Sunday, July 20, 2025

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૩મું - જુલાઈ ૨૦૨૫

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના જુલાઈ ૨૦૨૫ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ને જ ચાલુ રાખીશું.

આજના મણકામાં નિર્ણય વિવેકપ્રજ્ઞાઃ બહેતર સહકાર્ય વિશે આપણે ટુંક ચર્ચા કરીશું.

નિર્ણયપ્રજ્ઞાના મંચોમાં મોટા ભાગે સહકાર્યનાં સાધનો પણ આવરી લેવાતાં હોય છે, જેની મદદથી અલગ અલગ ટીમો વચ્ચે વિષયની સમજ વિશે ચર્ચાઓ શક્ય બને છે, વ્યુહરચનાઓને સાંકળી શકાય છે અને સામુહિક નિર્ણયો લેવાઈ શકે છે. પરિણામે વધારે સમાવેશી અને પારદર્શી નિર્ણય પ્રક્રિયાના વિકાસને પોષણ મળે છે.


સંશોધકો ભારપૂર્વક કહે છે કે જ્યારે માનવને કૃત્રિમ પ્રજ્ઞા, અસરકારક રીતે, સાથે મળીને કામ કરે છે ત્યારે જે સામુહિક પ્રજ્ઞા શક્ય બને છે તે નિર્ણય પ્રક્રિયાને વધારે કાયદક્ષ બનાવે છે. આજે વધારો થાય છે તેને કારણે નિર્ણયો નિષ્પક્ષપાત અભિપ્રાયો બાંધી શકે છે, બહેતર નિર્ણયો લઈ શકે છે અને કામ કરવામાં વધારે રચનાત્મકતા લાવી શકે છે તેમજ નવા નવા ઉપાયો શોધવામાં નડતી બંધિયાર તાર્કિકતાને અતિક્રમી શકે છે.

AIની બાબતે સૌથી વધુ રસપ્રદ સવાલ એ નથી કે માનવી મશિનનને હરાવી શકશે મશીન સામે હારી જશે, પણ એ છે કે બન્ને પ્રકારની પ્રજ્ઞા સાથે મળીને કેમ કામ કરી શકશે. એમ કરવામાં સંસ્થાને શું ફાળો આપી શકશે. [1] કેટલાંક સૂચનોઃ  

૧. સત્યનો એક માત્ર સ્ત્રોત પૂરો પાડશે.

૨. માહિતિ સામગ્રી આધારિત ચર્ચાને શક્ય બનાવશે

૩. વિભાગો વચ્ચેના વાડાઓ દુર કરી શકશે.

૪. ઉત્તરદાયિત્વ અને પારદર્શીતા વધારશે

૫. નિર્ણય પ્રક્રિયા ઝડપી બનાવશે

૬. સતત નવું નવું શીખવાને અને સુધારણાઓ કરવાનાં વાતાવરણને પોષણ મળશે[2] 

"Decision Back" પૉડકાસ્ટમાં એજિલિટી હેલ્થના સીટીઓ, Srikanth Victory, આ વાતને એક સૂત્ર રૂપે રજૂ કરે છે - સમજપૂર્વકનો  (AI + માનવ પ્રજ્ઞા) સહયોગ = માનવ. જ્યારે માનવી અને મશીન મળીને કામ કરે છે ત્યારે સંભાવનાઓ અનેકગણી બની જાય છે.બીજા શબ્દોમાં, AI માનવ વિવિકબુદ્ધિનું સ્થાન નથી હડપી લેતું. તે માનવ પ્રજ્ઞાને વધારે ધારદાર બનાવે છે. સમજપૂર્વક વાપરવામાં આવે તો તે સૂઝ અને અને ઝડપને અસરકારક વ્યુહરચનામાં ફેરવી નાખી શકે છે. [3]

વધારાનું વાંચનઃ

Human-AI Collaboration for Decision-Making

હવે પછીના મણકાઓમા પુરવઠા સાંકળની ગુણવત્તા અને વિશ્વસનિયતામાં સુધારણા વિશે વાત કરીશું..

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

·       ASQ TV માંથી

Sustainable competitive advantage through faster learning - નવું શીખવાનાં ઝડપી અને અસરકારક ચક્ર માટે વ્યુહરચના, આપસી કાર્યપ્રણાલીઓ અને સાધનો  તેમજ ધ્યાનકેન્દ્રિત સુધારણા પ્રયાસોની પાછળ લોકોને પેરી શકવાની ક્ષમતા વચ્ચે સબળ જોડાણ હોવું જરૂરી છે. ઘની સંસ્થાઓ « ઠીક ઠીક (good enough) » કક્ષા સુધી પહોંચી જતી હોય છે. પરંતુ, સારાંથી શ્રેષ્ઠ વચ્ચેની ખાઈ બહુ થોડી સંસ્થાઓ પાર કરી શકે છે. એ સિધ્ધ કરવા માટેની જડીબુટ્ટી ચર્ચાસ્પદ હોઈ શકે છે, પણ સખત મહેનતનો જોઈએ જ છે તે વાત નિર્વિવાદ છે. બીઝનેસ મોડેલથી ગ્રાહકને કેન્દ્રમાં રાખવું, પ્રક્રિયા સંચાલનથી ટીમ સામર્થ્ય વિકાસ, સમગ્રતયા વિચારણાથી પરિણામોમાં વધઘટનાં વિશ્લેષણ સુધી, સમપોષિત ક્રિયામૂલક શિક્ષણ (સમપોષિત સ્પર્ધાત્મક સરસાઈ) જેવું કંઈ પણ નવું શીખવાનાં ઝડપી અને અસરકારક ચક્ર વિના શક્ય નથી.

·       Quality Mag માંથી

 Quality Skills, Training That Stands the Test of Time in Manufacturing - Darryl Seland

ટૅશ આર બક્શ લખે છે, "હાઇસ્કૂલથી કામે લાગવાનાં રૂપાંતરનો તબક્કો યુવાનો માટે બહુ મહત્ત્વનો છે. એ માટે ચાર વર્ષના ડિગ્રી કોર્સ તો બહુ જૂનો અને જાણીતો માર્ગ છે, પણ કારકિર્દીના નવાં ક્ષેત્રો હવે વધારે ને વધારે વિશિષ કૌશલ્યો અને જાત અનુભવને બહુ જ મહ્તવાનાં કરી મુકેલ છે. તાજેતરમાં ભણી ઉતરેલા યુવાનો માટે નવી નોકરી એ લાગતાં પહેલાંના તાલીમી કાર્યક્રમો સારો વિકલ્પ પુરો પાડે જ છે અને સાથે સાથે બહુ માંગમાં હોય એવાં નવાં ક્ષેત્રોમાં સારી, સ્થાયી કારકિર્દીની વ્યુહાત્મક બારી પણ ખોલી આપે છે."

લીન ઉત્પાદન પ્રણાલીઓ જેવી કાર્યપદ્ધતિઓએ જેમ ઉત્પાદન ક્ષેત્ર માટે દાયકાઓ સુધી ઉપયોગી નીવડી છે એમ કારિકિર્દીની નવી નવી માંગને પહોંચી વળવા માટે આ સલાહ બહુ સચોટ નીવડી શકે છે.

આ સંદર્ભમાં આ વધારાનું વાંચન બહુ ઉપયોગી નીવડી શકે છે.:

ટૅશ આર બક્શનો લેખ’, "Investing in Skills Today Ensures a Competitive Edge Tomorrow", અને

પૉડકાસ્ટ - Versatile Training for an Ever-Changing Industry.


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: