સોંગ્સ ઑફ યૉર પર દર વર્ષે કોઈ એક વર્ષનાં ગીતોની થતી બહુઆયામી, ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ ચર્ચાની હવે પ્રસ્થાપિત થઈ ચૂકેલ પ્રણાલિમાં આ પહેલાં આપણે ૧૯૫૫, ૧૯૫૩, ૧૯૫૧ ૧૯૫૦ અને ૧૯૪૯નાં વર્ષોનાં ગીતો માણી ચૂક્યાં. એ સાંકળમાં હવે આપણી સમક્ષ ૧૯૪૮નાં ગીતની સફર કરાવતો વિહંગાવલોકન લેખ ‘Best songs of 1948: And the winners are?’ રજૂ થઈ ચૂક્યો છે.
૧૯૪૮નાં ગીતોનું વિહંગાવલોકન કરી
રહેલ સૉંગ્સ ઑફ યોરના ઉપરોક્ત લેખમાં આ વર્ષનાં ગીતોની બે ખાસ વિશેષતાઓ નોંધવામાં
આવી છે :
એક, તો એ લતા મંગેશકરે આ વર્ષ દરમ્યાન
૪૦ જેટલાં ગીતો ગાયાં જરૂર છે, તેમાંથી દસેક ગીતોને આપણે સદાબહાર કક્ષામાં કે બે એક ને
અત્યાર સુધીના શ્રેષ્ઠની કક્ષામાં પણ મૂકી શકીએ. પરંતુ પછીનાં વર્ષોમાં એ એક તરફ
અને બીજાં બધાં એક તરફ એવો સાવ એકતરફી હિસાબ તો આ વર્ષમાં નથી જોવા મળતો.આમ ૧૯૪૯, ૧૯૫૦ કે ૧૯૫૧માં આપણે લતા મંગેશકર
સિવાયનાં ગાયિકાઓનાં ગીતોને એક છાપરે મૂક્યાં અને લતા મંગેશકરનાં ગીતોને બીજાં
છાપરાં હેઠળ મૂક્યાં તે પ્રકારે આ વર્ષ માટે પણ વર્ગીકરણ કરીશું તો પરિસ્થિતિનો
સાચો કયાસ નહીં આવે.
બીજું, વિન્ટેજ એરાનો બીજો એક અર્થ એ પણ
ખરો કે હવે આપણને જાણીતાં કરતાં ન જાણીતાં ગીતો વધારે સાભળવા મળશે.
આ લેખમાળાના આ પહેલાંના લેખોની જેમ, Best songs of 1948: And the
winners are? માં
બહુ જ પદ્ધતિસર તેમ જ રસપ્રદ રીતે૧૯૪૮નાં ગીતોનું વિહંગાવલોકન રજૂ કરાયું છે. ૧૯૪૮નાં જાણ્યાંઅજાણ્યાં ગીતોને
આપણી ચર્ચાને એરણે લેતાં પહેલાં આપણે સોંગ્સ ઑફ યૉરના પ્રવેશક લેખની ધ્યાનાકર્ષક
વિગતો સાથે જાણકારી મેળવી લઈએ. : –
૧૯૪૮નાં વર્ષનાં સંગીતનાં સીમાચિહ્નો (Musical
landmarks) –
સુવર્ણ જયંતિ ફિલ્મ (મેલા) અને રજત જયંતિ ફિલ્મ (અનોખી અદા)ને પોતાના
ભાથામાં સજાવીને નૌશાદ તેમનાં પ્રભુત્વને બીનપડકાર કક્ષાનું બનાવી રહ્યા જણાય છે.
તેમના નજીકતમ પ્રતિદ્વંદી, સી. રામચંદ્ર પણ 'નદીયાકે પાર' અને 'ખીડકી' સાથે હાજર છે. ભારતથી વિદાય લેતાં
પહેલાં ગુલામ હૈદરે 'શહીદ' દ્વારા પોતાની માતૃભૂમિમાટેની ચાહને એક ખાસ આભાથી નીખારી છે. ટિકિટ
બારી પર ભલે બહુ સફળ ન ગણાય, પણ 'આગ' દ્વારા રાજ કપૂરની આર કે ફિલ્મ્સનું એક
આગવું સ્થાન બની ગયું છે. નોંધવા લાયક ખાસ વાત એ છે કે આમાંની કોઈ ફિલ્મોમાં લતા
મંગેશકરની ખાસ કોઈ હાજરી નથી જોવા મળતી.
આ ઉપરાંતનાં પોતાનો
જાદૂ બરકરાર રાખી રહેલાં અન્ય ગીતો (Other
important musical compositions )પણ છે, જેમ કે -
અનિલ બિશ્વાસ
ગજરે
બરસ બરસ બદલી
ભી બીખર ગઈ - લતા મંગેશકર
વીણા
વો તીખી
નઝરોંસે મેરે દિલ પર - મુકેશ
હુસ્નલાલ ભગતરામ
પ્યાર કી જીત
ખેમચંદ પ્રકાશ
ઝીદ્દી
મરનેકી દુએં
ક્યોં માગૂં - કિશોર કુમારનું સૌથી પહેલ વહેલું ગીત
ગ઼ુલામ હૈદર
ગૃહસ્થી
પગડી
એસ ડી બર્મન
વિદ્યા
પદાર્પણ (Debut)
૧૯૪૮નાં
વર્ષમાં થયેલ પદાર્પણોની યાદી જોતાં જ સમજાઈ જાય કે આ વર્ષને વીન્ટેજ એરાના વિલય
અને સુવર્ણા કાળના ઉદયનો ઉંબર કેમ કહેવું જોઈએ.
આશા ભોસલે - 'ચુનરીયા'નાં ગીત સાવન આયારેની એક પંક્તિ બહાના ખુશ હો કે સંગમ મનાયેનાં કોરસમાંપ્રેમ ધવન (ગીતકાર તરીકે) - ચંદા રે જા રે જા રે - ઝીદ્દીમુકેશ - લતા મંગેશકરનું પહેલું યુગલ ગીત - અબ ડરનેકી કોઈ બાત નહીં - મજબૂરખય્યામ - શર્માજી-વર્માજીના શર્માજી, (રેહમાન) વર્માજી તેમ જ અઝીઝ ખાન સાથે - દિલ દિલ યું યું કરતા હૈ - ગીતા દત, અઝીઝ હિન્દી - હીર રાંઝાલતા મંગેશકરનું શમશાદ બેગમ અને મોહનતારા સાથે પહેલું (ત્રિપુટી) ગીત - ખુશીયાં મનાયે ન ક્યું હમ - કિસ્મત હમારે સાથ હૈ.. જલનેવાલે જલા કરેં - ખીડકીજાં નિસ્સાર અખ્તર – ગીતકાર તરીકે 'શિકાયત'માં
આ વર્ષની કેટલીક ઘટનાઓ અને નાની બાબતો (Fact file and Trivia )માં રજૂ કરાયેલ, કેટલીક માહિતીપ્રદ,
અને કંઇક અંશે પંચાતીયા, વાતો પણ આ
વર્ષનાં ગીતો માટેના રસને ઘૂંટવામાં પોતાનો ફાળો નોંધાવે છે-
મીના કપૂરે ગાયેલાં પાંચ ગીતો લતા
મંગેશકરના અવાજમાં ફરીથી રેકર્ડ કરાયાં
લીલા ચીટણીસ પહેલી વાર માની ભૂમિકામાં 'શહીદ'માં
મોહમ્મદ રફી 'શહીદ'નાં ગીત વતનકી
રાહમેં વતન કે નૌજવાં શહીદ હોમાં ધ્વજ ઉંચકનારની ભૂમિકામાં અમીરબાઈ કર્ણાટકીએ એમની
કારકીર્દીમાં માટે માત્ર એક જ વાર ('શહનાઝ' માટે)સંગીત નિર્દેશિકાની ભૂમિકામાં
વિદ્યા નાથ શેઠ નૃત્યપ્રધાન ફિલ્મ 'રપલેખા'માં પાંચ ગીતોના
ગાયક તરીકે, જેમાણું એ ગીતની ધુન પણ તેમની પોતાની
યાદગાર ગીતોની યાદી (List Of
Memorable Songs ) માં ૧૯૪૮નાં વર્ષમાં યાદગાર કહી શકાય એવાં
બધાં જ ગીતો, સંગીતકારો , ગાયકો અને ફિલ્મોને
સ્થાન મળ્યું છે. આ ગીતોને તેમની યુટ્યુબ લિંક સાથે - Memorable Songs of 1948- મેં અલગથી
સંગ્રહિત કરેલ છે.
૧૯૪૮નાં ખાસ ગીતોની એક ખાસ ખાસીયત એ કહી
શકાય કે એ ગીતો નવી દિશાની કેડી કંડારવા સાથે પોતાનું આગવી છાપ પણ મૂકી જાય છે.
આપણે આ ગીતોને Memorable Songs of 1948ની અલગ તારવેલ યાદી
સાથે જ લઈ લીધાં છે.
આ પહેલાં આપણે ૧૯૫૧, ૧૯૫૦
અને ૧૯૪૯નાં
વર્ષનાં ગીતોને ચર્ચાને એરણે માણી ચૂક્યાં છીએ.આ વર્ષે હવે ૧૯૪૮નાં ગીતોને વિગતે હંમેશ મુજબ
શ્રેષ્ઠ પુરુષ-પાર્શ્વગાયકશ્રેષ્ઠ સ્રી-પાર્શ્વગાયિકા
અન્ય પાર્શ્વગાયિકાઓનાં ગીતો
લતા મંગેશકરનાં ગીતો
શ્રેષ્ઠ યુગલ ગીત, અને
શ્રેષ્ઠ સંગીતકાર
ના આયામોના પરિપ્રેક્ષ્યમાં ચર્ચાની
એરણે લઈશું. સમગ્ર ચર્ચા દરમ્યાન જે ગીત (મારા માટે) સાવ અજાણ છે કે બહુ જ ઓછું
સાંભળેલ છે તેની તો વિડીયો ક્લિપ મૂકીશું. જે ગીતો ત્યારે (અને અત્યારે પણ)
જાણીતાં છે એવાં ગીતોની યુટ્યુબ પરની હાયપરલિંક કરેલ છે.
તો આવો , સાથે મળીને
૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર પર નીકળી પડીએ......
No comments:
Post a Comment