Wednesday, September 30, 2015

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૯_૨૦૧૫



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ મહિનાના આપણા બ્લૉગોત્સવનાં આ સંસ્કરણની અંજલિઓની શરૂઆત આપણે Fearless Nadia (?)singing a romantic song 1943 થી કરીશું, જેમાં રાજકુમારી અને મનસૂરે ગાયેલ, 'હંટરવાલેકી બેટી'નાં, છન્નાલા્લ નાયક વડે સ્વરબદ્ધ થયેલ, ચંચલ ધારા નદી કિનારાને યાદ કરાયું છે.
કરણ બાલીના લેખ - An Evening With Nadia માં Movies at the Museumની કાયમ મુલાકાત લેવાનું નક્કી કરી લેવાનું થાય તેવાં વાડીઆ મુવિટોનનાં નાદીઆની યાદગાર ફિલ્મનું સ્ક્રીનીંગની વાત કરાઈ છે.
આવી જ એક મધુર યાદ Guzra Hua Zamana Aata Nahin Dobara” – S. Mohinder માં યાદ કરાઈ છે. લેખમાં આવરી લેવાયેલ સંગીતકાર એસ. મોહિન્દર સાથેની મુલાકાત પણ બહુ જ રસપ્રદ છે. તેને તો લેખમાં જ વાંચીશું, પણ લેખને અંતે મુકાયેલ ગીતોની  યાદી અહીં મૂકવાની લાલચ તો નથી રોકી શકાતી...
·         અય દિલ ઉડાકે લે ચલ - સેહરા (૧૯૪૮)
·         હમ દિલકી કહાની ક્યા કહતે - શાદીકી રાત (૧૯૫૦)
·         દો નયના તુમ્હારે પ્યારે પ્યારે - શ્રીમતિજી (૧૯૫૨)
·         કાગવા રે જા બલમા કે દેસ્વા - બહાદુર (૧૯૫૩)
·         ઝખ્મી હૈ પાઓં મેરે - અલ્લાદીન કા બેટા (૧૯૫૫)
·         જવાની જૂલતી હૈ  - નાતા (૧૯૫૫)
·         ક઼ુરબાન ગયે તુઝપે ગોરી - સૌ કા નોટ (૧૯૫૫)
·         આતી હૈ મેરે સામને આંચલકો થામ કર - શાહઝાદા (૧૯૫૫)
·         અય રાત કે મુસાફિર - કારવાં (૧૯૫૬)
·         ગુઝરા હુઆ જમાના આતા નહીં દોબારા - શીરીન ફરહાદ (૯૧૫૬)
·         તેરે ઘુંઘરૂ જો છમ છમ બાજે - નયા પૈસા (૧૯૫૮)
·         જવાન આંખમેં કિતના સુરૂર હોતા હૈ - સુન તો લે અય હસીના (૧૯૫૮)
·         ચુપકે સે કુછ દિલને કહા - ખૂબસુરત ધોખા (૧૯૫૯)
·         ગર તુમ બુરા ન માનો - મેહલોં કે ખાબ (૧૯૬૦)
·         મેરે પ્યારોં - (ઝમીન કે તારે (૧૯૬૦)
·         શમા સે કોઈ કહ દે - જય ભવાની (૧૯૬૧)
·         ચલે હો કહાં કહો - રીપોર્ટર રાજૂ (૧૯૬૨)
·         રાતકી દુલ્હન સજી સજી - કેપ્ટન શેરૂ (૧૯૬૩)
·         શામકી તન્હાઈયાં હૈ - ઝરક ખાન (૧૯૬૩)
·         મૌસમ લેહરા ગયા - પિકનીક (૧૯૬૬)
·         યે જવાની બડી બદનામ હૈ - સુનહરે કદમ (૧૯૬૬)
·         મિત્તર પિયારે નુ - નાનક નામ જહાઝ હૈ (૧૯૬૯)
·         તુમ સુલ્તાન કહાં હો મિયાં - મુઘલાની બેગ઼મ (૧૯૭૯)
એસ મોહિન્દરનાં ગીતો અહીં પણ સાંભળવા મળશે.
બહુ રસપ્રદ સંજોગ એ પણ છે કે સમીર ધોળકિયાએ પણ મોકલેલ પોતાની પસંદના સુધીર કપુરના લેખ -Kyun Chamke Bijuriya Saawan Ki -માં પણ એસ મોહિન્દરનાં 'બેખબર' (૧૯૬૫)નાં આશા ભોસલેનાં સ્વરમાં ગવાયેલ ગીતની જ વાત છે. એ લેખ આપણને એક બીજા લેખ -Phool Muskuraye Kyon, Chand Jagmagaye Kyon. . . - તરફ લઈ જાય છે, જેમાં વળી 'સરફરોશ' (૧૯૬૪)નું મોહમ્મદ રફી અને આશા ભોસલેનું એક બીજું યુગલ ગીત પણ સમાયેલું છે.
Asha Bhosle with reluctant Naushad and C Ramchandra: Part 1 (solos) : એ સમયના બે ધુરંધર સંગીતકારો નૌશાદ અને સી. રામચંદ્રએ આશા ભોસલેનો શરૂઆતનાં વર્ષોમાં નછૂટકે જ ઉપયોગ કર્યો છે. અહીં રજૂ કરાયેલાં યાદગાર ગીતોમાં વિસારે પડતાં જતાં કેટલાંક ગીતોને આપણે અહીં યાદ કરીશું -
·         ઈક બાત કહું મેરે પિયા સુન લે અગર તૂ - અમર (૧૯૫૪) - નૌશાદ
·         લહરાયે જિયા બલ ખાયે જિયા - શારદા (૧૯૫૭) - સી રામચંદ્ર
·         મૈં તેરી દિલ તેરા મિતવા - તસવીર (૧૯૬૬) - સી. રામચંદ્ર : ખુશી તેમ જ કરૂણ ભાવ
Asha Bhosle with reluctant Naushad and C Ramchandra: Part 2 (duets) :  આ બંને સંગીતકારોએ આશા ભોસલેનાં જે યુગલ ગીતો રચ્યાં તેમાનાં અમુક ગીતો બેમિસાલ થયાં હતાં. આમ નૌશાદ અને સી.રામચંદ્રનાં આશા ભોસલે સાથેનાં સહકાર્યને પૂરો ન્યાય કરવા માટે તેમણે રચેલાં આશા ભોસલેનાં યુગલ ગીતોનું મહત્ત્વ પણ કમ નથી.
૨૧મી સપ્ટેમ્બરના નુર જહાનના ૮૯મા જન્મ દિવસે Happy 89th Birthday, Madam Noor Jehan!  . આ બ્લૉગ પર નુર જહાનના આ પહેલાં રજૂ થયેલા જન્મ દિવસના સંદર્ભના લેખો - 83rd Birthday (2009) ||  84th Birthday (2010) || 85th Birthday (2011) Noor Jehan and Lata, || 87th Birthday (2013) || 88th Birthday (2014).
કરણ બાલીના લેખ -India’s loss, Pakistan’s gain: The journey of singing great Noor Jehan after 1947 -માં લેખક નોંધે છે કે નુર જહાનની પાકિસ્તાનની ફિલ્મી દુનિયાની પહેલી ફિલ્મ છેક ૧૯૫૧માં રજૂ થઈ.  અહીં તેમણે તેમની બીજી ઈન્નિગ્સમાં પર્દા પર ભજવેલ ગીતોમાંનાં કેટલાંક ગીતો રજૂ કર્યાં છે -
·         તેરે મુખડે દા કાલા કાલ તિલ વે - ચાન વે - 'જુગનુ'ના સંગીતકાર ફીરોઝ નિઝામી સાથે નુર જહાન ફરી એક વાર સાથે થયાં
·         ચાંદની રાતેં - દુપટ્ટા (૧૯૫૨)- ફીરોઝ નિઝામી
·         કાલી કાલી જાન દુખ લખ તે - પતે ખાન (૧૯૫૫)
·         જિસ દિન સે પિયા દિલ લે ગયે - ઇન્તઝાર (૧૯૫૬)- ખ્વાજા ખુર્શીદ અન્વર - આ ફિલ્મમાં ચાંદ હંસે દુનિયા બસે, આ ભી જા, ઓ જાનેવલે રે ઠહરો જરા રૂક જાઓ, જેવાં ગીતો બેહદ લોકપ્રિય થયાં આ ફિલ્મ માટે નુર જહાનને રાષ્ટ્રપતિનો શ્રેષ્ઠ ગાયિકાનો ખિતાબ પણ એનાયત થયો હતો.
·         દિલ કા દિયા જલાયા - કોયલ (૧૯૫૯) ખુર્શીદ અન્વર. આ જોડી અહીં પોતાનો જાદુ એક પછી કે એવાં રીમ ઝીમ રીમ ઝીમ પડે પુહાર, સાગર રોયે લહરેં શોર, મહેકી હવાએં ગાતી ફિઝાએં, તેરે બીના સૂની સીની લાગે રે ચાંદની રાત જેવાં  ગીતોમાં પણ પાથરે છે.
Shailendra was the proverbial moth who got burned too quickly -  ગીતકાર-કવિ શૈલેન્દ્ર ૪૯ વર્ષ પહેલાં આપણને વિચારતાં અને રડતાં કરી મૂકે તેવાં અનેક ગીતોનો વારસો મૂકીને આ દુનિયા છોડી ગયા - અક્ષય મનવાણી [અક્ષય મનવાણી Sahir Ludhianvi: The People’s Poet (HarperCollins India 2013) ના લેખક છે]- આ ૩૦મી ઓગસ્ટના શૈલેન્દ્ર ૯૨ વર્ષના થયા હોત. ગણેશ અનંતરામનનાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પુસ્તક, Bollywood Melodies: A History of the Hindi Film Song,માં ખ્યાતનામ ગીતકાર, કવિ અને ફિલ્મસર્જક ગુલઝાર્નું સૈલેન્દ્ર વિષે કહેવું છે કે, 'મારા મત મુજબ એ એવા ગીતકાર હતા જેને ફિલ્મનાં અને કવિતા અને નાટ્યમચનાં માધ્યમના તફાવતની સમજ ગળથૂથીમાં હતી. ફિલ્મ માધ્યમને તેમણે બહુ જ સ-રસ પણે આત્મસાત કરી લીધું હતું. આ માધ્યમની જાણકારી, સિચ્યુએશનની સમજ, પાત્રની ભાવનાઓની અંદર સુધી દાખલ થવું,અને પાત્રની સ્વાભાવિક શૈલીમાં ગીતને લખવું જેવી બાબતોમાં તેમની બરોબરી કદાચ કોઈ કરી ન શકે.હું તો ત્યાં સુધી કહીશ કે હિંદી સિનેમાના બધા જ ગીતકારોમાં શૈલેન્દ્ર જ પૂર્ણ નિપુણતાથી અને સફળપણે ફિલ્મનાં માધ્યમનું અભિન્ન અંગ બની શક્યા. બીજા બધા એવા કવિઓ હતા જેમણે ફિલ્મો માટે ગીતો લખ્યાં.'
Dolls and puppets, child-like(?) dances, sprightly singing by Lata, Shankar Jaikishan… - લેખનાં શીર્ષક સાથે સંકળાયેલાં આ ગીતો રજૂઆતના સમય મુજબ કરાઈ છે. હા, પહેલાં ગીત કરતાં છેલ્લું ગીત છે સાવ જૂદું, પણ પહેલેથી છેલ્લે સુધી તબક્કાવાર જે ફરક થતો ગયો છે તે બહુ જ રસપ્રદ બની રહે છે !
·         દિલમેં તૂ મેરે દિલમેં તૂ - કાલી ઘટા (૧૯૫૧)
·         બોલ રે કઠપુતલી બોલી (ખુશીના ભાવનું ગીત) - કઠપુતલી (૧૯૫૭)
હવે આપણે આપણા અન્ય નિયમિત બ્લૉગ્સ પરના બીજા લેખોની મુલાકાત લઈએ –
બેકગ્રાઉંડમા ગવાતાં ગીતો એ ફિલ્મોમાં એક ખાસ વિશેષતાપુર્ણ ગીતપ્રકાર મનાય છે. Ten of My Favorite Background Songs માં આવાં ગીતોને રજૂ કરાયાં છે. અહીં ફિલ્મનાં ટાઈટલ્સમાં આવતાં ગીતોને ખાસથી આવરી નથી લેવાયાં.
Gaata Rahe Mera Dilની સમીક્ષા પછી R.D. Burman - The Man, The Musicની સમીક્ષા આવકાર્ય બની રહે છે.
Basant (1960): ઓ પી નય્યરનાં શ્રેષ્ઠ કે લોકપ્રિય ગીતોની કક્ષામાં ભલે ન બેસે પણ ચોરી ચોરી ઈક ઈશારા હો ગયા હૈ,  નૈનોમેં સૂરજકી કિરણેં, રાસ્તેમેં ઈક હસીન જેવી ધૂન બહુ જ કર્ણપ્રિય તો રહી જ છે.
Bells and Whistles - “Bells and Whistles” એ અંગ્રેજીનો બહુ જાણીતો મુહાવરો છે. જેનો અર્થ  કંઈક વધારાનું કે અલબેલું એડ્ડ-ઑન. પણ હિંદી ફિલ્મોમાં ઘંટડીઓ કે સિસોટીઓનો ગીતોનાં ભાગ રૂપે જ ઉપયોગ બહુ પ્રચલિત છે. અ બંનેનાં પ્રયોગ સાથેનાં અઢળક ગીતોમાંથી ચુંટેલાં ૧૫ ગીતો અહીં સાંભળી શકાય છે.
From back-up to the front row: Reintroducing Bollywood dancer Edwina Lyons - Nandini Ramnath - ૧૯૫૦-૬૦ના દાયકામાં હિંદી ફિલ્મોનાં નૃત્યોમાં બહુધા જોવા મળતાં ગુમનામ કલાકારો પૈકી એડવિના લ્યોન્સના ૨૨ જુલાઇ પરના જન્મ દિવસે પ્રગટ થયેલ સુરજિત સિંગનાં પુસ્તક, 'Edwina An Unsung Dancer of the Bollywood Era'ના પરિચયાત્મક લેખમાં એડવિનાનાં ઘણાં દૃશ્યોને જીવંત કરાયાં છે.
MUSINGS ની મુલાકાત પહેલાં જ આપણે અલગથી નુતન દ્વારા અભિનિત, સાહિરના કાવ્યમય શબ્દોથી અને રોશનની એક આગવી ધુનથી રચાયેલ આશા ભોસલેના સ્વરમાં ગવાયેલ એક કવ્વાલીને Nigahen Milane Ko Ji Chahta Haiમાં યાદ કરી લઈએ.
રાઝકી બાત હૈ. મહેફીલમેં કહેં ના કહે
બસ ગયા હૈ કોઈ દિલમેં, કહેં ના યા ન કહેં
દિલ-ઓ-જાં લુટાનેકો જી ચાહતા હૈ
આપણે  MUSINGSના અન્ય વિભાગોની મુલાકાત કરી રહ્યાં હતાં એ સમય દરમ્યાન ત્યાં લાટ સાહેબ (૧૯૬૭, ગ્રહણ (૧૯૭૨, અન્જામ (૧૯૭૮) અને કસ્તુરી (૧૯૭૮ /૮૦)ના રિવ્યૂ મુકાયા છે.
હવે આપણા મિત્રોએ આ મહિને યાદ કરેલાં ગીતોની મજા માણીએ……
·         માસૂમ ચહેરા યે ક઼ાતિલ અદાયેં - દિલ તેરા દિવાના (૧૯૬૨) - લતા મંગેશકર, મોહમ્મદ રફી - સંકર જયકિશન
આડ વાતઃ ભીમપલાસી પર આધારિત અન્ય ગીતોની  યાદી અહીં જોવા મળે છે.
·         કાન્હા બોલે ના - સંગત (૧૯૭૬) - મન્ના ડે, લત મંગેશકર - સલીલ ચૌધરી - જાં નિસ્સાર અખ્તર
વીન્ટેજ એરા પછી કોઈ અદાકારે પોતે પોતાનું ગીત ગાયું હોય કે કોઈ નિયમિત પાર્શ્વગાયકે ગીતને પર્દા પર ગાયું હોય તેવી બીના અસામાન્ય બનવા લાગી હતી. સમીર ધોળકિયાએ આ પ્રકારનાં ગીતો પૈકી તેમને ગમતાં બે ગીતો યાદ કર્યાં છે. જો કે આ વિષય અલગ લેખ માટેનો વિષય છે, તેથી આપણે ઉપયુક્ત સમયે અલગથી ચર્ચા કરીશું.
·         લાગી નહીં છૂટે રામા - મુસાફિર (૧૯૫૭) - દિલીપ કુમાર, લત મંગેશકર - સલીલ ચૌધરી
·         રાતને ક્યા ક્યા ખ્વાબ દિખાયે - એક ગાંવ કી કહાની - તલત મહમુદ - સલીલ ચૌધરી
સુમનભાઈ (દાદુ), શિકાગો, અમેરિકાથી આ ગીતો (ઑડીયો) મોકલ્યાં હતાં :
·         યે જલવે યે અદા - પાસીંગ શૉ (૧૯૬૦) - ગીતા દત્ત, એસ બલબીર - મનોહર
·         યે હવાએં સનમ - પાસીંગ શૉ (૧૯૬૦) - ગીતા દત્ત - મનોહર
·         બચના ઝરા તીર ચલે  - પાસીંગ શૉ (૧૯૬૦) - ગીતા દત્ત - મનોહર
·         નો..નો ડોન્ટ સે ગુડનાઈટ - મિસ ગુડનાઈટ - ગીતા દત્ત અને સાથીઓ - હંસરાજ બહલ
કુછ તો સમઝ અય ભોલે સનમ, કહતી હૈ ક્યા નઝરોંકી જુબાં
- કાંચકી ગુડિયાં (૧૯૬૧) - મુકેશ અને આશા ભોસલે - સુહર્દ કાર
·         કિત ગયી મનકી નાવ - કમલ રોય (હબીબ વલી મોહમ્મદ) - ઓ પી નય્યર- ૧૯૪૦ના દાયકામાં લાહોરમાં રેકોરદ થયેલ ગૈર-ફિલ્મી ગીત
સોંગ્સ ઑફ યૉરની વાર્ષિક સમીક્ષા શૄંખલાના લેખ Best songs of 1950: And the winners are?   પરની ચર્ચા આપણે ૧૯૫૦નાં યાદગાર ગીતોને ચર્ચાની એરણે ની શૃંખલાનાં સ્વરૂપે કરી રહ્યાં છીએ. આ ચર્ચાના પહેલાં ચરણમાં યાદગાર સ્ત્રી ગીતો અંતર્ગત આપણે લતા મંગેશકરનાં સી. રામચંદ્ર તેમ જ હુસ્નલાલ ભગતરામ અને ગુલામ મોહમ્મદ રચયિત ગીતોની વાત જુલાઈ ૨૦૧૫ના અંકમાં કરી હતી. ઓગસ્ટ ૨૦૧૫માં લતા મંગેશકરનાં અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી રાની અને વિનોદનાં ગીતો તેમ જ અન્ય સ્ત્રી ગાયિકાઓનાં યાદગાર ગીતોમાં સુરૈયા, શમશાદ બેગમ, રાજ કુમારી અને ગીતા દત્ત તેમ જ કેટલાંક અન્ય ગાયિકાઓનાં ગીતો સાંભળ્યાં. હવે સપ્ટેમ્બર, ૨૦૧૫માં આપણે પુરુષ ગાયકોનાં ૧૯૫૦નાં વર્ષનાં યાદગાર સૉલો ગીતો સાંભળીશું  
આ ચર્ચા આપણે આગળના મહિનાઓમાં પણ ચાલુ રાખીશું.
ઓગસ્ટ ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં
                                                                                          પ્રકાશિત થયેલ છે.
અંતમાં, મોહમ્મદ રફીનાં કેટલાક બહુ જ અનોખાં ગીતોને આજના સંસ્કરણમાં યાદ કરીએ –
સુધીર ફડકેએ સ્વરબદ્ધ કરેલ સાવનકી ઘટાઓ ધીરે ધીરે આના - A Rafi-Khursheed duet from 1947 - જે સાવ છોકરડા જેવા દેવ આનંદ અને ખુર્શીદે 'આગે બઢો' માટે ફિલ્મના પર્દે ગાયું છે.
 Nasir-eclectic.blogspot.comપર લાંબા સમય બાદ મુલાકાત લેતાં મૈં  અલબેલા જવાં હું રંગીલા અને ધોકા ખાયેગી ના યારોંકી નઝર ને સાંભળીએ.
સુમનભાઈ (દાદુ)એ મદન મોહન -મોહમ્મદ રફીનાં સહકાર્યનાં બેનમૂત રત્નો પૈકી સાવન કે મહિનેમેં એક આગસી સીનેમેં લગતી હૈ તો પી લેતા હું (શરાબી - ૧૯૬૩)ને યાદ કર્યું છે. અહીં ગીતનાં બંને વર્ક્ઝન છે, પણ કહ્રૂ તો એકલતાના વિચારોમાં ખોવાયેલ ભાવવાળું ગીત જ ગણાય.
આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........

No comments: