ગુણવત્તા
સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જુન,૨૦૧૭ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આજના આપણા ગુણવત્તા બ્લૉગોત્સવના આ અંકની
શરૂઆત કરીએ કટાક્ષમય દૃષ્ટિએ ગુણવત્તા સાથે સંકળાયેલી બાબતોને જોવાથી.
ગુણવત્તા વિષે એક સર્વગ્રાહી દૃષ્ટિકોણ વિકસાવવાના આશયથી
આજના અંકમાટે આપણે CQI|IRCAપર તાજેતરમાં પ્રકાશિત થયેલા
ચાર લેખ પસંદ કર્યા છે –
Fish Fraud: How
the Marine Stewardship Council tackles unregulated fishing - ગઈ સદીના '૯૦ના દાયકાની શરૂઆતમાં બહુ
વધારે પડતાં સ્તરે માછીમારી થવાને કારણે દરિયાઈ પર્યાવરણ અને સીફૂડનો પુરવઠો બહુ
જોખમકારક કક્ષાની સ્થિતિએ પહોંચી ગયેલ. આ વર્ષે જ્યારે મરીન સ્ટીવર્ડશીપ કાઉન્સિલ વીસ
વર્ષ પૂરાં કરી રહેલ છે ત્યારે પરિસ્થિતિ ઘણે અંશે સુધરેલી જણાય છે. જુન
૨૦૧૭ના ‘ક્વૉલિટી વર્લ્ડ’ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા
એક લેખના આધાર પરથી દીના પટેલ પુરવઠા સાંકળનાં સ્ટાન્ડર્ડ્સના નિયામક મીકૈલ
પ્લાટ્ટ અને મૅનેજર જૅકૉ બૅરન્ડ્સૅ સાથે સીફૂડના પુરવઠાને લાંબા ગાળે ઉચિત
પ્રમાણમાં ટકાવી રાખવા માટે તેઓ દ્વારા લેવાયેલાં પગલાં વિષે પ્રસ્તુત લેખમાં વાત
કરે છે.
The cost of
rework: Finding the key to improving productivity in construction - બાંધકામ ઉદ્યોગમાં ફરીથી
કરવાં પડતાં કામો ઘટાડવાથી ઉત્પાદકતામાં સુધારો થઈ શકે કે કેમ તેની વિગતે ચર્ચા
લૈંગ ઑ'રૌર્કની એક કંપની એક્ષપાન્ડેડના ગુણવત્તા અગ્રણી સ્યૉન કૉનૉલ્લી અહીં કરે છે.
Getting
value from your supply chain માં બૉબ હ્યુજીસ, CQP
FCQI, સમજાવે છે કેમ સંસ્થાનાં ઉત્પાદનો કે સેવાઓ તેની પુરવઠા સાંકળ જેટલાં જ સારાં
હોય છે.
Brexit:
Quality challenges facing new supply chains - ટ્રેનીંગ અને કન્સલટન્સી
કંપની ચૅરીસ મૅનેજમૅન્ટ સીસ્ટ્મ્સના નિયામક અડેયેમી શૉડીપૉનું કહેવું છે બ્રેક્ષિટ
પછીના સંજોગોમાં ગુણવતા સંચાલકોની ભૂમિકા મહત્ત્વની બની રહેશે કેમકે કંપનીઓએ હવે
અન્ય યુરો દેશો (ધ ફર્સ્ટ વર્લ્ડ), બ્રાઝીલ, ભારત, રશિયા અને ચીન (BRIC દેશો) અને વિકસતા દેશો સાથે
વધારેને વધારે કામ પડશે.
જ્યારે જ્યારે આપણે ઉત્પાદકતા કે નવોત્થાન કે સ્પર્ધાત્મકતા જેવા પડકારોની વાત કરીએ તો એ બધાંના કેન્દ્રમાં - સંસ્થાનાં કામની સંસ્કૃતિ કે પછી તેના વ્યવસાયનો પ્રકાર, કે પછી કોઈ પણ અન્ય દૃષ્ટિએ- હંમેશા ગુણવત્તા હોય છે.
હવે આપણે
આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ - Lessons from Drucker પરનો વિલીયમ
કૉહેન, પી.એચડીનો લેખ The
Lesson We Can All Learn From the Way Drucker Questioned Clients આપણે આ મહિનાના આપણા અંકમાટે પસંદ કરેલ છે. ડ્ર્કર તેમના બહુખ્યાત પાંચ પ્રશ્નો[i] પૂછતા જરૂર પણ સંસ્થાની સ્થિતિ અને
જરૂરિયાતોનાં વિશ્લેષણ માટે એટલા જ પ્રશ્નો તેમના માટે મહત્ત્વના ન બની
રહેતા.જ્યારે એ કોઈ વિષય શીખવતા હોય ત્યારે તેમના સવાલો મોટા ભાગે વિચારપૂર્વક
જન્મતા પ્રતિભાવ મેળવવા માટેના કે પછી પહેલેથી વિચારી રાખેલ, તર્કબધ્ધ, તારણ તરફ
વિદ્યાર્થીઓને દોરવા માટેના રહેતા જોવા મળે. આ સવાલો એ બતવતા હોય કે છે કે દેખીતી
રીતે જે જવાબો બહુ જ સચોટ જણાતા હોય તે પણ કેટલા ભ્રામક હોઈ શકે છે, પછી ભલે
એ જવાબો ડ્ર્કર જેવા કોઈ પણ નામી વિશેષજ્ઞના સિધ્ધાંત પર પણ આધરિત કેમ ન હોય. ડ્ર્કર જ્યારે કન્સલટન્ટની ભૂમિકામાં હોય
ત્યારે તેમના સવાલો કંપનીના સંચાલકોને તેમના વ્યાપાર ઉદ્યોગના સંદર્ભમા સર્વોચિત
જવાબની ખોજ તરફ દોરતા હોય એ મુજબના રહેતા. …..એમનું જ કહેવું
હતું એ મુજબ, આ સવાલો તેમના અનુભવ કે જ્ઞાનમાંથી નહીં પણ એ
કંપની, એ કંપનીનું કાર્યક્ષેત્ર કે બીજા કન્સલટન્ટ જે
બાબતો અંગે માહિતી એકઠી કરે તે વિષેનાં અજ્ઞાનમાંથી પેદા થતા....અહી આપણે શીખવાનું
એ છે કે ડ્રકર કે તેમના જેવા નિષ્ણાતને માત્ર વાંચવા કે સાંભળવાથી જ સાચા અને
યોગ્ય સવાલો આવડશે એવું જરૂરી નથી. પોતાની જાતને સવાલો પૂછીને અને તે સવાલોના
દિલથી નીકળતા જવાબોને ધ્યાનથી સાંભળવાથી પણ સાચા સવાલો મળી શકે છે.
ASQ પરના
વિભાગ - માંથી
આજના આપણા આ અંક માટે માટે જૂના પ્રશ્નોમાંથી Audit by exceptionને પસંદ
કર્યો છે. સવાલમાં પૂછાયું છે કે
મુખ્યત્ત્વે નાણાકીય ઑડીટ માટે વપરાતી આ પધ્ધતિ, સંચાલન તંત્રવ્યવસ્થાનાં સ્ટાન્ડર્ડ્સનાં
અનુપાલનની ચકાસણી માટે પણ અનુરૂપ બની શકે ખરી. જવાબમાં જણાવાયું છે કે સશક્ત આતંરિક
ઑડીટ આવશ્યકતાની પૂર્તિમાં ત્રુટિઓ તો ખોળી જ આપે છે પણ તે સાથે જે ક્ષેત્રમાં
સુધારણાની શક્યતાઓ છે, કે
જ્યાં સુધારા થયા છે, તેની
પ્રવર્તમાન સ્થિતિપર પણ ધ્યાન દોરે છે. …આ સિધ્ધ
કરવાનો એક રસ્તો છે કે જેમાં ઑડીટ અહેવાલમાંના શોધતારણો, સુધારણાની
તકો, ઉદ્દેશ્યોની કે લક્ષ્યોની પરિસ્થિતિ વગેરે
લાગતાં વળગતાં લોકો સાથે વહેંચવામાં આવે... અપવાદ સાથેનાં ઑડીટમાં મોટાભાગે આટલી
કક્ષાની વિગતો નથી આવરી લેવાતી.
- David Cote, Honeywell: The Importance of Continuous Improvement: સતત સુધારણાને વ્યાપારઉદ્યોગની પ્રવૃત્તિઓમાં માત્ર કામગીરીની માપણી કરવા પૂરતી જ નહીં પણ ખરા અર્થમાં ફરક પાડવા માટે કેમ કરીને વાળવી.
- Kaizen, Buy-In and Efficiency : જ્હોનસન અને જ્હોનસન વિઝનના પ્રોડક્ટ સ્ટીવર્ડશીપ લીડ વિનય ગોહેલનું કહેવું છે કે કૈઝન પદ્ધતિઓના ઉપયોગ તેમ જ ઉપાયોનું સ્પષ્ટ ચિત્ર રાખવાથી ગુણવત્તા પરિયોજનાઓનો અમલ ઘણો સરળ બની રહે છે અને છેક છેલ્લા નફાકરતામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
DMAIC Leads to Cost Reduction, Increased Revenue : ૨૦૧૬ના ITEA ના અંતિમ તબક્કામાં રહેલી Sime Darby ટીમે DMAIC ની મદદથી ખર્ચા, બગાડ ઘટાડ્યા અને કંપનીની લાંબા ગાળાનાં સાતત્યપૂર્ણ ટકાઉપણાની નીતિની પૂર્તતા કરવાની સાથે નફામાં ૭ કરોડ ૨૦ લાખ ડૉલર ઉમેરી આપ્યા.-- More ITEA case studies.
- Expanding the Quality Professional’s Role : ગુણવત્તા વ્યાવસાયિકોનો વ્યવસાય તો સંસ્થાની સંસ્કૃતિમાં પરિવર્તન લાવવાનો છે.: પાયાનાં સત્યોમાંનું એક એ છે કે જો સફળ રહેવું હોય તો સંચાલન મડળે સંસ્કૃતિમાં પરિવર્તન લાવવું જોઈએ. આ પ્રક્રિયામાં ઝડપ લાવવામાં આંકડાકીય મનોજગત ધરાવતી સંસ્થામાં નેતૃત્વશીલતા દાખવીને કેટલાક પાયાના સિધ્ધાંતોના સંભવિત પ્રભાવને લોકોની નજરમાં લાવવાનું કાન ગુણવત્તા વ્યાવસાયિકો કરી શકે છે -
- નફાનાં અંતિમ લક્ષ્ય પરથી ધ્યાન ન હટવા દ્યો - ગુણવત્તા વ્યાવસાયિકોએ 'મને આંકડા બતાવો'થી આગળ વધીને 'નકકર ફાયદા ગણાવો' દૃષ્ટિકોણ અપનાવવો રહ્યો. કોઇ પણ પરિયોજના સંચાલનનો મુખ્ય સિધ્ધાંત છેલ્લે ફાયદો કેટલો થયો એ જ રહેવો જોઈએ..
- સમસ્યા નિરાકરણ માળખાં સાથે ક્રમાનુબધ્ધ અને જોડાયેલ એવાં ખૂબ મહત્ત્વનાં સાધનો પર જ ભાર આપો. ઢગલાબંધની સંખ્યામાં ઉપલ્બધ એવાં ગુણવત્તા સાધનોમાં મહત્ત્વનાં થોડાં સાધનોની મર્યાદામાં રહેવું બહુ જરૂરી છે. દરેક સાધનની નિપજ એ પછીના ક્રમના સાધનમાટે લક્ષ્ય બની રહે એ ધ્યાનમાં રાખવાનું છે.
- પરિયોજના સાથે સંસ્થાનાં શ્રેષ્ઠ પ્રતિભાશાળી લોકોને સાંકળો. પરિયોજના સાથે લાગતાં વળગતાં લોકો, તેમ જ બાકીની આખી સંસ્થા પણ, પરિયોજના સાથે કેટલાં શ્રેષ્ઠ લોકોને જોડવામાં આવ્યાં છે તેના પરથી પરિયોજનાની અગત્ય વિષે પોતાના અભિપ્રાય બાંધી લેતાં હોય છે.
- મદદ માટે જરૂરી માળખામાં પરિયોજના નક્કી કરવાની પ્રક્રિયા, વિધિસરની તાલીમના કાર્યક્રમ, પરિયોજનાની પ્રગતિપર નજર રાખવા અને પરિણામોનું પગેરું ચાપતા રહેવા માટેની તંત્રવ્યવસ્થા, પૂરી થયેલી યોજનાઓનું ઑડીટ, માહિતીસંચારની યોજના અને સફળ કર્મચારીઓને પુરસ્કાર અને સન્માન મળે તે માટેની યોજના આવરી લેવાવાં જોઈએ.
- ચોક્કસ ધ્યેય સાથેની તાલીમ આપો. ચાલુ પરિયોજનાઓ સાથે તાલીમને સાંકળી લેવાથી ઘણા બધા વિરોધને ટાળી શકાય છે.
- 'જલદી મળતા વિજયો' પર ભાર મૂકો. લોકોને સફળ જ થવું છે. જ્યારે તેઓના પ્રયાસોનાં નક્કર પરિણામો જલદી જલદી જોવા મળે છે ત્યારે તે સમગ્ર પ્રક્રિયાને લાંબા ગાળા સુધી આપોઆપ ચલાવે છે.
- લાંબા ગાળાની સુધારણાનું આયોજન કરો. લાંબા ગાળાનાં પરિણામોના સંદર્ભમાં નજરે ચડે તેવી અર્થપૂર્ણ સિદ્ધિઓ વડે સુધારણા અને પરિવર્તન પરિયોજનાઓ માટે ગતિશીલતા બની રહે છે એ વાત કાયમ યાદ રાખવી ઘટે.
- Clarity is Key: લેવીસ કૅરૉલ્લની 'ઍલીસ ઈન વન્ડરલૅન્ડ'નું આ કથન બહુ જાણીતું છે - 'ક્યાં જવું છે એ જો તમને ખબર ન હોય, તો ગમે તે માર્ગે (ફરી ફરીને)ત્યાં પહોંચશો.' એટલે જ લાંબા ગાળે ક્યાં પહોંચવું છે તેનું સ્પષ્ટ ચિત્ર તો નજર સામે હોવું જોઈએ.એમ થશે તો જ આપણને ખ્યાલ પણ આવશે કે જે સિધ્ધ કરવાનું નક્કી કર્યું છે તે માટેની ક્ષમતા આપણામાં છે કે નહીં. જેમ જેમ આ બાબતે આપણી સમજ કેળવાતી જશે તેમ તેમ આપણામાં ક્યાં ક્યાં ક્ષમતા પડી છે તે પણ દેખાવા લાગશે.
આપણા આ
બ્લૉગોત્સવમાં આપણે ગુણવત્તાના દરેક પાસાંનો જીવનના દરેક પાસાં સાથે સંબંધનો રંગપટ
આપણી નજર સમક્ષ લાવવા ઈચ્છીએ છીએ. આપના આ બાબતે થયેલા અનુભવો આ રંગપટને વધારે
અર્થપૂર્ણ બનાવશે. આપના અનુભવો અને સુચનો અમારી સાથે વહેંચવાનું અમારું હાર્દિક
ઈજન છે.....
આ
અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
No comments:
Post a Comment