Saturday, March 31, 2018

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૩_૨૦૧૮


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -   _૨૦૧૮ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
માર્ચ, ૨૦૧૮ના આપણા આ બ્લૉગોત્સવની શરૂઆત આપણે હાલમાં દિવંગત થયેલ બે અભિનેત્રીઓને અંજલી આપીને કરીશું. શ્રીદેવીની બીજી ઈનિંગ્સ ખીલવાની શરૂઆત થતાં થતાંમાં જ પ્રોજેક્ટર બગડે અને ફિલ્મ અધૂરી રહી જાય એવું અનુભવાય. તો શમ્મીની યાદોનાં તો કેટલાંય ચિત્રો આંખ સામે તર્યા જ કરે.
મૃત્યુમાં પણ શ્રીદેવીને જોડતી કડીઓ - આશિષ ભીન્ડે - વાઈડ એન્ગલ - મધુવન - જ.પ્ર.
શ્રીદેવીનું અવસાન અને પ્રતિક્રિયાઓનો અતિરેક - ઉત્કર્ષ મજમદાર - ભેળપૂરી - મધુવન - જ.પ્ર.
Sridevi’s superior southern style - ઉત્તર ભારતની ફિલ્મોની માંગને અનુસાર એક આદર્શ વ્યાવસાયિક તરીકે શ્રીદેવી તેની અભિનય કળાને ઓપ આપતી રહી.
The Moonlight Has Dimmed - શ્રીદેવી નખશીખ તેના દિગ્દર્શક માટે ખીલી રહેતી અભિનેત્રી હતી, તેની અભિનય કળાનાં શિલ્પને તેના દિગ્દર્શકની માંગ અનુસાર તે ઘડી કાઢતી હતી. શેખર કપૂરે એક વાર કહ્યું હતું કે શ્રીદેવીને કેમેરા સાથે પ્રેમ હતો. શાંત, શરમાળ, સેટ પર એક ખૂણામાં બેઠેલી છોકરી મેકઅપ લગાવી કરીને તેનાં સહઅભિનેતાઓની રાહ જોતી બેઠી હોય. દિગ્દર્શકનો 'એક્શન'નો પોકાર પડતાંવેંત તેનામાં નવું જ ચેતન જાગી ઊઠતું.

સૌનાં આન્ટી.. શમ્મી આન્ટી - આશિશ ભીન્ડે - વાઈડ ઍન્ગલ - મધુવન - જ.પ્ર.
Annu Kapoor on Shammi: In spite of setbacks, she always smiled - ૧૯૩૧માં નરગીસ રબાડી તરીકે પારસી કુંટુંબમાં જન્મેલ શમ્મી તરીકે હિંદી ફિલ્મ જગતમાં કદમ ૧૯૪૯ની 'ઉસ્તાદ પેદ્રો'માં શેખ મુખ્તાર સામે માંડ્યાં તે પછી તેમને મલ્હાર (૧૯૫૧)માં મુખ્ય ભૂમિકા મળી. ટિકિટ બારી પર ફિલ્મ બહુ સફળ ન થઈ પણ શમ્મીની નોંધ જરૂર લેવાઈ. એ પછી તરત જ સંગદિલ (૧૯૫૨)માં તેમણે દિલીપ કુમાર અને મધુબાલા સાથેની મુખ્ય ભૂમિકા ભજવી.
તેમના વિસારે ચડેલી કહી શકાય એવી ફિલ્મ - મુસાફિરખાના (૧૯૫૫)- નું સાંભળતાંવેંત યાદ અવી જાય એવું એક ગીત તેમની યાદમાં સાંભળીએ. 
અને હવે આપણે માર્ચ, ૨૦૧૮ દરમ્યાનની અન્ય યાદો અને અંજલિઓને તાજાં કરી લઈએ:
બલબીર કપૂર અને નવીન નિશ્ચલ: જન્મ તારીખ અને જિંદગી - કાજલ ઓઝા વૈદ્ય - વામા - મધુવન - જ.પ્ર.
Remembering Baby Naaz, Sridevi’s voice in her early Hindi films - Soumya Rao - બાળ કલાકાર તરીકે બહુ નાનપણથી સફળતા હાંસિલ કરી ચૂકેલ સલમા બેગ માટે તેમનાં પાછલાં વર્ષોમાં શ્રીદેવી જેવી અભિનેત્રીઓ માટે ડબીંગ કરી આપીને તેમનાં સપનાં સાકાર કરી આપવાનું ભાગ્યમાં લખ્યું હશે !
Chalo Ik Baar Phir Se: The Versatility of Ravi - રવિની સંગીતરચનાઓની આગવી છાપનાં પ્રતિનિધિ સ્વરૂપ આ ગીત ગણવામાં આવે છે. તેમની ધૂન મોટે ભાગે સરળ, ગણગણાવી શકાય તેવી અને છતાં આજે પણ આપણી યાદમાં એટલી જ જીવંત છે. આ મહાન, વર્ષો વર્ષ અનેક ધુનોના રચનાકાર સંગીતકાર તેમની યાદોમાં કેવી કેવી ધૂન છોડી ગયા છે તે મોનિકા કર યાદ કરાવે છે.
Music Composer Ravi & The Golden Age Of Hindi Cine Music - ફિલ્મ્સ ડિવિઝન માટેની સુરેશ શર્માની આ નાનકડી ફિલ્મમાં રવિએ સ્વરબધ્ધ કરેલ તેમની છેલ્લી રચનાને કચકડે કંડારી લેવાઈ છે.
૮ માર્ચ, ૨૦૧૮ના રોજ સાહિર લુધ્યાનવી ૯૬મી જન્મતિથિના રોજ, Romantic Songs by Sahir માં સાહિર માટે ઘણાને માટે નવાઈ લાગે તેવાં, માત્ર રોમેન્ટિક યુગલ ગીતોને યાદ કરવામાં આવ્યાં છે. જેમ કે -
ચાંદભી કોઈ દીવાના - પ્યાસ (૧૯૬૮) - આશા ભોસલે, મહેન્દ્ર કપૂર - સંગીતકાર: એન. દત્તા
Recalling a Fine Actor and Poetહિંદી ફિલ્મનાં મોટા ભાગનાં ચાહકોને, ૧૯૨૧માં જન્મેલા સજ્જન (લાલ પુરોહિત) એક પાણીદાર અભિનેતા તરીકે જરૂર યાદ હશે પણ એક બહુ જ ઉર્મિશીલ કવિ તરીકેનાં પાસાંની આપણને ખાસ જાણ નથી. તલત મહમૂદનાં સ્વરમાં આપણે સાંભળેલ ઘણાં ગૈરફિલ્મી ગીતો તેમની રચનાઓ છે ::
‘The New York Times’ obituary of Madhubala notes her tragic life, compares her to Marilyn Monroe - મધુબાલા પરની આ અંજલિ ધ ન્યુ યોર્ક ટાઈમ્સની ‘Overlooked’શ્રેણીમાં પ્રકાશિત થયેલ ધૂમકેતુઓની જેમ આકાશમાં તેજપુંજ વિખરાવી જતી ૧૫ નારીઓની અંજલિઓમાંની એક છે.
Riding in Masculine Style  આંનદ મહિન્દ્રના અમેરિકાના પ્લાંટમાંથી ROXORને બજારમાં મૂકવાનાં વધામણાં છે. '૫૦-'૭૦ની હિંદી ફિલ્મોમાં મહિન્દ્ર એન્ડ મહિન્દ્રની જીપમાં ગવાયેલાં ગીતોની એક અનોખી પહેચાન હતી. ગીત અભિનેતાએ પોતે જીપ ચલવતાં ચલાવતાં ગાયું હોય કે બીજાં માટે ગાયું હોય કે પછી બેકગ્રાઉન્ડમાં ગીત ગવાતું હોય એવાં ગીતોને અહીં યાદ કરાયાં છે.
Nasir Hussain-The King Of Musical Hits :  નાસીર હુસૈનને (૧૬ નવેમ્બર ૧૯૨૬ - ૧૩ માર્ચ, ૨૦૦૨)આપણે તેમની દિગ્દર્શિતફિલ્મોનાં ગીતોનાં કર્ણપ્રિય ગીતો માટે આજે પણ યાદ કરીએ છીએ. ૧૯૪૮માં તેમણે તેમની કારકીર્દીની શરૂઆત ફિલ્મોના વાર્તાલેખક તરીકે કરેલી. ફિલ્મીસ્તાન માટે તેમણે અનારકલી (૧૯૫૩) મુનીમજી (૧૯૫૫) અને પેયીંગ ગેસ્ટ (૧૯૫૭) જેવી સફળ ફિલ્મોની વાર્તા લખી છે. 
માર્ચ, ૨૦૧૮માં વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતોમાં એસ એન ત્રિપાઠી - જેટલા યાદ તેનાથી વધારે વિસરાયેલા એ શીર્ષક હેઠળ તેમનાં ૧૯૫૧  થી ૧૯૫૬ દરમ્યાન રચાયેલાં ગીતોમાંથી વિસારે પડેલાં કેટલાંક ગીતોને યાદ કર્યાં છે. આ લેખમાળામાં તેમનાં ૧૯૪૧થી ૧૯૫૦માં રચાયેલાં કેટલાંક ગીતો આપણે સાંભળ્યાં હતાં.
અને હવે અન્ય વિષયો પરની રસપ્રદ પોસ્ટ્સ પર પણ ધ્યાન આપીએ:
સૌથી મોટી ઉમરના ઑસ્કાર વિજેતા જેમ્સ આઈવરી કોણ છે - સોનલ પરીખ - રિફ્લેક્ષન - જન્મભૂમિ પ્રવાસી.
Parody songs: Part 1 અને Part 2 માં અનુક્રમે એક ગીતની પૅરોડી કે ગીતોની શૃંખલાનો એક ગીતમાં પૅરોડી તરીકે પ્રયોગ થયો હોય તેવાં ગીતોની મજા એક સાથે માણવાની સાથે પેરોડી વિષય પરની ગંભીર સૂરમાં કરવામાં આવી છે.
Songs in the praise of Nature માં કુદરતની પ્રશંસાનાં ગીતોને યાદ કરવાની સાથે કેટલાંક ગીતોમાં ગીત ગાઈ રહેલ પાત્રની કુદરત સાથેની કડીને પણ આવરી લેવાયેલ છે, જેમ કે -
મૌસમ હૈ જવાન - ટાવર હાઉસ (૧૯૬૨) - આશા ભોસલે - સંગીતકાર: રવિ - ગીતકાર: અસદ ભોપાલી
The Trio of DEV ANAND,DILIP KUMAR and RAJ KAPOOR in 1960s  - દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવ આનંદની ત્રિપૂટીએ તેમની કારકીર્દી આપણા દેશને ગુલામીમાંથી મુક્તિ મળી તે પહેલાં જ શરી કરી હતી. '૫૦ના દાયકામાં તેમના પ્રભાવના ત્રિકોણનો વ્યાપ તેના મધ્યાને હતો. '૬૦ના દાયકામાં બીજા ઘણા અભિનેતાઓ પણ તેમનાં ઓજસ પાથર્યાં જો કે આ ત્રણનો સિક્કો ત્યારે પણ ચલણી તો રહ્યો જ હતો.
Love gets spooky in ‘Lag Ja Gale’ from the suspense thriller ‘Woh Kaun Thi?’ - Nandini Ramnath - રાજ ખોસલાની આ ફિલ્મમાં રહસ્યને ઘુંટવામાં આ ગીત દરમ્યાન સાધનાનું અલૌકિક સૌંદર્ય પોતાની આભાનો ઓપ ચડાવે છે. KriArj Films આ ફિલ્મની રીમેક કરવાનું વિચારે છે તેમાં પણ નૈના બરસે રિમઝિમ અને લગ જા ગલે એ બે ગીતોને જાળવી રાખવાનું વિચારાય છે. જો કે મૂળની ખુબી કેટલી ઝીલાશે એ સવાલ તો રહેશે જ.
Bollywood's Connection with Goa - '૮૦ના દાયકા સુધી ગોવાવાસીઓનું યોગદાન હિંદી ફિલ્મ સંગીતમાં મહત્ત્વનું બની રહ્યું. એક સમયે તો માત્ર એ લોકો જ પાશ્ચાત્ય સંગીત અને તેનાં નોટેશન્સથી પરિચિત હતા એટલે ગીતની ધુનની ગુંથણીમાં અનેકવિધ વાદ્યોના પ્રયોગ કરવાનું કામ એમને ભાગે જ રહેતું. ગોવા સાથેની સૌથી મહત્ત્વની કડી તરીકે લતા મંગેશકર  અને આશા ભોસલેને ન જ ભુલાય.
‘Devdas’ to ‘Daas Dev’: What torch songs say about Indian cinema’s favourite tragic hero - Archana Nathan - દેવદાસનાં સમયે સમયે થયેલ દરેક સંસ્કરણમાં રજૂ કરાયેલ ભાવોને અનુરૂપ ગીત પણ મળતાં રહ્યાં છે.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના માર્ચ, ૨૦૧૮ના લેખો:

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ લખે છે. એ કોલમમાં પ્રકાશિત થયેલા દરેક મહિનાના લેખો અલગથી વાંચી શકાય તે પ્રકારની હાયપરલિંક સાથે રજૂ કરીશું.
એ ઝિન્દગી ગલે લગા લે
ખીલતે હૈ ગુલ યહાં
આ લૌટકે આજા મેરે મીત.
મુઝે પ્યાર કી ઝિન્દગી દેનેવાલે


'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ માર્ચ, ૨૦૧૮માં 'મદન મોહન પરની લેખમાળા આગળ ધપાવે છે.:



મહિનાના આખરી શુક્ર્વારે નવા સંગીતકાર પરના લેખની પરંપરામાં હાલમાં પ્રીતમ ઉપર લેખમાળા ચાલી રહી છે. ૩૦-૩-૨૦૧૮ના માર્ચ, ૨૦૧૮ન છેલ્લા શુક્રવારે ક્રાઇમ થ્રીલરનાં અન્ય ગીતો પણ પ્રીતમને સારો એવો યશ અપાવી ગયાં...માં વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇનાં પ્રીતમનાં રચિત બીજાં ત્રણેક ગીતોને મમળાવે છે..
માર્ચ, ૨૦૧૮માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું : [૧]
તહેવારોને લગતાં ફિલ્મીગીતો (૨) : હોળી
બંદિશ એક, રૂપ અનેક – ૪૧- નુક્તા-ચીં હૈ ગ઼મ-એ- દિલ
ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૫)
સચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૧]

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ રફીને લગતો લેખ અથવા તો પોસ્ટમાં સામાન્યતઃ જે વિષયનું પ્રાધાન્ય હોય તેને અનુરૂપ ઓછાં સાંભળવા મળતાં મોહમ્મદ રફીનાં ગીતને યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં આપણે શમ્મી પર ફિલ્માવાયેલાં બે ગીતો જેમાં મોહમ્મદ રફીની આગવી હાજરી છે અને રવિ-સાહિરની જોડીએ રચેલાં મોહમ્મદ રફીનાં અનેક નામીઅનામી ગીતો પૈકી એક ગીત પસંદ કરેલ છે. શમ્મી પરનાં ગીતોમાંનું બીજું ગીત ઓપી - સાહિરની જુગલબંધીની જાણીતી ફિલ્મોના પરિઘની બહારની ફિલ્મનું ગીત છે.
થોડા સા દિલ લગાકે દેખ - મુસાફિરખાના (૧૯૫૫) - શમશાદ બેગમ સાથે - ઓ પી નય્યર - મજરૂહ સુલ્તાનપુરી 
ગીતની એ પણ ખૂબી છે કે તે Asymmetric Duet છે જેમાં મોહમ્મદ રફીની ભૂમિકા હામાં હા ભરવા જેવા સહાયકની છે પણ તેમાં પણ તેમની હરક્તોની આગવી અદા રંગ તો લાવે જ છે.
જહાં જહાં ખયાલ જાતા હૈ, વહાં વહાં તુમ્હીં કો પાતા હૈ - બડે સરકાર (૧૯૫૭) - ગીતા દત્ત સાથે - ઓ પી નય્યર - સાહિર લુધ્યાનવી 
ઈતની હસીન ઈતની જવાં રાત ક્યા કરેં - આજ ઔર કલ (૧૯૬૩) - સંગીતકાર રવિ - ગીતકાર સાહિર લુધ્યાનવી 

હિંદી ફિલ્મોનાં સુવર્ણ યુગની આપણી આ સફરને વધારે રસમય, આનંદપ્રદ અને વાચ્ય બનાવવા માટે આપનાં સૂચનો, ટીકા-ટિપ્પણીઓ તેમજ નવા સ્ત્રોતો માટેના સુઝાવો માટે  દિલથી ઈંતઝાર રહેશે.


 

No comments: