Sunday, October 23, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - ઓક્ટોબર ૨૦૨૨

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  ઓગસ્ટ ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકમાંથી ગીતાંજલિ મુરારીનો લેખ, અલગતાપણામાં પડી રહેલું ભંગાણ / Collapsing Separateness, આ મહિને પસંદ કરેલ છે.

એ લેખનું સંક્ષિપ્ત સંસ્કરણ અહીં રજુ કરેલ છે

છેલ્લી બેએક સદીમાં વિજ્ઞાને જે પ્રગતિ કરી છે તેણે માનવી માટે પૃથ્વીના દરેક ભાગમાં થતા માનવજીવનના અનુભવોની સર્વવ્યાપકતા પર ભાર મુકી આપતાં બહુ વિશાળ મેદાનને ખુલ્લું કરી આપ્યું છે.  

વૈજ્ઞાનિક નવીનીકરણના ચમત્કારને પ્રકાશ પાડતાં સ્વામી વિવેકાનંદ સમજાવે છે કે, 'વિચારની શક્તિથી મહાનતમ બળ પેદા થાય છે. વિચારનું ઘટક જેમ ઝીણું તેમ તે વધારે શક્તિશાળી બને છે. વિચારની શાંત શક્તિ લોકોને દૂરથી પણ પ્રભાવિત કરી શકે છે, કેમકે મન જેમ એક છે તેમ અનેક પણ છે. આખું વિશ્વ કરોળિયાનું એક જાળું છે અને આપણાં મન તેમાંના કરોળિયા છે.' આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટનાં રૂપમાં આ વાત વાસ્તવિક બની ગયેલ છે. થોડીક જ સેકંડોમાં દુનિયાના કોઈ પણ છેડાનાં લોકો અપ્રત્યક્ષ સ્વરૂપે એકબીજાંને એવી રીતે મળી શકે છે કે જ્ઞાનના તો બધા જ અંતરાયો ખડી પડ્યા છે.

પતંગિયા પ્રભાવ[1]ના સિદ્ધાંત અનુસાર તો પતંગિયાની પાંખનો ફફડાટ દુનિયાને બીજે છેડે ચક્રવાત

સર્જી શકે છે. આધુનિક ઇન્ટરનેટ તો માત્ર ભૌતિક અંતરની બાબતમાં જ નહીં પણ માનસિક અંતરની બાબતમાં પણ તેના કરતું અનેક ઘણું ઝડપી છે. પરિણામે, મન મન વચ્ચેનાં અંતર ઘટી ગયાં છે. આજથી લગભગ સો વર્ષ પહેલાં તેમનાં વ્યક્તવ્ય 'વેદાંત અને તેની ભારતીય જીવનમાં પ્રસ્તુતતા' /‘Vedanta and Its Application to Indian Lifeમાં સ્વામી વિવેકાનંદે ભાખ્યું હતું કે, 'સમાજ શાસ્ત્ર કે રાજકારણમાં જે પ્રશ્નો દસેક વર્ષ પહેલાં માત્ર રાષ્ટ્રીય કક્ષાના હતા તેમનું હવે દેશના સીમાડામાં પણ સમાધાન નથી થઈ શકતું. એ હવે બહુ વિશાળ અને ગંજાવર સ્વરૂપ લઈ રહ્યા છે. તેનું સમાધાન તો હવે આંતરરાષ્ટ્રીય સ્તરના ધોળા દિવસે જ આવી શકે તેમ છે.’ આજે પણ આ કેટલું સાચું છે!

વધુને વધુ વૈવિધ્યને આવરી લેવા માટે ઇન્ટરનેટ સતત વિકસતું રહે છે. આ બાબતે તે વૈવિધ્યને સદા બિરદાવતી કુદરતનું જ પ્રતિબિંબ પાડવા તરફ જતું જણાય છે. આ જ સિદ્ધાંત માનવ જાતને પણ લાગુ પડે છે. આપણે બધાં એકબીજાંથી સાવ જુદાં જ દેખાવા ઉપરાંત આપણી આગંળાંની છાપ, વ્યક્તિત્વ, ગમા અણગમા, વર્તણૂક, અને ભગવાન સુદ્ધાં આગવાં જ હોય છે. ૩ જાન્યુઆરી, ૧૮૯૫ના રોજ જસ્ટિસ સુબ્રમન્ય આઈયરને લખેલા પત્રમાં સ્વામી વિવેકાનંદ લખે છે, 'જાતિ એટલે સર્જન. હું એક છું અને અનેક બનું છું. સર્જન પહેલાં ઐક્ય છે, સર્જન વૈવિધ્ય છે. જો આ વૈવિધ્ય અટકી પડે તો સર્જન નાશ પામે. જ્યાં સુધી પ્રજાતિઓ જોમવંત અને સક્રિય છે ત્યાં સુધી તેમણે વિવિધતા પેદા કરતાં રહેવું જોઈએ. જ્યારે તે વૈવિધ્ય પેદા કરતાં અટકે કે તેને અટકાવી દેવામાં આવે, તો તે ખલાસ થઈ જાય છે.’

ડિજિટલ યુગ પૂર્વે, માણસ જ્યારે પોતાનાં જ્ઞાન કે ક્ષેત્રની બહાર અન્ય સંસ્કૃતિઓ જોતો ત્યારે ખુબ ખુશ થતો, પણ તે સાથે જ તેણે પોતાની શક્તિ વાપરીને.સામાજિક યથાસ્થિતિ જાળવી રાખવાને બહાને  ત્યાંની આદિ જાતિઓને ક્યાં તો પોતાને તાબે કરી કે પછી પોતાની જ સંસ્કૃતિમાં પળોટી નાખી. એ સમયમાં અલગ અલગ સમાજો વચ્ચે જે અલગતા હતી તે શાબ્દિક અને લાક્ષણિક રીતે મહાસાગરોના અંતરોમાં જુદી પડતી હતી. જસ્ટિસ આઈયર પરના ઉપર જણાવેલા પત્રમાં જ સ્વામી વિવેકાનંદ ઉમેરે છે કે, 'અત્યારની વર્ણવ્યવસ્થા એ ખરેખર જાતિ નથી પણ તેના વિકાસમાં અવરોધ છે. તેણે જાતિનેની જ્ઞાતિ કે વૈવિધ્યની મુક્ત પ્રવૃત્તિ કરવામાં રોક લગાવી છે.’

ડિજિટલ યુગમાં આપણા વિચારો અને ખ્યાલોના આપસી સતત વિનિમયથી થતાં આપસી જોડાણને પરિણામે ઘણાં લોકોને પોતાનું આગવું મંતવ્ય ખોળવામાં મદદ મળી છે. એક દસકા પહેલાં જે સહ્ય કે સ્વીકાર્ય હતું તે હવે સુક્ષ્મ તપાસના દાયરામાં આવી ગયેલ છે.

માનવીનાં મૂલ્યોમાં સતત થતાં પરિવર્તનનું પ્રતિબિંબ વૈજ્ઞાનિક વિકાસમાં પડે છે. જે જેમ વધારે ઉચ્ચ કક્ષાના સંતોષની આપણી જરૂરિયાત વિકસતી જાય છે તેમ તેમ ટેક્નોલોજિઓ પણ વિકસતી જાય છે.  માસ્લોની જરૂરિયાતો ચડતી શ્રેણી જેમ છેક ટોચ પર સ્વ-યથાર્થીકરણ તરફ દોરી જાય છે તેમ જીવશાસ્ત્રી અને દાર્શનિક, જુલિયન હક્ષલી માને છે કે માનવી અસ્થાયી સંતોષ તરફથી સ્થાયી સંતોષની સ્થિતિ તરફ વહે છે. એ સફરમાં તે એક એક તબક્કો પસાર કરતાં કરતાં આખરે સંપૂર્ણ અને શાશ્વત પરિપૂર્ણતાની કક્ષાએ પહોંચે છે.સ્વામી રંગનાથાનન્દ આ સફરને 'અનેક ઉંચાઈનોને સર કરવાનું' સાહસ કહે છે અને તેમાં સક્રિય લોકોને 'યાત્રાળુઓની મહાન કતાર' કહે છે. …. તમે કંઈ જતું કરો છો કેમકે બદલામાં તમને કંઈ વધારે સારૂં, વધારે મૂલ્યવાન મળે છે, જે આધ્યાત્મિક અનુભૂતિનાં સર્વોચ્ચ સ્તરે પહોંચે છે.'

માનવતાની પૂર્ણતાની ખોજની સાથે સાથે ભવિષ્યની ટેક્નોલોજિઓ વધારેને વધારે અત્યાધુનિક થતી જશે. એક તરફ અસમાનતાઓમાં ઘટાડો થશે તો બીજી તરફ અન્યાયોનાં નવાં નવાં સ્વરૂપો પણ દેખાવા માડશે. આપણે એક બધાં સાથે વધારે અટપટી રીતે જોડાયેલાં હશું એટલે આ અન્યાયોની અસર વધારે ઝડપી અને વધારે ઉગ્ર નીવડશે.

સંપૂર્ણ સુખાકારીમય સ્વતંત્રતા અને સમાનતા મેળવવાં એ આપણો જન્મસિદ્ધ હક્ક છે. સ્વામી વિવેકાનંદ ભારપૂર્વક જણાવે છે કે,'માત્ર સ્વ વિશેનાં જ્ઞાન વડે જ આ શક્ય છે. સર્વાંગ સુખાકારી મેળવવાના બીજા બધા પ્રયાસો શુભાશયી હોવા છતાં અલ્પજીવી હશે.'

અર્થપૂર્ણ, અને પરિણામે શાશ્વત આનંદનું, જીવન પ્રાપ્ત કરવા આપણા પ્રયાસોની સફળતાનો આધાર માત્ર સ્વાર્થને ત્યજીને સંપૂર્ણ સુખાકારીના સ્રોત ભણી આગળ વધવાના આપણા અનુભવોને આપણે કેટલા શુદ્ધ કરી શકીશું તેના પર છે. 

આપણી સમસ્યાઓના કાયમી અંતની જે થોડી ઘણી પણ શક્યતા છે તે ઇન્ટરનેટનાં હાલનાં વ્યાપક અને સમાવેશી સ્વરૂપ દ્વારા આપણી આંતરિક સહજ વૃત્તિ અને બાહ્ય પ્રકૃતિ સમજવા માટે જરૂરી  એવી જિજ્ઞાસા પેદા કરે એવાં વ્યાપક અને સમાવેશી થવામાં અને અને આંતરિક 'વૈભવ'ને અલગતાને કાયમ માટે નષ્ટ કરવામાં રહેલ છે.

વધારાનું વાંચન:

Man’s Search of Meaning[2] - Victor E. Frankl - ફ્રોઈડની 'સુખ માટેની ઈચ્છાપૂર્તિ' કે ઍડ્લરની 'પ્રભાવ માટેની ઈચ્છાપૂર્તિ'ની જેમ ફ્રેક્લનું ધ્યાન માનવીના પ્રેરણા બળ તરીકે 'અર્થપૂર્તિની ઈચ્છા' પર કેન્દ્રીત થાય છે.

4 Keys to your life's meaning - Dr. Viktor Frankl

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Data Storage And Analysis -  વિશાળ માહિતીસામગગ્રી (big data) જવાબદારી પણ સાથે સાથે જ લાવે છે. એ વિશેના પડકારો ઝીલવા માટે ગુણવત્તા વ્યાવસાયિકો પાસે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય પણ છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ

  • Organizations Need Committed People to Succeed - સ્પષ્ટ વાત તો એ છે કે જ્યારે સંસ્થામાં
    પરિવર્તનો થતાં હોય ત્યારે જો કોઇ ફરીથી એ બાબતે કમર કસી ન શકે તો તેણે જે સંસ્થાની સંસ્કૃતિ સાથે પોતાનો સ્વભાવ મેળ ખાતો હોય ત્યાં જતાં રહેવું સારૂં. … આનો અર્થ એમ નથી કે તમે સંસ્થા પ્રત્યે આંધળી ભક્તિ સેવો. આ વિધાન કદાચ દંભી પણ લાગશે. જોકે 
    પરિવર્તનો થતાં હોય ત્યારે જો કોઇ ફરીથી એ બાબતે કમર કસી ન શકે તો તેણે જે સંસ્થાની સંસ્કૃતિ સાથે પોતાનો સ્વભાવ મેળ ખાતો હોય ત્યાં જતાં રહેવું સારૂં. … આનો અર્થ એમ નથી કે તમે સંસ્થા પ્રત્યે આંધળી ભક્તિ સેવો. આ વિધાન કદાચ દંભી પણ લાગશે. જોકે, કેટલાંક અગ્રણીઓ ઉભય તરફી વફાદારીનું મહત્ત્વ સમજે છે. … એ વાતે નવાઈ ન લાગે કે જે કર્મચારી સંસ્થાનાં નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ અને માન ધરાવે છે તે લોકો, મોટા ભાગે,વધારે સામર્થ્ય અનુભવે છે અને તેમનાં શ્રેષ્ઠ યોગદાન માટે આપોઆપ જ પ્રેરીત રહે છે – એ લોકો બહુ જ સંન્નિષ્ઠ માનવ શક્તિ નીવડે છે.…. જે સંસ્થાઓમાં ખુબ જ સંન્નિષ્ઠ કર્મચારીગણ હોય છે તે સામાન્યપણે તેમનાં હરીફો કરતાં સારી કામગીરી બતાવી શકે છે. જોકે, બદલામાં કર્મચારીને પણ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સ્વરૂપે બદલામાં કંઈ મળે તે ઈચ્છનીય પણ છે અને જરૂરી પણ છે. ... નિષ્ઠા તમારી જાતને, તમારાં કુટુંબને, તમારા મિત્રોને અને તમારી સંસ્થાને તમારા તરફથી મળતી એક બહુમૂલ્ય ભેટ છે. એ સંક્રામક પણ બની શકે છે ! સન્નિષ્ઠપણું તમારાં અને તમારી આસપાસનાં લોકોનાં જીવનને બહુ અર્થપૂર્ણ વળતર આપી શકે છે.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો લેખ

  • Prepare for the Worst, Hope for the Best - મંત્ર કવયિત્રી અને કર્મશીલ માયા એન્જુલુ અને વેચાણ નિષ્ણાત ઝિગ ઝિગ્લરે ગાજતો કરેલ છે. - તેનં ખુબ જ ઝીણવટભર્યાં સ્વરૂપમાં તે વ્યક્તિત્વને અનાવૃત કરી નાખનાર,જ્ઞાન-પ્રક્રિયાત્મક, ઉપચાર છે. ... તત્વતઃ એ વિધાનનો સાર એ કે ગમે એટલું ખરાબ થાય તો પણ આપણને તે વિશે, કમસે કમ, ખબર તો હોય, એટલે તેની સાથે કેમ કામ પાર પાડવું તે માટે આપણે ઘણે અંશે તૈયાર રહી શકીએ છીએ.… અનાવૃત ઉપચાર એક કદમ આગળ ચાલે છે. જે પ્રવૃત્તિ કર્યા પહેલાં જ તેનાં પરિણામમાં ખોટું થશે કે કંઈક ઘાતક નીવડશે એવો ભય સતાવ્યા કરતો હોય તે પ્રવૃત્તિને બહુ જ નિયમન હેઠળ વારંવાર કરાવડાવીને એ ભયને વાસ્તવિકતામાં ફેરવી નાખવામાં આવે છે.  જેમ જેમ તે વારં વાર કરવાનો અનુભવ થતો જાય અને જેમ જેમ તેનાં પરિણામ ઘાતક નથી આવતાં એવો વિશ્વાસ બેસવા લાગે તેમ તેમ એ પ્રવૃત્તિ માટેનો આપણો અણગમો શાંત થવા લાગે છે. … વ્યક્તિઓ, વ્યાવસાયિક સંસ્થાઓ અને સરકારો જુદા જુદા આભાસી અભ્યાસો દ્વારા આ કામ કરે છે. તમે ધ્યાનથી યાદ કરશો તો કદાચ યાદ આવશે કે અજાણી ખુરશી પર બેસતાં પહેલાં આપણે ત્ને થોડી ચકાસી લેતાં હોઈએ છીએ, કે દરવાજાને તાળું માર્યા પછી બરાબર બંધ થયું છે કે નહીં તે તપાસવા તેને ખેંચી જોતાં હોઈએ છીએ. ...તૈયારીની આવી ચકાસણી બીજાં બધાં ક્ષેત્ર  કરતાં ઉત્પાદન ક્ષેત્રે, અને તેમાં પણ ગુણવત્તાની બાબતમાં તો ખાસ, કદાચ સૌથી વધારે પ્રયોજાતી જોવા મળે છે.... …. ગુણવત્તા પ્રક્રિયાઓ ઉત્પાદનો માટે માત્ર ભરોસો જ નથી વધારતી પણ તેનું ઉત્પાદન કરતી સંસ્થાઓની તંદુરસ્તી પણ વધારે છે. ..  જોખમની સાથે કામ લેવાને વધારે સરળ બનાવતી અનેક પ્રક્રિયાઓ પૈકી એક લીન ઉત્પાદન છે. … જેનેવીવ ડિસિંગના લેખ Why Lean Principles Stand the Test of Time ની મુલાકત લેવાથી તેના વિશે વધારે જાણી શકાશે.


'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.


              



[1] Chaos: The science of butterfly effect



[2] 



Thursday, October 20, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - સ્નેહાપ્રભા પ્રધાન, નિર્મલા, રાધારાની

 સ્નેહાપ્રભા પ્રધાનનાં સૉલો ગીતો

આ નયા તરાના ગાયેં, આ જગમેં આગ લગાએ - ભાગ ૧ અને ૨ - નયા તરાના - કોરસ સાથે - ગીતકાર: વલી સાહબ - સંગીત: અમીર અલી

યાદ કોઈ આ રહા હૈ - નયા તરાના - ગીતકાર: વલી સાહબ - સંગીત: અમીર અલી

મેરે પ્રાણોંમેં બસ કે રહે, નૈનોં સે દૂર ક્યું - નયા તરાના - ગીતકાર: વલી સાહબ - સંગીત: અમીર અલી

આઈ મીરા પ્રભુ કે પાસ, નૈનન કે સાગર મેં લેકર દર્શનકી પ્યાસ - નયા તરાના - ગીતકાર: વલી સાહબ - સંગીત: અમીર અલી

નિર્મલાનાં સૉલો ગીતો

૧૯૪૩નાં વર્ષ માટે નિર્મલાનું એક સૉલો ગીત - ઓ મોરે સૈયાં, જિયા કલ્પાયે ચૈન ન આ યે (કાનુન) - ઇન્ટરનેટ પર નથી મળી શક્યું.

બોલો બોલો રે સજનવા મૈં તેરી ક્યા - કાનુન - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

સુનો ફરિયાદ મેરી સુનો ફરિયાદ મેરી - કાનુન - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

સૈયાં ખડે મોરે દ્વાર કાર કરૂં કા કરૂં - કાનુન - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

રાધા રાનીનાં સૉલો ગીતો

૧૯૪૩નાં વર્ષ માટે રાધા રાનીએ 'પરાયા ધન' માટે ગાયેલં ૫ સૉલો ગીતો ઇન્ટરનેટ પર નથી મળી શક્યાં.

મનમોહન મુખડા મોડ ગયે ઔર બસે બિદેસ, રોતી વૃશભાન કુમારી (કાશીનાથ) Memorable Songs of 1943 માં સમાવી લેવાયું છે. 

મેરે દુખોંકી રૈના કટી, સુખ ચૈન ભરી ભોર સુહાની આઈ રે - કાશીનાથ - ગીતકાર: પંડિત ભુષ્ણ - સંગીત: પંકજ મલ્લિક

બન કે પંછી  …. તુમ કિસ ઔર સિધારે - કાશીનાથ - ગીતકાર: પંડિત ભુષ્ણ - સંગીત: પંકજ મલ્લિક

હિંદી ફિલ્મ ગીત કોશમાં આ ગીત માટેનાં ગાયિકાની ઓળખ નથી કરાઈ.

Sunday, October 16, 2022

રોજર ફેડરર - ટેનિસ કોર્ટ પર, કે બહાર, મત્રંમુગ્ધ કરતું એક યુગપ્રવર્તક વ્યક્તિત્ત્વ

 


રોજર ફેડરર (જન્મ: ૮ ઓગસ્ટ ૧૯૮૧)નું નામ ટેનિસના ઇતિહાસમાં ૨૧મી સદીની શરૂઆતમાં જ
 ટેનિસના નવા યુગના પ્રવર્તક લેવાતું રહેશે. પ્રબળ શક્તિથી રમાતી રમતના ટેનિસના યુગમાં તકનીકની સાથે સાથે રમતની શૈલીને કળાત્મક સહજતાથી આત્મસાત કરી શકવાની તેમની ક્ષમતાને કારણે ૨૦૦૩માં સૌ પ્રથમવાર વિમ્બલ્ડન ખિતાબ જીત્યા બાદ પછીના એક દસકાથી પણ વધારે વર્ષો સુધી દરેક પ્રકારની સર્ફેસપર, રફાએલ નદાલ અને નોવાક જૉકોવિચ જેવા એટલાજ મહારથી પ્રતિસ્પર્ધીઓ હોવા છતાં, તેમનું આધિપત્ય આગવી રીતે જ બનેલ રહ્યું.  

પ્રોફેશનલ ટેનિસમાંથી સ્વૈચ્છિક નિવૃતિ લેવાના તેમના નિર્ણયે ટેનિસની રમત સાથેની મારી કેટલીક યાદોની નોંધ લેવાની સાથે તેમની કારકિર્દીમાંથી આપણને સૌએ તારવવા જેવા કેટલાક પદાર્થપાઠોની પણ નોંધ લેવાનું મન થાય છે.

ટેનિસ પ્રત્યેનો મારો 'પ્રેમ' '૬૦ના દાયકામાં એન્જિનિયરિંગ કૉલેજના ટેનિસ કૉર્ટને જોતાં જોતાં એ સમયે અંગ્રેજી અખબારો વાંચવાના મહાવરાના ભાગ રૂપે ખેલ જગતનાં પાનાંઓ પર રોડ લેવર ,રોય એમર્સન કે સ્ટાન સ્મિથ અને (ભારતના) રામનાથન કૃષ્નન, જયદીપ મુખર્જી કે પ્રેમજિત લાલના કારનામાંઓ વાંચીને ખીલવાનો શરૂ થયેલો.

૭૦ના દાયકામાં ભારતમાં ટેલીવિઝને પદાર્પણ કર્યું ત્યારે ટેનિસમાં બ્યૉર્ન બૉર્ગની આગેવાની હેઠળના જિમી કોનર્સ, ઈલી નસ્તાસે  કે આર્થર એશ અને (ભારતના) વિજય અમૃતરાજ જેવા ફેશનેબલ ગણાતા યુવાન ખેલાડીઓનો દસકો હતો. એ સમયે ટેલીવિઝન પર આ સ્પર્ધાઓ લાઇવ જોતાં જોતાં ટેનિસની રમતની સમજણ પણ વિકસી. '૮૦ના દાયકામાં (૧૯૮૫માં) ૧૭ વર્ષની ઉમરે અનસીડેડ ખેલાડી તરીકે બોરિસ બેકરના વિમ્બ્લ્ડન વિજયે 'બુમ બુમ' પાવર ટેનિસના ખેલના યુગનો પ્રાંરંભ કર્યો. હવે સર્વ અને વૉલીની શૈલીના વિલયની સાથે પહેલી પાવર સર્વિસમાં જ ગેમ જીતવાના આંકડાઓની સરખામણી થવા લાગી.

'૯૦ના દાયકામાં હવે લાંબી લાંબી ચાલતી મેચો જોવાનો સમય તો બહુ મળતો નહીં, પહેલાં સ્ટિફન એડબર્ગ જેવા ખેલાડીનોની રમત આકર્ષણનું કેન્દ્ર રહેતી તે દાયકાના અંતમાં આન્દ્રે ઍગસી અને તે સાથે સાત વિમ્બલ્ડનની સાથે ૧૪ ગ્રાંડ સ્લેંમના વિક્રમ સર્જક 'પિસ્તોલ પીટ' તરીકે જાણીતા થયેલા પીટ સૅમ્પ્રાસની ધીર ગંભીરતાભરી આક્રમક શૈલી ટેનિસ માટેનું આકર્ષણ ટકાવી રહી.

‘90ના દાયકાના અંતમાં ટેનિસની ક્ષિતિજ પર એક નવા સિતારાનો ઉદય થવા લાગેલો. સર્વપ્રથમ વાર વિમ્બલ્ડનનો પુરુષ એકલ ખિતાબ મેળવ્યો તેના બહુ પહેલેથી જ રોજર ફેડરરના પિતાએ તેનામાં ટેનિસની આગવી પ્રતિભાની ઓળખ તો કરી લીધી હતી. તેઓ તેને ટેનિસના ૧૦૦ ખેલાડીઓમાં સ્થાન મેળવી લેવાનાં સ્વપ્ન સેવવાનું સમજાવતા જેથી જે આવક થાય તેમાંથી રોજર પોતાની સફરોનો ખર્ચ કાઢતો થઈ જાય.

જોકે કિશોર વયનો  ફેડરર  પોતાનાં ઘરથી ૧૦૫ માઈલ દૂર આવેલ નેશનલ ટેનિસ સેન્ટરમાં તાલીમ લેતાં લેતાં ઘરની યાદમાં ઝૂરતો રહેતો.  તેમાં પણ જો પોતે મેચ હારે તો પછી ક્યાંય સુધી એકલો બેસીને તે આંસુ સારતો.  સ્ટીફન એડબર્ગ, સેમ્પ્રસ અને બોરિસ બેકર તેના આદર્શ હતા. એ લોકોના શ્રેષ્ઠ સ્ટ્રોક્સની તે નકલ કરવાણી કોશિશ કરતો, પણ એક વાર મેચ શરૂ થાય એટલે તે એમાં એટલો ખોવાઈ જતો કે આ શૉટ્સની નકલ કરવામાં તેને  કામયાબી ન મળતી. પછીથી લાંબા સમય સુધી પોતાના આવા નિર્ણયો માટે તેને પસ્તાવો થયા કરતો.

 ૧૯૯૮માં જુનિયર વિમ્બલ્ડન જીત્યા બાદ ટેનિસ વિશ્વમાં તેની નોંધ લેવાવાનું શરૂ થઈ ગયું હતું. પણ તેનો ગરમ મિજાજ સ્વભાવ તેની સફળતાને આડે આવતો હતો. મે ૨૦૦૧ની હેમ્બર્ગ માસ્ટર્સની પ્રારંભિક મેચમાં આર્જેન્ટીનાના ફ્રાંકો સ્ક઼્વીલેરીની સામે ૬-૩, ૬-૪ની કારમી હારે તેની આંખ ઉઘાડી નાખી. એ મૅચ દરમ્યાનની તેની ખરાબ વર્તણૂક તેને પોતાને જ એટલી બધી ખુંચી કે તેણે ગાંઠ વાળી લીધી કે હવે ગમે તેવા વિપરિત સંજોગોમાં પણ મગજ ગરમ ન જ થવા દેવું.  

તેની તે પછીની કારકિર્દી સફળ થવાના ધગધગતા લાવાના પ્રવાહ અને ચિત્તને શાંત રાખવાના બે અંતિમો વચ્ચેનાં આદર્શ સંતુલનનું અનુકરણીય ઉદાહરણ બની રહી. તેનું મન અને શરીર હવે ઘડિયાળના નાના અને મોટા કાંટાના તાલના એકરાગમાં કામ કરતાં હતાં. તેનાં પરિણામ રૂપે તેને અઢળક સફળતાઓ તો મળી જ પણ તેના વિશાળ ચાહકો માટે તેની દરેક મૅચ એક મનોરમ્ય અનુભવની સ્મૃતિ બનવા લાગી.

શબ્દોમાં આ જેટલું વંચવું ગમે છે તેટલું સહેલું રોજર ફેડરર માટે આ બધું અમલમાં મુકવાનું સહેલું જ તો નહોતું . એ જ વર્ષની  વિમ્બલ્ડન સ્પર્ધાના ચોથા દૌરમાં સૅમ્પ્રસને હરાવ્યા પછીના બીજા જ રાઉન્ડમાં ટિમ હેન્મને તેને શિક્સત આપી. તેની આ હાર રોજર ફેડરર માટે બીજો આંખ ઉઘાડનારો અનુભવ હતો.

તેને તે સમયે ભાન થયું કે આવડત અને સ્વસ્થ ચિત્તની સાથે શિસ્તનું મિશ્ર થાય તો જ સફળતાનું સાતત્ય ઉપલ્બધ થાય. નિયમિત તાલીમ, મેચના સમયથી ખાસા વહેલાં પહોંચવું, રાતની મીઠી ઊંઘ લેવી જેવી નાની નાની વિગતોનું અગત્ય હવે તેને સમજાવા લાગ્યું.

ઓગસ્ટ ૨૦૦૨માં તેના માર્ગદર્શક અને  એક સમયના કૉચ પીટર કાર્ટરનાં રોડ અકસ્માતમાં થયેલ નિધને રોજર ફેડરરને તેની નિયતિનું ભાન કરાવી આપ્યું. રોજર ફેડરરે એ મૃત્યુને પોતાની સફળતાની વેદીમાં આહુતિના સ્વરૂપે લઈ લીધી.

૨૦૦૩માં માર્ક ફિલીપૌસિસ સામે વિમ્બલ્ડન ફાઈનલની જીત તેનું મીઠુંમધુરૂં ફળ બની રહી. એ પછીની દરેક સફળતા અને નિષ્ફળતામાંથી રોજર ફેડરરે શીખેલા દરેક પદાર્થ પાઠ તેને વધારે નમ્ર, પરિપક્વ અને દરેક પ્રકારની સર્ફેસ પર ઉચ્ચ સફળતા માટે તલપાપડ બનાવતા રહ્યા.

૨૦૦૯ની તેની ફ્રેંચ ઓપનની જીત રોજર ફેડરર માટે તેની કારકિર્દીની સૌથી વધારે પ્રિય જીત બની રહી. ચોથા રાઉન્ડમાં બે સેટ હાર્યા બાદ ત્રીજામાં બ્રેક પૉઈન્ટના ઉંબરેથી તેને જે રીતે રમતની બાજી પલટાવી નાખી તે તો ટેનિસ ઈતિહાસની સુવર્ણ ક્ષણમાં અંકાઈ ગઈ છે. ફ્રેંચ ઓપનના એ ખિતાબે તેને ફ્રેડ પેરી, ડોન બડ્જ, રોડ લેવર, રોય એમર્સન અને આંદ્રે ઍગસી પછી કારકિર્દીમાં લાગલગાટ સળંગ ચારે ચાર ગ્રાંડ સ્લૅમ વિજેતા બનેલો છઠ્ઠો ખેલાડી પ્રસ્થાપિત કરી આપ્યો. (તે પછીથી આ કરતબ તેના મહાન સમકાલીન સ્પર્ધકો રાફાઍલ નદાલ અને નોવાક ડ્જોકોવિક પણ સિદ્ધ કરી ચૂક્યા છે.)

રેકૅટ, સર્ફેસ, પહેરવેશ, તાલીમ, મેચ પૃથ્થકરણ વગેરેમાં નવી નવી ટેક્નોલોજિઓએ કરેલા ફેરફારોને કારણે ટેનિસની રમતમાં કળા અને કૌશલ્ય કરતાં ટેકનીકનાં વધતાં જતાં ચલણના મહત્વના નવા યુગમાં રોજર ફેડરરની શૈલીમાં કળા, કૌશલ્ય, પ્રતિબધ્ધતા અને કમ્પ્યુટરની ઝડપે કામ કરતી આંતરસ્ફુરણાનૂં અદ્‍ભૂત મિશ્રણને કારણે જ રોજર ફેડરર ટેનિસના યુગપ્રવર્તક ખેલાડી તરીકેનું સ્થાન પામ્યા. તેમની આટલી સુદીર્ઘ, ગતિશીલ અને સ્પર્ધાત્મક કારકિર્દીમાં તેમણે એક પણ ટુર્નામેન્ટમાંથી ઈજાને કારણે પીછેહઠ નથી કરી તે પણ એક અનોખો રેકોર્ડ જ છે.

બધતી વયને કારણે નાની મોટી ઈજાઓને ન ગણકારતા રોજર ફેડરરને નિયતિ હજુ વધારે તાવવા ધારતી હતી. ૨૦૧૬માં તેમની દીકરીઓને નવડાવતાં તેમનો પગ લપસ્યો અને ડાબા પગનો ગોઠણ સુજી આવ્યો ! જોકે એ શસ્ત્રક્રિયા પછી ૨૦૧૭ની ઑસ્ટ્રેલિયન ઓપનમાં તેમણે નદાલને હરાવીને પોતાની કારકિર્દીનું ૧૮મું ગ્રાંડ સ્લૅમ ટાઈટલ જીત્યું.

ફરી સિદ્ધ થયેલી આ સફળતાને પણ તેઓ વધતી જતી વયને કારણે શરીરની મર્યાદાઓ સામે અકિંચન થઈને આજે ત્યજી રહ્યા છે. તેમના વિદાય સંદેશમાં તેઓ  કહે છે તેમ ૨૪ વર્ષ સુધી ૧,૫૦૦થી વધુ મેચ સુધી સાથ આપેલ તેમનાં શરીર દ્વારા હવે ૪૧મા વર્ષે જે સંદેશ તેમને અંદરથી મળી રહ્યા છે તેમનો તે સહજપણે સ્વીકાર કરે છે.

જીવનના દરેક તબક્કે અપ્રતિમ સફળતા જ સિદ્ધ કરવાની તીવ્ર ઝંખના સેવવી અને તેને માટે જે કંઈ ભોગ આપવા પડે તે આપવા એ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્વ એ દોડના કયા તબક્કે હવે માનભેર નિવૃત્તિ લઈ લેવી તે પણ સફળ વ્યક્તિત્વનો એક બહુ વિરલ ગુણ છે. મહાન ક્રિકેટર વિજય મર્ચંટ હંમેશાં કહેતા કે તમે ક્યારે નિવૃત થશો એમ લોકો પુછે તેના કરતાં 'અરે, અત્યારમાં કેમ?' એ સવાલ પૂછે એ સમયે જ નિવૃત્ત થવું જોઈએ.

તેમની રમતની શૈલી, ખેલ પ્રત્યેનો અભિગમ અને વધારેમાં વધારે ગ્રાંડ સ્લૅમ જીતવા માટેની બળબળતી ધગશ ને તેના માટેની પ્રતિબધ્ધતા ઉપરાંત એક અનોખું પાસું તેમના સમકાલીન સ્પર્ધકો સાથેનાં તેમના આગવાં સમીકરણનું રહ્યું છે. ત્રીજી જુલાઈ, ૨૦૨૨ના રોજ વિમ્બલ્ડનની ૧૦૦મી જન્મજયંતિની ઉજવણી[1] સમયે વિમ્બલ્ડનના અનેક મહાન ભૂતપૂર્વ વિજેતાઓ હાજર રહેવાના હતા. જોકે કોઈ અકળ કારણસર રોજર ફેડરર ત્યાં હાજર રહેવા માટે અવઢવમાં હતા. પણ આખરે ટેનિસ પ્રત્યેના પ્રેમ અને વિમ્બલ્ડ્નને કારણે તેમને પ્રાપ્ત થયેલ આઠ વાર ચેમ્પિયન થવાની  અભૂતપૂર્વ ઐતિહાસિક સિદ્ધિએ પલડું હાજરી તરફ ઝુકાવી દીધું. રોડ લેવર, સ્ટેન સ્મિથ, મેકેએન્રો, બોર્ગ જેવા દંતકથા સમાન ખેલાડીઓ અને નદાલ અને ડ્જોકોવિક જેવા સમકાલીન સ્પર્ધકો વચ્ચે તેમને મળતું અપ્રતિમ સન્માન અને એ લોકો સાથે તેમની મળવાની ખુબ સહજ રીત તેમને એક સામાન્ય ખેલાડીથી બહુ જ ઉપર કેમ મુકવામાં આવે છે તે સમજવા માટે પુરતું બની રહે છે.

ફેડરર, નદાલ અને ડ્જોકોવિક અલગ અલગ શૈલીના ખેલાડીઓ ગણાય છે, પણ દરેક પ્રકારની સર્ફેસ પર રમાયેલી છેલ્લી ૭૨ ગ્રાંડ સ્લૅમ ફાઈનલમાંથી આ ત્રણમાંના કોઇ એકે મળીને ૬૫ ફાઈનલ જીતી છે. જો ૨૦૦૩થી ૨૦૧૦નો સમય ફેડરરનો સુવર્ણકાળ કહી શકાય તે પછીના દસકામાં નદાલ અને ડ્જોકોવિકે ફેડર કરતાં વધારે ગ્રાંડ સ્લૅમ જીત્યાં છે.

તેમની દરેક મૅચ જીવ સટોસટની જ હોય છે. પણ મૅચ પત્યા પછી એકબીજાની સાથે સ્પર્ધા ખતમ થઈ જાય છે. આ ત્રણની સહસ્પર્ધાની ભાવનાએ માત્ર તેમની પોતપોતાની રમતનું સ્તર જ ઉંચું નથી કર્યું પણ ટેનિસની રમતને એક નવાં સ્તરે પહોંચાડી છે. તેમની રમતને કારણે ટેનિસમાં અન્યથા જેમને કોઇ જ રસ નહોતો એવાં લોકોને પણ રસ પડવા લાગ્યો છે.

એક જ કાળમાં ત્રણ ત્રણ ખેલાડીઓએ સિદ્ધ કરેલાં આટઆટલાં કીર્તિમાનો પાછળ તેમની પોતાની આગવી ક્ષમતા જેટલી મહત્ત્વની રહી છે એટલો જ મહત્ત્વનો ફાળો તેમના વચ્ચેની તંદુરસ્ત હરિફાઈનો પણ ગણી શકાય. આ વાત સમજવા માટે આપણે સમયકાળમાં થોડા પાછા જઈએ. બ્યૉર્ન બૉર્ગ પાચ વિલ્મ્બ્લ્ડન પુરુષ સિંગલ્સ જીત્યા બાદ અમેરિકન ઓપનમાં ચોથી વાર પણ સફળ ન થઈ શક્યા તે પછી તેમણે અચાનક જ નિવૃત્તિ લેવાનું નક્કી કરી લીધું. એ સમયે તેમના શબ્દો આ મુજબ હતા

તમે જ્યારે કૉર્ટ પર હો ત્યારે તમને થવું જૉઇએ કે વાહ કેટલું સરસ !, હું ટેનિસ બૉલને ફટકા મારી રહ્યો છું, મારે દરેક પૉઈન્ટ જીતવાનો છે, અને મારો દરેક શૉટ 'સારો' શૉટ જ હોવો જોઈએ. જો તમે એવું ન વિચારી શકો, કે અનુભવી શકો, તો પછી રમવું મુશ્કેલ બનવા લાગે છે.

સફળતાની ટોચ પર પહોંચ્યા પછી એક શિખર પણ જો સર ન થઈ શકે તો જે પ્રકારની નિરાશા મનમાં ઘર કરી જાય તેવા પ્રકારનો ભાવ તેમણે અનુભવ્યો હશે એમ એક વિશ્લેષક વર્ગ માને છે. વ્યક્તિમાં સફળ બની રહેવાનું જોશ અને પ્રેરણા જેટલાં અંદરથી પ્રગટે છે તેટલું જ મહત્ત્વ બાહ્ય પરિબળોનું છે. બૉર્ગને એક તરફ પોતાની શક્તિઓને દાવ પર લે એવી સ્પર્ધા નહોતી અનુભવાતી તો બીજી તરફ એ જ શક્તિઓ તેમને કોઇ જ કામ ન આવતી જણાતી હતી.

તેની સામે, ફેડરર અને નદાલ તેમજ ડ્જોકોવિકની સ્પર્ધા જેટલી વેધક હતી એટલી જ એકબીજાંને પુરક પણ નીવડતી હતી. એક ખેલાડી એક વિક્રમ કરે તો બીજો તેને આંબી જવા મચી પડે, પણ તેમ છતાં ત્રણેય વચ્ચે ક્યારેય એવો તબક્કો ન આવે કે હારતા જ રહેવાય કે જીતતા જ રહેવાય. ત્રણેય વચ્ચેની સ્પર્ધા ખરા અર્થમાં સહકારમય સ્પર્ધા (Coopetition)હતી.


ફેડરરનાં વિદાય સન્માન સ્વરૂપ હાલમાં જ રમાયેલ લેવર કપમાં બન્ને જણા બૉર્ગની કપ્તાની હેઠળ ડબલ્સ ટીમ તરીકે રમ્યા. મૅચ પુરી થઈ ત્યારે બન્નેની આંખમાં આંસુ એ મેચ હારવાનાં નહીં પણ હવે પછી ક્યારે આમનેસામને નહી હોય તે અફસોસનાં હતાં.

રોજર ફેડરરને ટેનિસે જે કંઈ આપ્યું છે તેમાનું ઘણું એમણે ટેનિસને પરત કર્યું છે, એટલું જ નહીં પણ ટેનિસની કમાણીમાંથી તેમણે રોજર ફેડરર ફાઉન્ડેશન સ્થાપિત કર્યું છે જે ગરીબ બાળકોને શિક્ષણ વગેરેમાં મદદ કરે છે. એક માહિતી અનુસાર છેલ્લાં ૧૮ વર્ષમાં ૧૮ લાખથી વધારે બાળકોને મદદ પહોંચાડી છે[2].

ફેડરર સ્વિત્ઝર્લેંડનાં પ્રવાસનના પ્રસાર માટેના બ્રાંડ એમ્બેસેડર છે. જર્મનીનાં હાલે તેમ જ સ્વિત્ઝર્લેંડના બીએલમાં તેના નામના માર્ગ પણ છે.

પાંચ પાંચ સેટની આકરી મેચ પછી પણ ફેડરરને જાણે પરસેવો જ ન વળ્યો હોય એવું લાગતું, એટલે જ તેમને 'રેકેટ સાથેની કાવ્યમય પ્રેરણા' પણ કહેવાય છે. અન્ય કેટલાક રમત વિશ્લેષકો તેમની રમતને એક 'આધ્યાત્મિક અનુભૂતિ' પણ કહે છે.

ટેનિસ વિશે તેઓ તેમનાં વિદાય નિવેદનમાં તેઓ કહે છે કે જ્યારે હું બૉલ બૉય હતો ત્યારથી ટેનિસનો ચાહક છું .આજે પણ હું એટલો જ ચાહક છું. હું ટેનિસ કદી છોડી ન શકું.  

લેવર કપની મૅચ પછી બ્યોર્ન બૉર્ગે ફેડરર માટે કહેલ શબ્દો ફેડરરનાં ટેનિસ માટેનાં યોગદાનની ખરી કદર કરે છે - રમતથી મોટું કોઈ જ નથી હોતું, પણ ફેડરરે ટેનિસ(ની સ્વીકૃતિ અને સન્માન) માટે સમગ્ર વિશ્વભરમાં જે કઈ કર્યું છે તે અદ્‍ભૂત છે. આપણને બધાંને તેમના માટે ગર્વ છે.



[1] 

[2]