Tuesday, April 30, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - એપ્રિલ, ૨૦૧૩


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાં એપ્રિલ, ૨૦૧૩ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ સંસ્કરણમાંના લેખોને આપણે, મુખ્યત્વે, ત્રણ વિભાગમાં જ વહેંચીશું - એક ગુણવતાના વ્યવસાય સાથે મૂળભૂત સંબંધ ધરાવતા લેખો, બીજા સંસ્થના કે આપણા પોતાના વિકાસની વાત કરતા લેખો અને ત્રીજા છે પરીવર્તન સંચાલનને લગતા લેખો. 

સહુથી પહેલાં મૂળભૂત ગુણવતા કાર્યક્ષેત્ર વિષે વાત કરતા લેખોની મુલાકાત લઈએઃ

મૂળ કારણોનાં વિશ્લેષણની પ્રક્રિયાની અસરકારકત માપવાના ચાર માર્ગ \ Four Ways to Measure the Effectiveness of Your Root Cause Analysis Process
મૂળ કારણ વિશ્લેષણ\ RCAનો મુખ્ય આશય તો આખરે આપણી આસપાસની સુરક્ષા, પર્યાવરણીય અનુપાલન અને નફાકારકતામાં વધારો કરવાનો જ હોય છે. મૂળ કારણોનાં વિશ્લેષણની એક વ્યાવસાયિક પ્રકિયાની દ્રષ્ટિએ અસરકારકતાને માપવા માટેના વૈકલ્પિક માર્ગો વિષે આ નિબંધ ચર્ચા કરે છે.લેખક આપણને પ્રાથમિક મુખ્ય કામગીરી સૂચકો\ KPIsનાં ઉદાહરણોની મદદથી મૂળ કારણોનાં વિશ્લેષણની નાડી પર આપણી આંગળી મૂકી આપે છે.

ઉત્પાદન પ્રક્રિયામાં ગુણવત્તા વધારવાની પાંચ રીત\Five Ways to Boost Quality in Manufacturing Operations - જોહ્‍ન મિલ્સ, કાર્યકારી ઉપપ્રમુખ - વ્યાપાર વિકાસ, રીડ્યુ રીકગ્નીશન સૉલ્યુશન્સ
1. સફળતાની કદર કરો
2. ટીમની કામગીરીને મૂલવો
3. હકીકત આધારીત ન હોય એવાં તારણો ટાળો
4. સમકક્ષ લોકોની સફળતા અને તેમની કાર્યશૈલીનો અભ્યાસ કરો
5. પેદાશને બદલે પ્રક્રિયા
હવે બૉઇંગને સમજાય છે તેમ, ઉત્પાદન એ બહુ ચોક્કસ પ્રક્રિયા છે જે ભુલોને બહુ જલદી સ્વીકારતી નથી. ઉત્પાદન પ્રક્રિયામાં સંતુલન જાળવો. જે તીમ સલામતી અને ગુણવતા બાબતે સમાધાન કર્યા સિવાય રચનાત્મક કાર્યપધ્ધતિઓ વડે ઉત્પાદન વધારે, તેમની કદર કરો. દડનાત્મક કાર્યવાહી તો બહુ અક્ષ્મ્ય ભૂલો માટે જ વાપરો.
ઇતિહાસ બાબતે સજગ રહો.દરેક ઉત્પાદન હરોળમા કોઇ કોઇવાર નાની મોટી તકલીફો તો થતી જ હોય છે, અક્ષમ્ય છે વારંવાર થતી ખામીઓ /નિષ્ફળતાઓ.

બીઝમૅન્યુઅલ્સ પણ બહુ જ ઉપયોગી લેખ રજૂ કરે છે:

નીતિ અને કાર્યરીતિ માર્ગદર્શિકા કેમ તૈયાર કરવી \How to Create A Policy & Procedures Manual
માર્ગદર્શીકા તૈયાર કરવા માટે સૂચવાયેલાં સાધનોમાં 'વ્યાપાર પ્રકિયા નકશો' એ માર્ગદર્શીકા તૈયાર કરવાનું હાર્દ છે. અને આ વિષયને લગતો લેખ, નીતિ /કાર્યરીતિના સહુથી વધારે પ્રચલિત ૧૦ નમુના\Top 10 Policy Procedure Templates પણ બહુ માંગંમાં છે.

મૅક્ડૉનલડ કે એવા બહુ સફળ ફ્રેંચાઇઝ મૉડૅલ વાપરાનારી સંસ્થાઓ તેમનો કારોબાર 'પ્રક્રિયા વડે સંચાલન' વડે ચલાવે છે.તેઓ પોતાની પ્રક્રિયાને પ્રક્રિયા નકશાની મદદથી પહેલાં સ્પષ્ટ કરે છે અને તેના વડે માહિતિને દશ્ય સંચાર માધ્યમોની મદદથી સમજાવે અને પ્રસાર કરે છે. તે પછી કોણે ક્યારે અને શું કરવાનું છે તે લખી લેવામાં આવે છે. ત્યાર બાદ એ કાર્યરીતિઓનો અમલ કરીને તેનો મહાવરો કેળવાય છે.આમ, જ્યાં સુધી પ્રક્રિયા એવું સાતત્ય પૂર્ણ સ્વરૂપ ન લઇ લે કે બીજા કોઇ પણ નવા ફ્રેંચાઇઝી માટે નવું સાહસ શરૂ કરવાનું જાણે તેમને તે વર્ષોથી આવડે છે તેવું ન થાય ત્યાં સુધી કરવામાં આવે .
 
પ્રક્રિયા ઑડિટ સમયે પ્રક્રિયા અભિગમને લગતા કયા પ્રશ્નો પૂછવા જોઇએ?\ What Process Approach Questions are Used for a Process Audit?
પ્રક્રિયા ઑડીટ્નું મુખ્ય ધ્યેય પ્રક્રિયાની અસરકારકતા અને નિર્ધારીત પરિણામો પાર પાડવાની ક્ષમતા ને મૂલવવાનું છે.

માપણી તંત્ર વિશ્લેષણ\Measurement System Analysisમાં 'આસ્ક ધ એક્ષપર્ટ્સવડે આઇએસઑ ૯૦૦૧-૨૦૦૮ની કલમ ૭.૬ ને લગતા સવાલની વિગતે ચર્ચા કરે છે. 
 
SIPOC – પુરવઠો આપનાર, નિવિષ્ટ સામગ્રી, પ્રક્રિયા, પેદાશ, ગાહક - એ પ્રક્રિયાની ગુણવતામાટે મહત્વનાં પરીબળો સમજવા માટેની એક બહુ રસપ્રદ પધ્ધતિ છે.અહીં આરોગય વ્યાપારરના સંદર્ભમાં SIPOC વિષે વાત કરાઇ છે, પણ તે કોઇ પણ અન્ય ક્ષેત્રમાટે પણ તેટલું જ લાગુ પડે છે.

ફેબ્રુઆરી ૨૦૧૩ માટે Roundup–Risk and Failure in Quality and Science અને માર્ચ ૨૦૧૩ માટે Roundup–Quality In Unexpected Places વડે,બૉરાવ્સ્કીએ સંકલિતત સમીક્ષા રજૂ કરી છે.

અને હવે મુલાકાત લઇએ એવા લેખોની જે આપણને રોજબરોજની આપણાં વ્યવસાયની કે આપણી સામાજીક કે આપણી અંગત, રોજબરોજની, જીંદગીને સ્પર્શે છે -

અસરકારકતાથી પ્રથમિકતા નક્કી કરવાનું શીખીએ \Learn To Prioritize Effectively
અસરકારકપણે પ્રાથમિકતા નક્કી કરવા માટે આપણી પ્રવૃત્તિઓ, કામ, જવાબદારી વગેરેમાંથી શું મહત્વનું છે તે પહેલાં નક્કી કરવું જોઇએ, જેથી શેને માટે સમય ફાળવવો જરૂરી છે તે નક્કી થઇ શકે. પણ શું 'મહત્વનું' છે તેમ કેમ નક્કી કરવું? શું મ્હત્વનુ ંછે અને સમય ફાળવવો જોઇએ તેમ નક્કી કરવાનો મારો તો એક સીધો માપદંડ છે - હું એ નક્કી કરૂં છું કે હું શું સારૂં, બહેતર કે શ્રેષ્ઠ કરી શકું છું. ડૅઇલીન એજ. ઑક્સએ અસરકારક પ્રાથમિકતા અને સાચી પસંદગીઓ વિષે એક વ્યક્તવ્યમાં કહ્યું હતું. તેમણે સારી , બહેતર અને શ્રેષ્ઠ પસંદગીઓ વચ્ચેનો તફાવત સમજાવ્યો છે.

તમારી પાસે 'સંકટ સમયની શ્રેષ્ઠ ૧૦ સાંકળ' છે?\ Do you have a “Go-To” Top10?
મામુલી ખરોંચથી માંડીને મહા-મુસીબત અને આફત જેવી કક્ષા સુધીની સમસ્યાઓ આપણને બધાંને જ આવે છે. તે માટે બધાં પાસે'સંકટ સમયની શ્રેષ્ઠ ૧૦ સાંકળ' હોય તે જરૂરી બની રહે છે. તે આપણા એવા શ્રેષ્ઠ વ્યાવસાયિક સંબંધો હશે જે આપણને સામાન્ય પ્રશ્નથી માંડીને કટોકટીસુધી કામ આવી શકે.

સંકટને પુનઃપ્રવેશમાં ફેરવી નાખવાની પાંચ ચાવીઓ - ટીમ મીલ્બર્ન - Five Ways To Turn Your Crisis Into A Comeback
૧. પહેલે પ્રથમ તો ખોટી દિશામાં કયાં કારણે દોરવાઇ ગયાં તે જાણીએ [નહિં તો તે પરિસ્થિતિમાં વારંવાર જ મુકાયા કરીશું.]
૨. "શા માટે? "એ સવાલ પોતાને જ કરીએ.
૩. આપણું ધ્યાન ઉદ્દેશ,, લક્ષ્યાંક તરફ કેન્દ્રીત કરીએ.
૪. દરરોજ કંઇકને કંઇક કરીએ.
૫. એમ કરવામાં ખુશી અનુભવીએ.

ઔદ્યોગિક સાહસનો અજાણ્યો માર્ગ - લીઓ બાબૌટા \ The Not Knowing Path of Being an Entrepreneur - Leo Babauta
બહુ લોકો... પરીણામો પર પ્રભુત્વ મેળવવા મથે છે.. કમનસીબે, પરીનાંઓ પર અંકુશ મેળવવાની ક્ષમતા એ એક ભ્રમ માત્ર છે.
પણ જો અજાણ્યા માર્ગે ચાલવું પડે તો:
૧. ખબર નથી તેમ સ્વીકારીએ
૨. ચિંતા (નાં મૂળ) બાબતે વિચાર કરીએ.
૩. બધું જ બરાબર થશે તેમ પોતાની જાતને કહેતાં રહીએ.
૪. સહુથી ખોટું શું થઇ શકે તે વિચારી લઇએ
૫. આપણા સિધ્ધાંતોને જાણી લઇએ
૬. સિધ્ધાંતાનુસાર વર્તીએ, ઉદ્દેશ્ય કે આયોજન મુજબ નહીં.
૭. મુકત મનથી હસીએ

વ્યવસ્થાપનની પાયાની સમસ્યા - ટૉમોથી કૅસ્ટ્લ \ The Fundamental Problem in Management - Timothy Kastelle
વ્યવસ્થાપનની પાયાની સમસ્યા એ છે કે જગત અનિશ્ચિત છે.અને આપણને એ અનિશ્ચિતતાઓ સાથે પનારો પડ્યો છે. મુળમુદ્દે અનિશ્ચિત જગતમાં નિશ્ચિતતા પૂરી પાડે તેવાં તંત્રને ઊભું કરવું એ તુમારશાહીની બધી જ ઉણપોનું જન્મ્સ્થાન છે.જેમ જેમ વધારે ને વધારે વ્યાવસયિકો સાથ એમારે વાત થાય છે, તેમ તેમ મને વિશ્વાસ બેસતો જાય છે કે સંદિગ્ધતા માટે સહિષ્ણુતા કેળવવી એ સહુથી મહત્વની આવડત કહી શકાય.
ઉચ્ચ કામગીરી સંસ્થાઓમાં કામ કરતી વખતે મજા અને ખુશી - ડૉ. ડૅમિંગ \ Dr. Deming's Joy at Work,

Happiness & the High Performance Organization - ખુશ જીંદગી માટેનાં જ પરીબળો ખુશ અને ઉત્પાદક સંસ્થાનાં સર્જનમાં સીધો ભાગ ભજવે છે. - લૉરેન્સ એમ. મિલર, www.ManagementMeditations.com
૧. જોરદાર ટીમ બનાવો! સારી-કામગીરી કરતી દરેક ટીમમાં કાર્યરત દરેક કર્મચારીને તે ટીમના ઉદ્દેશય અને કામગીરીની પુરતી જાણ હોવી જોઇએ.ટીમના ઉદ્દેશ્યો અને કીર્તિમાનો આંબવાની સિધ્ધિઓને ઉજવો.
૨. આંતરીક સામાજીક માળખાં વિકસાવો. સર્વસામાન્ય રસ અને ક્ષમતાની આસપાસ આંતરીક સામાજીક માળખાં
વિકસવા દો. આ માળખાંઓ સામાજીક સંબંધોને માણવામાં, અને સાથે સાથે નવું શીખવાની ખુશીને બેવડાવવામાં મદદરૂપ થાય છે.
૩. લોકોનું માન જળવાય તે અંગે સચેત રહો. દુનિયાનાં શ્રેષ્ઠ નિષ્ણાત એ જ છે જે સમય આવ્યે હાજર હોય છે, તે હકીકતનો સ્વીકાર કરવો જોઇએ. તેને કારણે તેમનું આત્મગૌરવ વધે છે, તેમ જ નવું શીખવાની ચાનક ચડે છે.
૪. પોતાની ટીમની અસરકારકતાને યુક્તત્તમ કરતાં રહે તેવાં બહુ-વિધ કૌશલ્ય અને અન્ય બાબતોમાં પ્રશિક્ષિત કર્મચારીઓ વડે પર્કિયાઓમાં પરીવર્તનક્ષમતા બની રહેતી રહે તેવી પ્રણાલિઓ પાડો.
૫. જ્યાં ઉગી નીકળે તેમ ન હોય ત્યાં નાણાંનો વ્યય ન કરો. અને જ્યાં વળતર મળે હોય ત્યાં જ ખર્ચ કરો.કર્મચારીઓની ક્ષમતા વૃધ્ધિ અને ઉદ્દેશ્યની સિધ્ધિમાટે નાણાં ફાળવો. ઉત્કૃષ્ટ કામગીરીની યોગ્ય કદર કરો.
૬. સંસ્થાના સન્માનીય ઉદ્દેશ્યને જાણો અને તેનો પ્રચાર કરો. કર્મચારીઓમાં સેવાની ભાવનાને ઉજાગર કરો. નેતૃત્વનું આ સારતત્વ સમજવું જોઇએ.
૭. નિરાશાવાદીઓને બદલે આશાવાદીઓને જ કામ પર રાખો. કઇ દિશામાં જવું છે, અને ત્યાં પહોંચવાના શું શું ફાયદાઓ છે તે વિશે પારદર્શીત રહેવાથી અપેક્ષા અને અશાવાદ બરકરાર રહે છે.તમારાંમાં અને તમારાં સહકર્મચારીઓમાં સર્જનાત્મક અસંતોષ જગાડો.

પુરવઠા સાંકળ અંગે મુખ્ય પ્રબંધન અધિકારીમાટેના પાંચ સવાલ \ Five Questions CEOs Should Ask about their Supply Chain – પુરવઠા-સાકળમાં ઓછાંમાં ઓછાં ભંગાણ પડે તે માટે સંસ્થના ઉચ્ચતમ સ્તરે શ્રેષ્ઠતાનો આગ્રહ મહત્વનો ભાગ ભજવે છે - બ્રાયન નૉલ્ફ અને ગૅર્હાડ પ્લૅનૅર્ટ, વિપ્રો કન્સલ્ટીંગ સર્વીસીસ
૧. તમારી પુરવાઠા-સાંકળમાં ગુણવત્ત વણી લેવાઇ છે, કે ઘટના બની ગયા પછી નીરીક્ષણો અને સુધારાઓથી ગુજારો કરવામાં આવી રહ્યો છે?
૨.પુરવઠા સાંકળનું સંચાલન એ તમારી સંસ્થામાં વ્યૂહાત્મક, વરીષ્ઠ, સ્થાન ધરાવે છે, કે પછી પ્રચાલન પ્રક્રિયામાનું એક સામાન્ય સ્થાન છે
૩. તમારી પુરવઠાની સાંકળમાં માલસામાનની હેરફેર જેટલું જ મહ્ત્વ માહિતિ અને નાણાંની હેરફેરને અપાયું છે? બીજા શબ્દોમાં, માલને પહોંચાડવા કરતાં જરૂરી કાગળીયાં કરવામાં કે નાણાંની ચુકવણીમાં વધારે સમય લાગે છે?
૪. તમારી પુરવઠા સાંકળનાં ઘટકોની આપોઆપ સમીક્ષા કરતી રહે તેવી પરીવર્તન-સંચાલન પ્રક્રિયાઓ અમલ કરાઇ છે, જેના વડે ગુણવતા અને કામગીરીની કાર્ય્દક્ષતામાં સુધારની તકોની તપાસ ચાલતી જ રહે કે પછી તમારી તંત્ર પ્રણાલિઓ, નીતિઓ કે કાર્યરીતિઓ સુધારાઓમાં રૂકાવટો કરે છે?
૫. તમારી પુરવઠા સાંકળ તેને લગતાં કામકાજની મદદથી લઘુતમ જથ્થાઓને અને પુરવઠો પૂરો પાડવાના લઘુતમ સમયને ઘટાડવામાં એવી રીતે મદદ કરે છે ખરી, જેથી સંભવિત નિષ્ફળતાઓની શક્યતાઓમાં નોંધપાત્ર ઘટાડો થતો રહે?
આ પાંચ પ્રશ્નને સ્પર્શતા મુદ્દાઓ - સંસ્કૃતિ; ક્ષમતા, પરીવર્તનક્ષમતા, સામર્થ્ય અને ટૅક્નૉલૉજી; પુનરાવર્તનક્ષમતા અને વિશ્વનીયતા; અને સહયોગ.

ગુણવત્તાની સમજ - પોતા પ્રત્યેની ફરજ - તન્મય વોરા \Understanding Quality: Duty Towards Self – Tanmay Vora
“દુનિયાને સુધારવા માટેની પ્રથમ જગ્યા પોતાનું દિલ, દિમાગ અને હાથ છે. ત્યાંથી કરીને બહાર તરફ જવું જોઇએ." - રૉબર્ટ એમ. પિર્ઝીગ

કઠીન નિર્ણયોમાટેનો ૧૦/૧૦/૧૦ સિધ્ધાંત \ THE 10/10/10 RULE FOR TOUGH DECISIONS - ચીપ હીથ અને ડૅન હીથ
મુશ્સ્કેલ નિર્ણયો કરતાં પહેલાં થોડી રાહ જોવી એ સારો ઉપાય છે, પણ જ્યારે તેમને હાથ પર લઇએ ત્યારે તેમને લગતી વ્યૂહરચના તૈયાર પણ હોવી જોઇએ - જે માટે ૧૦/૧૦/૧૦નો સિધ્ધાંત કામનો થઇ પડશે.
૧૦/૧૦/૧૦ સિધ્ધાંતને વાપરવા માટે આપણા નિર્ણયોને ત્રણ અલગ અલગ સમયગાળા મ્માં જોવા જોઇએ:
• દસ મિનિટ પછી કેવું લાગશે?
• દસ મહિના પછી કેવું લાગશે?
• દસ વર્ષ પછી કેવું લાગશે?

નવીનીકરણનું ભવિષ્ય કેમ પેદાશોમાં નહીં, પણ વિભાવનાઓમાં છે - કૈહન ક્રીપ્પૅન્ડૉર્ફ\ WHY THE FUTURE OF INNOVATION IS IN IDEAS, NOT PRODUCTS - BY: KAIHAN KRIPPENDORFF
૧૮ કલાકની ઘર તરફના પ્રયાણનાં ઉડ્ડયન સાથે જે મેં સીગપોર ટાઇમ્સમાં પ્રકાશીત થયેલ "સીંગપોર વ્યાપાર પારીતોષીક' શ્રેણીના વિજેતાની પશ્ચાદગાથાને વાંચવા માટે હાથ પર લીધી, જેમાં એક ડૉક્ટર, એક વીમા વ્યાપારના મુખ્ય પ્રબંધન અધિકારી, એક વિજ્ઞાપન ક્ષેત્રના સંચાલક અને કૉફી પેદાશોના વિક્રેતા આવરી લેવાયા છે.દરેકે પોતાની કારકીર્દી નાને પાયે શરૂ કરી, જે હવે વિશાળ, ઝડપથી વિકસતા, ધમાકેદાર વ્યાપરનાં સ્તરે પહોંચી ગયેલ છે.
તેમની સફળતાનાં કારણોને અંદરથી કાપીકૂપીને જોઇએ તો હું જેને 'ચોથો વિકલ્પ' કહું છું તેવા શ્રેણીબધ્ધ નિર્ણયોની હારમાળા જોવા મળશે: એવા વ્યૂહાત્મક નિર્ણયો જે તમારા ગ્રાહકોને ગમે છે, પણ તમારા સ્પર્ધકો જેની નકલ નથી કરી શકતા.
'ચોથો વિકલ્પ' રજૂ કરવા માટેનાં ધ્યાનમાં લેવાલાયક મુખ્ય પરીબળો - સહુથી પહેલું, નવા વિચાર કે વિશિષ્ઠતાની રજૂઆત (જેમ કે, "પ્રમાણીક વિમો'). આ નવો શબ્દ એ ભાષાનું એક સાધન છે જે લોકોને કામ કરવાની નવી પધ્ધતિ આપે છે. એ નવી પેદાશ નથી, પણ કંઇક જૂદું -- એક વિભાવના, એક વૃતાંત, એક નવી શ્રેણી -- જ છે. બીજું, આ નવો વિચાર લોકોની વર્તણૂક બદલવાનું શરૂ કરી દે છે (લોકો તેમના કામગીરીના મુખ્ય સૂચકો\ KPIs,, તેમની પ્રક્રિયાઓને બદલે છે). ત્રીજું, આ નવી વર્તણૂકોને કારણે કંઇક જૂદું અને નવું (સાવ નવો અભિગમ , જે બીજા નથી કરી શકવાનાં) કરવાનું શક્ય બને છે. અને છેલ્લે ચોથું, સ્પર્ધકો નકલ કરવા ઇચ્છે તો છે, પણ વર્તણૂકોમાં એટલા મોટા પાયે ફેર કરવાની જરૂર જૂએ છે કે, મહેનત કરવામાં ફાયદો નથી તેમ વિચારીને બેસી રહે છે.

જેસ્સી લીન સ્ટૉનરે 'ઉચ્ચ કામગીરી કરતી ટીમનાં ૬ પ્રસ્થાપિત, તુલનાત્મક માપદંડ' વીણી રાખ્યા છેઃ \ The 6 Benchmarks of High Performance Teams
૧) સંરેખણ: મજીયારી દૂરદર્શીતાને વીંટળાયેલ સંરેખણ .
૨) ટીમની અસરકારકતા: અસરકારક ટીમ પ્રક્રિયાઓ.
૩) સશક્તિકરણ: યોગ્ય હોય તે કરવાની સત્તા.
૪) જોશ: ઉર્જા, ઉત્સાહ અને ભરોસો.
૫) પ્રતિબધ્ધતા: ટીમ પ્રત્યે, અને એકબીજાં માટે ઘનિષ્ઠ પ્રતિબધ્ધતા.
૬) પરીણામ: અવિશ્રાંત, ઉત્કૃષ્ટ પરીણામો.

હાલનાં આ સંસ્કરણમાં આપણે પરીવર્તન સંચાલન વિશેના ત્રણ લેખ પણ જોઇશું:

પહેલો લેખ તો 'સ્ટ્રેટેજી+બીઝનેસ'ના એપ્રિલ ૨૦૦૪ના અંકમાંથી લીધેલ છે : - પરીવર્તન સંચાલનના ૧૦ સિધ્ધાંત \ 10 Principles of Change Management- કંપનીઓને ઝડપથી રૂપાંતરમાં મદદગાર સાધનો અને તરકીબો - જૉહ્‍ન જૉન્સ, ડીઍન એક્વાયરૅ અને મૅથ્યુ કૅલડરૉન

આપણી પાસે સાંપ્રત એક લેખ પણ છે:

વિચ્છેદનાં સંચાલન માટેનું શિસ્ત \The Discipline of Managing Disruption
Will You Measure Your Life?ના સહલેખક અને હાર્વર્ડના અધ્યાપક ક્લૅટન ક્રીસ્ટેનસનના મત મુજબ મોટા પડકારોની આગાહી કરી શકે એવા સવાલો પૂછવા તે નેતૃત્વની પ્રાથમિક જવાબદારી છે - આર્ટ ક્લૈનર
ક્લૅટન ક્રીસ્ટેનસનનાં તાજેતરમાં પ્રસિધ્ધ થયેલ પુસ્તકમાં - હાઉ વીલ યુ મેઝર યૉર લાઇફ \How Will You Measure Your Life? (સહલેખકો જૅમ્સ ઑલવર્થ અને કૅર્ન ડીલ્ટન,હાર્પર બીઝનેસ, ૨૦૧૨)- વિચ્છેદના સંચાલન માટે જરૂરી શિસ્તને, આજનાં દબાણોથી હટીને અંગત અને વ્યાવસાયીક વારસો કેળવવા માટે જરૂરી લાંબા ગાળાની વિચારસરણી સાથે સાંકળે છે.

ચાપલ્ય પરિબળ \ The Agility Factor - થૉમસ વિલિયમ્સ, ક્રિસ્ટૉફર જી. વર્લી અને એડવર્ડ ઇ. લૉલર III
કામગીરીનાં માપ તરીકે નફાકારકતા રાખવામાં આવે છે ત્યારે દરેક ઉદ્યોગમાં કેટલીક મોટી કંપની, તેમના સમકક્ષો કરતાં લાંબા ગાળા સુધી સારું કરતી રહે છે. તેઓ સ્પર્ધાત્મક વાતાવરણમાં મહત્વના ફેરફારો થતા રહેવા છતાં પણ આ સરસાઇ જાળવી રાખે છે.આ બધી કંપનીઓમાં જે એજ સામાન્ય પરિબળ જોવા માળે છે, તે છે - ચાપલ્ય. તેમના સ્પર્ધકોની સરખામણીમાં તેઓ વેપારનાં પરિવર્તનો સાથે સ્પીડબૉટની ઝડપથી અને વધારે વિશ્વાસથી અનુકૂલન કરી લેતાં જણાય છે.

પ્રસ્તુત સંસ્કરણના અંતમાં આપણે જોહ્‍ન હન્ટર વડે સંપાદીત કરાતા વ્યસ્થાપનોત્સવ્ની મુલાકાત લઇશું -

Management Improvement Blog Carnival #188

Management Improvement Blog Carnival #189

Management Improvement Blog Carnival #190

Management Improvement Blog Carnival #191

આપના પ્રતિભાવ, સુચનો અને ગુણવતા વિષય પર વધારે નિવિષ્ટ સામગ્રી માટે ઇંતઝાર રહેશે ......

No comments: