Sunday, August 21, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - ઓગસ્ટ ૨૦૨૨

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  ઓગસ્ટ ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકમાંથી કંચન ગોગટેનો લેખ, આભાસ વાસ્તવિક બને ત્યારે - ડિજિટલ યુગમાં 'સ્ક્રીન'યુક્ત જીવનનું અનાવરણ / When Virtual gets Real: Screening Life in Digital Era, આ મહિને પસંદ કરેલ છે.

એ લેખનું સંક્ષિપ્ત સંસ્કરણ અહીં રજુ કરેલ છે

આજે, શાબ્દિક અર્થમાં, જ્યારે જીવની એટલી હદે આંગળીઓને ટેરવે ચાલવા લાગ્યું છે કે સામાજિક માધ્યમો ન હોય તો આપણે જાણે દુનિયા સાથેનો જ નહીં પણ આપણી પોતાની સાથેનો સ્પર્શ ખોઈ બેઠેલાં લાગીએ છીએ. જોકે આટલી હદે વેધક અને દૂરગામી ટેક્નોલોજિની આપણાં મન, મગજ , ચેતના અને જીવનની વ્યાપક  ગુણવત્તા પરની અસરોની ખતરાની ઘંટડીઓ સંભળાવા લાગી છે.

ટેક્નોલોજિ યુગની 'ખરી' સમસ્યા ડિજિટલ નાદની લત પૂરતી જ મર્યાદિત નથી રહી તે નથી, પણ ટેક્નોલોજિ-સંચાલિત જીવનમાં કેમ જીવવું તે સમજવું તે બનવા લાગી છે.

કોવિડ-૧૯ મહામારીએ એક તરફ શાળાએ જતાં બાળકોથી બીજી તરફ સેવા-ઉદ્યોગ સાથે સંકળાયેલાં વયસ્કોને તો અભ્યાસ કે કામ સબબ ઇન્ટરનેટના અતિ-ઉપયોગની સ્થિતિમાં લાવી  મુક્યાં છે, પણ તે સાથે, કિશોરો અને લગભગ તમામ ઉંમરના વયસ્કોને પણ પોતાની ફુર્સતને ગાળવા માટે પણ ઇન્ટરનેટ દ્વારા સરળ બનેલ સ્ટ્રીમિંગ મીડિયા તરફ વાળી દીધાં છે. 

પરિણામ હવે એ આવ્યું છે કે ઇન્ટરનેટનો ઉપયોગ હવે ડિજિટલ સાધનોના 'સ્ક્રીન' નાદની લતની એટલી હદ સુધી વકરી ચુક્યો છે કે આ લોકો  માનવીય સંપર્કથી જ વિમુખ બનવા લાગીને એકલતા, પલાયનવાદ, ઉંઘની ઘટતી જતી ગુણવત્તા અને માનસિક ખીન્નતા સુધીની બીમારીઓ સુધી જ નથી પહોંચ્યાં પણ સાયબર ધમકીઓના શિકાર બનાવવા ઉપરાંત અશ્લીલ  સાઈટ્સની બુરી આદત લાગવા સુધી પણ પહોંચવા લાગ્યાં છે.

ઈન્ટરનેટ ટેક્નોલોજિ (અને તેની આભાસી વાસ્તવિકતા)વડે સ્થળ અને સમયના અવરોધની સમસ્યાનું નિરાકરણ તો થયું પણ તેના વપરાશની બાબતમાં સમતુલાના અભાવને કારણે તે પોતે જ હવે એક સમસ્યા(ની વાસ્તવિકતા) બનવા લાગી છે.

બીજી એક આડ પેદાશ હવે જેને ગુગલ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે તે પરિસ્થિતિ છે. ગુગલ સિન્ડ્રોમમાં દર્દીઓ ગુગલની મદદથી દેખીતાં ચિહનો પરથી પોતાની બીમારી જ નહીં પણ તબીબની નિષ્ણાત તપાસ સિવાય જ પોતાની સારવાર પણ કરતાં થઈ ગયાં છે. હદ તો ત્યાં આવી ગઈ છે કે આ લતનાં શિકાર લોકો હવે 'વાસ્તવિક' તબીબી સલાહ પર વિશ્વાસ જ નથી કરતાં !

પરંતુ, AI, VR જેવી ટેક્નોલોજિઓના ઘર, અંગત જીવન દિનચર્યા, સામાજિક સંપર્ક અને મનોરંજન  અને કામ સુધીના વધતા જતા ડિજિટીકરણ અને સ્વયંસંચાલનના ભરડાને કારણે હજુ સુધી તો આપણે આ હિમશીલાની ટોચ સુધી જ પહોંચ્યાં છીએ. અમુક અંશે AI ટેક્નોલોજિઓ માનવ મગજ કરતાં બહેતર અને વધારે સક્ષમ હોવા છતાં તેની પાસે મનને ભૌતિક પ્રક્રિયાઓને અતિક્રમીને ચેતના જાગૃત કરી શકવાની માનવ મગજની ક્ષમતા તેનામાં નથી. [1]

જ્યાં સુધી આપણે આપણાં કાર્યસંબંધી વાસ્તવિકતાથી જ  અલગ હશું ત્યાં સુધી આપણે આપણી સાચી જાતને તો કેમ કરીને સમજી  શકીશું!

એનો ઉપાય છે તપ /શિસ્ત સભર અભ્યાસમાં છે, જેના વડે આપણને સમજાશે કે ગમે એટલી ઊંચી સમજ સાથે વિતાવીએ કે ગમે એટલો યોગ્યપણે વિતાવી, તો પણ સમય એક એવું મૂળ સંસાધન છે કે એક વાર ગયા પછી  (કે વપરાઈ ગયા પછી) ક્યારે પણ પાછો નથી આવતો. એટલે પ્રસંગોચિત જે સવાલ આપણે આપણને પૂછવાનો છે તે છે  - ડિજિટલ ટેક્નોલોજિનો આપણે જે કંઈ (જે રીતે) ઉપયોગ કરી રહ્યાં છીએ તે આપણાં જીવનની (વાસ્તવિક) ગુણવત્તા સુધારે છે? આપણે આપણી જાતને એ પણ પૂછવું જોઈએ કે દુનિયામાં આપણે કયો ફેરફાર થયેલો ખરેખર જોવા માગીએ છીએ ?

આ સવાલોના જે રીતે આપણે જવાબ આપીશું તે આપણને, પહેલાં આપણી જાત માટે અને પછી આપણા સમાજ માટે, (સ્વ)શિસ્ત / સ્વધર્મ તરફ, અને અર્થસભર યોગદાન કરતાં જીવન તરફ, દોરી જશે.

કેટલુંક વધારાનું વાંચન


    • THE BRAIN WITH DR. DAVID EAGLEMAN (w.t.),એકેક કલાકનાં છ વૃતાંત છે જેમાં મગજની આંતરિક કાર્યશૈલીની વાત કરવાની સાથે દર્શકોને તેઓ જે અનુભવે છે અને જે જે કંઈ વિચારે છે તેની દૃષ્ટિવિષયક, અદ્‍ભૂત, સફર પર લઈ જાય છે.
  • TEDxAlamo 10/29/09માં ડૉ.  ડેવિડ ઈગલમેન વાસ્તવિકતા કે દરેક્ની અંગત અનુભૂતિ છે અને કુદરતની અનુકૂલન કાર્યપધ્ધતિ  કેમ મગજ માટે 'પ્લગ ઈન' તરીકે કામ કરે છે તે જડબેસલાક ઉદાહરણો સાથે સમજાવે છે.


  • ડૉ. ડેવિડ ઈગલમેનનો સદગુરુ સાથેનો સંવાદ જેમાં તેઓ મનના વિવિધ પાસાંઓ, સમયની વિભાવના, ક્વૉન્ટમ મિકેનિક્સ, ધર્મ અને ધ્યાન જેવા અનેકવિધ વિષયો વિશે ચર્ચા કરે છે.

  • Mind the Gap Between Perception and Reality | Sean Tiffee | TEDxLSCTomball


હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Quality Past and Present - કેટલીક ચીજો બદલે છે, કેટલીક જેમની તેમ જ રહે છે, તો કેટલીક ધીમે ધીમે ખીલે છે. ગુણવતાનું પણ એવું જ છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ

  • Tips for success (ભાગ ૧ અને ભાગ ૨) - મહત્ત્વની કાર્યવાહીઓ પર ધ્યાન કેંદ્રિત કરો

    • અંતિમ લક્ષ્ય પર ધ્યાન કેંદ્રિત કરો.
    • સંકટને સાથી બનાવો
    • આગત માહિતીઓ આગ્રહપૂર્વક માગતાં રહો
    • બીન-આંકડાકીય માપણીઓ કે પરિણામો પર વિશ્વાસ ન કરો
    • મહત્ત્વની માપણીઓ કે માપણીઓનાં પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરો   
    • નબળી ગુણવતાની ચુકવવી પડતી કિંમત (CoPQ) ખબર હોવી જ જોઈએ
    • સુધારણા હંમેશાં નક્કર સાધન સંપત્તિની આસપાસ જ નથી કેંદ્રિત થતી
    • કર્મચારીઓની યોગ્યતા અને યોગદાનોનાં મૂલ્યમાં વધારો કરતા રહો
    • કાર્યવાહીનાં રૂપમાં અમલ કરો

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો લેખ

  • Focus More or Less - વિજ્ઞાનમાં કેન્દ્ર બિંદુ એવું બિંદુ છે જ્યાં પ્રકાશ, અવાજ કે ગરમીનાં કિરણો પરાવર્તિત થયા પછી એકત્રિત થાય છે. ભૂસ્તરશાસ્ત્રમાં એ પૃથ્વીનાં ભૂતલોમાં એવું બિંદુ છે જ્યાંથી ભૂકંપો ઉદ્‍ભવે છે. … માનવ મગજના સંબંધમાં  એ બધી પ્રવૃત્તિઓ, આકર્ષણો કે ધ્યાનનું, એકાગ્રતાનું - કેન્દ્ર છે.… જેટલાં ગુણગાન એકાગ્રતાનાં ગવાય છે લગભગ એટલાં જ ગુણગાન તેનાથી સાવ વિપરીત વિચારબીજ,એક સાથે અનેક કામો કરવાં - અતિ-એકાગ્રતાનો સામો છેડો - ગવાય છે. … The Invisible Gorilla નામના એક અભિનવ પ્રયોગમાં અતિ-એકાગ્રતા અને તેની સામે અનેક કાર્ય એક સાથે કરવાના વિચાર વિશે વાત કરતાં જણાવાયેલ છે કે કેમ આપણી આંતરભૂતિઓ આપણને અનેક રીતે છેતરી શકે છે.[2] લેખકો, ક્રિસ્ટોફર ચાબ્રીસ અને ડેનિયલ સિમોન્સ, તારણ કાઢતાં કહે છે કે આ પ્રયોગથી બે બાબતો સામે આવે છે - 'આપણી આસપાસની અનેક વસ્તુઓ આપણને ધ્યાનમાં જ નથી આવતી અને એ બધું આપણા ધ્યાન બહાર  જ રહી ગયું છે તે પણ આપણા ધ્યાન પર નથી આવતું.' … કેટલાક તાજેતરના અભ્યાસો જણાવે છે કે આપણાં મગજ પાસે એક સાથે અનેક વસ્તુઓ પર ધ્યાન કેંદ્રિત કરવાની ક્ષમતા નથી, પણ આપણાંમાંનાં ઘણાં લોકો એક પછી તરત જ બીજાં કામ તરફ ધ્યાન કેંદ્રિત કરવાની વધારે ક્ષમતા ધરાવતાં હોય છે. પરિણામે તેઓ અલગ અલગ વિષયો પર વારા ફરતી વિચારોને એકત્રિત કરી શકે છે અને તેથી એક વિષય પરથી કુદકો મારીને બીજા વિષય અને પછી ત્રીજા પર બહુ સહેલાઈથી ધ્યાન કેંદ્રિત કરતાં જણાય છે.

કેટલુંક વધારાનું વાંચન

  • Seeing the world as it isn't | Daniel Simons | TEDxUIUC


  • TEDxUIUC - Daniel Simons - Counter-Intuition




'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.



[1] Swami Sarvapriyananda | Consciousness — The Ultimate Reality | Talks at Google

[2] 

No comments: