Friday, September 30, 2022

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૦ – મણકો : ૯_૨૦૨૨

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૦ મા સંપુટના મણકા - _૨૦૨૨માં આપનું સ્વાગત છે.

આજના અંકમાં આપણે સીધાં જ અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  

The Musical Geniuses Who Have Ruled Hindi Film Industry Since Independence - નૌશાદથી અરિજિત સિંઘ સુધીના, ૧૯૪૭થી બોલીવુડ પર છવાયેલા રહેલા, વિવિધ સિતારાઓની યાદીઓ -

75 Bollywood Actresses Who Ruled The Silver Screen With Grace, Beauty And Talent

75 Actors Who Conquered Hearts Of The Millions Since 1947

75 Years Of Indian Cinema: The Platinum Magic On The Silver Screen

આશા ભોસલેના ૮૯મા જન્મ દિવસે, Asha Bhosle’s ‘Overshadowed Songs   માં તેમનાં એવાં ગીતોને યાદ કરાયાં છે જે શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન મેળવવાની ક્ક્ષાનાં હોવા છતાં એ જ ફિલ્મનાં બીજાં ગીતોની સામે ઓછાં સાંભળવા મળ્યાં.

Asha Bhosle and the Seven Wonders આશા ભોસલે સાથે એવા સાત સંગીતકારોનાં ગીતોને નોંધ લે છે જે સામાન્યતઃ લતા મંએશકરના સ્વરનો વધારે ઉપયોગ કરતા.

Khayyam at the Mountain Peak (1): Songs on Pahadi પછી ખય્યામ (૧૮-૨-૧૯૨૭ । ૧૯૦૮-૨૦૧૭)ને ત્રીજી અવસાન તિથિ પર તેમનાં પહાડી સિવાયનાં રાગનાં ગીતોની ગીતોની યાદાંજલિ. Khayyam at the Mountain Peak (2): Songs sans Pahadi

the year-wise review of Lata Mangeshkar’s career, ની શ્રેણી ને મહેફિલમેં તેરી, her career in the year 1952 વડે આગળ ધપાવે છે 

Bengali Cinema During the Freedom Struggle - ગઈ સદીના '૩૦ અને '૪૦ના સમગ્ર દાયકાઓ દરમ્યાન બંગાળી સિનેમાએ બ્રિટિશ સંસ્થાનવાદ અને શોષણને વખોડતી, સામાજિક જાગૃતિની ફિલ્મો બનાવી. Silhouetteના સંપાદ્ક અમિતાવ નાગ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન બંગાળી સિનોમાની રૂખ અને વલણને વિગતમાં રજૂ કરે છે.

Did You Know Vyjayanthimala Refused a Filmfare Award for ‘Devdas’? - Khalid Mohamed - વૈજયંતિમાલાના જન્મ દિવસ પર આ લેખ, થોડો મોડો મોડો, રજુ કરીએ.

આ લેખ મૂળ તો The Quintમાં ૧૩ ઓગસ્ટ, ૨૦૧૬ના પ્રકાશિત થયો હતો.

HT spotlight: a short piece about Hindi cinema 1977-92 - હિંદુસ્તાન ટાઈમ્સમાં હિંદી સિનેમાનાં ૭૫ વર્ષને પાંચ અલગ સમયકાળમાં વહેંચી દેવાયેલ છે. પ્રસ્તુત લેખ, તેની રજૂઆતની જ વર્ષગાંઠના દિઅવસે જાને ભી દો યારોંની યાદ તાજી કરે છે.  

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:

સપ્ટેમ્બર, ૨૦૨૨ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો ૧૯૬૩ યાદ કરેલ છે. અત્યાર સુધી, આપણે

૨૦૧૭ માં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪,

૨૦૧૮માં વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૭,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૮ અને ૧૯૫૯,

૨૦૨૦માં વર્ષ ૧૯૬૦-૧૯૬૧,

૨૦૨૨માં વર્ષ ૧૯૬૨નાં, અને

ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

થોડા સમયના અંતરાલ બાદ મહેફિલમેં તેરી, નાવ સાથે સંકળાયેલાં ગીતોની શ્રેણીમાં (Part 8) Boat Songs રજૂ કરે છે.

Book Review: ‘Hindi Cine Raag Encyclopaedia’ Vol. 3, 4 & 5 પુસ્તક્ના પહેલા અને બીજા ભાગમાં ગીત કયા રાગ પર છે તે જાણવા મળતું હતું, તો હવે ત્રીજા, ચોથા અને પાંચમા ભાગમાં 'આસાવરી' (કોઈ પણ એક રાગ) પર કયાં કયં ગીતો રચાયાં છે તે જાણી શકાય છે.

Book Review: P.K.Nair’s Yesterday’s Films For Tomorrow,  પી કે નાયરનાં અવસાન બાદ, ૨૦૧૭માં Film Heritage Foundation દ્વારા પ્રકાશિત થયેલ છે.  Rajesh Devraj.દ્વારા સંપાદિત આ પુસ્તકમાં પી કે નાયરના લેખો, અંગત વાતો, વિગતવાર નોંધો,પત્રો વગેરેને ગ્રંથસ્થ કરાયેલ છે. 

The Two Worlds of Jalte Hain Jiske Liye - પોતાના પ્રેમનું પહેલું ગીત સુજાતાને સંભળાવતી વખતે અધીરને જરા પણ અંદાજ નથી કે સુજાતા સાથેનાં વિશ્વનાં તેનાં સ્વપ્નાંઓ બારીક કાચથી પણ વધારે ફટકીયાં નીવડી શકે છે, જલતે હૈ જિસકે લિયેની બે અલગ અલગ બાજુએ ફેલાયેલાં વિશ્વ પર શિરીષ વાઘમારે પ્રકાશ ફેંકે છે.

Songs of wishes, desires and expectations– fulfilled and unfulfilled - આ પ્રકારનાં ફિલ્મી ગીતોમાં चाह, तमन्ना, आरज़ू, माँग જેવા શબ્દો બહુધા વપરાતા જોવા મળે છે. મોટા ભાગનાં ગીતોમાં અધુરી રહી ગયેલી આકાંક્ષાઓની વાત હોય છે, એટલે ગીતનો ભાવ કરૂણ હોય છે. જોકે પુરી થયેલી ઈચ્છાઓનાં ગીતો પણ હોય તો છે જ. અહીં બન્ને ભાવનાં ગીતો રજૂ થાય છે.

Bollywood, Masala Movies and Family Valuesસમયની સાથે કુટુંબ અને પ્રેમ અંગેના વિચારો બદલતા જાય છે  તેમ તેમ ફિલ્મોના વિષયમાં પણ પરિવર્તનો આવતાં રહે છે..

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

Rajesh Khanna passed the baton to Amitabh Bachchan with Namak Haraam: ‘I knew my time was up’ - નમક હરામ એ સંક્રાંતિ સમય છે જેયારે અમિતાભ બચન પોતાનો સમય આવી ચુક્યાનું એલાન કરે છે અને રાજેશ ખન્ના સુધ્ધાં તેની નોંધ લે છે.

Way before Ranbir Kapoor’s coming-of-age movies, Jaya Bachchan truly embodied the carpe diem spirit in Uphaar - નવી પેઢીના રણબીર કપૂરની ફિલ્મો યે જવાની હૈ દિવાની કે તમાશામાં તે પોતાને ગમે તેમ વરતવામાં  સમાજના પ્રસ્થાપિત ચલણોને બાજુએ મુકી દે છે.  'ઉપહાર'માં જયા બચ્ચનનું પાત્ર એવો જ સંદેશો, થોડી ચેતવણી સાથે, આપે છે.

Gulzar’s Mere Apne talks about the epidemic of loneliness that swallows people of all ages - 'મેરે અપને'ના રાજકીય સંદેશ વિશે છેલ્લા પાંચ દાયકામાં ખુબ ચર્ચાઓ થઈ છે. પણ ફિલ્મમાં તે સિવાય એકલતાનો જે રોગ સમાજમાં ફેલાતો જાય છે તેની પણ વાત રજૂ થાય છે. 

Amol Palekar-Zarina Wahab’s Gharaonda explains why love doesn’t always win against money - અમોલ પાલેકર અને ઝરીના વહાબ અનિનિત 'ઘરૌંદા' પ્રેમની સામે પૈસાની તાકાતની વાત છે.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

ન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના સપ્ટેમ્બર, ૨૦૨૨ના લેખો:

જયપુરી હસરત રચિત  ગીતોનો ઝગમગાટ

બે અભિનેતાઓ, બે અંતિમો વચ્ચેની ભૂમિકાઓ

શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત કરી રહ્યા છે. સપ્ટેમ્બર, ૨૦૨૨ માં હવે નીચે મુજબ આ વાત આગળ ધપે છે .

અર્જુન હિંગોરાનીની ધમાલ એક્શન ફિલ્મ કાતિલોં કે કાતિલના સંગીતે 1981માં રીતતસર ધૂમ મચાવી

માનવ સ્વભાવને પિછાણીને કુનેહપૂર્વક નવા કલાકારોને તક આપવાની પહેલ કરી

કલ્યાણજી આણંદજી મહેમાન તરીકે સ્ટેજ પ્રોગ્રામમાં ગયા અને બે હોનહાર ગાયિકા લઇ આવ્યા

સપ્ટેમ્બર, ૨૦૨૨માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ફિલસુફીભર્યા ફિલ્મી ગીતો – कहां जा रहा है तू ऐ जानेवाले

બંદિશ એક,રૂપ અનેક (૯૧): “जा’त कहाँ हो अकेली” – કેસરબાઈ કેરકર

દાસ્તાન-કહાની (૧) : लम्बी कहानी

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં મેમ દીદી (૧૯૬૧)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

નલિન શાહના પુસ્તકMelodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ . પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણીસૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓમાં (૧૯) - શરાબમાં ડૂબેલાઓ  પ્રકરણ રજુ કરે છે.

ભગવાન થાવરાણીની શ્રેણી 'ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ' માં તેઓ ફિલ્મ મહોરું – PERSONA (1966) નો આસ્વાદ કરાવે છે.

વાદ્યવિશેષશ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને "‘પેટી’ તરીકે ઓળખાતું હાર્મોનિયમ (૧)"ને કેન્દ્રમાં રાખીને કેટલાંક નોંધપાત્ર ગીતો રજૂ કરે છે..

'ચર્ચાની એરણે ૧૯૪૩નાં ગીતો' શ્રેણીમાં હવે સ્ત્રી સોલો ગીતોની ચર્ચા હુસ્ન બાનો, સીતારા (દેવી), વત્સલા કુમઠેકર,  રાજકુમારી, કૌશલ્યા, નલીની જયવંત અને સરદાર અખ્તર, પારૂલ ઘોષ, લીલા સાવંત નાં સૉલો ગીતો થી આગળ વધે છે.  એ દરમ્યાન સોંગ્સ ઑફ યોર ૧૯૪૩નાં વર્ષનાં સ્ત્રી સૉલો ગીતોની સમીક્ષા, Best songs of 1943: Wrap Up 2., રજુ કરે છે. વિગતવાર છણાવટ બાદ  ૧૯૪૩નાં શ્રેષ્ઠ  સ્ત્રી ગાયક તરીકે અમીરબાઈ કર્ણાટકીની પસંદ્ગી કરાઈ છે.

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકથી કરીને ૨૦૨૨નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર સાથે પહેલવહેલી વાર ગાયેલ યુગલ ગીત યાદ કરવાનો ઉપક્રમ આગળ વધારીશું.

વો જબ યાદ આયે બહોત યાદ આયે - પારસમણિ (૧૯૬૩) – ગીતકાર: અસદ ભોપાલી – સંગીત: લક્ષ્મીકાન્ત પ્યારેલાલ

જા જા જારે તુઝે હમ જાન ગયે, કિતને પાનીમેં હો પહ્ચાન ગયે - સેહરા (૧૯૬૩) - ગીતકાર: હસરત જયપુરી - સંગીત: રામલાલ

અગર મૈં પૂછૂં જવાબ દોગે દિલકો મેરા ક્યોં ચુરા રહે હો - શિકારી (૧૯૬૩) - ગીતકાર: ફારૂક઼ ક઼ૈસર - સંગીત: જી એસ કોહલી

થોડાં ફંટાઈને પણ દિલીપ ધોળકિયા રચિત મોહમ્મદ રફી - લતા મંગેશકરનાં પહેલાં (ગુજરાતી ફિલ્મનાં) યુગલ ગીતો પૈકી એકને યાદ કરી લેવાની લાલચ નથી રોકી શકાતી

ઓ નાહો લિયારે …. ઓ રૂપ રસીલી - સત્યવાન સાવિત્રી (૧૯૬૩) - ગીતકાર: ભાસ્કર વોરા - સંગીત: દિલીપ ધોળકિયા


હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: