ગુણવત્તા
સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૨માં સંસ્કરણના ફેબ્રુઆરી ૨૦૨૪ના અંક માં
આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના
બ્લૉગોત્સવનાં ૧૨માં સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો -
માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' પસંદ કરેલ છે.
૨૦૨૩માં આપણે ભાવિ સ્પર્ધાત્મકતા, સતત સુધારણા અને વ્યવસાયનો હેતુ વિષયો માટેની
કેટલીક વિચારસરણીઓ બાબતેનાં વલણોની ટુંક ચર્ચા કરી હતી. આજના મણકામાં આપણે હિતધારકો સાથે અંદર
અંદર તેમ જ બહાર જ્ઞાન વહેંચણી વિશે ટુંક ચર્ચા કરીશું.
જ્ઞાન વહેંચણી એટલે સ્થાયી
સ્વરૂપે જ્ઞાન પ્રાપ્ત કરવું, તેનું વ્યવસ્થાપન કરવું અને
મહત્ત્વની માહિતિઓનું સંસ્થાની અંદર વિતરણ કરવું.
સંસ્થાની અંદર કેટલું જાણમાં છે
અને સફળ થવા માટે તેણે કેટલું જાણવું જોઈએ તે વચ્ચેનું અંતર ઘટાડવા માટે :
- જુદી જુદી ટીમો અને વિભાગો
વચ્ચે માહિતી અને વિચારોનું આદાન પ્રદાન વધવું જોઈએ.
- જ્ઞાન અને શ્રેષ્ઠ
કાર્યપદ્ધતિઓનો કેન્દ્રસ્થ સંગ્રહ ઊભો કરવો જ્યાં કર્મચારીઓ તેમનાં જ્ઞાન અને
કામ વિશેની જરૂરી માહિતીનું દસ્તાવેજીકરણ કરી શકે.
- એવું કેન્દ્રીય સાધન વિકસાવું જોઈએ જ્યાં માહિતી સામગ્રીનો સંગ્રહ એવી રીતે થાય કે હિતધારકોને જોઈતી માહિતી
શોધવામાં સમય ન બગડે.
[1]
જ્ઞાન સંચાલનનાં અર્થશાસ્ત્રને
સમજવા માટે પહેલી જરૂરિયાત છે કે જ્ઞાન સંચાલનની પહેલ દરમ્યાન સંસ્થાની અંદરના અને
બહારના નમૂનારૂપ હિતધારકો સ્પષ્ટ રીતે ઓળખાય.
જ્ઞાન સંચાલનનાં ચાર સ્તર[2] :
સ્તરો |
પ્રવૃત્તિ |
૧ |
માહિતી વ્યવસ્થાપન |
૨ |
જ્ઞાન વહેંચણી |
૩ |
અર્થઘટન, નિર્ણય પ્રક્રિયા અને નવા
પ્રયોગો અને પરિવર્તનો |
૪ |
જ્ઞાન હસ્તાંતરણ માટે
મધ્યસ્થી બનવું અને સહબંધુત્વની ભાવના કેળવવી |
એક ઘટકથી બીજાં ઘટકને જ્ઞાનનું
હસ્તાંતરણ કરવું મુશ્કેલ જરૂર છે, પણ જ્ઞાન હસ્તાતરણની એ મુશ્કેલી
સમજી અને સ્વીકારીને પછી તેને અનુરૂપ
જ્ઞાન સંચાલન વ્યુહરચનાઓ ઘડવી એ સંસ્થા માટે વધારે ફાયદાકારક પરવડે છે.
વધારાનું વાંચનઃ
Becoming
a knowledge sharing organization
Essentials
of Knowledge Management
by Bryan
Bergeron
The Ultimate
Guide to Organizational Knowledge Sharing
Next Level of
Knowledge Sharing
– Insights from an SME
હવે આપણે આપણા
નિયમિત વિભાગો તરફ વળીએ.
અને છેલ્લે આપણે Lean with Lazarus: Don’t Close the Door on the Most
Basic Quality Principles લેખ
લઈશુંં. - તો તમારી સંસ્થામાં મૂળતંઃ 'પોતાથી
જે શ્રેષ્ઠ શકય હોય તે જ કરવું' એવું
વાતાવરણ હોય તો આ પદ્ધતિઓને ખુબ બારીકીથી જોવી જોઈશે - ૧.૧ કરોડ વારમાંથી ૧ વાર જ
મરણતોલ પ્લેન દુર્ઘટના બને છે એ દૃષ્ટિએ હવાઈ મુસાફરી બહુસલામત જરૂર છે. પરંત
જ્યારે NTSB અધ્યક્ષ
જ સુચવતા હોય કે હવાઈ સફર ઉદ્યોગમાં "ગુણવત્તા નિયંત્રણની સમસ્યા" છે
ત્યારે આ ઉદ્યોગ માટે બહુ જ અપેક્ષિત બની જાય છે કે તે કેટલીક પાયાની
કાર્યપ્રણાલીઓ માત્ર સ્વીકારે એટલું નહીં
પણ તેને રોજબરોજના વ્યવહારોમાં ઝીણવટપૂર્વક અમલમાં પણ મુકે. નટ - બોલ્ટ ખોવાઈ જતા
નિવારવા માટે આ કેટલીક પ્રણાલીઓ મહત્ત્વની બની રહી શકે છેઃ
ઓછામાં ઓછા હાથ બદલા : શ્રમકેન્દ્રી પ્રક્રિયાઓ આમ પણ ભુલોનું ઘર તો હોય જ છે. તેમાં પણ એક કારીગર બીજા કારીગરને જવાબદારી સોંપતો હોય એ સમયે તો ભુલો થવાની શક્યતાઓ બહુ વધી જાય છે. મૂલ્ય હસ્તાંતરણ પ્રવાહને બારીકીથી તપાસો કે હાથબદલાની સમગ્ર સાંકળનું ઝીણવટથી વિશ્લેષણ કરતાં રહીને આવી નાની સરખી સંભાવનાઓ પણ ખોળતાં રહો. તે પછી આવી ભુલો ન થાય, કે સમયસર પકડાય, કે પછી કમસે કમ સ્તરે રહે, એ રીતે પ્રક્રિયાને નવેસરથી ઘડો. સમસ્યાનું સમાધાન બીજી વાર ન કરવું પડે એ ભાવના રહેવી જોઈએ.
ભુલો ન થાય એમ સુધારવી. ભુલ થાય જ નહી એવી પ્રક્રિયાની કલ્પના કરવી એ સાચા દૃષ્ટિકોણનું પહેલું પગથિયું છે. વાસ્તવમાં તો પ્રક્રિયા એવી બનાવવાનુ લક્ષ્ય હોવું જોઈએ કે 'પહેલી જ વાર બરાબર' બને. કામ કરવા માટે જરૂરી મદદરૂપ સુચનાઓ, ચિત્રો દ્વારા નિદર્શીત નિયમનો કે ફરજિયાતપણે કરવાનાં છે એ કામો બાબતે જરા પણ સંદિગ્ધતા ન રહે તે મહત્ત્વનું બની રહે છે.
મન લગાડેલું રહેવું. મન લગાડેલ રહેવું એટલે ધ્યાન વર્તમાનમાં હોવું. આજુબાજું ભટક્યા વિના જે કામ હાથ પર છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત રહે. એક સાથે ઘણાં કામ કરવાને મન લગાડીને કામ કરવા સાથે સુમેળ નથી. મશીન કદાચ એકથી વધુ કામ એક સાથે કરી લે, પણ માણસ માટે એ અસંભવ છે. એમ કરવા જતાં દરેક કામમાં ગુણવતા સાથે થોડુંઘણું સમાધાન થાય જ છે.
માત્ર નિષ્ઠુરપણે કામ કરતી ટીમ જ
સુનિશ્ચિત કરી શકે છે દરેક નટ-બોલ્ટ સાચા સમયે, સાચી
જગ્યાએ, યોગ્ય
તાણથી લગાવેલ હોય. .
ગુણવત્તા
સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં
ધોરણો ઊંચાં લઈ જઈએ’ વિશેની
ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન
/ અનુભવો આવકાર્ય છે.
આ અંકમાં
દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
No comments:
Post a Comment