Monday, September 30, 2013

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૯ /૨૦૧૩

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના, ' /૨૦૧૩' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ વર્ષના સપ્ટેમ્બર માસમાં આશા ભોસલે સાત દાયકાની સફર પૂરી કરી ચૂક્યાં. Dusted Off તેમના જન્મ દિવસની યાદને તેમનાં ગીતોના દસ અલગ અલગ 'મૂડ' માં રજૂ કરે છે.
Songs of Yore, સચીન દેવ બર્મનની અલગ અલગ ગાયકો સાથેની યાત્રાની શ્રેણીમાં, તેમનાં આશા ભોસલેના 'શ્રેષ્ઠ' ગીતોને એક અલગ અંદાજમાં રજૂ કરે છે.
આ ઉપરાંત, આ પ્રસંગે, આપણે આશા ભોસલેની હિંદી ફિલ્મ સંગીત જગતની જૂદી જૂદી ઓળખાણ કરાવતા લેખોને પણ અહીં નોંધીશું:

૨૭ ઑગસ્ટના મુકેશની સંવત્સરી પ્રસંગે Songs of Yoreવડે બહુ અનોખી, અને તેટલી જ રસપ્રદ અંજલિ એસ ડી બર્મનનાં મુકેશનાં શ્રેષ્ઠ ગીતોમાં 'સચીનદાએ મુકેશનો બહુ જ મર્યાદીત ઉપયોગ કેમ કર્યો?' તેની બહુ જ નિષ્પક્ષ ચર્ચાની સાથે #૧ માં શ્રી અરૂણકુમાર દેશમુખ જણાવે છે કે એસ ડી બર્મને મુકેશ પાસે (માત્ર) ૧૨ ગીતો જ ગવડાવ્યાં  છે, તે પૈકી બાકી રહેલાં બે ગીતો #૧૯ પર શ્રી એન. વેંકટરામને પૂરાં કરી આપ્યાં છે.
Conversations Over Chai પર બ્લૉગના બીજા જન્મદિવસની મહેફિલ થોડી મોડી મંડાઇ પણ 'મારી પસંદના પ્રશંસાના ગીતો'ની 'ઈંડાંની વાનગીથી સ્ત્રી કંઇક વધારે' એવી રજૂઆતને કારણે વાતાવરણમાં રંગત જરૂર આવી ગઇ છે.
'બૉબી'થી ફિલ્મ ગીતોનાં લેખનમાં નવા જ પ્રકારની તળપદી છતાં મધુર ભાત પાડનાર શ્રી વિઠ્ઠલ્ભાઇ પટેલની ૪૧ ગીતોની કારકીર્દીને બીરેન કોઠારીએ ખરા અર્થમાં ભાવમય અંજલિ તેમના લેખ - ગીતકાર વિઠ્ઠલભાઈ પટેલની વિદાય: પ્યાર મેં સૌદા નહીં- વડે આપી છે.
બીરેન કોઠારીએ બીજી પણ એક વિદાય અંજલિ આપવાની કપરી ફરજ-સેવા બજાવવી પડી છે. મધુબાલા ઝવેરીની ૧૧મી સપ્ટેમ્બરે થયેલી ફાની વિદાયને તેમણે મધુબાલા ઝવેરીનો સ્વરવિલય વડે મઢી લીધી છે.
તેમણે એ પૉસ્ટમાં મધુબાલા ઝવેરીનાં બહુ જ નમૂનેદાર ગીતોની વીડિયો ક્લીપ્સ રજૂ કરી છે. આવો, આપણે પણ મધુબાલા ઝવેરીપરની કેટલીક અન્ય સાઈટ્સ અને ગીતોને અહીં યાદ કરીએ:

અને હવે આપણે બીજા વિષયો પરના લેખોની કેડી પકડીએઃ
એસ ડી બર્મન અને મોહમ્મદ રફીનાં સમીકરણને વિજય બવડેકરે, તેમના લેખ Maestro SDBurman, Evergreen Dev Anand & All Time Great Rafi Sahab & Hidden Truths માં વધારે ઊંડા ખૂંપીને ખોતર્યું છે. લેખના મુખ્ય મુદ્દાઓઃ
૧. દેવ આનંદના ચહેરા પરના ભાવ અને રફી સા'બની ગીતની ગાયકી બહુ અદ્દલ પણે બંધ બેસે છે. 
૨.દેવ આનંદના ,સુવર્ણ યુગનાંગીતો  માટે અન્ય સંગીતકારોની પસંદ તો મોહમ્મદ રફી જ હતા. 
૩.મજાની વાત તો એ છે કે બીજા નાયકો માટે સચીનદા માટે પણ પહેલી પસંદ મોહમ્મદ રફી જ હતા.
૪.અને હવે 'સુવર્ણકાળની નાયક ત્રિપુટી અને તેમના પ્રથમ પસંદના ગાયકોનાં ગીતોનો હિસાબ જોઇશું તો રફી સા'બે દિલીપ કુમારનાં લગભગ બધાં જ ગીતો ગાયાં, અંદાઝ કે મેલા જેવા કેટલાક અપવાદો સિવાય; કિશોર કુમાર અને મોહમ્મદ રફીનો દેવ આનંદનાં ગીતોનો હિસ્સો લગભગ સરખો છે;  રાજ કપુરનાં ગીતોમાં મુકેશનો સિંહ ફાળો જરૂર છે, પણ તેમાં પણ મોહમ્મદ રફીએ રાજ કપુરનાં ૩૧ ગીતો ગાયાં છે.
'ડાન્સીસ ઑન ફુટપાથ' વસુંધરા -વૈજયંતીમાલાનાં માતુશ્રી - નાં એક નૂત્ય ગીત, A Song Performed By Carmen Miranda and Vasunthara Devi aka Vyjayanthimala’s Mother ને રજૂ કરે છે. અહીં તેમણે વસુધરાએ રજૂ કરેલું ayyayyo-vasuntharadevi-mangammasabatham 1941   અને તે જેના પરથી પ્રેરીત થયું છે તે That Night In Rio (1941) - Carmen Miranda - "I, Yi, Yi, Yi, Yi (I Like You Very Much),  એમ બન્ને ગીત મૂક્યાં છે.
'ડાન્સીસ ઑન ફુટપાથ'એ યુટ્યુબ પર એક બહુ જ સરસ ચૅનલ LifeIsaTrain પણ બનાવી છે, જેના     Classical Indian dancing feet / Noor Jehan / Kumari Kamala Lakshman,  Recent uploads વિગેરે વિભાગો પર વિગતે મુલાકાત લેવાનું ચૂકવા જેવું નથી. બ્લૉગ પર કંઇ ખોળવામાં મુશ્કેલી પડે તો આ ચેનલ બહુ હાથવગી પરવડી શકે છે.
આજનાં સંસ્કરણમાં સચીન દેવ બર્મન અને વૈજયંતીમાલા પર બહુ વાત કરવાનું થયું, એટલે ઘણા સમય પહેલાં ધ્યાન પર આવેલ- બોલીવુડનાં ૧૦૦ વર્ષ - ચેનલની યાદ આવી. ત્યાં  એ બન્ને પર અનુક્રમે આ વિડિયો ક્લીપ્સ -  S.D Burman- The King Of Melody  અને Vyjayanthimala - The First Female Superstar Of Bollywood - માણવા મળશે. અને એ ચૅનલની મુલાકાત લીધી જ છે તો સાથે સાથે Music Maestros Part-1 અને  Music Maestros Part-2  પણ અહીં ગ્રંથસ્થ કરી જ લઇએ.
મારા મિત્ર સમીર ધોળકિયાના 'મિત્ર'એ એક બીજી યુ ટ્યુબ ચેનલ - Portrait of Director - ની જાણ કરતો સંદેશો મોકલાવ્યો હતો. દુરદર્શન પર રજૂ થયેલ,જાણીતા ફિલ્મ-નિર્માતા રમેશ શર્માની એક બહુ જ રસદાર શ્રેણી છે. ફિલ્મ નિર્માણનાં જૂદાં જુદાં પાસાંઓને મૃણાલ સેન, ઋત્વીક ઘટક, મનમોહન દેસાઇ, શ્યામ બેનેગલ, રાજ કપૂર બિમલ રૉય જેવા દિગ્ગજ નિર્દેશકોની નજરે જોવાનો લ્હાવો મળે છે.
હવે પછી, દરેક મહિને  આપણે બન્ને ચૅનલમાંથી કમ સે કમ એક એક વૃતાંતની વાત અહીં માંડીશું.
હવે મુલાકાત લઇએ આ બ્લૉગૉત્સવ પર 'પહેલી' મુલાકાતવાળા એક 'નવા' બ્લૉગ Indian film posters from 1930[silent] to1970 [color]ની. સાઈટ ખોલતાં જ સહુથી પહેલાં જગમોહનનાં ગીતોનાં સંકલિત ગીતોની પૉસ્ટ DIL DE KAR DARD LIYA HAI MAINE SUNG BY JAGMOHAN... (Jagmohan Sursagar NFS)(1940) નજરે પડી. જેમની પાસે જગમોહનનાં ગીતો નથી તેમને માટે આ બહુ જ સારો સ્ત્રોત પરવડશે. થોડાં આગળ જતાં, film "Fariyaad" (1942)  નજરે પડી. આ ફિલ્મનાં માણવાં જેવાં કેટલાંક ગીતોઃ
અય દિલ-એ-બેકરાર બોલ - શમીમ કમલ પાશા
કહોજી જી ના લગે બીન તેરે - ઇશ્વરલાલ અને શમીમ કમલ પાશા
ખેમચંદ પ્રકાશનાં આ ગીતો સાંભળતાં મને ૧૯૬૪નાં સ્નેહલ ભાટકરનાં સંગીતવાળી ફરીયાદ આવી ગઇ. ૧૯૪૨નાં ગીતો યાદ રાખવાની કોશીશ કરતાં કરતાં ૧૯૬૪નાં આ ગીતો ગણગણાવવાની મજા પડી ગઇ. અહીં ત્રણ યુગલ ગીતો રજૂ કર્યાંછેઃ
આપને હજૂર મુઝસે  - સુમન કલ્યાણપુર, મોહમ્મદ રફી
તેરી નઝર ને તો કાફિર બના દીયા - મુબારક બેગમ, મોહમ્મદ રફી
વો દેખો દેખ રહા હૈ પપીહા - સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપુર
Songs of Yoreએ તેમની ૧૯૫૩ની સાલના શ્રેષ્ઠ ગીતોની રસપ્રદ,અને વિશદ ચર્ચાનાં સમાપનનો બીજો હપ્તો રજૂ કર્યો છે. આ પહેલાં, જ્યારે પહેલો હપ્તો રજૂ કરાયો હતો, ત્યારે પણ આપણે વિચાર્યું  હતું કે આ વિષય પર તો આપણે એક અલગ જ મુલાકાત ગોઠવીશું, તેથી અહીં વધારે વાત કરવાનું ટાળ્યું છે.
અહીં રજૂ થતા દરેક, અને તે ઉપરાંતના પણ  લેખ એક સાથે વાંચવા મળે એટલે ગુગલ+ પર હિંદી ચિત્રપટના સુવર્ણયુગનું સંગીત અને ગીતોનું પાનું પણ બનાવ્યું છે.

આ બધા જ પ્રયાસોને વધારે સમૃધ્ધ અને રોચક બનાવવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે...........
Post a Comment