Saturday, March 30, 2013

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૩ /૨૦૧૩


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના  '/૨૦૧૩' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ સંસ્કરણમાં માણવા માટે આપણી પાસે બહુ વિધ વિષયો છે, જેમાં કેટલાક જન્મ દિવસની યાદ સ્વરૂપે છે, તો વળી એક ખાસ દિવસની ઉજવણી, પણ સામેલ છે.
શરૂઆત કરીએ જન્મ દિવસોની યાદ તાજી કરીને, જેને કારણે આપણને આ સંસ્કરણમાં બહુ જ અનોખા પ્રકારના લેખ, અને તેમના પરની ચર્ચાઓમાં અવનવી માહિતિ જાણવા મળશે, તેમજ સદાબહાર, વિસ્મૃતિની ગર્તામાં ધકાલાઈ રહેલાં, બેનમૂન, ગીતોની યાદ પણ તાજી કરવાનો અવસર મળશે.
તલત મહેમૂદ - ૨૪ ફેબ્રુઆરી:
આ પ્રસંગે SoY  આપણને Best duets of Talat Mahmood and Asha Bhosle લેખ દ્વારા તલત મહેમૂદનાં આશા ભોસલે સાથેનાં  (કેટલાંક) બહુ જ અનોખા પ્રકારનાં ઉત્કૃષ્ટ યુગલ ગીતોની સફર કરાવે છે. "તલત મહેમૂદનાં આશા ભોસલે સાથેનાં આ યુગલ ગીતોની ખાસ વાત તો એ છે કે, એ સમયે તલતની કારકીર્દીનો સૂર્ય તો મધ્યાહ્ને તપતો હતો, પણ આશા ભોસલે તો હજુ તેની મોટી બહેનના પડછાયામાં ઢંકાઇ રહેલ હતી. બહુ બહુ તો એમ કહી શકાય કે, ગીતા દતાની ગાયકીનાં ઉઅત્તરાધિકારી થઇ શકવાનુ કૌવત તે સાબિત કરી રહ્યાં હતાં.  અને આ બધા અવરોધો છતાં પણ, આ યુગલ ગીતો એ સમગ્ર યુગલ ગીતનાં સર્વકાલીન શ્રેષ્ઠ ગીતોની પંગતમાં બેસી શકે તેમ છે, તે વાતનું શ્રેય માત્ર તલત મહેમૂદને જ નહીં પણ આશા ભોસલેના અવાજની એક અનૂઠી ખાસીયતને પણ મળવુંજ જોઇએ."
'જન્મભૂમિ પ્રવાસી'નાં તેમના નિયમિત સાપ્તાહિક સ્તંભ "રાગ રંગ"માં શ્રી શ્રીકાન્ત ગૌતમ એ સમયની મહાન ત્રિપુટી પૈકી રાજ કપુર અને દેવ આનંદસાથેનાં બહુ જ જવલ્લેજ થયેલાં તલત મહેમૂદનાં ગીતોને યાદ કરે છે. આપણી સુવિધા માટે એ લેખમાં નિર્દીષ્ટ ગીતો અને તેમની સંલગ્ન વિડિયો ક્લિપ અહીં રજૂ કરી છે.
રાજ -તલતનો તાલમેલ -
ફિલ્મ - અનહોની (૧૯૫૨) સંગીતકાર - રોશન 
મૈં દિલ હૂં એક અરમાન ભરા - http://youtu.be/RqpECqkBVzE [આ ક્લિપમાં ૪.૧૪ પછીથી તલતના અવાજમાં ભાગ્યે જ સાંભળવા મળે તેવા ઊંચા સૂરની એક ઝલક પણ માણવા મળશે.]
મેરે દિલ કી ધડકન ક્યા બોલે - લત મંગેશકાર સાથે - http://youtu.be/8mORpshV3r0
સમા કે દિલ મેં હમારે લતા મંગેશકર સાથે -  http://youtu.be/2XMWtjMrJ5I
ફિલ્મ - આશિયાના (૧૯૫૨) સંગીતકાર - મદન મોહન
મૈં પાગલ મેરા મનવા પાગલ – http://youtu.be/mjudXYpl2ow
મેરા કરાર લે જા   http://youtu.be/qNKZ0TtA5fo અને લતા મંગેશકરના અવાજમાં તેનું જોડીયું ગીત - http://youtu.be/yz4GMWS4rDs.  [આ ક્લ્પિમાં લતાના આલાપ પહેલાં તલતના અવાજ માં એક સ-રસ આલાપનો ટુકડો પણ સાંભળવા મળે છે.]
ફિલ્મ - બેવફા (૧૯૫૨) -  સંગીતકાર - એ આર કુરેશી
દિલ મતવાલા લાખ સંભાલા -  http://youtu.be/EZE3cPKB8kU અને તેનું લતા મંગેશકર સાથેનું જોડીયું ગીત -http://youtu.be/v7_JHPBUdKE 
તુમકો ફુર્શત હો તો મેરી જાન ઇધર દેખ તો લો -  http://youtu.be/RdshBKFkTAE
તુ આયે ન આયે તેરી ખુશી -  http://youtu.be/WBOxHEYkRxU
દિલ મિલા હૈ..... કામ હાથોં કા હૈ  - http://youtu.be/ES5gxqm0Jpw
તલત મહેમૂદે આરકેનાં બૅનર હેઠળ માત્ર એક જ ફિલ્મ - બૂટ પૉલિશ-માં એક જ  ગીત ગાયું છે. તે છે આશા ભોસલે સાથેનું યુગલ ગીત - ચલી કૌન સે દેશ, ગુજરીયાં તુ બન ઠન કે -http://youtu.be/EPwQu3b7CkQ- છે. બે મજાની વાત- આ ફિલ્મમાં રાજ કપૂરે અભિનય નથી કર્યો; અને ગીતકાર શૈલેન્દ્ર આ ગીતમાં પરદા પર જોવા મળતા પુરૂષ પાત્રનો પાઠ પણ ભજવે છે. 
આ આખો લેખ, રંગ રાગ અને સલામ બોમ્બે_20130303_Page_8.pdf , પર વાંચવા મળશે.
દેવ અને તલતનો સૂરીલો સંગાથ:
પતિતા (૧૯૫૩) - શંકર જયકિશન
   હૈ સબસે મધુર વો ગીત જિન્હેં, હમ દર્દ કે સુરમેં ગાતે હૈં - http://youtu.be/vvVbNdZ7wwQ
   અંધે જહાં કે અંધે રાસ્તે, જાયે તો જાયે કહાં -  http://youtu.be/ogtJBGqh43Y
   તુઝે અપને પાસ બુલાતી હૈ તેરી દુનિય -  http://youtu.be/Wo8CQHiaiZU
પૉકેટમાર (૧૯૫૬) મદન મોહન 
   યે નઈ નઈ પ્રીત હૈ - http://youtu.be/6jVdfGM6Kss
ટેક્ષી ડ્રાઇવર (૧૯૫૪) - એસ. ડી. બર્મન
   જાયે તો જાયે કહાં, સમજેગા કૌન યહાં - http://youtu.be/vYdRUjZK4KY અને લતા મંગેશકરના અવાજમાં ગવાયેલું તેનું જોડીયું ગીત - http://youtu.be/_EFyBWNMmgo
કિનારે કિનારે (૧૯૬૩) જયદેવ 
   દેખ લી તેરી જુદાઇ -  http://youtu.be/tnCsk63fr_I
આ આખો લેખ, રંગ રાગ અને સલામ બોમ્બે_20130310_Page_8.pdf, પર વાંચવા મળશે. 
Dusted Off, શશી કપુરના ૧૮મી માર્ચના તેમના ૭૫મા જન્મ દિવસ નિમિત્તે તેમની ફિલ્મ Sharmeelee (1971)ની ખૂબ જ રસાળ સમીક્ષા વડે રજૂ કરી છે. અહીં તેમણે આ ગીતોને ખાસ યાદ કર્યાં છે: 
   મેધા છાયે આધી રાત - લતા મંગેશકર
   કૈસે કહેં હમ, પ્યાર ને હમકો  - કિશોર કુમાર
અને આશા ભોસલેના અવાજમાં, આ બહુ જ ચુલબલું, પણ બહુ લોકપ્રિય ન થયેલ, કૅબ્રૅ ગીત  - રેશમી ઉજાલા હૈ, મખમલી અંધેરા.
Dances on the Footpathએ બ્રીટિશ હિંદ, ભારત અને પકિસ્તાન એમ ત્રણે સમયનાં ગાયકો પાસેથી ઉત્કૃષ્ટ કામ લઇ શકનાર એવા સંગીતકાર, ખ્વાજા ખુર્શીદ અન્વર,ના જન્મદિવસને Ten Of My Favorite Khawaja Khurshid Anwar Songs Sung By Noor Jehan (Happy 101st Birthday, Khawaja Khurshid Anwar!) માં અનોખી અદાથી યાદ કર્યો છે.
Dusted Offએ આંતરરાષ્ટ્રીય નારી દિન (૮મી માર્ચ) નિમિત્તે, Ten of my favourite female duetsના સ્વરૂપે, એક બહુ નવા વિષયની રજૂઆત કરી છે. "સહેલી ગીતોની એક પૉસ્ટ મેં ભૂતકાળમાં કરી છે. એટલે આ પૉસ્ટને અલગ પાડવા માટે કરીને મેં માત્ર એવાં જ સ્ત્રી યુગલ ગીતોને સમાવવાનું નક્કી કર્યું જે સહેલી તો ન જ હોય, પ્છી ભલે તે સહયોગીઓ હોય કે, સગી હોય, અને કદાચ એકબીજાથી અપરિચિત પણ હોય હોય.  જો તેઓ મિત્ર હોય તો , તેમના વચ્ચે તે ઉપરાંત પણ બીજો કોઇ પણ સંબંધ તો હોવો જોઇએ જ."
ગયા વર્ષે આ જ દિવસે,‘Harveypam’s Blog, લતા મગેશકર અને અશા ભોસલે બહેનોનાં ગીતોની પૉસ્ટ, The Sister Act, રજૂ કરી હતી. Harveypam Blogએ તો તેનાથી થોડા જ સમય પહેલાં, blind heroines નાં સ્વરૂપે એક નવા જ પ્રકારની 'સ્ત્રી'- પરની અનોખી પૉસ્ટ પણ કરી છે. 
ખાસ દિવસોની મુલાકાતો પછી, હવે આપણે હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગમાં ડુબકી લગાવતી અન્ય પૉસ્ટને પણ માણીએ.
સહુથી પહેલાં આપણે આ મંચ પર જેની પહેલીવાર મુલાકાત લેશું, તે ગુજરાતી ભાષાના ખૂબ જ જાણીતા લેખક, શ્રી અશોક દવે,ના આ વિષય પરત્વેના પણ શોખને તેમની, આગવી, હળવી શૈલીમાં રજૂ કરતા લેખોના આ બ્લૉગ - Ashok Dave’s Blog- ની મુલાકાતથી. તેમણે તો એ ફિલ્મોની ખૂબ જ માહિતિસભર સમીક્ષાઓ કરી છે, પણ આપણે અહીં તે સમીક્ષાઓમાં નોંધાયેલાં એ ફિલ્મનાં ગીતોની વિડિયો લિંકને માણીશું.
 Gyarah Hazar Ladkiyanસંગીતકાર, એન. દતાની ખૂબ જ અનોખી તર્જનો જાદુ આ ગીતોમાં જોવા મળશે.
૧. કામ કી ધૂન મેં હૈં રવાં... ગ્યારહ હઝાર લડકીયાં... મહેન્દ્ર કપૂર-સાથી http://youtu.be/MmqH8Q7fMg8
૨. સબ લોક જીધર વો હૈં, ઉધર દેખ રહેં હૈં... આશા ભોંસલે http://youtu.be/Todtb7-LcfE
૩. પેહચાનો હમ વો હી હૈં, દેખો તો આંખ મલ કે... લતા-સાથી http://youtu.be/_xvhuMdJGoM
૪. દિલ કી તમન્ના થીં મસ્તી મેં, મંઝિલ સે ભી દૂર નીકલતે... આશા-રફી http://youtu.be/AYzrU8jrj2Q
૫. ગમ ગયા તો ગમ ન કર, ગમ નયા જગા લે... આશા ભોંસલે http://youtu.be/1QWTsAyJCTo
૬. દિલ કી તમન્ના થીં મસ્તી મેં, મંઝિલ સે ભી દૂર... મુહમ્મદ રફી http://youtu.be/4IVCdVJ9rUk 
૭. મેરે મેહબૂબ મેરે સાથ હી ચલના હૈ તુઝે... મુહમ્મદ રફી http://youtu.be/AnpAX9zQkns
અને છોગાંમાં એન.દતાએ રજૂ કરેલ આ મેકસીકન નૃત્ય .-  http://youtu.be/tSZRMu_W92o-ને માણવાનું ચુકશો નહીં
'ઝીદ્દી' ('૪૮) [આ સમીક્ષામાં એક ચોંકાવનારૂં નિવેદન પણ છે - ફિલ્મનાં ટાઇટલ્સમાં ઠાઠથી, સંગીતકાર તરીકે અનિલ બિશ્વાસનું નામ ઠઠાડવામાં આવ્યું છે!]
૧. એક બાત કહું તુમ સે, બુરા તો ન માનોગે ગાયિકાનું નામ મળેલ નથી.
૨. જાદુ કર ગયે કિસી કે નૈના કિ મન મોરે બસ મેં નહિ લતા મંગેશકર - http://youtu.be/ctI8KiuswJs
૩. યે કૌન આયા યે કર કે યે સોલહ સિંગાર કિશોર-લતા - http://youtu.be/787GGmytWko
૪. રૂઠ ગયે મોસે શ્યામ સખી રી, ચૈન મૈં કૈસે પાઉં મૂળ લેખમાં આ ગીતમાં બીજાં ગાયિકા 'ખબર નથી' એમ જણાવ્યું છે. પરંતુ    http://youtu.be/zd47dLfWdyM ક્લિપને ધ્યાનથી જોતાં, અને સાંભળતાં, 2.22 પર જોઇ શકીશું કે દેવ આનંદને નૃત્યાગનામાં કામિની કૌશલનો ચહેરો દેખાવા લાગે છે. તે ક્ષણથી ગીત રાજ કુમારીને બદલે લતા મંગેશકરના અવાજમાં  પણ ફેરવાઇ જાય છે. બીજાં ગાયિકા રાજકુમારી જ છે તે આ http://youtu.be/RfviokhEXM4 (ઑડિયૉ) ક્લિપનાં શિર્ષક વડે પણ નક્કી કરી શકાય છે. જો કે કેટલીક અન્ય સાઈટ, જેના પર માત્ર રેકર્ડની ઑડિયો જ છે, એમાં તો માત્ર લતા મંગેશકરનો જ ઉલ્લેખ છે.
૫. ચંદા રે જા રે જા રે, પિયા સે સંદેસા મોરા કહીયો જાય લતા મંગેશકર - http://youtu.be/2DtN7fredKA
૬. તુઝે ઓ બેવફા હમ જીંદગી કા આસરા સમઝે લતા મંગેશકર http://youtu.be/smz-ZYso6MQ
૭. ચલી પિ કો મિલન, બન ઠન કે દુલ્હન શમશાદ બેગમ http://youtu.be/s52moCvqs3Y
૮. અબ કૌન સહારા હૈ, જબ તેરા સહારા છુટ ગયા લતા મંગેશકર http://youtu.be/sDvZn8x74OY
૯. મરને કી દુઆએં ક્યું માંગુ, જીને કી હસરત કૌન કરે કિશોરકુમાર http://youtu.be/8InU035J6WM
'શ્રીમાન સત્યવાદી' ('૬૦) દત્તારામ - પોતે સ્વતંત્ર રીતે આપેલાં સુંદર ગીતો છતાં પણ,શંકર જયકિશનની ધુનને વાંજિત્ર-વ્યવસ્થાના પ્રાણ પૂરનાર તરીકે વધારે જાણીતા એવા દત્તારામ આપણને, મુકેશનાં શ્રેષ્ઠ, મસ્તીભર્યાં, ગીતોમાં જેમની કાયમ ગણના થાય એવાં કેટલાંક ગીતો આ ફિલમમાં પીરસે છે.
૧. ઋત અલબેલી મસ્ત સમા, સાથ હંસિ ઔર રાત જવાં.... મૂકેશ - ગુલઝાર દીનવી http://youtu.be/sN-2Fm3UlEQ
૨. એક બાત કહું વલ્લાહ, યે હુસ્ન સુભાન અલ્લાહ... મહેન્દ્ર-સુમન-મૂકેશ - ગુલઝાર દીનવી http://youtu.be/Pabyhom52as
૩. અય દિલ દેખે હૈં હમને બડે બડે સંગદિલ... મૂકેશ - હસરત જયપુરી -  http://youtu.be/VmI35mls9jM
૪. ભીગી હવાઓં મેં તેરી અદાઓં મેં, કૈસી બહાર હૈ... સુમન-મન્ના ડે - ગુલઝાર દીનવી  http://youtu.be/xjV0fuf1Df0
૫. રંગ રંગીલી બૉતલ કા દેખ લો જાદુ.... મુહમ્મદ રફી - ગુલશન બાવરા http://youtu.be/_Rh3Z7y2bd0
૬. ક્યું ઉડા જાતા હૈ આંચલ, ક્યું નઝર શરમા રહી હૈ.... સુમન કલ્યાણપુર - ગુલઝાર દીનવી  http://youtu.be/9Gi8f9uMT8g
૭. હાલ-એ-દિલ હમારા, જાને ના બેવફા, યે જમાના જમાના.... મૂકેશ - હસરત જયપુરી http://youtu.be/ITG7Y6eJY4A
આ સંસ્કરણમાં આપણ હજુ એક સરખા લાગતા વિષય, પણ તદ્દન જુદાં પોતવાળા બીજા  બે લેખને પણ માણીશું.  એક ગીતની વિવિધ આવૃત્તિઓ પરની શ્રેણીને SoY, Multiple Versions Songs (6) – Both versions by female playback singer(s) (1) – Abhi To Main Jawan Hun, લેખ દ્વારા આગળ ધપાવે છે, જ્યારેHarveypam Blogપર શ્રી અરૂણકુમાર દેશમુખે Inspire!  લેખ કર્યો છે. એક ધુન, વિવિધ ગીતના ખ્યાલને પાયામાં લઇ કોઇ મૂળ ગીત પરથી "પ્રેરણા' લઇને બનાવાયેલ ગીતોનો રસથાળ તેઓ રજૂ કરે છે.
બ્લૉગૉત્સવનાં આ સંસ્કરણમાં આપણી પાસે SoYપર એક અને Harveypam Blog’ પર  એક, એમ હજૂ બીજા બે લેખ પણ માણવાના રહે છે.
Harveypam Blog’ પર  Look, who’s here! માં 'આ કોણ આવ્યું" એ કલ્પનાની મુખ્ય ધરીપર ગીતો રજૂ કરાયાં છે. કોઇની આપણે રાહ જોઇ હોય અને તે આવે, કે કોઇ અચાનક જ આવી ચડે ત્યારે જે આનંદની સરવાણીઓ ફૂટે તેને હિંદી ફિલ્મોનાં ગીતોમાં બહુ જ માધુર્યથી વણી લેવામાં આવી છે.
જ્યારે SoYપર  શ્રી સુબોધ અગ્રવાલ દ્વારા કોઇ એક શાસ્ત્રીય રાગ પરનાં હિંદી ફિલ્મ ગીતો, તે રાગની સમજાવટ અને તેના ખાસ ખુબીઓવાળી  શાસ્ત્રીય બંદિશોને રજૂ કરતી શ્રેણી Songs based on classical ragasમાં,  રાગ દેશ અને તેની સાથોસાથ ચાલતો ગણી શકાય એવો તિલક કામોદ આ વખતના લેખ Film Songs Based on Classical Ragas (6) – Desh and Tilak Kamod Film Songs Based on Classical Ragas (6) – Desh and Tilak Kamod શિર્ષક હેઠળ રજૂ થયેલ  છે, નો વિષય છે. તેના પુરોગામી ગણાતા રાગ સોરઠની ઓળખાણ પણ આ લેખમાં થાય છે. અને વધારામાં, લેખના અંતમાં તેમણે રાગ દેશપર ધડાયેલી રવિન્દ્રનાથ ઠાકુરની નૃત્યનાટિકા  'શ્યામા'નો પણ રસ પરિચય કરાવ્યો છે.
આ દરેક પૉસ્ટ પર દર સમયની જેમ ખૂબજ વિસ્તૃત, માહિતીપ્રદ ચર્ચામાં તરબોળ થવાની અને જે તે વિષય પર હજૂ વધારે ગીતો સાંભળવાની બેવડી મજા તો માણવાની મળે છે જ.
આપને બ્લૉગૉત્સવની આ સફર ગમી  કે નહીં તે જરૂરથી જણાવશો.
આ વિષય પર જો કોઈ અન્ય બ્લૉગ કે સાઈટ તમારા ધ્યાનમાં હોય, તો તે પણ અહી જરૂરથી જણાવશો.

No comments: