Monday, May 31, 2021

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૯મો – મણકો : ૦૫_૨૦૨૧

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૯મા સંપુટના મણકા_૨૦૨૧માં આપનું સ્વાગત છે.

સૌ પ્રથમ આપણે ૦૭.૦૫.૨૦૨૧ના રોજ દેહવિલય પામેલ સંગીતકાર વનરાજ ભાટિયાને અપાયેલી અંજલિઓ પૈકી કેટલીક અંજલિઓ જોઈશું.

સૌજન્ય - રાજ્યસભા ટીવી / યુ ટ્યુબ

Vanraj Bhatia dies at 93, અંકુર, ૩૬ ચૌરંગી લેન જેવી ફિલ્મો અને તમસ, ભારત એક ખોજ જેવી ટીવી સિરિયલોનાં સંગીત થકી વનરાજ ભાટિયા વધારે જાણીતા છે. છેલ્લાં થોડાં વર્ષોથી તેમની શારીરિક અને આર્થિક એમ બન્ને તબીયતો બહુ જ નાજુક અવસ્થામાં હતી.

'An Indian film without songs is meaningless' - જ્યોતિ પુનવાણી વનરાજ ભાટીયા સાથેના જૂના ઇન્ટરવ્યૂના અંશો રજૂ કરે છે - વનરાજ ભાટીયા ખુદ જ સમજાવે છે કે તેમનું સંગીત આગવું કેમ છે, "સંગીતકારની પ્રથમ ફરજ ફિલ્મનાં પોતને રજૂ કરવાનું છે અને તે પછી એ સંગીત પોતાના પગ પર ઊભું રહી શકવું જોઇએ. તે સંપૂર્ણપણે ક્ષતિરહિત હોવું જોઈએ….જ્યારે હું સંગીત રચના કરૂં છું, ત્યારે દિગ્દર્શક ભલેને તેને પશ્ચાદ ભૂમિકામાં ધકેલી દેવાના હોય, મારા માટે સંગીત જ મહત્ત્વનું બની રહે છે. મારા ગુરુ કહેતા કે આપણી ભાષા તો બીજાં બધાં જ જેવી જ ભલે હોય, પણ બધા કરતાં અનેક ગણી સારી હોવી જોઈએ.'

When Vanraj Bhatia asked me to mail his opera DVD and resume to the world’s major opera houses - Luis Dias - ૨૦૧૩ની શરૂઆતના એક ઇન્ટરવ્યુમાં આ મહાન સંગીતકારે ઓપેરા સંગીતની અદમ્ય ચાહની વાત કરતાં કરતાં પોતાની દિલની અપેક્ષાઓની વાત કરી હતી.

Night Music for Solo Flute (Rachel Woolf) by Vanraj Bhatia

Legacy Of The Enigmatic Vanraj Bhatia - Sunil Sampat - માર્ચ ૨૦૧૭માં NCPA ખાતે વનરાજ ભાટિયાનાં બહુમાન પ્રસંગે ઉસ્તાદ ઝાકીર હુસૈને કહ્યું હતું, "વનરાજ ભાટીયા ભારતના મહાનતમ સંગીતકાર છે. પૂર્ણવિરામ."

યુવાન વનરાજ = કુટુંબ સાથે

Vanraj Bhatia’s extraordinary, multi-faceted oeuvre - Ranjit Hoskote - આ સંગીતકારના  અંતરસાંસ્કૃતિક પ્રયોગો હંમેશાં ઉત્કટ  લાગણીસભર અને સચોટ પ્રભાવકારી રહ્યા..

રાજ્યસભા ટીવી પરનો વનરાજ ભાટિયાની ઇરફાન સાથેનો ઈન્ટરવ્યુ, Guftagoo with Vanraj Bhatia તેમના ખુલ્લાં દિલનાં મતવ્યો માટે, મને બહુ જ ગમતો રહ્યો છે. એ ઇન્ટરવ્યુમાં @૨૨.૪૮ પર તેઓ તેમનાં એક ગીત - બરસે ઘન સારી રાત - તરંગ (૧૯૮૪)  - ગીતકાર: રઘુવીર સહાય -ની સાથે જોડાયેલા પ્રસંગની વાત કહે છે.

આ ગીત તરછોડયેલ પત્નીની એકલતાની પીડાનું દીર્ઘ વર્ણન છે. ગીત વિશે લતા મંગેશકરનું આમ કહેવું છે, 'મારી કારકિર્દીમાં ગાયેલાં ગીતોમાં સૌથી મુશ્કેલ અને જટિલ ગીત હતું.' [સંદર્ભ: Vanraj Bhatia's CHALLENGE for Lata Mangeshkar - SUBHASH K JHA]..આ જ વાત હરિશ ભાટીઆનાં પુસ્તક In Search of Lata Mangeshkar’ (1955, Harper-Collins, ISBN 81-7223-183-0)નાં પૃષ્ઠ ૧૦૨ની પાદ નોંધમાં પણ નોંધવામાં આવી છે., જેનો અહીં બહુ જ ટુંકો સાંદર્ભિક સંક્ષેપ અહીં મૂક્યો છે – “સંગીતકાર વનરાજ ભાટીઆ ખુબજ ઉત્તેજનાપૂર્વક દોડતા આવ્યા...અને સાશ્ચર્ય કહ્યું, 'ગઈકાલે (લતા) બાઈ મારૂં રેકર્ડિંગ સાંભળવા રોકાયાં હતાં….!'…. પોતાનું રેકોર્ડિંગ કદી પણ સાંભળવા ન રોકાનાર લતા મંગેશકરને આ પણ ગીત કેવું થયું હતું તે જાણવાની ઉત્સુકતા હતી તે તરફ વાતનો નિર્દેશ છે.

હવે તિથિની યાદ સ્વરૂપ લેખો તરફ વળીએ-

The Masters: Majrooh Sultanpuri - શબ્દોનાં સીધા સાદા વળાંકો વડે મજરૂહ ખુબ ગહન લાગણીઓને વ્યકત કરી શકતા હતા. ૩૦૦ ફિલ્મોમાં ૬,૦૦૦થી વધુ ગીતોમાં તેમણે દિલદાર રોમેન્ટિક ગીતોથી લઈને ભાવવાહી ગીતો અને ભજનો અને ત્યાંથી પછી રમુજી ગીતોથી સાવ તુકબાજીનાં ગીતો સુધી પણ તેમની સર્જનાત્મકતાને વહેવરાવી છે.

Remembering Bulo C Rani, જેમનો હિંદી ફિલ્મોમાં સ્વતંત્ર સંગીતકાર તરીકે પ્રવેશ પગલી દુનિયા (૧૯૪૪) થી રહ્યો.

Remembering Naushad: The music director beyond compare - Ajay Mankotia - નૌશાદનો ઈંતકાલ પંદર વર્ષ પહેલાં ૫ મે, ૨૦૦૬ના રોજ થયો. પરંતુ જૂના મહારથીઓ કદી મૃત્યુ નથી પામતા. નૌશાદનાં અનેક ગીતો આજે પણ સંગીત ચાહકોના હોઠો પર જીવંત છે અને હજુ પણ રહેશે.

‘Teesri Kasam’ was the perfect meeting of minds between Phanishwarnath Renu and Shailendra'તીસરી કસમ'નાં મુખ્ય અદાકારા વહિદા રહેમાનનાં નામ પરથી ફણિશ્વરનાથ રેણુએ તેમની સૌથી નાની દીકરીનું નામ પણ વહીદા રહેમાન જ રાખ્યું હતું.

Dattaram Part 1: Under the shadow of big banyan tree with songs of Mukesh and Manna Dey - જોકે દત્તારામનાં મુકેશ અને મન્ના ડેનાં ગીતોનો ચાહક વર્ગ બહુ જ વિશાળ રહ્યો છે, પણ તેમ છતાં એમ તો ન જ કહી શકાય કે તેઓ મુકેશ કે મન્ના ડે પુરતા જ સિમિત રહ્યા હતા.

Kaif Irfani – A Forgotten name એમનું આ ગીત તો યાદ આવી જ જશે - દિલ તુઝે દિયા થા રખને કો, તુને દિલકો જલા કે રખ દીયા - મલ્હાર (૧૯૫૧) - મૂકેશ  - સંગીતકાર: રોશન

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:

હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ' ના સંદર્ભે 'હેમંત કુમારની કારકિર્દીનાં પોતમાં અનોખી ભાત પાડતા કેટલાક મહત્ત્વના સંબંધોના તાણાવાણા'માં સૌમિત્ર ચેટર્જી  અને  હેમંત કુમાર અને તેમના મુખ્ય ગીતકારો તેમ જ અન્ય સંગીતકારો  ની વાત કરેલ છે..

Laxmikant-Pyarelal’s story is as much about friendship as it is about their tunes - Ganesh Vancheeswaran૧૯૬૩ની બી ગ્રેડની ફિલ્મ 'પારસમણી'નાં સાંગીતની સફળતાએ લક્ષ્મીકાંત પ્યારેલાલની ૩૫ વર્ષની, ૫૦૦થી વધારે ફિલ્મો અને ૩,૦૦૦થી વધારે ગીતોની કારકિર્દીનાં મંડાણ કર્યાં.

પ્યારેલાલ (ડાબે) અને લક્ષ્મીકાંત (જમણે) - સૌજન્ય રાજેશ્વરી લક્ષ્મીકાંત.

Ban Mein Bahar Aa Gayee, Man Mein Umang Chaa Gayi – Balwant Singh -બલવંત સિંગનો જન્મ ૧૯૧૮માં થયો હતો. ગાયક તરીકે તેમને પહેલી તક બોમ્બે ટૉકિઝની ફિલ્મ જીવન પ્રભાત (૧૯૩૭)માં મળી એ ફિલ્મનું દેવિકા રાણી સાથેનું એક યુગલ ગીત તુમ મેરી તુમ મેરે (સંગીતકાર: સરસ્વતી દેવી – ગીતકાર: જે એસ કશ્યપ) સાંભળીએ.

Digging (Into) the ’60s and early ’70s Songs of Usha Uthup/Iyer - ભારતીય ગાયકોની સરખામણીમાં ઉષા ઉતુપની સ્વર બહુ જ જૂદો પડે છે- થોડોક નીચા સુરનો અને મોટા ભાગનાં પશ્ચિમનાં ગાયિકાઓ કરતં પણ વધારે ભારે. વળી તેમાં હંમેશાં એક જાતનું અનોખું જ ઘોઘરાપણું રહેતું. 'હરે રામ હરે કૃષ્ણ'માં આર ડી બર્મને તેમની પાસે ગીત ગવરાવ્યું તે પહેલાં બોમ્બે ટોકી (૧૯૭૧)માં તેમણે ખાસ ભૂમિકા ભજવી હતી અને   શંકર જયકિશને તેમની પાસે હરિ ઓમ તત સત અને ગુડ ટાઇમ્સ એન્ડ બેડ ટાઈમ્સ એમ બે ગીતો પણ ગવડાવાવ્યાં હતાં.

એપ્રિલ, ૨૦૨૧ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં મન્ના ડે - ચલે જા રહેં હૈ… - ૧૯૫૪ -૧૯૫૫ યાદ કર્યાં છે. વર્ષ ૨૦૧૮થી આપણે મન્નાડેનાં ઓછાં જાણીતાં કહી શકાય તેવાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ, ચલે જા રહેં હૈ… , તેમના જન્મના મે મહિનાના આપણા આ મંચના અંકમાં કરવાનું શરૂ કરેલ છે.

૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો, અને,

૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો

૨૦૨૦માં તેમનાં ૧૯૫૧-૧૯૩નાં ગીતો

આપણે સાંભળી ચૂક્યાં છીએ.

When Rafi sang for Hanuman, Manna for Ravan... - મન્ના ડેના ૧૦૨મા જન્મદિન પ્રસંગે સુભાષ કે જ્હા તેમના ૧૯૯૭ના ઈન્ટરવ્યુની યાદ તાજી કરે છે. અહીં મન્ના ડેના અનેકવિધ વિષયો પરના મોકળાં મનથી વ્યક્ત થયેલા વિચારો અને અનુભવો વાંચી શકાશે.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Romantic Songs with a Third Personબે પ્રેમીની પંખીડાં પ્રેમાલાપ કરતાં હોય ત્યારે જાણ્યે અજાણ્યે હાજર થઈ પડેલ ત્રીજી વ્યક્તિ સાથેનાં ગીતોની અહીં યાદી રજૂ કરાઈ છે.

Here’s A Vintage Pic Of Raj Kapoor And Wife Krishna

ઈન્ડીયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

·        Sharada: Of love that is beyond labels - એલ વી પ્રસાદ નિર્મીત, રાજ કપૂર અને મીના કુમારીની મુખ્ય ભૂમિકવાળી ફિલ્મ 'શારદા'માં જે પ્રકારના રોમાંસને રજૂ કરાયો છે તે પ્રેમની આપણી સમજ પર જ સવાલ પેદા કરે છે, કેમકે ગમે તે છાપ હેઠળ પણ અર્થપૂર્ણ સંબંધો કેમ ટકી રહી શકે છે તે વિષય પર ફિલ્મની વાર્તા આધારીત છે.

·        Awara: Of nature vs nurture - ગરીબીનાં વિષચક્રમાંથી બહાર નીકળવું કેટલી હદે દુષ્કર બની રહેતું હતું એવા સમયની વાર્તાને રાજ ક્પૂર, નરગીસ અને પૃથ્વીરાજ કપૂર જીવંત કરે છે. આજે પણ હજુ એ ચક્રને ભેદવું એટલું જ મુશ્કેલ છે?

The Catch-22 Songsમાં વિકલ્પો બાજુ બાજુમાં જ છે, પણ શેની પસંદગી કરવી એ દ્વિધા છે. અમુક ગીતોના વિષયો ફાલતુ જણાશે તો અમુકના બહુ ભારેખમ.

Composers sing for themselves: Ten songs માં એવાં ગીતો પસંદ કરાયાં છે જેમાં સંગીતકારે જ પોતાનું ગીત ગાયું હોય.

Anand Bakshi on his legacy as a film lyricist: ‘My songs will beat just as our heart beats’ - આનંદ બક્ષીની છ દાયકાની કારકિર્દીની સફરને આવરી લેતાં રાકેશ આનંદ બક્ષી દ્વારા લખાયેલ જીવનચરિત્ર Nagme, Kisse, Baatein, Yaadein – The Life & Lyrics of Anand Bakshi, Penguin Random House Indiaનો સારાંશ અહીં વાંચી શકાય છે.

Rabindra Sangeet in Films: 10 Songs - Sankhayan Ghosh રવિન્દ્ર સંગીતની સીધી અસરથી લઈને બહુ નાવીન્ય ન ઉમેરાયું હોય એવાં ગીતોની યાદી રજૂ કરે છે.

Regional Star, Hindi Also-Ran: Ten Actors, Ten Songsમાં એવાં ગીતો રજૂ કરાયાં છે જેનાં અદાકાર હિંદી ભાષી ન હોય, અને એ અદાકાર એક યા બીજા કારણસર હિંદી ફિલ્મોમાં સફળ પણ ન રહ્યાં હોય.

क्या भूलूँ क्या याद करूँ’ - શું યાદ રાખવું અને શું ભુલવું એવી અવઢવને રજૂ કરતાં ગીતો અને તેના પરની વ્યાપક ચર્ચા લેખને રસપ્રદ બનાવે છે.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના મે, ૨૦૨૧ના લેખો:

શ્રમિકનો અંચળો અને શ્રમિકનો કંઠ

સિનેમામાં માનાં અનોખાં સ્વરૂપ

આ જારે નિંદીયા, તુ આ રી…..

સૌજન્યશીલ અભિનયશૈલીના સૌમ્ય અભિનેતા

સમયાતીત સ્વરસરિતાના સૂરસ્વામી

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના મે, ૨૦૨૧ ના લેખો.

યા દિલકી સુનો દુનિયાવાલો, યા  મુઝકો અભી ચુપ રહેને દો


મેરે હઠીલે શ્યામ, મૈં ભી જિદ પર અડા હૂં


અહેસાન તેરા હોગા મુઝ પર


આ રી આ જા, નિંદીયા લે ચલ તૂ કહીં


શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં મે, ૨૦૨૧થી કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત શરૂ કરાઈ છે. પહેલાંના લેખોમાં બન્ને ભાઈઓનાં અંગત વ્યક્તિત્વ અને અન્ય સાંદર્ભિક પશ્ચાદભૂમિકા રજૂ કરાઈ છે.

શંકર જયકિસનના સાજિંદા અને હેમંતદાના સહાયક રહી ચૂકેલા એ યુવાને નાગિનથી આગવી કેડી કંડારી

ઉત્તમ સંગીતકાર, ઉમદા માનવી, અધ્યાત્મના સાચા જિજ્ઞાસુ, સાહિત્યપ્રેમી, સખાવતી..... !

આનંદજી મોટાભાઇ સાથે મોડા કેમ જોડાયા એ પણ રસપ્રદ મુદ્દો છે, હ્યુમર તો બંનેની બેફામ....

કલ્યાણજી આનંદજીનો સખાવતી સ્વભાવ માતાપિતાનો માનવતાવાદી વારસો છે...

મે, ૨૦૨૧ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ઝુલ્ફને લગતાં ફિલ્મીગીતો [૨]

તડપ/તડપાનાને લગતાં ફિલ્મીગીતો : तडपने से क्या हासिल

સવેરે કા સૂરજ તુમ્હારે લિયે હૈ… કિશોર કુમારે ગાયેલાં ઓ પી નય્યરનાં ગીતો [૨]

હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી ફિલ્મસંગીતના નક્શીકારો શ્રેણીમાં પિયૂષ પંડ્યા વાન શીપ્લેની પ્રતિભાનો પરિચય કરાવે છે...

નલિન શાહના પુસ્તક – Melodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ મ. પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણી સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓમાં ૪) ત્યારે અને અત્યારે | (૫) જ્યારે એક જોડી તૂટે છે રજૂ કરે છે.  

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ.

તુમ હસે તો ગમ શરમાયા - દાના પાની  (૧૯૫૩) - શમશાદ બેગમ સાથે- સંગીતકાર: મોહન જુનિયર – ગીતકાર: કૈફ ઈર્ફાની

આતે જાતે આંખ બચાના…હાયે રે તેરા જવાબ નહીં = મેહબૂબા (૧૯૫૪) - શમશાદ બેગમ સાથે  - સંગીતકાર: ઓ પી નય્યર - ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

મુઝે જગ કી બનાદે મલિકા, ફિર માલિક બન મેરે મન કા - ડાર્ક સ્ટ્રીટ (૧૯૬૧) - સુમન કલ્યાણપુર સાથે - સંગીતકાર: દત્તારામ  - ગીતકાર: ગુલશન બાવરા

શોખીયાં નઝર મેં હૈ - આસરા (૧૯૬૬) સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ - ગીતકાર: આનંદ બક્ષી

હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: