Friday, May 3, 2013

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૪ /૨૦૧૩


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના  '૪/૨૦૧૩' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
સાંપ્રત સંસ્કરણની શરૂઆત આપણે કેટલીક અનોખી યાદ /ઘટનાઓ / અંજલિઓથી કરીશું –

SoYએ બહુ જ તાદ્દશ્ય રીતે, અને તેનાથી પણ વધારે કળાત્મક અને સર્જનાત્મક રીતે, શમશાદ બેગમના ૯૪મા જન્મ દિવસની મુબારકબાદને તેનાં અતિ લોકપ્રિય ગીત - મેરે પિયા ગયે રંગુન - અને "રગુન'ની યાદોને ‘Mere piya gaye Rangoon’ and some more Indo-Burmese links’માં વણી લીધેલ છે. 'રંગુન' સાથેની પહેલી કડી તરીકે તેમણે છેલા મુગલ બાદશાહ, બહાદુર શાહ ઝફરની તેમના છેલ્લા દિવસોમાં કેદની યાદને જોડી છે.તેમની દરગાહની બાજુમાં કોતરીને સચવાયેલી તેમની ગમ-એ-દાસ્તાંનાં પ્રતિક સમી બે ગઝલો - 'લગતા નહીં હૈ જી મેરાઉઝડે દયાર મેં' અને 'ન કિસીકા આંખ નૂર હું'ને હબીબ વલી મોહમ્મદના સ્વરમાં રજૂ કરી છે. બીજી કડી સ્વરૂપે મ્યાનમારના છેલ્લા શાસકને અંગ્રેજોએ મંડાલીમાં કેદ કર્યા હતા તેની મુલાકાતને સાંકળી લીધી છે. ત્રીજી કડી રૂપે વર્તમાન મ્યાનમારમાં ભારતીય મનોરંજન પ્રવાહોની લોકપ્રિયતાના ઉદાહરણોને લીધાં છે.

વિધિની વક્રતા પણ કેવી કે તેમના જન્મ દિવસની યાદોનાં ફૂલોની સુગંધ હજુ વિસરાય તે પહેલાં તો ૨૪મી અપ્રિલના રોજ શમશાદ બેગમ આ ફાની દુનિયાને આખરી સલામ કહી ચૂક્યાં. તેમનાં વિધ વિધ પ્રકારનાં ગીતોને યાદ કરીને તેમને એટલી જ વણથંભી અંજલિઓ પણ અપાઇ. તે પૈકી કેટલીક અહીં રજૂ કરી છે:

શમશાદ, સંગીતકે લિયે શુક્રિયા \ Sangeet ke liye shukriya, Shamshad! - લિખાવટ

'આત્માને ચિરઃશાંતિ પ્રાપ્ત થાઓ \ #RIP- Shamshad Begum: A song in her hear - kracktivist પર ગીતાંજલી રૉયનો લેખ

શમશાદ બેગમ ૯૪ની વયે વિદાય - Shamshad Begum: The Original Nightingale
શમશાદ બેગમ - ક્યારના યે વીસરાઈ ચૂકેલાય અવાજને અંજલિ/ Shamshad Begum: A tribute to a voice long gone - India Insight પર અંકુશ અરોરા

ઝુમકા ગીરા રે બરૈલી કે બઝારમેં \ Jhumka gira re Bareli ke baazaar mein @ Atul’s Bollywood Song A Day - અહીં આગલા દિવસે જ શમશાદ બેગમનાં અદ્‍ભૂત ગીતોને પણ રજૂ કરાયાં છે.

પર "અલવિદા , શમશાદ બેગમ \ Farewell, Shamshad Begum"માં એક વર્ષ પહેલાંના તેમના જન્મદિવસે કરાયેલી પૉસ્ટ, ten favorite Shamshad Begum songs, ને પણ સાંકળી લેવાયેલ છે.

ડસ્ટેડ ઑફએ ‘શમશાદ બેગમનાં ૧૦ ગીતો \ Ten Shamshad Begum songs’,માં તેમનાં પ્રાદેશીક ગીત ને રજૂ કર્યાં છે.

બીજી એવી અનોખી ઘટના છે હિંદી ફિલ્મોના સદાબહાર 'ખલનાયક' પ્રાણને દાદાસહેબ ફાળકે પુરસ્કાર સોંપવના પ્રસંગને લક્ષમાં લઇને, જન્મભૂમી પ્રવાસીમાંના શ્રી શીકાંત ગૌતમની કાયમી સાપ્તાહિક લેખમાળા 'રાગ રંગ'માંના, ૨૧મી એપ્રિલ, ૨૦૧૩ના લેખ - ખલનાયકનું ખડખડાટ હાસ્ય-માં પ્રાણદ્વારા તેમના વિલનગીરીના ટોચના સમયે અભિનિત હલકા ફૂલકા પ્રસગોને મઢી લેતાં ગીતોને રજૂ કર્યાં છે. તે્ને અહીં રજૂ કર્યાં છેઃ

આકે સીધી લગી દિલ પે જૈસે કટરિયા - હાફ ટિકીટ (૧૯૬૨) - સંગીતકારઃ સલીલ ચૌધરી - સ્ત્રી (કિશોરકુમાર) અને પુરૂષ (પ્રાણ)બન્ને માટે ગાયકઃ કિશોર કુમાર

સુભાન અલ્લહ હસીં ચહેરા - કાશ્મીરકી કલી (૧૯૬૪) - સંગીતકારઃ ઓ પી નય્યર - ગાયક - મોહમ્મદ રફી

દિલ કી ઉમંગે હૈં જવાં - મુનીમજી - સંગીતકાર સચીન દેવ બર્મન - પ્રાણના ઉપર ફિલ્માંકન કરેલી પંક્તિઓને કોઇ ઠાકુરે સ્વર આપ્યો છે.

આ ઉપરાંત ફિલ્મ અધિકાર (૧૯૮૧)માં તેમણે, મોહમ્મદ રફીના સ્વરમાં રાહુલ દેવ બર્મનની કવાલી - જીના હૈ ઉસીકા જિસને યે રાઝ જાના-ને પણ અનોખા અંદાઝમાં રજૂ કરી છે.

અને ત્રીજી ઘટના છે, આપણા હિંદી ફિલ્મ સંગીતના બ્લૉગવિશ્વના સહ પ્રવાસી શ્રી અરૂણકુમાર દેશમુખની Atul’s Bollywood Song A Day – with full lyrics’ પર મહેમાન લેખોની સદી. તેમણે આ પ્રસંગે, તેમની પૉસ્ટ, Aa ri sakhi main tohe preet sikha doon માં સહુથી પહેલાં પાર્શ્વસ્વરાંકન થયેલ થયેલ હિંદી ગીતની ૧૯૩૭ની ફિલ્મ “મહાગીત”નાં ઐતિહાસીક મહત્વને રજૂ કરેલ છે.

આ સંસ્કરણ માટે આપણી પાસે મોહમ્મદ રફીનાં ત્રણ પ્રકારનાં ગીતો પણ છે -

પહેલાં છે વિજય બાવડેકર દ્વારા સંપાદીત 'મોહમ્મદ રફીનાં વિરલ ગીતો \ Rare Gems of Mohammad Rafi - જેમાં તેમણે એવાં ૨૦ ગીતોને યાદ કર્યાં છે, પહેલી નજરે આપણી યાદમાં ભૂસાઇ રહ્યાં છે, પણ તે દરેક વિરલ છે તે બેશક છે. અહીં તેમાંનાં ૬ ગીતો મૂક્યાં છે:

ઉસ પાર ઇસ દ્વારકે જો બૈઠે હૈ કોઇ ઉનસે જાકે કહ દે હમ જો કહતે હૈં - સૈયાં (૧૯૫૧) – સંગીતકાર: સજ્જાદ

મોહબ્બત મેં ખુદાયા - શહનાઝ (૧૯૪૮) - સંગીતકારઃ અમીરબાઈ

હમ તો હૈ તુમ પર દિલસે ફીદા યાર દે દો હમેં ક્સમ-એ-ખુદા - બેવકુફ (૧૯૬૦)- સંગીતકાર: સચીનદેવ બર્મન

દિલને પ્યાર કિયા એક બેવફાસે - શરારત (૧૯૭૨) સંગીતકાર: ગણેશ

શામ-એ-બહારા સુબહ-એ-ચમન તુ મેરે ખ્વાબોંકી પ્યારી દુલ્હન - આજા સનમ (૧૯૭૫) સંગીતકારઃ ઉષા ખન્ના

યે કિસકી આંખોંકા નૂર હો તુમ યે કિસકા દિલકા કરાર હો તુમ - પાકીઝા (ફિલ્મમાં ન આવરી લેવાયેલ ગીત) - સંગીતકાર - ગુલામ મહમ્મદ

આવી જ બીજી એક રસપ્રદ યાદી is Mohammad Rafi and Joy Mukherjee combination had only gave everlasting hits છે. અહીં તે પૈકીનાં પાંચ ગીત રજૂ કર્યાં છે:

અય બેબી ઇધર આઓ - લવ ઇન સિમલા (૧૯૬૦) - ઇકબાલ કુરેશી - આશા ભોસલે સાથેનું યુગલ ગીત

ફિર તેરે શહરમેં મિટને કો ચલા આયા હું - એક મુસાફિર એક હસીના (૧૯૬૨) - ઓ પી નય્યર

પ્યાર કી મંઝીલ મસ્ત હસીં - ઝીદ્દી (૧૯૬૪) - સચીન દેવ બર્મન

દિલ કે આયનેમેં તસવીર તેરી - આઓ પ્યાર કરેં - ઉષા ખન્ના

કિસને મુઝે સદા દી - સાઝ ઔર આવાઝ - નૌશાદ

Conversations over Chaiના જૂનાં ખજાનામાં પણ જોય મુખરજી પરનાં ગીતો Remembering Joy Mukherjee પૉસ્ટ માં જોવા/સાંભળવા મળશે.

અને ત્રીજું એક અલગ જ જયાએ નોંધાયેલું ગીત છે - Inde Bollywood and Cieપરની 'ફિલ્મોનાં ગીતો'ની શ્રેણીમાં ૨૭૧ ગીતો પૈકી નું 'તેરી પ્યારી પ્યારી સુરત કો [ફિલ્મ - સસુરાલ - સંગીતકારઃ શંકર જયકિશન]. અહીં મૂકાયેલ ક્લીપમાં તેમાં ફિલ્મ ટ્રૅક પર જોવા મળતી વધારાની અંતરાની કડી સાંભળવા મળશે.

આપણી પાસે આ સંસ્કરણનાં બે અન્ય ખાસ વર્ગીકરણમાં આવરી લેવાયેલા લેખ છે :

નૂત્યની સાથે સંકળાયેલાં ગીતો -

Conversations over Chai દ્વારા My Favourites: Stage Performances નાં સ્વરૂપમાં એક એક અભિનવ યાદી રજૂ કરાઇ છે. તેની જૂની યાદીઓમાં 'ગણિકાઓનાં ગીતો' \My Favourites: The Courtesan's Song પણ માણવાની મજા લેવાનું ચૂકવા જેવું નથી.

Harvey Pam’s Blog પર વહીદા રહેમાન નાં પસંદા ૧૦ ગીતોને Dancing Graceમાં રજૂ કરાયાં છે, જેમાં પણ કેટલાંક બહુ જ યાદગાર નૃત્ય ગીતો છે.

અને વહીદા રહેમાનની વાત કરી રહ્યાં છીએ તો, વહીદા રહેમાન પરની કેટલીક અન્ય લિંક પર મુલાકાત લેવી જોઇશે -

10 of my Favorite Waheeda Rehman Songs @ Sunahariyaaden – આ સાઈટનો આપણે અહીં પહેલી વાર ઉલ્લેખ કર્યો છે.
Ten of my favourite Waheeda Rehman songs @Dusted Off

અને તે ઉપરાંત આ જ લેખ શ્રેણીના હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૨_૨૦૧૩ના લેખમાં પણ વહીદા રહેમાન પરના બહુ મજેદાર લેખ જોવા મળશે.

શિશિર કુમાર શર્મા "બીતે હુએ દિન" પર હિંદી ફિલ્મની વીતી ગયેલી ક્ષણો અને વ્યક્તિઓની મધુર યાદને તાજી કરાવે છે. આ સંસ્કરણમાં આપણે તેમના એપ્રિલ ૨૦૧૩ના બે લેખની મુલાકાત લઇશું. મેરા સુંદર સપના બીત ગયા - કામિની કૌશલ લેખના અંતે તેમણે કામિની કૌશલની કારકીર્દીનાં સીમાચિહ્નો કહી શકાય તેવાં તેમના દ્વારા રૂપેરી પડદે ભજવાયેલાં ગીતોની લિંક્સ આપી છે. સ્ફટીક જેવી નિર્મળ આંખોવાળા ખલનાયક - કમલ કપૂર માં તેમની કારકીર્દીને અનોખા અંદાજ માં રજૂ કરેલ છે.

"રાત અકેલી હૈ"પર પણ ઘણા સમયથી મુલાકાત લઇએ છીએ, પણ આ વખતે "કરૂણ ગીતો'નાં સ્વરૂપમાં આપણા બ્લોગોત્સવના વ્યાપને અનુરૂપ લેખ જોવ મળી ગયો. આપણે આ સાઇટની મુલાકાત લેતાં રહીશું.

એક ગીતનાં વિવિધ સ્વરૂપ \ ‘Multiple Versions of Songs’ શ્રેણીની દડમજલને Multiple Versions Songs (7) – Both Versions By Female Playback Singers (2) – A Happy And A Sad Version ચાલુ રાખે છે.

Conversations Over Chai, તેમની આગવી પ્રથાનુસાર My Favourites: Songs of Cynicism રજૂ કરે છે, જેમાં ગીતના શબ્દો માત્ર દાર્શનીક ન હોય, પણ 'વાંકાપાડાં' પણ હોવા જરૂરી છે તે શરતને કારણે એક બહુ જ અનોખી યાદીને માણવા (!) મળે છે.

તો વળી In Conversation with Minoo Mumtaz માં SoY આપણને એક અકસ્માત મુલાકાતથી એક ખજાનાનાં દ્વાર ખોલી આપે છે.

અને આ સંકરણનું સમાપન કરીશું Dusted Off ના Songs for all times: Celebrating 100 years of Hindi film music વડે. આ લેખ ફૉર્બ્સલાઇફ ઇન્ડીયાના ઉપક્રમે "ભારતીય સિનેમાનાં ૧૦૦ વર્ષ"ને નિમિત્તે એપ્રિલ-જુન ૨૦૧૩ના ખાસ અંકમાટે તૈયાર કરાયો છે. ભારતીય સિનેમાનાં ૧૦૦ વર્ષની ઉજવણી માટે યુ ટ્યુબ'એ પણ The Best of Hindi Movies and TV Showsને એક ખાસ વિભાગ બનાવેલ છે. બ્લોગોત્સવના આ મચ પર બ્લૉગ્સ અને સાઈટસ તેમ જ વિષયો અને ગીતોનું વૈવિધ્ય બરકરાર રહે તે માટે પ્રયત્નોમાં કોઇ કચાશ ન રાખવાની ખાત્રી આપવાની સાથે આ બાબતે આપના સક્રીય સહકારની અપેક્ષા સાથે ફરીથી મળવા માટે ..... આવજો.
Post a Comment