Thursday, June 30, 2016

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૬_૨૦૧૬



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૬ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ મહિનાના અંકની શરૂઆત સંવત્સરીની, કે વર્ષગાંઠની, સાથે સંકળાયેલ પૉસ્ટ્સની મુલાકાત કરીશું –
Songs of Yore completes six years એ એક ખાસ્સા મહત્ત્વનાં સીમાચિહ્ન પાર કરવાની ઉજવણી છે. અ બ્લૉગની આગવી શૈલી મુજબ આ પોસ્ટમાં રજૂ કરાયેલ ગીતો ખરેખર ચાહકોની યાદ અને મજામાં નવું સોપાન ઉમેરે છે. જેમ કે:


Celebrating the Urs of Lal Shahbaz Qalandar, Part I: The Song મૂળ ગીતની વાત માંડે છે. મોટા ભાગનાં લોકોને આ રચનાનાં ઉગમ, સુફી કવિઓ વગેરે વિષે ઘણી એવી ખબર છે, પણ જે બંદીશને કેટલાય ગાયકોએ દાયકાઓથી પોતપોતાની રીતે રજૂ કરી છે એ મૂળ  રચનાના સર્જક વિષે ખાસ કંઈ જ ખ્યાલ નથી એમ કહી શકાય. એ સંગીતકાર છે પાકીસ્તાની ફિલ્મ સંગીત નિર્દેશક માસ્ટર આશિક઼ હુસૈન. એ ફિલ્મ હતી જબરૂ (૧૯૫૬)- લાલ મેરી પત રખિયો. બીજા ભાગમાં ઉર્સને લગતી કેટલીક સ-રસ દસ્તાવેજી ક્લિપ્સ અને એક બહુ જ પસંદીદા પુસ્તકમાંથી રસપ્રદ અને મજેદાર વાતો રજૂ કરાયેલ છે.
અન્ય વિષયોને લગતી પૉસ્ટ્સની પણ મુલાકાત લઈએ
Shankar-Jaikishan’s female dance duets - આ પહેલાંની પૉસ્ટ - Shankar-Jaikishan’s dance songs for Lata Mangeshkar - પર બહુ સક્રિય ચર્ચાઓ થઈ ચૂકી હતી. આજની પૉસ્ટ તેને અનુસાંગિક પૉસ્ટ કહી શકાય. અહીં પણ જાણીતાં ગીતોની સાથે ઓછાં જાણીતાં ગીતો વાચકના રસને વધારે જગવે છે. જેમ કે:


Romance of letters - હૉલીવુડ અને બૉલીવુડ, એમ બન્ને તરાહની ફિલ્મોમાં પત્રોનું એક આગવું સ્થાન રહ્યું છે. પત્રોને કારણે સર્જાતા સંજોગોને ભાત ભાતનાં ગીતોમાં વણી લઈ બૉલીવુડની ફિલ્મો આ બાબતે એક કદમ આગળ છે એમ પણ કદાચ કહી શકાય. આ ગીતો ફિલ્મની વાર્તામાં મહત્ત્વનું સ્થાન ધરાવતાં હોય કે ન હોય તે મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ જ રહ્યું છે કે આ ફિલ્મોના ભારતીય ચાહકોનાં મનમાં આ ગીતોનું પોતાનું સ્થાન ખાસ જરૂર રહ્યું છે.


અત્રે Conversations Over Chai પરની પૉસ્ટ My Favourites: Letters in Verse પરથી બે ભાગમાં કરેલ અનુવાદ - ફિલ્મી ગીતોમાં પત્રો - ભાગ ૧ અને ભાગ ૨- ને પણ યાદ કરી લઈએ.
First films of some music directors - Arunabh Chowdhuri માં લેખનાં શીર્ષકને અનુરૂપ હકીકતોની સાથે સાથે કેટલીક રસભરી વાતો પણ આવરી લેવાઈ છે, જેમ કે - 'ખાસ તો ધ્યાનાકર્ષક બાબત તો એ છે કે લતા મંગેશકરને અગ્રીમ હરોળમાં મૂકી આપવામાં જેમનો સિંહ ફાળો કહી શકાય એવા અનિલ બિશ્વાસ કે શંકર જયકિશન કે ખેમચંદ પ્રકાશ કરતાં પણ લતા મંગેશકરે ખય્યામ (તખલ્લુસ - શર્માજી)માટે પહેલાં ગીત ગાયું હતું. ખય્યામે સ્વરબદ્ધ કરેલ હીર રાંઝાનું 'કાહે કો દીન્હી બિદેસ' એ પરંપરાગત અવધી ગીત છે જે હવે અમીર ખુશરોને નામે બોલે છે. એ સમયે લતા મંગેશકરના સ્વરમાં એ ધુનને સજાવ્યા પછી લગભગ ૩૦ વર્ષ પછી ફરીથી ઉમરાવ જાન માટે ખય્યામે જગજિત કૌરના સ્વરનો ઉપયોગ કર્યો છે.
Life Lessons From Hindi Filmsમાં ગંભીર વાતો હળવા સૂરમાં કહેવાઈ છે. પૉસ્ટ પરની કૉમેન્ટ્સ વાંચતાં જાણવા મળે છે કે ડસ્ટેડ ઑફ પર આ જ પ્રકારના લેખો પહેલાં થયા છે, જેમ કે Ten Great Bollywood Mysteries અને Why I love the comforts of old Hindi cinema જેની લિંક Why I love the comforts of old Hindi cinemaમાં છે.
My Favourites: The Rain in Ten Moods - લગભગ આ જ સમયમાં, ત્રણ વર્ષ પહેલાં આપણે અહીં વરસાદ ગીતો અને તેનો બીજો ભાગ વાંચી, સાંભળી, માણી ચૂક્યાં છીએ. વરસાદ ગીતો બાદ આજે હવે વરસાદ દૃશ્યોની રંગત માણવા મળશે. લેખ પરની ચર્ચામાં scenseur pour l'efachaud નાં એક દૃશ્યને યાદ કરાયું છે. આ દૃશ્યમાં કદાચ વરસાદ નથી, પણ  ચર્ચા કરનાર લેખકની યાદમાં આ દૃશ્ય સાથે વરસાદની યાદ કંડારાઈ ચૂકી છે.મોરીઑ, કેમેરા અને સંગીત (અને હમણાં નહીં તો પછીથી આવેલ વરસાદ) તો અદ્‍ભૂત તો છે જ..!!!
My Favourites: The 'Mawsome is Awesome' Songs લેખનાં શીર્ષકમાં વપરાયેલ Mawsome શબ્દ આમ તો કૉલેજિયનોની ભાષાનો શબ્દ છે, પણ તેનો 'મૌસમ' સાથે અનુપ્રાસ મેળવીને 'મૌસમ' પરનાં ગીતોની મસ્તી અહીં અનુભવી શકાય છે. રજૂ થયેલ ગીતોમાંથી કેટલાંક ઓછાં સાંભળવા મળતાં ગીતોની મૌસમ આપણે માણી લઈએ - 


૧૯૪૯નાં ગીતો ચર્ચાને એરણે આપણે જી એમ દુર્રાની, તલત મહમૂદ, સુરેન્દ્ર અને 'અન્ય' પુરુષ ગાયકોનાં સૉલો ગીતો તેમ મુકેશનાં તથા મોહમ્મદ રફીનાં સદાબહાર ગીતો, થોડાં ઓછાં જાણીતાં ગીતોની બે પૉસ્ટને સાંભળી ચૂક્યાં છીએ.
Ten of my favourite philosophical songsમાં રજૂ થયેલાં ગીતો જીવનની ફિલોસૉફીની વાત છે. શરતે એટલી જ છે કે ફિલોસૉફી બહુ સ્પષ્ટપણે કહેવાયેલ હોવી જોઇએ - એટલે કે ગીતનું કેન્દ્ર જ એ હોવું જોઈએ. લેખની ચર્ચા દરમ્યાન એક ખાસ બાબત નોંધવામાં આવી છે કે હિંદી ફિલ્મોમાં કૉમેડીયનોને ફાળે આવતાં ગીતોમાં જીવનની ફિલોસૉફીને બહુ જ અસરકારક રીતે વણી લેવાતી જોવા મળે છે, જેમ કે -


On a biography of Shashi Kapoor, householder and movie star - Open સામયિક માટે Shashi Kapoor: The Householder, the Star પુસ્તક વિષે નિબંધ- સમીક્ષા – 'આ બધાં વચ્ચે, 'કલિયુગ'માં શશી કપુરના આજના કર્ણ તરીકેનું અને ન્યુ દિલ્હી ટાઈમ્સ કે વિજેતામાં પાતળી દોરા જેવી મૂછોથી ઉભરતાં ગંભીર પાત્રોમાં રૂપાંતર ખાસ ધ્યાન ખેંચે છે. એ મારા ચહીતા કળાકાર ભલે નહોતા, પણ તેમનું વ્યક્તિત્ત્વ હંમેશાં પ્રસન્નચિત્ત રહ્યું છે. જ્યારે આપણને મર્દાના ભૂમિકાઓ પ્રત્યે લગાવ હોય ત્યારે પણ શશી કપૂર (અને તેના જેવા જ ચૉકલેટી ચહેરાવાળા તેમના ભત્રીજા રિષી કપૂર)સંવેદીનશીલ ભૂમિકાઓમાં વ્યાવસાયિક મુખ્ય ધારાની કે શ્યામ બેનેગલ જેવા નિર્દેશકોની કળા ફિલ્મોની વચ્ચે પોતાનામાં કળાકારને સંતુલિત કરી શકયા હતા.'
Manna from heavenમાં Coffee House er addaનાં ભૂતકાળને ઝંખતાં દર્દ ભર્યાં ગીતની રજૂઆત છે. ગૌરીપ્રસન્ન મજુમદારે લખેલ ગીતમાં કૉફી હાઉસના દિવસોમાં અવિઅરત વહેતા કૉફીના કપ અને સસ્તી ચારમિનાર સિગરેટના કશમાંથી મોટાં સ્વપ્નો જોતા સાત મિત્રોની વાત છે.

 


 બ્રિટિશ નિર્દેશક હર્બર્ટ માર્શલ ઔધના છેલ્લા બાદશાહ (એ ભૂમિકામાં અશોક કુમાર)ને Wajid Ali Shahનાં શૂટીંગ દરમ્યાન હળવાશ પૂરી પાડે છે. પાછળ સુરૈયાના ચહેરા પણ એ રમૂજની અસર જોવા મળે છે. જો કે આ ફિલ્મ તો આખરે માળિયે ચડાવી દેવાઈ હતી.

Famous Singers and their Signature Singing Stylesમાં અંજના મોહન મોહમ્મદ રફી, કિશોર કુમાર, કે જે યેસુદાસ, બેગમ અખ્તર, લતા મંગેશકર અને આશા ભોસલેની ગાયકીની શૈલીની વાત કરે છે.


મુહમ્મદ અલી મોહમ્મદ રફીને પ્રશસ્તિતકતી સોંપે છે. યાસ્મિન રફીનાં સંગ્રહમાંથી તારીખ ન પાડેલો ફોટોગ્રાફ.


૨૧ વર્ષના રાજ ખોસલાની એક વિરલ તસ્વીર. રાજ ખોસલાએ ફિલ્મ ઉદ્યોગમાં પદાર્પણ કર્યું ૧૯૪૬ની ફિલ્મ રૈન બસેરાથી, પણ તેમની ફિલ્મજીવનકથામાં તેનો ક્યાંય ઉલ્લેખ નથી. (તસ્વીર સૌજન્ય - પકનતી લક્ષ્મી પ્રિયાનાં Old Is Gold  ફેસબુક ગ્રુપમાંથી)

આ પ્રકારની પૉસ્ટ વાંચતાં પહેલાં જે અપેક્ષા હોય તે બધી જ અપેક્ષાઓ પૂરી કરતી માહિતીઓ, ઈધર ઉધરની વાતો અને મહત્ત્વનાં ગીતો અહીં મળી રહે છે, જેમ કે - રાજ ખોસાલાએ ગુરૂ દત્તની અધુરી મૂકાયેલી એક ફિલ્મ (રાઝ) ખોળી કાઢી અને તેના પરથી તેમણે ૧૯૬૪માં બનાવી 'વોહ કૌનથી?'. એક ખાસ આડ વાતઃ 'વોહ કૌનથી?'નાં તમિળ અને તેલુગુ સંસ્કરણમાં મુખ્ય ભૂમિકા (આજનાં તામિળનાડુનાં મુખ્ય મંત્રી)જયલલિતાએ ભજવી હતી. આપણે લેખમાં સંદર્ભાયેલ એક ગીતને સાંભળીશું-
હમસે ભી કર લો કભી મીઠી મીઠી દો બાતેં - મિલાપ (૧૯૫૫) - ગીતા દત્ત - એન દત્તા (એમની પણ આ પહેલી જ ફિલ્મ હતી) - સાહિર લુધ્યાનવી
 


'સારા આકાશ'નું એક વિરલ પૉસ્ટર. સમાંતર સિનેમાનો ચીલો પાડનાર બીજી બે ફિલ્મો હતી મણિ કૌલની 'ઉસકી રોટી (૧૯૬૯) અને મૃણાલ સેનની 'ભુવન શોમ' (૧૯૬૯)
(ચિત્ર સૌજન્ય: A Manzil of Memories: Rare memorabilia from Basu Chatterji’s films)


  
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના જુન, ૨૦૧૬ના લેખો:


'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટના જુન, ૨૦૧૬ના લેખોમાં સરદાર મલ્લિકનાં ગીતોની સફર ચાલુ રહી છે:


દર મહિનાના છેલ્લા શુક્રવારે અહીં એક નવા સંગીતકારની વાત કરવામાં આવે છે, જેમાં સંગીતકાર જોડી રામ-લક્ષ્મણે પીરસેલાં સંગીતની કેટલીક રસપ્રદ વાતો રજૂ થઈ રહી છે...


જુન, ૨૦૧૬માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં


પ્રકાશિત થયેલ છે.
તે ઉપરાંત ભગવાન થાવરાણીની શ્રેણી 'હૈ સબસે મધુર વો ગીત'માં તેમણે અજબ તોરી દુનિયા હો મોરે રામા દો બીઘા જમીન નો રસાસ્વાદ કરાવ્યો છે.
મોહમ્મદ રફી કેન્દ્રમાં રાખતી પૉસ્ટસથી આજના અંકના સમાપન કરીશું
10 songs of Mohammad Rafi that you are not heard ofમાંથી ખરે ખર બહુ જ ઓછાં સાંભળવા મળતાં બે ગીતોને તો આપણે પણ યાદ કરી જ લઈશું:


A to Z of Mohd. Rafi Songs અચલ રંગાસ્વામીએ અંગ્રેજી બારાખડીના એક એક અક્ષર પરથી શરૂ થતાં લગભગ દરેક હાવભાવ કે ગાયક રજૂ કરી શકે એવી રજૂઆતને આવરી લેતાં ગીતોનો થાળ રજૂ કર્યો છે.
હિંદી ફિલ્મના સુવર્ણકાળની યાદોના આ સંગ્રહને વધારે રસપ્રદ અને વૈવિધ્યસભર બનાવવામાં આપ સૌનાં સૂચનો આવકાર્ય છે........

No comments: