હિંદી ચિત્રપટ
સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૫_૨૦૧૬ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ મહિનાના અંકની
શરૂઆત તિથિઓની સાથે સંકળાયેલ પૉસ્ટ્સની મુલાકાત કરીશું –
Forgotten Composers Unforgettable
Melodies: Iqbal Qureshi - હિંદી ફિલ્મ
સંગીતના ચાહકો માટે ઇક઼બાલ ક઼ુરેશી સાવ અજાણ નામ નથી. તેમનાં કેટલાંય ગીતો આજે પણ લોકોની જબાન પર રમે છે. અને, તેમ છતાં, વાણિજ્યિક
સફળતાની દેવી તેમના પર થોડી સી પણ મહેરબાન ન જ થઈ હતી. અહીં રજૂ થયેલ આવાં યાદગાર
ગીતોની સાથે કેટલાંક વિસારે પડેલાં ગીતો પૈકી કેટલાંક ગીતો આજે સાંભળીએ -
- આજ મૌસમ કી મસ્તી મેં ગાયે પવન - બનારસી ઠગ (૧૯૬૨) - મોહમદ રફી, લતા મંગેશકર – ગીતકાર: હસરત રોમાની
નોંધનીય બાબત તો એ છે કે આ જ ધૂનને જ્યારે તેઓએ એક ચમેલીકે મંડવે તલે (ચા ચા ચા, ૧૯૬૪)માટે ફરીથી વાપરી તો એ ગીત પર ટંકશાળ વરસી પડી હતી.
- હુસ્નવાલે હુસ્ન કા અન્જામ દેખ - કવ્વાલી કી રાત (૧૯૬૪) - મોહમ્મદ રફી, આશા ભોસલે – ગીતકાર: શેવાન રિઝ્વી
Manna Dey’s songs by Shankar-Jaikishan મન્ના ડેના ૯૭મા
જ્ન્મદિવસની અંજલિ છે. મૂળ પોસ્ટ અને વાંચકોના પ્રતિભાવો મળીને શંકર જયકિશને મન્ના
ડે માટે રચેલાં લગભગ સમગ્ર યાદગાર ગીતો અહીં સાંભળવા મળી જશે.
અન્ય વિષયોને લગતી પૉસ્ટ્સની
પણ મુલાકાત લઈએ -
My Favourites: 'Don't Go' Songs - અહીં રજૂ
કરાયેલાં ગીતોમાં સર્વસામાન્ય સૂર છે 'જાઓ
નહીં'નો. ગીતોના
મુખડામાં ક્યાંક ને ક્યાંક,કોઈને ન
જવાનું કહેવામાં આવી રહ્યું છે. મજાની વાત તો એ છે કે આ ગીતોને આપણે પસંદ પણ બહુ જ
કરતાં રહ્યાં છીએ. તેમ છતાં જે કોઈ ઓછાં સાંભળવા મળ્યાં હોય તેવાં ગીતો પૈકી
કેટલાંક ફરીથી યાદ કરી લઈએ –
- તરસાકે ન જા તડપાકે ન જા - દિલરુબા (૧૯૫૦) - ગીતા દત્ત - જ્ઞાન દત્ત - એસ એચ બિહારી
- શમા ગુલ કરકે ન જા - આરબ કા સિતારા (૧૯૬૧)- મુબારક બેગમ - સાદત - એહસાન રીઝ્વી - ક઼વ્વાલી કી રાત (૧૯૬૪)- મોહમ્મ્દ રફી, આશા ભોસલે - ગીતકાર શેવાન રીઝવી
Ten of my favourite cynical songs એ એવાં દસ ગીતો છે જેમાં ગાયકના મનની શંકા પડઘાય છે, તેની એવી માન્યતા છે કે આ દુનિયામાં કંઈ ભલી વાર નથી. ક્યારેક
એ કડવાશને કડવાશમાં તે સાવ હતાશા સાથે દુનિયાને નકારી કાઢે છે; તો ક્યારેક એ કડવાશ હાસ્ય કે મેણાંટોણાંમાં છૂપાય છે. એ
સમયે મોઢાં પર ક્યાંક હળવું હાસ્ય પણ નજરે ચડતું દેખાઈ દે. પણ એ બધાંની પાછળ છે તો
શંકાનો જ ભાવ. જો દૃશ્યમાં ન દેખાય તો શબ્દોને ધ્યાનથી સાંભળજો, જેમ કે
- યે દુનિયા શૈતાનોંકી બસ્તી હૈ - યહુદી (૧૯૫૮) - મોહમ્મદ રફી - શંકર જયકિશન – શૈલેન્દ્ર
- ચકોરી કા ચંદા સે પ્યાર - દામન (૧૯૫૧) - લતા મંગેશકર - કે દત્તા - રાજા મહેંદી અલી ખાન
- બતા અય ચાંદ અબ કૈસે કહેં હમ દાસ્તાં અપની - મહેરબાની (૧૯૫૦)- તલત મહમૂદ, લતા મંગેશકર - હફીઝ ખાન - અન્જુમ દેહલ્વી
- ચંદા ચમકે નીલગગનમેં - બહુત દિન હુયે (૧૯૫૪)- લતા મંગેશકર - ઈ. શંકર સાસ્ત્રી - પંડિત ચંદ્ર
- મૈં તો ચંદા કી નગરી સે આયી રે - બનારસી બાલા (૧૯૫૭) - સુધા મલ્હોત્રા અને સાથીઓ - કમલ મિત્ર - સરસ્વતી કુમાર 'દીપક'.
Madhubala
in Greece
- તમને
ખબર છે કે ૧૯૬૦ની આસપાસના સમયમાં મધુબાલા ગ્રીસમાં એટલી લોકપ્રિય હતી કે 'લાયકા' શૈલીના શ્રેષ્ઠતમ ગાયકોમાંના એક એવા સ્ટેલીઓ કઝાન્તીદીસ
તેના પર એક ગીત ગાયું હતું. !? અંગ્રેજીમાં તરજુમા સાથે એ
ગીત અહીં સાંભળી શકાશે
Suraiya on the sets of Goonj (1952) - ગાયિકા અભિનેત્રી સુરૈયા એ ક્વાત્રા
પ્રોડક્શનની ફિલ્મ 'ગૂંજ"ના
સેટ પર ઘોડા સાથે દોસ્તી કરી દીધી; બધાં
સહકાર્યકરોને પણ રસ પડ્યો છે.
પ્રોડ્યુસર
કામિની કૌશલ (કેન્દ્રમાં) તેમણે પોતે
પ્રોડ્યુસ કરેલ ફિલ્મ 'ચાલીસ બાબા ઔર
એક ચોર'નાં આઠ પૈકી એક ગીતના રેકોર્ડીંગ સમયે. તેની
સાથે છે, ડાબેથી, દિગ્દર્શક પી એલ સંતોષી, પાર્શ્વગાયકો
કિશોર કુમાર અને લતા મંગેશકર અને ફિલ્મના સંગીતકાર એસ ડી બર્મન
A music link - ૨૦૦૮માં મળેલ એક અનુદાનની મદદથી સુરેશ ચંદવણકરે
Endangered
Archives Programme (EAP) 190 પ્રોજેક્ટ હેઠળ
યંગ ઈન્ડિયા રેકર્ડ્સનાં લેબલ હેઠળ ૧૯૩૩-૩૫ દરમિયાન પ્રસિદ્ધ થયેલ રેકર્ડ્સ,પ્રસિદ્ધિ સામગ્રી તેમ જ કેટલોગ્સનું ડીજિટાઈઝેશન પૂરું
કર્યું છે. આ આખા પ્રકલ્પમાં ૧૪૨૭ જેટલી આઈટેમ આવરી લેવાયેલ છે. આ સમગ્ર સામગ્રીને
હવે અહીં - http://sounds.bl.uk/World-and-traditional-music/Young-India-record-label-collection - નિઃશુલ્ક જોઈ
સાંભળી શકાય છે.(નોંધઃ આ સાઈટની મુલાકાત કરીશું તો ત્યાં Music From India ટેગ હેઠળ બીજી
પણ ૧૦૩ જેટલી આઈટેમ્સ જોવા સાંભળવા મળશે.)
હાલ પૂરતું, Silhouetteપરથી અહીં લઈ શકાય
તેવી તાજી સામગ્રી મળી નહીં, તેથી ગજેન્દ્ર નંદ ખન્નાની પૉસ્ટ, Madan Mohan: The
Composer of the Classes,માંથી મદન મોહન રચિત ગીતા દત્તના સ્વરમાં રજૂ
થયેલ કેટલાંક ગીતો સાંભળી લેવાનો મોકો ઝડપી લઈએ. આ ગીતો એ વાત સિદ્ધ કરે છે કે
જ્યારે જ્યારે મદન મોહને બહુ વાદ્યો સાથેની પાશ્ચાત્ય ધુનો પર કામ કર્યું ત્યારે
પરિણામો હંમેશાં અદ્ભૂત જ રહ્યાં છે:
- દુનિયા કે સાથ ચલ પ્યારે - પોકેટમાર (૧૯૫૬)
- યે રાહ બડી મુશક઼ીલ હૈ - ગેટવે ઑફ ઈન્ડિયા (૧૯૫૭)
- આંખ મિલાનેકે લિયે - ચંદન (૧૯૫૮)
- તુમસે નઝર મિલી - જાગિર (૧૯૫૭)
- કહાં ફિર હમ - નાઈટ ક્લબ (૧૯૫૮)
- દિલ કો લગાયે ભી ગવારા નહીં - સમુન્દર (૧૯૫૭)
કોઈ એક વર્ષનાં
ગીતોની ચર્ચા કરીને તેમાંથી શ્રેષ્ઠ ગીત તારવવાની સોંગ્સ ઑફ યોરની હવે પ્રસ્થાપિત
થઈ ચૂકેલ પ્રણાલિ મુજબ આ વર્ષે ૧૯૪૯નાં ગીતો ચર્ચાને એરણે લેવાયાં છે. આ ચર્ચાના
પાયારૂપ આલેખ કરતી પોસ્ટ- Best songs of 1949: And the
winners are?-ના આધારે આપણે
પણ ૧૯૪૯નાં ગીતો: ચર્ચાની એરણે શ્રેણી હેઠળ
૧૯૪૯નાં જાણીતાં તેમ જ આજે હવે ઓછાં જાણીતાં રહેલ ગીતોની શ્રેણીબદ્ધ પૉસ્ટ કરીશું. આ
ચર્ચાની શરૂઆત આપણે પુરુષ સૉલો ગીતોથી કરેલ છે. આ મહિને આપણે જી એમ દુર્રાની, તલત મહમૂદ, સુરેન્દ્ર અને 'અન્ય' પુરુષ ગાયકોનાં સૉલો ગીતોને સાંભળી ચૂક્યાં
છીએ.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ
પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના મે, ૨૦૧૬ના લેખો:
'ગુજરાત સમાચાર'માં દર
શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને
મેજિક'માં અજિત પોપટના
મે, ૨૦૧૬ના લેખોમાં સરદાર મલ્લિકનાં ગીતોની સફર
ચાલુ રહી છે:
દર મહિનાના
છેલ્લા શુક્રવારે અહીં એક નવા સંગીતકારની વાત કરવામાં આવે છે, જેમાં સંગીતકાર
જોડી રામ-લક્ષ્મણે પીરસેલાં સંગીતની કેટલીક રસપ્રદ વાતો રજૂ થઈ રહી છે...
મે, ૨૦૧૬માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
પ્રકાશિત
થયેલ છે.
તે ઉપરાંત ભગવાન થાવરાણીની શ્રેણી 'હૈ સબસે મધુર વો ગીત'માં તેમણે ન છેડો
કલ કે અફસાને કરો ઇસ રાત કી બાતેં –
રાત ઔર દિનનો રસાસ્વાદ કરાવ્યો છે. રજનીકુમાર
પંડ્યાની નિયમિત શ્રેણી 'લ્યો
આ ચીંધી આંગળી'માં આ વખતે અવિનાશ
વ્યાસનો આરંભ શું ફિલ્મ ‘ગુણસુંદરી’થી ? અને
મોહમ્મદ રફી કેન્દ્રમાં રાખતી પૉસ્ટસથી આજના અંકના
સમાપન કરીશું –
Bhoole Bisre પ્રકાશ ગોવ્ડાની એક નજીવા કહી શકાય તેવા ખર્ચે બનેલી ફિલ્મ
છે જે બહુ મોટો સંદેશ કહી જાય છે. આ લઘુ ફિલ્મમાં એક એવા વૃદ્ધ વ્યક્તિની વાત છે
જે કાને સાંભળવાનું મશીન મળે તેમ ઝંખી રહેલ છે, કારણ કે તેને મોહમ્મ્દ રફીએ ગાયેલાં ગીતોની મજા માણવી છે.
મોહમ્મદ રફીની એક ખાસ લાક્ષણિકતા એ
હતી કે તેઓ જે દેશની મૂલાકાતે જાય તે દેશની ભાષામાં ગીત તો ગાય જ. ૧૯૭૫માં તેમણે
કાબુલ (અફઘાનિસ્તાન)ની મુલાકાત કરી હતી. તે સમયે રેડિયો કાબુલ પર તેમણે કેટલાંક
ફારસી ગૈર ફિલ્મૉ ગીતો રેકર્ડ કરેલ. અહીં તે પૈકી એક ગીત મૂકેલ છે જે તેમણે
ત્યાંનાં ગાયિકા ઝ્હીલા સાથે ગાયેલ છે. આ ગીતની સ્વરરચના હફીઝુલ્લ 'ખયાલ'એ કરી છે .
(અય તાજાં ફૂલ, તું
ક્યા બાગની સુંદરતા છો?)
એજ રીતે તેઓ એક વાર સુરીનામની રાજધાની
પરાંરીબો ગયેલા, ત્યાં તેમણે એક
કાર્યક્રમમાં બહારોં ફૂલ બરસાઓને સુરીનામની સ્થાનિક ભાષામાં ગાયું હતું. એ
કાર્યક્રમની એક ઝલક આ ક્લિપમાં જોવા મળે છે.
હિંદી ફિલ્મના
સુવર્ણકાળની યાદોના આ સંગ્રહને વધારે રસપ્રદ અને વૈવિધ્યસભર બનાવવામાં આપ સૌનાં
સૂચનો આવકાર્ય છે........
No comments:
Post a Comment