Sunday, July 3, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો



૧૯૪૯નાં ગીતોની ચર્ચાનાં પહેલાં ચરણની એરણે આપણે પુરુષ સૉલો ગીતો સાંભળ્યાં. આ તબક્કામાં આપણે જી એમ દુર્રાની, તલત મહમૂદ, સુરેન્દ્ર, 'અન્ય' ગાયકો, મુકેશ અને મોહમ્મદ રફીનાં સદાબહાર રહેલ ગીતો તેમ જ પ્રમાણમાં ઓછાં લોકપ્રિય રહેલાં સૉલો ગીતોને બે હિસ્સામાં  આવરી લીધાં હતાં.
આ રીતે આપણે સોંગ્સ ઑફ યૉરના મૂળ વિહંગાલોકન લેખ - Best songs of 1949: And the winners are?-માં જેમની નોંધ લેવામાં આવી તે ઉપરાંત હિંદી ફિલ્મ ગીત કોષની મદદથી કેટલાંક વધારે ગીતોની યાદ પણ તાજી કરી લીધી.
મને સૌથી વધારે ગમેલાં ગીતોની યાદી નક્કી કરતી વખતે મેં કોઈ એક ફિલ્મમાંથી એક જ ગીત પસંદ કરવાનું નક્કી કર્યું છે. આ કારણસર જ્યારે પણ કોઈ ફિલ્મમાં એકથી વધારે ગીતો વચ્ચે પસંદગી કરવાનું થયું ત્યારે એક જ ગીતને પસંદ કરવામાં જે કશ્મકશ થઈ તેણે કારણે આ યાદી મારા માટે ઘણી વધારે રસપ્રદ બની રહી.
તો આ છે મને સૌથી વધારે ગમેલાં, વર્ષ ૧૯૪૯નાં, પુરુષ સૉલો ગીતો, જે અંગ્રેજી કક્કાવારી મુજબ ફિલ્મોના નામના ઉતરતા ક્રમમાં ગોઠવેલ છે -


કોઈ એક ગીત લઈએ કે કોઈ એક ફિલ્મનાં બધાં જ ગીતોને મળીને લઈએ, ૧૯૪૯ના વર્ષના શ્રેષ્ઠ પુરુષ ગાયક માટે મુકેશની દાવેદારી એક્દમ પ્રબળ જ રહી છે. તે સામે કુલ ગીતોની સંખ્યા, જેમાંથી કુલ સદાબહાર ગીતોની સંખ્યા કે જેમના માટે ગીત ગાયાં એ સંગીતકારોનાં વૈવિધ્યમાં કે અલગ અલગ મૂડનાં ગીતોનાં વૈવિધ્ય જેવાં વ્યાપક પરિમાણોની ચર્ચા ને એરણે ૧૯૪૯નાં વર્ષ માટે શ્રેષ્ઠ પુરુષ ગાયક તરીકે પસંદ કરવા માટે મને બહુ વિચાર નથી કરવો પડ્યો.
આમ, મારી દૃષ્ટિએ, ૧૯૪૯ના શ્રેષ્ઠ પુરુષ ગાયક મોહમ્મદ રફી છે અને તેમનાં આ વર્ષનાં ગીતોમાં શ્રેષ્ઠ ગીત સુહાની રાત ઢલ ચૂકી ના જાને તુમ કબ આઓગે  છે.
સોંગ્સ ઑફ યૉર પર પુરૂષ સૉલો ગીતો પરની ચર્ચાનાં તારણોને આવરી લેતી પૉસ્ટ - Best songs of 1949: Wrap Up 1  - પણ પ્રકાશિત થઈ ચૂકેલ છે.દર વર્ષની જેમ ચર્ચા દરમ્યાન વ્યક્ત થયેલ વિવિધ પ્રકરનાં મંતવ્યો વિષે ની ચર્ચા પણ રસપ્રદ રહેલ છે. સોંગ્સ ઑફ યૉરના મંતવ્ય મુજબ ૧૯૪૯ના શ્રેષ્ઠ ગાયક મુકેશ રહે છે અને તેમનું શ્રેષ્ઠ ગીત, તૂ કહે અગર જીવન ભર મૈં ગીત સુનાતા  જાઉં, મન બિન બજાતા જાઉં  રહ્યું છે.
હવે પછી બીજા તબક્કામાં, આપણે ૧૯૪૯નાં ગીતોની ચર્ચાની એરણ પર લતા મંગેશકર સિવાયનાં અન્ય સ્ત્રી ગાયિકાનો સૉલો ગીતો લઈશું.

No comments: