ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના ડિસેમ્બર, ૨૦૨૧ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા
બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય 'સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ
ભવિષ્યમાં XXXXની ભૂમિકા'ના સંદર્ભ સાથે સંલગ્ન વિષયો પરની આપણી ચર્ચાને હવે
દરેક મહિને આગળ ધપાવીશું.
આ મહિને આપણે ભવિષ્યમાં સંપોષિતતા વિશે ટુંકમાં વાત કરીશું.-
એ તો હવે સ્વીકૃત થઈ
ચુક્યું છે કે: સંપોષિતતા એટલે ભવિષ્યની પેઢીને પોતાની જરૂરિયાતો પુરી કરવાની
ક્ષમતા માટે કોઈ સમાધાનો ન કરવાં પડે એ રીતે આપણી (હાલની) જરૂરિયાતોને પુરી કરવી.
હવે એ પણ સ્વીકૃત થઈ ચુક્યું છે કે સંપોષિતતા માત્ર પર્યાવરણ-વાદ પુરતી જ મર્યાદીત
નથી. આર્થિક વિકાસ, સામાજિક સમાનતા અને પર્યાવરણ સંરક્ષણના ત્રણ આયામોનાં
(આ જ ક્રમમાં હોવું જરૂરી નથી)ગતિશીલ સંતુલન પર સંપોષિતતા અવલંબે છે.
સંયુક્ત રાષ્ટ્રસંસ્થા
દ્વારા સંપોષિત વિકાસ લક્ષ્યો (SDGs) ને ૨૦૧૫માં અપનાવી લેવાથી ભવિષ્યની સંપોષિતતા
માટેનો દિશા નિર્દેશ સ્પષ્ટ થવાનો નક્કર પાયો નંખાઈ ગયો છે.
વિયેના યુનિવર્સિટીના માનદ પ્રોફેસર અને ઈન્ટરનેશનલ
ઈન્સ્ટિટ્યુટ ફોર ઍપ્લાઈડ સિસ્ટમ ઍનાલિસિસ IIASA)ના પૂર્વ નાયબ નિયામક નૅબોજ્સે 'નાકી' નાકીસેનોવિક નું કહેવું છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘના
મહાત્વાકાંક્ષી SDGs જ્યારે અપનાવાયા ત્યારે 'માનવ જાત માટે મહાન વરદાન' બરાબર હતા, પરંતુ તેમને અસરકારક રીતે અને આપસી સમાનતાથી સિદ્ધ
થઈ શકે તે બતાવવા માટે જરૂરી વિજ્ઞાનાધારીત પગદંડી વિકસાવવા મટે હજું ઘણું કામ
કરવાનું રહે છે. ‘વિશ્વ ૨૦૫૦માં' (TWI2050) SDGsને વધારે વ્યાવહારિક અને સમાનોચિત બનાવવા માગે છે.
સંપોષિતતા વિજ્ઞાન (The
Science of Sustainability)- વિજ્ઞાન આધારિત દૃષ્ટિકોણ છે જે એક બીજાં ક્ષેત્રો
વચ્ચે પર્યાવરણ સંરક્ષણ અને વધતી જતી માનવ જરૂરિયાતો વચ્ચે પરંપરાગત રીતે
એકબીજાંથી અલગ ચાલમાં ચાલતાં ક્ષેત્રોમાં, લગભગ અભૂતપૂર્વ સ્તરે, સહયોગ પુરો પાડે છે.
વર્તમાન દશકને લાગે
વળગે છે ત્યાં સુધી સંપોષિતતાના ૬ વલણો પારખી શકાયાં છે –
૧. ઉદ્યોગવ્યાપાર કરવા
માટે સંપોષિતતા એક મહત્ત્વનું આયામ સમજાવા લાગ્યું છે.
૨. ઉત્તરદાયિત્વનો
સ્વીકારર અને પારદર્શી થવાનું મહત્ત્વ
૩. જાગરૂકતાનાં ઘડતર
માટે શિક્ષણ એક મહત્ત્વની ચાવી છે.
૪. જાહેર અને ખાનગી
ક્ષેત્રો વચ્ચે સહયોગ
૫. નવોત્થાન અનિવાર્ય
છે
૬. વર્તુળાકાર અર્થતંત્રનો
ઉદય.
વધારાનું વાંચન:
- Our Common Future: The Brundtland Commission
report
- The SDGs explained for business
- The World in 2050 Pursues Paths to
a Sustainable Future
- The Science of Sustainability
નોંધ: ગુણવત્તા સંચાલન વિષેના
લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં વર્ષ ૨૦૨૨નાં ૧૦મા સંસ્કરણમાં આપણે સંપોષિતતા
વિશે વધારે વિગતે વાત કરીશું તેમ વિચારેલ છે.
હવે આપણે આપણું ધ્યાન
આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું –
- SR Offers Opportunities for Quality Professionals - ASQTV સાથેની રુબરુ મુલાકાતમાં ઍન્દ્રૅ હૉફ્ફમાયરનું કહેવું છે કે 'સંપોષિતતા એ લક્ષ્ય છે.' ગુણવત્તા સંચાલકો તેમની સંસ્થાઓ કે ગ્રાહકોનાં સંપોષિતતાનાં લક્ષ્યને સામાજિક જવાબદારીના રસ્તે પહૉચવામાં મદદ કરવામાં કેવી ભૂમિકા ભજવી શકે તે તેઓ સમજાવે છે. સામાજિક જવાબદારી સાથે સંકળાયેલા વર્ગ માટે DMAIC શી રીતે અનુરૂપ બનાવી શકાય તે પણ તેઓ ચર્ચે છે.
Jim L. Smithની Jim’s Gems નો લેખ-
- The Future - અત્યારે લીધેલું એક પગલું ભવિષ્યમાં બહુ જબરદસ્ત પરિણામો લાવી શકે છે…..આપણેકંઈ પણ કર્યું હોય તેને વિરાટ સ્વરૂપે બતાડી શકવું એ સમયની અજબની ખુબી છે. એટલે નાનામાં નાની લાગતી બાબતે પણ જે કરવા યોગ્ય હોય તે જ કરવું જોઇએ. આપણા દરેક પ્રયાસની દિશા અને હેતુ આપણા ખરેખરના પ્રયાસનાં કદ કરતાં અનેક ગણાં મોટાં અને મહત્ત્વનાં છે.….આપણાં મહત્ત્વનાં કે દેખીતી રીતે ક્ષુલ્લક
Quality Magazineના સંપાદક,
ડેર્રીલ સીલૅન્ડ,
ની કૉલમ ‘From
the Editor' નો નવો લેખ –
- Assessing the Quality Situation: The Importance of Knowing Your Surroundings - આસપાસનાં વાતાવરણને જાણવું એ અનેક કામોની મહત્ત્વની ચાવી છે. આપણાં લક્ષ્યને પહોંચવા માટે આપણી પાસે પુરતી માહિતી છે તે બતાવવા માટે કમ સે કમ આટલું તો કરેલું હોવું જ જોઈએ.…. આપણી આસપાસનાં વાતાવરણને જાણવું એ આપણાં નિયંત્રણની બહાર જણાતાં હોય તેવાં વાતાવરણને પણ એટલું જ લાગુ પડે છે.….. અવકાશ માટેની દોડની અમેરિકા અને રશિયા વચ્ચેની ગળાંકાપ હરિફાઈના સમયમાં બહુ પ્રચલિત થયેલો આ એક કિસ્સો છે. બાહ્ય અવકાશનાં વાતાવરણના તલસ્પર્શી અભ્યાસ પછી અને મિશનમાં ત્યાં ઉપલબ્ધ સાધનો અને તે સમયની ટેક્નોલોજી પરની અસરોને ધ્યાનમાં લઈને અમેરિકાએ બહુ મોટું રોકાણ કરીને શૂન્ય ગુરુત્વાકર્ષણની સ્થિતિમાં પણ સરળતાથી લખી શકાય એવી પેન બનાવી. કહેવાય છે કે રશિયાના અવકાશયાત્રીઓએ તો એક પેન્સિલ પાસે જ એ કામ કરાવી લીધું !
સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા વિશેની
ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન /
અનુભવો આવકાર્ય છે.
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
વર્ષ ૨૦૨૨ આપના બધા પ્રયાસોનાં પરિણામે મળનારી આપણી દરેક
સફળતા સંપોષિત રહે એવી હાર્દિક શુભેચ્છાઓ…..
ગુણવત્તા
સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના જાન્યુઆરી
૨૦૨૧થી ડિસેમ્બર ૨૦૨૧ના બધા જ અંકો એકી સાથે વાંચવા / ડાઉનલોડ કરવા માટે હાયપર
લિંક પર ક્લિક કરો.
No comments:
Post a Comment