કર્યું. લતાં મંગેશકરનાં આ ગીત જેવા જ મુખડાના શબ્દો સાથે એક ગીત - જા જારે ચંદા જા રે, તેરી ચાંદની મેરા જીયરા
જલાયે ..જા - અલબેલા (૧૯૫૫) - રવિ.
સદાનંદ
કામથ પણ આવા જ જોગાનુજોગની વાત Kaliyon
mein Raam mera kiranon mein Raam haiમાં કરે છે.
કન્નડ કોકિલા તરીકે પ્રસિદ્ધ અમીરબાઈ કર્ણાટકી માટે મીથી મુંઝવણ આવી પડી...'પવનપુત્ર હનુમાન' ૧૯૫૭નું
ચિત્રગુપ્તે સંગીતબદ્ધ કરેલ ગીત "કહાં નહીં રામ હૈ" તેમણે સુધા
મલ્હોત્રાના સ્વરમાં પર્દા પર ભજવવાનું આવ્યું. અને પૉસ્ટનાં શીર્ષક તરીકે
ઉલ્લેખાયેલું ગીત કલિયોંમેં રામ મેરા
કિરણોમેં રામ હૈ - ગાયિકા ગીતા
દત્ત.
‘Gata Rahe Mera Dil was Patchwork': In
Conversation With Vijay Anand - અત્યાર સુધી
ક્યાંય પ્રકાશિત ન થયેલો હોય એવો ઇન્ટરવ્યુ રજૂ કરતાં પીયુષ શર્મા
વિજય આનંદ પાસેથી એસ
ડી બર્મનનાં સંગીત વિષેની કેટલીક રસપ્રદ લાક્ષણિકતાઓ રજૂ કરે છે - 'કયું ગીત કયા
ગાયકે ગાવું એ બાબતે બર્મનદા પર કોઈનું જોર ન ચાલતું. અવાજને પસંદ કરવા માટે
તેમનાં ખાસ પરીક્ષણો હતાં અને અનોખી શૈલી
હતી. એક વાર ગીતની ધુન બેસી જાય એટલે તેમના મનમાં ગાયક પણ નક્કી જ થઈ જાય.તે પછીથી
એ નિર્ણય ફેરવી શકવાની કોઈની તાકાત નહોતી. જો એ ગાયક સાથે મેળ ન પ્ડે તેમ હોય, તો તેઓ ધૂન બદલી
નાખતાં પણ અચકાતા નહીં.તેમનો નિર્ણય હંમેશાં ખરો જ ઉતરતો અને એ ગીત પણ અનોખું જ
બની રહેતું.ગાયક તરીકે ફિલ્મ જગતમાં તેમનો જોટો મળે તેમ નહોતો. સ્વરની તેમની સજાવટ
- મુર્કીયાં - કે ગાયન શૈલી - ગાયકી- દૈવી જ કહી શકાય તેમ હતી. પણ જ્યારે લતા
મંગેશકર કે મોહમ્મદ રફી કે કિશોર કુમાર કે આશા ભોસલેને એ ધુન સંભળાવે ત્યારે તેને
બહુ જ સરળ બનાવીને રજૂ કરે. અન્ય
સંલગ્ન પોસ્ટ્સ:
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ
પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' ના ફેબ્રુઆરી, ૨૦૧૬ના લેખો:
'ગુજરાત સમાચાર'માં દર
શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને
મેજિક'માં અજિત પોપટના
ફેબ્રુઆરી, ૨૦૧૬ના લેખોમાં
માં પણ હજૂ
ખય્યામનાં ગીતોની સફર ચાલુ રહી છે:
દર મહિનાના
છેલ્લા શુક્રવારે અહીં એક નવા સંગીતકારની વાત કરવામાં આવે છે, જેમાં સંગીતકાર
ઈસ્માઈલ દરબારની ચર્ચા આગળ વધી છે.
ફેબ્રુઆરી, ૨૦૧૬માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો : ૮ :
પ્રકાશિત થયેલ છે.
મોહમ્મદ રફી કેન્દ્રમાં રાખતી પૉસ્ટસથી
આજના અંકના સમાપન કરીશું –
•
How Mohammed
Rafi regained his confidence – મોહમ્મદ રફીના ૯૪મા જન્મદિવસના ઉપલક્ષમાં રાજુ ભારતનનાં
કેટલાંક મસાલેદાર કથાનકો
હિંદી ફિલ્મના
સુવર્ણકાળની યાદોના આ સંગ્રહને વધારે રસપ્રદ અને વૈવિધ્યસભર બનાવવામાં આપ સૌનાં
સૂચનો આવકાર્ય છે........
No comments:
Post a Comment