વડીલ શ્રી કાંતિભાઈ "પાસે બેસવું અદ્ભૂત લહાવો હતો. કલ્પ્નાતીત અને
અગણિત અનુભવો હતા તેમની પાસે. કચ્છની જમીનના કણે કણને જાણે...... લોકોને અંગત રીતે
ઓળખે, પાંચથીય વધારે
દાયકાથી..... તે પોતે તો કચ્છના એન્સાઇક્લોપીડિયા! બધી જ માહિતિ કંઠસ્થ! ઉત્તમ
નોંધો."
'નિયતિનું સંતાન' એ એક ચરિત્રાત્મક નવલકથાનાં
સ્વરૂપમાં "વીસમી સદીના કચ્છના સ્વાતંત્ર્યસંગ્રામના અને પર્યાવરણના ઇતિહાસનુ
દસ્તાવેજીકરણ છે.
અત્યાર સુધી ક્ચ્છ જિલ્લના નવ તાલુકાઓ અને ત્રણ અન્ય એમ બાર પુસ્તિકાઓ,
શ્રી કાંતિપ્રસાદ
અંતાણીનું જીવનચરિત્ર અને ગાંધીજીના પ્રભાવથી કચ્છમાં રાજા સામે જ ચળવળ થઇ તેનો
નજરે જોનાર સાક્ષી તરીકેનો અહેવાલ એમ ૧૪ પુસ્તકોમાં શ્રી કાંતિપ્રસાદભાઈ પાસેની
કચ્છના ઇતિહાસ અને તત્કાલીન સમાજની અમૂલ્ય માહિતિનું દસ્તાવેજીકરણ તો થયું જ છે.
"પરંતુ વિચારોના સ્વરૂપે જે સાહિત્ય રજૂ થાય તેનો એક બહુ નિશ્ચિત, અને કંઇક અંશે મર્યાદીત,
વાચક વર્ગ હોય છે.
વધુ લોકો સુધી આ ચરિત્ર અને માહિતી પહોંચી શકે તેવા આશયથી હરેશભાઇ ધોળકિયાએ આ
ચરિત્રને નવલકથાનાં સ્વરૂપે મૂકવાના પ્રયોગનું ખેડાણ કરેલ છે.
આજે, તા. ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ આ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ ભૂજ (કચ્છ) મુકામે આયોજાયો છે.
પુસ્તકનો વિગતે પરિચય આપણે અહીં થોડા સમય બાદ કરીશું.
"નિયતિનું
સંતાન" - ISBN : 978 – 81- 8480 -919 -0
લેખક - હરેશ ધોળકિયા
ન્યૂ મિન્ટ રોડ, પેરીસ બેકરી પાસે, ભૂજ કચ્છ ૩૭૦૦૦૧, ભારત
ફોનઃ +૯૧ ૨૮૩૨ ૨૨૭૯૪૬
પ્રકાશકઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,
રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦૦૦૧, ભારત
No comments:
Post a Comment