સૌ પ્રથમ તો મારે એ
જણાવવાનું છે કે યાદોની 'મારી' સફરમાં
હું મારા સહપાઠીઓની યાદોને જોડવા તો ધારૂં છું જ, પણ
તે સાથે, અન્ય કેટલા મિત્રો
જે જુદાંજુદાં વર્ષોમાં (કે સંજોગોમાં) એલ
ડી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છે તેમની યાદોને પણ જોડવા ધારું છું. આમ
યાદોની આ સફર અમારી બૅચની યાદો અને અનુભવોથી સમૃદ્ધ થવાની સાથે એ અનુભવોનાં જ્યાં જરૂરી
જણાય ત્યાં અર્થઘટનોથી એ યાદોને આજની પશ્ચાદવર્તી દૃષ્ટિએ થોડે ઘણે અંશે
ચિંતનાત્મક પણ બની રહેશે…
પાંચ વર્ષના એ
એન્જિનિયરિંગ પદવીના આભ્યાસક્રમનાં પહેલાં વર્ષની એ ઘટનાઓ અને અનુભવોને યાદોની
કંદરાઓમાંથી ખોદીને બહાર લાવવાનું શરૂ કર્યું ત્યારે મને એમ થતું હતું કે આટલા
લાંબા સમયના અંતરાલ પછી એ ઘટનાઓ અને અનુભવો એ સમયે અમે હજુ એ વર્તમાન જીવવી જ
રહ્યા હતા એવાં બહુ જ નજદીકનાં અંતરેથી જોવા કરતાં ઘણા વધારે સ્પષ્ટ, યથાર્થ, સંદર્ભમાં
જોઈ શકાશે.
પરંતુ અમારાં એ
પહેલાં વર્ષની જે જે ઘટનાઓ યાદ આવતી ગઈ તેમ તેમ એ ઘટનાઓમાં કશેક આશ્ચર્યજનક અંશો
જણાતા હતા, તો બીજી અન્ય ઘટનાઓમાં કયાંક ગુંચવાડા તો
ક્યાંક ડરામણાંપણું પણ અનુભવાતું હતું.
અમુક ઘટનાઓ આનંદ સાથે રસ પડે તેવું હતું, ભલે
કદાચ, મકસે
કમ એ સમયે, (અ)મને દિશાસુચક કે દિશાનક્કી કરનારું કંઈ
ન લાગ્યું હોય.
હા, જોકે
હાલ પુરતું એટલું તો સ્પષ્ટ છે કે પહેલાં વર્ષ સથે સંકળાયેલી જે કંઇ ઘટનાઓ યાદ આવી
રહી છે તેમને એ અનુભૂતિઓ અનુસાર જ વર્ગીકૃત કરીને અહીં રજૂ કરૂ.
અહો આશ્ચર્યમ્
………………....
નવી નવી 'સૌ પહેલી' બાબત તો સેમેસ્ટર પધ્ધતિ હતી. જોકે મને યાદ છે ત્યાં સુધી તો અમને એ સમયે એમાં જેટલો પણ રસ પડવો જોઈતો હતો એ સંદર્ભે એટલી જ સમજણ પુરતી જણાઈ હતી કે અમારો અભ્યાસક્રમ (યુનિવર્સિટી દ્વારા લેવાતી) પાંચ વાર્ષિક પરીક્ષાઓને બદલે હવે દસ સત્રાંત પરીક્ષાઓ અનુસાર ગોઠવાશે. એનાથી વધારે વિચારવાપણું (અ)મને એ સમયે કંઇ નહોતું લાગ્યું, એટલે અમે આ ઘટનાને જેવી જોઈ અને જેટલી સમજ્યા એટલેથી સ્વીકારી લીધી.
અમે અભ્યાસનાં નવાં જ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છીએ એ
અહેસાસ તો અમને સહજપણે હતો જ. એટલે સમયપત્રકમાં એન્જિનિયરિંગ ડ્રૉઈંગ, વર્કશૉપ કે સ્ટ્રેન્થ ઑફ મટિરિયલ્સ જેવાં શીર્ષકો વાંચીને
તો 'જે સમયે જે કરવું પડશે તે સમયે તે
તે કરીશું' જેવી અવ્યકત સમજણની
મદદથી, કોઈ સંન્યાસીને
છાજે એવી નિર્લેપતાથી ,એ વિશેની નોંધ લઈ
લીધી. પરંતુ ગણિત, કે રસાયણશાસ્ત્રની
આગળ 'એન્જિનિયરિંગ' શબ્દ ઉપસર્ગની જેમ કેમ મુકાયો છે તેનું કારણ જાણવાની પણ
(અ)મને ઉસ્તુકતા થઈ હોય એવું યાદ નથી આવતું. મને લાગે છે કે આમ થવા પાછળનું
મહત્ત્વનું કારણ છે બાળપણથી આપણું ઘડતર નવી વસ્તુ 'શા
માટે' જાણવી જોઈએ એવી જિજ્ઞાસા
પેદા કરવાને બદલે તે 'શું' છે અને તે 'કેમ' કરી શકાય એવી મર્યાદિત વિચારસરણી. [મને તો 'શા માટે'નું, તાલીમના સંદર્ભમાં, ખરૂં મહત્વ લગભગ બેએક દાયકા પછી ISO ૯૦૦૧ના સંદર્ભમાં તાલીમની અસરકારકતા નક્કી કરવા વિશે વિચારતાં જાણવા મળેલ.]
આજે હવે વિચાર કરતાં એમ લાગે છે કે બાળપણમાં તો વ્યક્તિના
વિકાસના સહજ ક્રમમાં તે નવી નવી બાબતો 'શું છે?" અને એ 'કેમ
કરી શકાય?' તેમાં જ ગુથાયેલ
રહે છે કે 'શા
માટે શીખવું જોઈએ' જેવા વિચારને અંક્રિત થવાની તક જ ન મળે. આ ખોટ સામાન્યતઃ
બાળક (અને કિશોર)નાં શાળાનાં વર્ષોમાં 'શિક્ષણ' દ્વારા પુરી થવી જોઇએ. પરંતુ આપણી શૈક્ષણિક તંત્રવ્યવસ્થા
પણ એટલી હદે 'શું' અને 'કેમ
કરવું' કેન્દ્રી છે કે 'શા માટે' એવું વિચારવાની સૂઝ
ફરીથી અણવિકસિત રહી જાય છે. પરંતુ જો એવી સૂઝ અમારામાં કેળવાઈ હોત, તો આ બન્ને નવીન ઘટનાઓ સંદર્ભે અમને જે 'શા માટે'ના સવાલો થયા હોત અને તેના એ સમયે જે જવાબો મળ્યા
હોત તે કદાચ અમને જરૂર આશ્ચર્યચકિત કરી શક્યા હોત
અને અમારાં ભાવિની દિશા વધારે અર્થપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ શકી હોત !
આ સૈદ્ધાંતિક સ્તરના જણાતા વિચારને મારા અંગત અનુભવ સાથે
સાંકળવાથી કદાચ અત્યારે મારા મનમાં જે
વિચરો ચાલી રહ્યા છે તેને વધારે સ્પષ્ટપણે સમજાવી શકીશ. મારી સાથે, યોગાનુયોગ, થોડાં થોડાં વર્ષે એક પછી એક નવાં વાતાવરણમાં ગોઠવાવાનું જે
રીતે બનતુ ગયું તેને કારણે કદાચ કોઈ પણ નવી પરિસ્થિતિ આવે એટલે મારી સ્વયંભુ સહજ
વૃત્તિઓ, બીજા કોઈ પણ સવાલ
કર્યા સિવાય જ, એ
પરિસ્થિતિ સાથે અનુકુલન સાધવા માટે તૈયાર થઈ જતી
હશે.
હું જ્યારે પાંચમા ધોરણમાં હતો ત્યારે પિતાજીની બદકી રાજકોટ
થઈ. અમે પહેલી જ વાર અમારૂં 'વતન' ભુજ છોડ્યું અને રાજકોટમાં સ્થાઈ થયાં. પ્રમાણ ઘણું મોટું
શહેર, સાવ નવું વાતાવરણ
અને સૌરષટરની (અમારા માટે) નવી સંસ્કૃતિ સાથે તો અમારે ગોઠવાવાનું જ હતું, પણ મારે તો રાજકોટની શિક્ષણ અને શિસ્ત માટેની ખ્યાત શાળાનાં
વાતવારણ સાથે પણ અનુકૂલન સાધવાનું હતું. બરાબર સ્થાઈ થતાં લાગ્યાં ત્યાં પિતાજીની, અઢી વર્ષ બાદ, અમદાવાદ બદલી થઈ . એ સમયે અમને અમદાવાદના પૂર્વના ઔદ્યોગિક
વિસ્તારમાં મૂળ શ્રમિકો માટે બનાવેલી સરકારી કોલોનીમાં ઘર મળ્યું. ગોમતીપુર ગામના
ભરચક્ક વિસ્તારમાં આવેલી ડેમોક્રેટિક હાઈસ્કૂલમાં મેં આઠમા અને નવમા ધોરણ
વિતાવ્યાં. તે પછી અમને હવે પશ્ચિમ અમદાવાદના ઉપલા મધ્યમ વર્ગના પૂરણતઃ રહેણાક
વિસ્તારમાં આવેલ સરકારી કોલોનીમાં ઘર મળ્યું.અહીયાં ગાળેલાં છ વર્ષોમાં મારાં
વ્યક્તિત્વનાં ઘણાં પાસાંઓ ઘડાયાં અને વિકસ્યાં તે વચ્ચે પ્રિ-સાયંસનો અભ્યાસ મેં
વલ્લભ વિદ્યાનગરમાં હોસ્ટેલમાં રહીને કર્યો. આજે જ્યારે હવે એ દરેક પરિવર્તન પર
નજર કરૂં છું તો જોઈ શકાય છે કે એ દરેક પરિવર્તન સાથે મેં, પ્રમાણમાં, બહુ સહેલાઈથી 'શું (નવું) છે;' અને 'કેમ
કરાય'નાં અનુકૂલન સાધી
લીધાં હતાં. જોકે આ દરેક પરિવર્તનો એ પ્રકારનાં હતાં જે અમારા નિયંત્રણની બહારનાં
પરિબળોને કારણે થયાં હતાં, જેમાં 'આમ
શા માટે?' એમ વિચારવાનો અવકાશ
જ નહોતો.
પરંતુ અમારી આખી બેચના બધા જ સહપાઠીઓને આવા અનુભવો થયા હોય
તે તો શક્ય જ નથી. એમાંના મોટા ભાગનાંનો ઉછેર તો એ સમયે બાળકોનો અને કિશોરોનો જે
રીતે થતો હતો તેમ જ થયો હોય. એટલે અહી જે 'આશ્ચર્યો'ને
યાદ કર્યાં છે તે મોટા ભાગનાને આશ્ચર્ય ન લાગ્યું હોય તેનું કદાચ એક જ કારણ હોઈ
શકે કે,નવા જ અભ્યાસક્રમની
અત્યાર સુધી અજાણ કેડી પર સફર કરવા માટે અમે , વ્યક્ત કે અવ્યક્તપણે, તૈયાર તો હતા જ.[અમને એ વિશે સજ્જ કરવાની ભૂમિકા પહેલાં
વર્ષમાં ઘડાવી જોઈતી હતી. એવું જરૂરી હતું કે એવી કોઈ સમજણ પાડવામાં પણ આવી હતી કે
નહીં કે ત્યારે એવું બધું સમજાયું હતું કે નહીં એ વાતનું અત્યારે, આ સ્મરણયાત્રાના સંદર્ભમાં કોઈ મહત્ત્વ પણ નથી.].
આ શૈક્ષણિક પાસાંઓ ઉપરાંત બીજી એક બાબતે થવું જોઈતું હતું
તે એલડીનો વિશાળ કેમ્પસ હતો. ખુબ વિશાળ વિસ્તારમાં પથરાયેલ એ કેમ્પ્સ ત્યારે તો
જરા પણ ગીચ નહોતો.પરંતુ એ પણ અમે સહજપણે સ્વીકારી જ લીધેલું.
પહેલાં વર્ષની અમારી, પાંચ વર્ષના બૅચના અનુભવો સાથે, એ સમયે ઈન્ટર સાયન્સ કે એફ વાય બી એસ સી કરીને ત્રણ વર્ષના 'જુના
કોર્સ'માં દાખલ થયેલા વિદ્યાર્થીઓના
અનુભવો અમારા કરતાં કંઈ અલગ હતા કે કેમ તે જોઇ લેવું આ તબક્કે ઉચિત લાગે છે.
મારી પાસે બે 'સિનિયર' મિત્રોના
અનુભવો તો આવી ગયા છે, પણ તેમણે જે કંઈ યાદ કર્યું છે તે
સંદર્ભે મારી યાદોમાં પણ કંઈ મળી શકે તેમ છે કે કેમ તે વિચારવા માટે થોડો સમય લેવાની આ તબક્કે હું
આપ સૌની રજા માગીશ……………. એ દરમ્યાન અત્યાર સુધીની જે વાતો અહીં યાદ કરી છે તે વિશે
LDCE71M
બૅચના મારા સહપાઠીઓના પ્રતિભાવોનો આતુરતાપૂર્વક ઈંતજ઼ાર રહેશે.
1 comment:
Ashok V. you have exactly described the similar feelings I had at that time. I remember that Semester system was introduced only in last year of five years integrated course. Therefore, it was difficult to adjust especially to fulfill criteria of minimum number of days to be present in the class to fill form for final exam.
I was down with typhoid in the beginning of Sem IX. That caused shortage in presence leading to rejection of my form to appear in final exam of Sem IX.
I was not admitted to Sem X classes on the ground of lack of result of Sem IX.
I noticed that here was no bearing of subjects of Sem IX on subjects of Sem X. Hence, I requested to clear Sem X and then Sem IX. But concerned professor rejected my request on the futile ground, "How can one be admitted in Std-II without clearing Std-i. I then approached University Registrar with my application. The same was approved, after hearing my logical explanation and directed College to admit me in Sem X with condition that result will be declared only after clearing Sem IX post Sem X. Thus, I studied with two diff. batches one each for Sem IX and Sem X.
Post a Comment