Friday, March 31, 2017

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૩_૨૦૧૭



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૭ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
માર્ચ મહિનામાં ઉત્તર ભારત હોળીના રંગોથી રંગાઈ જતું હોય છે., જેની ઉજવણીરૂપે કેટલાક સ-રસ લેખોથી આજે આપણે આપણા અંકની શરૂઆત કરીશું.
“Whose father’s what goes?”  (ગુજરાતીમાં 'તારા બાપનું શું જાય છે?')માં હોળીણી રંગીન મસ્તીને ઝીલતાં લેખના શીર્ષક્માં હોળીની દિવસે થતી (નિર્દોષ) છેડ છાડ ને ચરિતાર્થ કરતાં હળવાં ગીતો યાદ કરાયાં છે.
રંગોને હિંદી ફિલ્મોનાં ગીતોને આવરી લેવા માટે હોળીનો જ પ્રસંગ જોઈએ  એવું જરૂરી નથી. આ પૂર્વધારણાને સાબિત કરતા લેખ Ten of my favourite songs featuring colours માં હોળી સિવાયના પ્રસંગોએ રંગોને ગીતોમાં આવરી લેતાં ગીતો રજૂ કરાયાં છે. યાદીને રસપ્રદ બનાવવા માટે શરત એ રખાઈ છે કે ગીતની પહેલી જ પંક્તિમાં રંગનું નામ આવવું જોઈએ અને કોઈ પણ રંગ દોહરાવો ન જોઈએ. જેમ કે,
હવે આપણે તિથિઓને લક્ષમાં રાખીને લખાયેલ લેખના નિયમિત વિભાગ તરફ વળીએ
“Phir Wohi Dil Laya Hoon” – Joy Mukerjee -  ટિકિટબારી પરની 'હમસાયા'ની નિષ્ફળતા અને 'લવ ઈન મોમ્બે' રીલીઝ ન થઈ શકી તેને કારણે જોય મુખર્જીએ નાણાનું નુકશાન તો વેઠ્યું જ પણ તેમની સફળ હીરો તરીકેને છાપ પણ ગુમાવી. પોતા પર ચડેલાં દેવાંને ઉતારવા હવે તેમણે બી અને સી ગ્રેડની  'એહસાન', 'પુરસ્કાર', 'મુજરિમ', 'આગ ઔર દાગ', 'કહીં આર કહીં પાર' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું. જોકે તેને કારણે તો તેમની છાપ વધુ બગડી. જોય મુખ્રજીના ચહેરા પર નિષ્ફળતાનાં વાદળ ઘેરાયેલાં જોવા મળતાં હતાં. ... હીરો તરીક એતેમણે ૩૨ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે.
Sai Paranjype’s ‘Katha’ is a fabulous fable about the most charming chawl in the world - Bubla Basu - સૈ પરાંજપેના ૭૯મા જન્મ દિવસે નસરૂદૂન શાહ, ફારૂખ શૈખ અને દીપ્તી નવલને ચમકાવતી એક બહુ જ હળવી, છતાં અર્થસભર ફિલ્મ 'કથા'ને યાદ કરાઈ છે.
For Sahir Ludhianvi, the best kind of love was unrequited - Nirupama Dutt -સાહિર લુધ્યાનવીના ૯૦મા જન્મ દિવસે તેમનાં જીવનમાં આવેલી સ્ત્રીઓ અને તે સિવાયના પણ તેમના અન્ય લોકો સાથેના સંબંધો સાથેના તેમના ૩૬ના આંકડારૂપ વ્યવહારની રજૂઆત કરવામાં આવી છે.
The eyes have it in ‘Achcha Ji Main Haari’ from ‘Kalapani’ - Rudradeep Bhattacharjee  - રાજ ખોસલાની ફિલ્મ 'કાલા પાની'નાં ગીત અચ્છાજી મેં હારી ચલો માન જાઓ ના ....માં ચહેરા પરના રમતિયાળ ભાવો અને આહોના ઉતારચડાવથી ગીતને જીવંત બનાવાયું છે.  
The Vanraj Bhatia interview: ‘My music was unique then and is perhaps unique even now’ - Greg Booth - તેમના ૯૦મા જન્મ દિવસે વનરાજ ભાટીયા ગ્રેગ બૂઠ સાથીની વાતચીતમાં પોતાનાં સંગીતનું વિહંગાવલોકન કરતાં કરતાં આશા સેવે છે કે એક તેમણે તૈયાર કરેલા એક ઓપેરા તેઓ તેમના જીવનકાળ દરમ્યાન પૂરો કરીને રજૂ કરી શકે. તેમનું 'સરદારી બેગમ' (૧૯૯૬)નું શોભા જોશીએ ગાયેલ સાંવરીયા દેખ જ઼રા ઈસ ઔર સાંભળીએ.
Films that are 50: A mad scientist, a vampire and willing victims in cross-border hit ‘Zinda Laash’ - Karan Bali  -  ૧૯૬૭માં પાકિસ્તાનમાં કરાયેલ ડ્રેકુલાના આ ઢીલું ઢાલું રૂપાતંરણ ટિકિટ બારી બહુ સફળ નીવડ્યું હતું.
માર્ચ, ૨૦૧૭ના 'વિસરાતી યાદો..સદા યાદ રહેતાં ગીતો'ના અંકમાં "એસ એન ત્રિપાઠી - જેટલા યાદ તેનાથી વધારે વિસરાયેલા" શીર્ષલ હિઠળ એસ એન ત્રિપાઠીનાં ૧૯૫૦ સુધીનાં કેટલાંક ગીતોને યાદ કરાયાં છે.
અને હવે અન્ય વિષયો પરના લેખ તરફ વળીએ –
તેમના આ પહેલાંના લેખBollywood’s Drag-Queen Acts માં શારદા અઈયરે હિંદી ફિલ્મોમાં પુરુષ કલાકારોએ ભજવેલા સ્ત્રી કીરદારોને રજૂ કર્યા હતા. હવે તેની બરાબર પ્રતિકૃતિની જેમ સ્ત્રી કલાકારોએ પરદા પર ભજવેલ સ્ત્રી પાત્રોને, WHEN BOLLYWOOD ACTRESSES DECIDED TO MASQUERADE AS ‘MEN’! માં રજૂ કર્યાં છે. તેમણે આવી ૧૮ ફિલ્મો ખોળી છે.
Unko Yeh Shikayat Hai Ke Hum Kuch Nahin Kehte – When Silence Speaks Volumes - કેટલાંક ગીતો તેમની ગીતની ખૂબીથી ઉપર નીકળીને દંતકથા સમાન બની જતાં હોય છે. અદાલત (૧૯૫૮)ની ગ઼ઝલ એ શ્રેણીમાં ઉચું સ્થાન ધરાવે છે.આનંદ દેસાઈ અને અંતરા નંદા મોંડલ આ અંતર્મુખી ગ઼ઝલનીની બારીકીઓની ઊંડાઈઓમાં આપણને લઈ જાય છે. રાજેન્દ્ર કૃષ્ણે શબ્દોથી સજાવેલ ગ઼ઝલને મદન મોહને સુરમાં ગુંથીને લતાના અવાજમાં રજૂ કરી છે.
Another Mujra in a Different Kitchen માં એવાં મુજરા (નૃત્યો)ની વાત કરવામાં આવી છે જેને કોઈ બહુ મોટા મંચ પર, ખાસ સજાવટથી તૈયારી કરીને રજૂ કરવામાં ન આવ્યાં હોય. અહીં તો નૃત્યકાર નીજાનંદ માટે  ઘરમાં,રસોડામાં ફ્રીજની સામે શાસ્ત્રીય નૃત્યોનો અભ્યાસ કરી લે છે.
Noor Jehan in Incomplete Film Tara (1949) - પૂરી થઈને રીલીઝ થઈ હોત તો  'તારા' નુરજહાંની પાકિસ્તાનની સૌથી પહેલી ફિલ્મ બની હોત. પણ ઉર્દુ ભાષી ફિલ્મોની સરિયામ નિષ્ફળતાને કારણે આ ફિલ્મ પૂરી થાય તે પહેલાં શૌકત હુસૈન રીઝ્વી / નુરજહાંને એવી સલાહ આપવામાં આવી કે પંજાબી ભાષાની ફિલ્મ બનાવો. આમ ૧૯૫૧માં રજૂ થયેલી 'ચનવે' પાકિસ્તનામાં રીલીઝ થયેલી નુરજહાંની પહેલી ફિલ્મ બની.
Guest Post: Rajinder Singh Bedi – My Uncle as I remember himમાં રાજિંદર સિઘ બેદીનાં ભત્રીજી - નાના ભાઈનાં દીકરી -  નિશ્ચિંત ભટનાગર રાજિન્દર સિંધ બેદીનાં વ્યક્તિત્વનની અંદર ડોકીયું કરાવે છે.

Film songs in classical ragas (11) – The evocative duo: Mand and Shivranjani. - શાસ્ત્રીય રાગો પર આધારિત ફિલ્મો ગીતો ઉપરાંત એ રાગની સરળ સમજ સાથેના લેખોની બહુ અભિનવ શ્રેણીમાં પ્રસ્તુત લેખમાં સુબોધ અગ્રવાલ માંડ અને શિવરંજિનીને રજૂ કરે છે.
'૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે' શ્રેણીમાં આપણે ૧૯૪૯નાં પુરુષ સૉલો ગીતો, લતા મંગેશકર સિવાયનાં અન્ય સ્ત્રી પાર્શ્વગાયિકાઓનાં સૉલો ગીતો, લતા મંગેશકરનાં સૉલો ગીતો અને યુગલ ગીતોને સાંભળી ચૂક્યાં છીએઆ લેખમાળાની સમાપ્તિ આપણે મને સૌથી વધારે પસંદ પડેલા સંગીતકારો પરની પોસ્ટ વડે કરી. આ લેખમાળાની બધી જ પોસ્ટ એક સાથે વાંચી શકાય તે માટે એમને ૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે  હેઠળ સંકલિત કરી છે.
Best songs of year  શ્રેણીની સફર પણ ચાલુ જ છે. હવે ૧૯૪૮નાં ગીતોને - Best songs of 1948: And the winners are?  -ચર્ચાને એરણે લેવાયાં છે.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના માર્ચ ૨૦૧૭ના લેખો:
'જન્મભૂમિ પ્રવાસી'ની ૫-૩-૨૦૧૭ની 'મધુવન' પૂર્તિમાં રમેશ પુરોહિતે તેમની કોલમ 'મનોવેદ'માં  'ગઝલેતર રંગ'પુસ્તકમાં સંગીતકાર અનિલ બિસ્વાસ.....   દ્વારા આપણો પરિચય અનિલ બિશ્વાસના અલગ જ પાસાંથી પરિચય કરાવ્યો છે.
'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટના લેખોમાં માર્ચ ૨૦૧૭ માં હિંદી ફિલ્મ સંગીતના પિતામહ અનિલ બિશ્વાસ પરના લેખોની શ્રેણી આગળ વધે છે:

યુવા પેઢી માટેના લેખો માટેના મહિનાના છેલ્લા શુક્રવારે આપણી સફર સલીમ સુલેમાનનાં સંગીતની ખૂબીઓની વાતને આગળ વધારે છે
માર્ચ ૨૦૧૭માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં
પ્રકાશિત થયેલ છે.
તે ઉપરાંત ભગવાન થાવરાણીની શ્રેણી 'હૈ સબસે મધુર વો ગીત'માં શૈલેન્દ્ર, શંકર જયકિશન અને ભૈરવીનો રસાસ્વાદ માણવા મળશે.
આજના અંકની સમાપ્તિ કરતી વખતે મોહમ્મદ રફીનું ગીત આપણે ઉપરોક્ત ૧૯૪૮નાં ગીતોમાંથી લીધું છે, જે છે તો બીન ફિલ્મી ગીત, પરંતુ મહાત્મા ગાંધીજીને અપાયેલ એક અદ્‍ભૂત અંજલિ રૂપે પણ તેનું આગવું મહત્ત્વ છે.
સુનો સુનો અય દુનિયાવાલો બાપુકી યે અમર કહાની - સંગીતકાર હુસ્નલાલ ભગતરામ ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
હિંદી ફિલ્મોનાં વીન્ટેજ અને સુવર્ણ યુગનાં ગીતોને લગતા લેખોના નવા નવ સ્ત્રોત વિષે આપનાં સૂચનો વડે આપણા આ દરેકને વધારે સમૃધ્ધ બનાવવામાં આપનો સહકાર મળતો રહેશે તેવી આશા સાથે....

No comments: