હિંદી
ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૭_૨૦૧૮ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું
સ્વાગત છે.
જુલાઈનો મહિનો હવે
પછી (ગોપાલદાસ સક્સેના) 'નીરજ'ની મૃત્યુતિથિના મહિના તરીકે પણ
ઇતિહાસમાં સ્થાન પામશે.
Neeraj-The great Poet and
Lyricist પોતાને કમનસીબ કવિ કહેતા, જેને પરિણામે
તેમણે ગીતો લખવાનું બંધ કરીને માત્ર પોતાનાં કાવ્યો જ લખવાનું અને પ્રકાશિત
કરવાનું ચાલુ રાખ્યું. આમ કરવાનું તેમનું કારણ એ હતું કે જેમની સાથે તેમણે હિંદી
ફિલ્મોનાં સફળ અને લોકપ્રિય ગીતો લખ્યાં હતાં એવા એસ ડી બર્મન, શંકર જેવા બે ત્રણ
સંગીતકારોએ આ દુનિયાની વિદાય લઈ લીધી હતી.
Remembering Gopaldas ‘Neeraj’
- 'તુમ નાચો રસ બરસે' (સતી નારી, ૧૯૬૫; ગાયક - મહેન્દ્ર
કપૂર) જેવાં સરળ શબ્દોમાં ગીતનો ભાવ રજૂ કરતાં અનેક હીતો દ્વારા 'નીરજ'ને યાદ કરાતા
રહેશે. ૧૯૭૦-૭૧નાં વર્ષમાં તેમણે રચેલાં ગીતો પરની ૧૪ ફિલ્મો રજૂ થઈ હતી.
Neeraj (1925-2018): ‘I grew so
infamous in my time, it will take centuries for me to be forgotten’માં Annie Zaidi 'નીરજ'નાં કાવ્યોનાં
વિવિધ પાસાંઓને યાદ કરે છે.
ઐસે મહૌલમેં નીરજ કો બુલાયા જાયે માં પણ
જન્મભૂમિ-પ્રવાસીની 'મધુવન' પૂર્તિમાંની તેમની
નિયમિત કટાર 'શ્વાસનું રિચાર્જ'માં પ્રણવ પંડ્યા
પણ 'નીરજ'નાં કાવ્યોનાં હજૂ
થોડાં વિશેષ પાસાંઓને યાદ કરે છે.
રાજ્ય સભા ટીવી પર
ઊનકી નઝર ઉનકા શહર શ્રેણીમાં, 'નીરજ' પર ૨૦૧૨માં બનેલી 'ગોપાલદાસ સક્સેના
"નીરજ"'નામની એક બહુ
સુંદર ફિલ્મ જોવા મળે છે
હવે આપણે જુલાઈ
મહિનામાં આવતી વર્ષગાંઠ અને અવસાનતિથિઓને
ઉદ્દેશીને લખાયેલ પૉસ્ટ્સ વાંચીશું.
V Balsara, the music director
who did not want to remain confined to a studio - બલસારાના ૯૬મા
જન્મદિવસે (જન્મ ૨૨ જુન, ૧૯૨૨)સિધ્ધહસ્ત તબલા વાદક દિપંક્ર
આચાર્ય અને ખ્યાતનામ એરેન્જર દુર્બદલ ચેટરજી આ બહુમુખી પ્રતિભાવાન સંગીતકાર સાથે
બંગાળી સિનેમા માટે સાથે કામ કરવાના અનુભવોની વાત કહે છે.
Sajjad Hussain, Bollywood’s
Loss
- સજ્જાદ હુસૈનની ૨૩મી પુણ્યતિથિએ (૧૫ જુન ૧૯૧૭ - ૨૧ જુલાઈ ૧૯૯૫) ડી પી રંગન
તેમને અંજલિ અર્પે છે.
Mukesh-who wanted to be like K
L Saigal
- ઘણા વિવેચકો મૂકેશનો સ્વરમાં નાકમાંથી
નીકળે છે અને ક્યારેક તો તેઓ એકાદ તાલ પણ ચૂકી જાય છે એમ કહીને ઉતારી પાડતા હતા. એ
લોકો સાવ ખોટા પણ નહોતા. તેમના સ્વરની મર્યાદિત રેન્જને કારણે ઊંચા સુરનાં ગીતો પણ
તેમને ગાવાં ફાવતાં નહીં. તેમની મહેનતથી મૂકેશે બધાંને ખોટા પાડ્યા.
75 Years(19th July 1943) ago
Dev Anand landed Bombay to become Hero in Bollywood - ૧૯૪૩માં મુંબઈની ધરતી પર પગ મૂક્યા
પછી દેવ આનંદને પહેલું કામ ૧૯૪૫માં ફિલ્મ 'હમ એક હૈ'માં મળ્યું. ફિલ્મ
બની ૧૯૪૬માં અને ૧૯૪૭માં સ્વતંત્રતા મળ્યા પછી રજૂ થઈ.
Chetan Anand: Exploring the
Unconventional to Make Landmark Films - ૨૧ વર્ષ પહેલાં, ૭ જુલાઈ, ૧૯૯૭ના રોજ, ચેતન આનંદે
તેમનું જીવન પૅક અપ કરી લીધું. 'સિલ્વેટ' માટે પીયૂષ
શર્મા આ મહાન ફિલ્મ નિર્માતા તેમજ અભિનેતા, લેખક અને
દિગ્દર્શકને તેમની ફિલ્મોનાં અનોખાંપણામાંથી સર્જાયેલાં સીમાચિહ્નોની યાદો મમળાવીને
અંજલિ આપે છે.
Roshan & Madan Mohan: Twin
Towers of Rhapsody
– રોશન (૧૪ જુલાઈ, ૧૯૧૭ - ૧૬ નવેમ્બર
૧૯૬૭) અને મદન મોહન (૨૫ જુન ૧૯૨૪ - ૧૪ જુલાઈ, ૧૯૭૫)ની કારકીર્દી
ઘણે અંશે સમાંતર ધારામાં ચાલી છે. શાસ્ત્રીય રાગની બાબતે સુબોધ અગ્રવાલની નોંધને
લેખમાં આવરી લઈને ડી. પી. રંગન બન્નેની વિભિન્નતામાં સમાનતાઓ ખોળે છે.
G S Kohli – A Tribute
– જી એસ કોહલીની
સ્વતંત્ર સંગીતકાર તરીકેની પહેલવહેલી ફિલ્મ હતી લંબે હાથ (૧૯૬૦) - ઓ દીવાને છોકરે રાહ મેરી ન
રોક (આશા ભોસલે, મોહમ્મદ રફી). તે પછી આવી
મિ.ઈન્ડીયા (૧૯૬૧) - દેખા
ના જાયે (ગીતા દત્ત).૧૯૬૩માં મોટાં બૅનર હેઠળ બનેલી બી ગ્રેડ્ની સ્ટંટ ફિલ્મો
- ફૌલાદ અને શિકારી- પણ ગીતોની સફળતા દ્વારા ખુબ નામના પામી. જો કે અમુક ચમકારાઓને
બાદ કરતાં કોહલી આ સફળતાઓને તે પછીની ફિલ્મોમાં ટકાવી ન શક્યા.
Some thoughts upon the death of
Zarina Begum (and a few other notes updating past posts) - મલ્લિકા-એ-ગ઼ઝલ' બેગમ અખ્તરનાં
છેલ્લાં શાગિર્દ અને બેઠક ઘરાણાની જ્યોત ઝળહળતી રાખનાર એવાં એક માત્ર ઝરીના બેગમે
લખનૌ શહેરની એક ખાનગી હૉસ્પિટલમાં ૧૨-૫-૨૦૧૮ના
રોજ સવારે ૮ વાગે આ ફાની દુનિયાથી વિદાય લીધી....તેમનું જીવન લખનૌમાં જૂના
ફતેહગંજના હાથ ખુદાબક્ષ વિસ્તારમાં વિત્યું. એક જૂનાં હાર્મોનિયમ, તબલાં અને થોડાંક
જૂનાં પાનાંઓ અને ડાયરીએ તેમને છેલ્લા દિવસોમાં સાથ આપ્યો હતો.
Rajesh Khanna-The heartthrob of
the young generation of 1970s, - તેમની કારકીર્દીની ૭૪ એવી ફિલ્મોમાં
રાજેશ ખન્નાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી જે થિયેટરમાં ૫૦ સપ્તાહ (સુવર્ણ જયંતિ) સુધી
સતત બતાવાઈ હતી, જે પૈકી ૪૮ ફિલ્મો
૭૫ સપ્તાહ સુધી (પ્લેટીનમ જયંતિ) અને ૨૨ ફિલ્મો ૨૫ સપ્તાહથી (રજત જયંતિ) વધારે પણ
૫૦ સપ્તાહથી ઓછી ચાલી હતી.
Musically Yours, 1963 (Part I) - મોનિકા કાર તેમનાં જન્મનાં
વર્ષ, ૧૯૬૩, ના ૧૨ સંગીતકારોને
તેમની એ વર્ષની નોંધપાત્ર રચનાઓ યાદ કરીને અંજલિ આપે છે. એ વર્ષમાં આમ તો ૨૨
સંગીતકારોએ બહુ ગણનાપાત્ર કામ કર્યું હતું, જે પૈકી ઘણાં ગીતો
તો સદાબહાર બની ગયાં છે.
The earlier Years of Mehmood
મહેમૂદનાં શરૂઆતના વર્ષના સંઘર્ષ અને તે પછી સફળતાની ઊંચી
સીડી પરની સફર પર એક ત્વરિત નજ઼ર કરે છે.
Anand Bakshi - The Juggler of
Words
ને ફિલ્મોમાં ગીત લખવાની સૌ પહેલી તક બ્રિજ મોહન ફિલ્મની ભલા આદમી (૧૯૫૮)માં
મળી અને એ ગીત હતું - ધરતીકે લાલ ના કર ઈતના મલાલ.
Mehfil celebrates ‘First
Anniversary’ ગાયક અને
સંગીતકારનાં બહુ વિરલ જોડકાંમાંથી પરિણમતાં ગીતોને રજૂ કરીને કરે છે. તેમણે નક્કી
કર્યું છે કે બન્ને સમાન સમયનાં હોવાં જોઈએ; ગાયકે એ સંગીતકારનાં
પાંચથી વધુ ગીત ગાયાં ન હોવાં જોઈએ અથવા તો એક જ ફિલ્મ માટે એ બન્નેનો સાથ થયો હોય, જેમ કે ડીયર ઓ ડીયર - નગીના
(૧૯૫૧) - શમશાદ બેગમ - સંગીતકાર શંકર જયકિશન
જુલાઈ, ૨૦૧૮માં વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતોમાં માં આપણે સંગીતકાર
સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત : ૧૯૫૪ - ૧૯૫૫ હેઠળ મોહમ્મદ
રફી ગાયેલ એ સંગીતકારનું પહેલું સૉલો ગીત યાદ કરેલ છે..
હવે આપણે અન્ય વિષયો પરના લેખો તરફ નજર કરીએ.
The song Khoya Khoya Chaand was
written on a piece of cigarette pack foil - આ ગીતમાં વિજય આનંદે બહુ વિરલ કામ કર્યું છે. હિંદી ફિલ્મોમાં મોટા ભાગે ગીતની
બે કડીઓ જ ફિલ્મમાં બતાવવામાં આવે છે શૈલેન્દ્રના શબ્દો, એસ ડી બર્મનની ગીતગુંથણી અને વિજય આનંદની રજૂઆત એવી અદ્ભૂત છે કે ચાર ચાર
કડીઓ સુધી આપણે આપણી સીટમાં ચોંટીને બેસી રહ્યાં છીએ. ગીતના ફિલ્મીકરણની આવી અનેક
ખૂબીઓને કારણે વિજય આનંદ હિદી ફિલ્મના દર્શકો અને ફિલ્મ નિર્માતાઓમાં અદકેરૂં માન
મેળવતા રહ્યા છે.
In the Wink of an Eye - એવી કેટલીક ફિલ્મો છે જેનું આગવું સ્થાન ફિલ્મનાં મુખ્ય કલાકાર દ્વારા આંખ
દ્વારા રજૂ થયેલા ભાવ છે, જેમકે 'સાયલન્સ ઑફ લેમ્બ'માં એન્થની હૉપકિન્સ કે 'અર્ધ સત્ય'માં આપણા ઓમ પુરી. આંખોથી અનેક વિધ ભાવો વ્યકત કરી શકાતા
હોય છે જેમાં સૂંદર આંખોની રમણીયતા ઉપરાંત અનેક બાબતો આવરી લેવાઈ શકે છે. પ્રસ્તુત
લેખમાં અમિતાવ
નાગ અને શિલાદિત્ય સરકાર આંખના જૂદા જૂદા ભાવોને વાંચવાનો આયામ કરે છે.
Songs of ‘Tanhai’ –હિંદી ફિલ્મોનાં ગીતોમાં એકલતા (તન્હાઈ) પણ બહુવિધ સ્વરૂપે વપરાયેલ વિષય છે.
કરૂણથી માંડીને રોમેન્ટીક અને ત્યાંથી આગળ વધીને મોહવશ કરનાર ગીતોને આજના લેખમાં
યાદ કરાયાં છે, જેમ કે
- કભી તન્હાઈયોંમેં એક ઐસી - મીનાર (૧૯૫૪) - તલત મહમૂદ - સંગીતકાર સી રામચંદ્ર - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
- શામકી તન્હાઈયાં હૈ - ઝરક ખાન (૧૯૬૩)- આશા ભોસલે - સંગીતકાર એસ મોહિન્દર - ગીતકાર આનંદ બક્ષી
- તન્હા ત્નહા યહાં પે જીના - રંગીલા - આશા ભોસલે - એ આર રહેમાન
Ornamented for Style - સાઝશણગાર સિવાય પણ સામાન્ય ચલણમાં પણ ઘરેણાં પહેરવાં એ સર્વસામાન્ય પ્રથા છે, જેનાં મૂળ દસ્તાવેજકૃત ઈતિહાસથી પહેલાં પણ ફેલાયેલાં જોવા મળે છે.આપણાં
પુરાણોમાં તો દેવી દેવતાઓ પણ તેમની ભૂમિકાને અનુરૂપ ઘરેણાં ધારણ કરેલાં જોવા મળે
છે.ભારત જેવાં અનેકવિધ સંસ્કૃતિઓના પ્રદેશમાં ઘરેણાં અને એ ઘરેણાં પહેરવાની શૈલી એ
પ્રદેશની સંસ્કૃતિની ઓળખ બની રહે છે.બધાં જ પ્રકારનાં ઘરેણાંઓને હિંદી ફિલ્મોનાં
ગીતોમાં સ્થાન નથી મળ્યું. પ્રસ્તુત લેખમાં એવાં ગીતોને યાદ કરાયાં છે જેમાં વિવિધ
ઘરેણાંઓને સ્થાન મળેલ છે.
My Favourite Piano Songsની પસંદ કરવા માટે ૧.ગીત
ગાનારા પાત્ર પિયાનો વગાડતું ન હોય; ૨. પિયાનો વગાડનાર
પ્ત્રા ફિલ્મની વાર્તામાં વણાયેલ હોવું જોઈએ અને ૩. ગીત સૉલો હોવું જોઇએ, એમ ત્રણ ધોરણો અપનાવેલ છે.
Pets and Beyond - હિંદી ફિલ્મોમાં
પાળેલાંપશુ પંખીઓની સાથે સાથે ક્યારે સામાન્યતઃ પાળેલાં ન મનાતાં પ્રાણીઓને પણ
ગીતમાં મહત્ત્વનું સ્થાન મળતું રહ્યું છે. પોતાના માલિકની જાન માટે પોતાની જાન
ન્યોચાવર કરનરા પશુઓ તો ફિલ્મમાં વળી ખાસ સ્થાન ભોગવતાં હોય છે. આ શ્રેણીમાં કદાચ
સૌથી વધારે નોંધપાત્ર ભૂમિકા એક નોળીયાની છે જેણે મધુબન મેં રાધિકા નાચી રે
ગીત પછી તેના માલિક દિલીપ કુમારનો જીવ બચાવ્યો હતો.અહીં એવાં ગીતોને યાદ કરાયેલ છે
જેમાં કોઈને કોઈ પશુ પંખીની પણ ભૂમિકા હોય.
In Mythological Frames - પૌરાણિક ફિલ્મોનાં ગીતો
સામાન્યતાં સાંભળવાં ગમે તેવાં હોય છે. પ્રસ્તુત પોસ્ટમાં પૌરણિક ફિલ્મોનાં ગીતો
યાદ કરાયેલ છે, જેમાં કદાચ કોઈ ધાર્મિક ભાવના ન પણ હોય.
Post-drenchings: Ten Songs - ચોખ્ખાં આકાશમાંથી વરસાદ
વરસી પડે અને હિંદી ફિલ્મમાં પલળવાની મજા લેતાં પાત્રોને એક ગીત સ્ફુરી આવે.
નરગીસની યાદમાં રજૂ કરાઈ
રહેલ ફિલ્મોના રિવ્યુંનો સિલસિલો જોગન (૧૯૫૦)ના
રિવ્યુ સાથે આગળ ધપેલ છે. નાયક એક ખ્રિસ્તી સાધ્વીના પ્રેમમાં પડે છે એટલી એક
ફિલ્મની વાત પરથી કિદાર શર્માએ ૨૯ દિવસમાં જ આ ફિલ્મનું શુટીંગ પૂરૂં કરી નાખ્યું
હતું.
Mat ro maata
- મોનિકા
કાર વિચારે છે કે આ ગીતનું ફિલ્મમાં મહત્ત્વ શું હશે - ગીત દ્વારા વાર્તાની
રજૂઆતમાં થોડું વૈવિધ્ય લાવવાનો હેતુ હશે કે લોકોના દિલમાં ફિલ્મની વાર્તા માટે
વધારે લાગણી પેદા કરવાનો હેતુ હશે? કે પછી ગીતના સમયકાળને વધારે
સારી રીતે ઉજાગર કરવાનો હેતુ હશે?એક વાત તો ચોક્કસપણે ફલિત થાય છે
કે ગીતમાં વણી લેવાયેલ એકે એક ભાવને ઓછમાં ઓછા શબ્દો, સંગીત , નાટકીય તત્ત્વથી એટલી અસરકારક રીતે રજૂ કરાયેલ છે કે શ્રોતાનાં રૂંવાડાં ઊભાં
થઈ જાય છે. - જેટલી વાર ગીત સાંભળીએ એટલી વાર.
“The world is being run in
brutish ways” – Saeed Mirza on memory in the age of amnesia : “આપણને આપણા ટુંકા
ગાળાનાં હિતનું વળગણ એટલી હદે હોય છે કે લાંબા ગાળાનો દૃષ્ટિકોણ જ નથી રહેતો. આ
વાત જેટલી રાષ્ટ્રોને લાગુ પડે છે એટલી જ વ્યક્તિઓને પણ લાગુ પડે છે.”
જુલાઈ મહિનામાં સિનેપ્લોટ. કોમ
પર એટલી પૉસ્ટ્સ મુકાઇ છે કેી દરેકને ન્યાય આપવા માટે આપણે તેમને એકથી વધારે
અંકમાં તે સમાવીશું.
વેબ ગુર્જરી પર રજનીકુમાર પંડ્યા એ લીલા ચીટણીસના
પાછલા દિવસોની બહુ જ ભાવનાત્મક વાત .લ્યો, આ ચીંધી આંગળી – લીલા
ચીટણીસ યાદ આવે છે ? માં કહી છે.
સોંગ્સ ઑફ યોર પરની નિયમિત શ્રેણી Best songs of yearમાંનો Best songs of 1947: And the winners are? લેખ પ્રકાશિત થઈ ચૂક્યા પછી આપણે પણ ૧૯૪૭નાં ગીતોને ચર્ચાની એરણે સાંભળવાનું શરૂ કરેલ છે. આપણી ચર્ચાને તે પછી આગળ ધપાવતાં સ્ત્રી સૉલો ગીતોની ચર્ચામાં સુરૈયા, ગીતા રોય, શમશાદ બેગમ, રાજકુમારી, અમીરબાઈ કર્ણટકી (ભાગ ૧ અને ભાગ ૨) ઝોહરાબાઇ અંબાલેવાલી (ભાગ ૧) નાં સૉલો ગીતો આપણે અત્યાર સુધી સાંભળી ચૂક્યાં છીએ.
અને હવે મુલાકાત
કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની
રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના જુલાઈ, ૨૦૧૮ના લેખો:
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના જુલાઈ, ૨૦૧૮ના લેખોની નિયમિત
રજૂઆતમાં લેખમાં ચર્ચાયેલ ગીતની યુટ્યુબની વિડીઓ લિંક મૂકવાનું આ મહિનાથી શરૂ કરેલ
છે.:
'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે
પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ જુલાઈ, ૨૦૧૮માં 'મદન મોહન પરની
લેખમાળા આગળ ધપાવે છે.:
મહિનાના આખરી શુક્રવારે નવા
સંગીતકાર પરના લેખની પરંપરામાં હાલમાં પ્રીતમ ઉપર લેખમાળા ચાલી રહી છે. જુલાઈ, ૨૦૧૮ના છેલ્લા શુક્રવારે, તેઓ
જણાવે છે કે એ
આર રહેમાન પછી પ્રીતમ એક માત્ર સતત ટકી રહેલો અને સફળ સંગીતકાર છે.
જુલાઈ, ૨૦૧૮માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
बचपन સાથે સંકળાયેલા ફિલ્મીગીતો
બંદિશ એક, રૂપ અનેક – ૪૫ – "મંગળ મંદિર ખોલો"
સચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૩]
ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૧૦)
એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું : [૬]
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ
રફીને લગતો લેખ અથવા તો પોસ્ટમાં સામાન્યતઃ જે વિષયનું પ્રાધાન્ય હોય તેને અનુરૂપ
ઓછાં સાંભળવા મળતાં મોહમ્મદ રફીનાં ગીતને યાદ કરતાં હોઈએ છીએ.
મત પુછ મેરા હૈ કૌન વતન - મિ. ઈન્ડીયા (૧૯૬૧) - જી
એસ કોહલી - અન્જાન
ઈસકો ભી અપનાતા ચલ - નઈ ઉમ્ર કી નઈ ફસલ (૧૯૬૫) - રોશન - નીરજ
કુછ ઐસી પ્યારી શક્લ મેરે દિલરૂબાકી હૈ - નયા કાનુન
(૧૯૬૫) - મદન મોહન - હસર્ત જયપુરી
હિંદી ફિલ્મોનાં સુવર્ણ યુગની આપણી આ સફરને વધારે રસમય, આનંદપ્રદ અને વાચ્ય
બનાવવા માટે આપનાં સૂચનો, ટીકા-ટિપ્પણીઓ તેમજ નવા સ્ત્રોતો માટેના સુઝાવો માટે દિલથી ઈંતઝાર રહેશે.
No comments:
Post a Comment