Thursday, March 31, 2022

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૦ – મણકો : ૩_૨૦૨૨

 

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૦ મા સંપુટના મણકા - _૨૦૨૨માં આપનું સ્વાગત છે.

માર્ચ મહિને ઉત્તર ભારત વસંતનાં વધામણાં હોળીમાં રંગેરંગાઈને કરે. આમ એ તહેવાર રંગોની સાથે મનોભાવોની  પણ મસ્તીનો તહેવાર બની રહ્યો છે. સોંગ્સ ઑફ યોર હોળી નિમિત્તે એવાં Impossible Songsને યાદ કરે છે જેમાં વર્ણવાયેલી કલ્પના વાસ્તવિક જીવનમાં અશક્ય જ જણાતી હોય.

હવે જોઇએ આ આ મહિના સાથે સંકળાયેલા અન્ય તિથિઓ અને યાદોના લેખો   

Bhuvan Shome: When Mrinal Sen started Indian cinema’s New Wave with Amitabh Bachchan, paid him just Rs 300, - આગળ જતાં નખશીખ કર્મશીયલ ફિલ્મોના પૉસ્ટર બોય સુધીની નામના કાઢનાર અમિતાભ બચનની ફિલ્મોમાંથી સૌ પહેલી કમાણી એક એવી સમાંતર કળા ફિલ્મથી થઈ જેણે હિંદી ફિલ્મોમાં સમાંતર ફિલ્મોનો નવો ચીલો પાડ્યો,

Shashi Kapoor: The humble artist who once refused a National Award because he felt his ‘performance was not competent enough’  Sampadaa Sharma


શશી કપૂર - ધર્મપુત્રમાં. (Photo: Express Archives)

Samaj Gaya Main Samaj Gaya – Dev Kishan, નો બીસ સાલ બાદ ફિલ્મનો એ ચિરસ્મરણીય સંવાદ છે.


'મુજિબ - ધ મેકીંગ ઑફ અ નેશન'નાં નિર્મણ દરમ્યાન Shyam Benegal reveals his mantras while making biopics and documentaries   - શ્યામ બેનેગલ એવા વિશિષ્ઠ દિગ્દર્શક છે જેમણે કાલ્પનિક તેમ જ બિન-કાલ્પનિક એમ બન્ને પ્રકારની ફિલ્મોને એટલી જ સહજતાથી રજુ કરી.

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:

·       50 Years of Bombay To Goa

સાહિર લુધિયાનવીની જન્મશતાબ્દી નિમિત્તે સાહિર લુધિયાનવીનાં  પ્રેમાનુરાગનાં ગીતોની લેખમાળામાં હવે સાહિર સાથે ૧૯ ફિલ્મોનો સંગાથ - રવિ સાથેની પ્રેમાનુરાગની રચનાઓની યાદ તાજી કરેલ છે.

માર્ચ, ૨૦૨૨ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં  ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૫૦-૧૯૫૨ ની વાત લીધી છે. તેમનાં અવસાનના મહિનામાં ગુલામ મોહમ્મદે સ્વતંત્ર સંગીતકાર તરીકે સંગીતબધ્ધ કરેલાં વિવિધ પાર્શ્વગાયકોના સ્વરમા કંડારાયેલાં ગીતોને ાઅપણે યાદ કરીએ છીએ. આ પહેલાં આપણે ૨૦૨૧માં ૧૯૪૩થી ૧૯૪૯નાં ગુલામ મોહમ્મદ દ્વારા કેટલાંક ગાયકો સાથેનાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.

સાહિર લુધિયાનવીનાં અલગ અલગ સંગીતકારો સાથે રચાયેલાં પ્રેમાનુરાગનાં ગીતોના બધા મણકા 'સાહિર લુધિયાનવી જન્મશતાબ્દી સ્મરણોત્સવ - સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો' પર ક્લિક કરવાથી વાંચી  / ડાઉનલોડ કરી શકાય છે.

BollywooDirect: પર, સ્મૃતિઓને તાજી કરતી માં ગત વર્ષે પ્રકાશિત થયેલ તસ્વીર, Remembering I.S.Johar, one of Hindi cinema’s greatest comedians in Shrimanji (1968) with Shahida and Kishore Kumar અહીં રજુ કરી છે –


 હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

What brothel set design tells us about films that explore sex work - Nandini Ramnath - દેહવ્યવસાયના પરના વિષય પરની સારી કક્ષાની ગણાય એવી ફિલ્મોમાં વેશ્યાગૃહની અંદર અને બહારની વ્યવસ્થાઓની ડીઝાઈન અને તેમાં ચાલી રહેતી ગતિવિધિઓ પરની વિગતો પર ખાસ ધ્યાન અપાતું જોવા મળે છે.

हेतुहेतुमद्भूत songs માં એવાં ગીતો રજુ કરાયાં છે હિંદી ભાષમાં ભૂતકાળનાં છ સ્વરૂપો પૈકી 'પાછલી નજરે દેખાતી કોઠાસૂઝ'ને ઉજાગર કરતાં સ્વરૂપના પ્રયોગ કરાયા હોય.

Kucch aur zamana kehta hai: the freedom to not conform માં એવાં ગીતો પસંદ કરાયાં છે જેમાં પોતાની જીવનની વિટંબણાઓ કે નિર્ણાયક ઘડીઓ કે પોતાનાં જીવની આશાઓ અને આંકાક્ષાઓને મૂર્ત કરવા કે બખ્તર પહેરેલા વીર નરની પાછળ ઘોડેસવાર થઈ પોતાની મુક્તિને વિશે સ્ત્રીઓના વિચારોને બહુ અસરકારક રીતે રજુ કરાયા હોય.

Our best stories are the ones that provoke: Shekhar Kapur – “આપણે વાર્તા કહી શકનારાંઓ નથી. આપણે વિચારો પ્રજ્વલિત કરી શકીએ.આપણી શ્રેષ્ઠ વાર્તાઓ એ છે જે શ્રોતાને વિચાર કરતાં કરી મૂકે કે કલ્પના કરતાં કરી મુકે કે આ તો તેમની જ વાત છે કે આ જ શ્રેષ્ઠ વાર્તા કહેવાય.”

When Madan Mohan and Majrooh Sultanpuri created magic in ‘Dastak’ - Nirupama Kotru - 'દસ્તક'નાં કથાવસ્તુમાં વણી લેવાયેલાં ચાર ગીતો - બૈયાં ના ધરો બલમા, માયી રે મૈં કાસે કહું પિર અપને જિયાકી, તુમસે કહું એક બાત પરોંસે હલકી હલકી રાત મેરી હૈ છાંવ તુમ્હારી જી આંચલકી અને હમ હૈ મતા-એ-કુચા-ઓ- બાઝારકી તરહા- એક સંમોહક આભા ફેલાવે છે.

Metaphors for the Lover in Songs, જેમાં પ્રેમી અને પ્રેમિક અબન્ને ઉપમાઓથી ઓળખાયાં છે. કેટલી બહુપ્રચલિત ઉપમાઓ ભવરા - ફૂલ(भवँरा-फूल), શમા પરવાના (शमापरवाना), ચાંદ ચાંદની(चाँद चाँदनी) એકબીજાંને પૂરક સ્વાભાવિક પૂર્ણ યુગ્મ રચે છે.

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

·       Hrishikesh Mukherjee’s Anupama: Untangling the complicated web of a father-daughter story, માં બાપદીકરીને એકબીજાં વગર ચાલતું પણ નથી અને છતાં એકબીજાંને સામે થઈ પણ નથી શકતાં એવી સંબંધમાં સંજોગોની મારી એક દૂરી પડી ગઈ છે..

·       Mera Saaya: When Raj Khosla pulled off a twist that can be best described as refined Abbas-Mustan રાજ ખોસલાની 'મેરા સાયા' (૧૯૬૬)એ સાધનાને એક યાદગાર ભૂમિકામાં રજુ કરી..

Arushi Jain, - સહસ્ત્રાબ્દિ પેઢીનાં અવલોકનો:

  • Angoor: In dark times, revisiting Gulzar’s cult classic –- આજે જ્યારે બોલીવુડમાં ફિલ્મોમાં કામ અને હિંસા જ દેખાય છે ત્યારે એક બહુ સરળ, સ્વચ્છ અને તરોતાજા હાસ્ય રજુ કરતી ફિલ્મ 'અંગૂર' રાહતની લહેરખી પરવડી શકે છે.
  • Deepti Naval-Farooq Sheikh’s Saath Saath: A film that aims for your heart 40 years after it released - 'સાથ સાથ' (૧૯૮૨) નાં ચાલીસ વર્ષ પછી પણ ફારૂખ શેખ અને દિપ્તી નવલની પ્રેમ કથા પ્રસ્તુત લાગે છે.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના માર્ચ, ૨૦૨૨ના લેખો:

ગેબી ગીતોની ગાયકીમાં કોકિલકંઠીની ગરિમા

નગણ્ય ગણાતા માનવ સમુદાયને મળ્યો 'ધ્રુવતારક'

નિષ્ઠા વિરુદ્ધ નિંભર : સિનેસર્જન વર્સિસ જોણું

પડઘાઓના ઘોંઘાટ વચ્ચે માંહ્યલાનું મૌન

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના માર્ચ, ૨૦૨૨ના લેખો.

મૈં તો એક ખ્વાબ હું

 ન કિસીકી આંખકા નૂર હું

તસવીર તેરી દિલમેં જિસ દિનસે ઉતારી હૈ


શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત કરી રહ્યા છે. માર્ચ, ૨૦૨૨ માં હવે નીચે મુજબ આ વાત આગળ ધપે છે .

એન્ગ્રી યંગ મેનના યુગમાં પણ મેલોડીને વળગી રહીને હિટ સંગીત પીરસ્યું !

પ્રકાશ મહેરા અને અમિતાભ સાથેની બીજી જ્યુબિલી ફિલ્મ એટલે મુકદ્દર કા સિકંદર

સુવર્ણ જયંતી કરનારી ફિલ્મ ડોનનું સંગીત દુનિયાભરમાં ગૂંજ્યું...

માર્ચ, ૨૦૨૨માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

જોડે જોડે આવતા શબ્દો – (૩} – तुम्हे याद करते करते

બંદિશ એક, રૂપ અનેક (૮૫) : “સૈયાં નિકસ ગયે મૈં નાં લડી થી”

જોડે જોડે આવતા શબ્દો – (૪) – चलते चलते….

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીના માર્ચ, ૨૦૨૨માં તૂફાન ઔર દિયા (૧૯૫૬)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

નલિન શાહના પુસ્તક – Melodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ મ. પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણી ‘સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓ’માં શાશ્વત સંઘર્ષ પ્રકરણ રજુ કરે છે.

હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી “ફિલ્મસંગીતના નક્શીકારો” શ્રેણીમાં પિયૂષ પંડ્યા અમૃતરાવ કાટકરની પ્રતિભાનો પરિચય કરાવે છે...

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકથી કરીને ૨૦૨૨નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર સાથે પહેલવહેલી વાર ગાયેલ યુગલ ગીત યાદ કરવાનો ઉપક્રમ આગળ વધારીશું..

હંસ કે ન તીર ચલા દિલ ખુદ બનેગા નિશાના - બેક઼સૂર (૧૯૫૦) = ગીતકાર: એહસાન સિઝવી – સંગીતકાર: અનિલ બિશ્વાસ

દેલ આવાઝ મેં … ..   અખીયાં મિલાકે જરા બાત કરોજી - પરદેસ (૧૯૫૦) - ગીતકાર: શકીલ બદાયુની - સંગીતકાર: ગુલામ મોહમ્મદ

મેહફિલમેં મેરી કૌન યે પરવાના આ ગયા - અલબેલા (૧૯૫) - ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતકાર:  સી રામચંદ્ર

પતિવ્રતા સતીમાતા … ….. ઝુલ્મ સહે ભારી જનક દુલારી – આવારા (૧૯૫૧)- ગીતકાર: શૈલેન્દ્ર - સંગીતકાર:  શંકર જયકિશન

યાદ આને લગી દિલ દુખાને લગી - દામન (૧૯૫૧) - ગીતકાર: એહસાન રિઝ્વી - સંગીતકાર:  કે દત્તા



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: