Sunday, March 21, 2021

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - માર્ચ, ૨૦૨૧

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના માર્ચ, ૨૦૨૧ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય 'સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા'ના સંદર્ભ સાથે સંલગ્ન વિષયો પરની આપણી ચર્ચાને હવે દરેક મહિને આગળ ધપાવીશું.

આ મહિને, પહેલાં આપણે A future direction for quality management standards, વિચારણા માટે લઈશું. જોકે અહીં ચર્ચા માટે લેવાયેલ બાબતો પરથી  ISO સ્ટાન્ડર્ડ્સનાં નવાં સંસ્કરણોમાં કયા ફેરફારો થશે તે આપણી ચર્ચાનો મુદ્દો નથી. આપણે તો એ મૂળ બાબતોની વાત કરવા ધારીએ છીએ. તેથી, અહીં લેખમા જે સંકલિત અંશ લીધા છે તે માત્ર એ બાબતોને લગતા જ છે. આ મુદ્દાઓ વ્યાપાર ઉદ્યોગનાં સંચાલનમાટે પહેલાં પણ મહત્ત્વ ધરાવતા અને હવે પછી એટલું જ મહત્ત્વ ધરાવશે. જરૂર છે તે માટેના નવા દૃષ્ટિકોણની. પણ પહેલાં એ મૂળભૂત બાબતોની વાત કરીએ –

નવા દૃષ્ટિકોણથી ધ્યાન પર લેવા માટેની એ આઠ બાબતો આ છે :

૧. ગ્રાહકના અનુભવ, જે કંઈ પ્રવૃત્તિઓની શ્રેણીમાથી પસાર થાય છે તેન સંદર્ભમાં તે જે કંઈ સમજે અને ગ્રહણ કરે છે, તેના પર તે કંઈ અસર / પ્રભાવ કરે  છે અને  તે જે કંઈ પ્રતિક્રિયાઓ કરે છે તે બધાંનો સરવાળો છે. છેક શરૂઆતમાં થતી ઉત્પાદિત વસ્તુ કે સેવા માટેની ખોજ, તેને લગતાં બજાર સંશોધનો લઈને તેને ગ્રાહકને પહોંચતું થવું,  તે અંગેની ખરીદી અને પછી તેને ઉપયોગમાં લેવું અને ઉપયોગમાં લીધા પછી યોગ્ય રીતે નિકાલ કરવો તેમ જ એ બ્રાન્ડની ગતિવિધિઓ પર નજર રાખવી જેવી બધી જ પ્રવૃત્તિઓ તેમાં આવરી લેવામાં આવે છે.

૨. લોકોને લગતી બાબતો એ એવાં વધાં પરિબળો છે જે લોકોની કામ કરવાની રીત પર અસર કરે છે, પસંદનાપસંદ કે તેમનાં પ્રેરકબળ, તેઓમાં રહેલ પોતાની અંદરના જ, જેમ અન્ય લોકો સાથેના, જુદા જુદા તફાવતો અને સંબંધો તેમ જ લોકો પાસેથી સંસ્થાની કામગીરી સુધારવા મટે શી રીતે કામ લેવાવું જોઇએ જેવી બાબતોને આવરી લે છે.

3. પરિવર્તન સંચાલન માં સંસ્થાની ઓળખ સમાં ઘટકોમાં એક સ્થિતિથી બીજી સ્થિતિમાં પળોટાવાની, કે રૂપાંતરણ થવાની, પ્રક્રિયાનું મંડાણ, વિકાસ, અમલ અને અંદરોદર તેને જણ કરવા માટે થતા સંવાદને આવરી લેવાતાં હોય છે. આ ઘટકોમાં સંસ્થાનું દીર્ઘદર્શન, તેનાં અસ્તિત્વ માટેનું જીવનધ્યેય, નીતિઓ, વ્યૂહરચનાઓ, હેતુઓ અને પ્રક્રિયાઓનો સમાવેશ થતો હોય છે.

૪. સંકલિત સંચાલન તંત્રવ્યવસ્થાઓમાં એકથી વધારે તંત્રવ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓ એક એકત્રિત, સંકલિત માળખમાં એકબીજાં સાથે જોડી દેવાય છે. પરિણામે, સંસ્થા આખી, સર્વસામાન્ય હેતુઓમાટે, એક એકમ તરીકે કામ કરવા લાગી શકે છે.અલગ અલગ તંત્રવવસ્થાઓને એકત્રિત કરીને સંકલિત કરવાથી અલગ અલગ તંત્રવ્યવસ્થાઓમાં હેતુઓ અને તેમને સિધ્ધ કરવાની વ્યૂહરચનાઓ તેમજ સંસ્થાના સંદર્ભ બાબતે એકસૂત્રતા વધે છે. 

૫. જ્ઞાન સંચાલન સંસ્થા નવું જ્ઞાન કેમ મેળવી શકે અને વધારેમાં વધારે ઉપયોગ કેમ કરી શકે તેના પર ભાર મૂકે છે. આ વિચાર પોતે નવો નથી, પરંતુ વિશાળ માહિતીસામગ્રી, મશીન લર્નિંગ, નૈતિકતાની સંહિતા, પ્રકાશાનાધિકારો અને બૌદ્ધિક મિલ્કત જેવી નવી બાબતો નવેસરની વિચારણા માગી લે છે.

૬. એવી અનેક નવી ઉભરતી ટેક્નોલોજિઓ આવી રહી છે જે સંસ્થાને નવી નવી રીતે અસર કરી શકે છે. સંસ્થાઓમાં ડીજિટાઈઝેશનનો વ્યાપ પણ વધી રહ્યો છે. ઇન્ટેલિજન્ટ નેટવર્કિંગ અને કૃત્રિમ પજ્ઞા (AI)ને કારણે ઝડપથી બદલતી જતી માહિતીસામગ્રીના સંદર્ભમાં વધારે અસરકારક નિર્ણયો લેવા માટેની નવી અને નવી શકયતાઓ ખુલતી જાય છે.

૭. નૈતિકતા અને પ્રમાણિકતાનું મહત્વ સંસ્થાવડે  સંપોષિત સફળતા સિદ્ધ કરવાના સંદર્ભમાં વધી રહ્યું છે. કંપનીના દરેક નાના મોટા નિર્ણયો, પ્રવૃત્તિઓ અને અન્ય હિતધારકો સાથેના આપસી વ્યવહારોને સંસ્થાની અને સમાજની નવા દૃષ્ટિકોણથી ઘડાતી રહેતી આચાર સંહિતાઓને વધારે ને વધારે અનુરૂપ કરતાં રહેવું હવે આવશ્યક બની રહ્યું છે.  સંસ્થાની આચાર સંહિતા વિવિધ પ્રકારના કાયદાઓ અને નિયમનોને અનુપાલન  અનુરૂપ હોય તે સંસ્થાની સંસ્કૃતિ, મૂલ્યો અને વલણોના પાયાની જરૂરિયાત બની રહેલ છે.

૮. સંસ્થાની સંસ્કૃતિ સંસ્થાની આગવી સામુહિક માન્યતાઓ, મૂલ્યો, વલણો,રીતભાત, પરંપરાઓ અને વર્તણૂકોને આવરી લે છે.  સંસ્થાનું નેતૃત્વ સંસ્થાને સંસ્થાની પોતાની આગવી સંસ્કૃતિ વડે સંસ્થાને નવી ઓળખનો ઓપ આપે છે.

આ આઠ દૃષ્ટિકોણને ગૅરી હેમલનાં, બીલ ગ્રીન સાથે લખાયેલ, ૨૦૦ત્માં પ્રકાશિત થયેલ પુસ્તક ‘The Future of Managementના સંદર્ભમાં પણ વિચારી શકાય. પુસ્તકનો મુખ્ય મુદ્દો એ છે કે મોટા ભાગની

સંસ્થાઓનું 'સંચાલન ઘણા સમય પહેલં વિદાય લઈ ચુકેલા સિદ્ધાંતવાદીઓ અને પ્રણેતાઓની ટોળકી દ્વારા વીસમી સદીની શરૂનાં વર્ષોમાં પ્રચલિત કરાયેલ  "આધુનિક" મૅનેજમૅન્ટના નિયમો અને પ્રણાલીઓ  વડે થઈ રહ્યું છે.' એમ કહી શકાય કે એ લોકોના આત્મા ભૂત થઈને કાટ ખાઈ ગયેલ મેંનેજમૅન્ટ યંત્રોમાં ભરાઈ બેઠેલ છે. દાયકાઓથી એમનાં ફરમાનોની ગુંજ અદૃશ્યપણે આપણી સંચાલન વ્યવસ્થાને દોરે છે અને આપણે એ મુજબ સંસાધનોની ફાળવણી કરીએ છીએ, બજેટ નક્કી કરીએ છીએ, સત્તાની વહેંચણી કરીએ છીએ, લોકોને પુરસ્કૃત કરીએ છીએ અને નિર્ણયો લઈએ છીએ.

જોકે 'મૅનેજમૅન્ટના નિયમો નથી તો પહેલેથી જ નિર્ધારીત થયેલા કે નથી હોતા શાશ્વત'

ચાબુકના સટકા જેવા ઓચિંતા ફેરફારો, ક્ષણજીવી સરસાૂ, ટેક્નોલોજિને કાર્ણે સર્જતા વિક્ષેપો, ટુકડાઓમાં વેરાયેલું બજાર, સર્વશક્તિમાન ગ્રાહકો, વિદ્રોહી માલીકીઅંશધારકો જેવા એકવીસમી સદીના પડકારો સંસ્થાની પુર્વવિચારેલ સીમાઓને તેની વૈશ્વિક મર્યાદા સુધી તાણે છે અને પરિણામે નિષ્ફળ જઈ રહેલાં સંસ્થાએ અપનાવેલ મૅનેજમૅન્ટ પ્રક્રિયાઓનાં મૉડેલની સમય સાથે તાલ ન મેળવી શકેલ કચાશો ઉઘાડી પાડે છે.'

'સંસ્થાની કામગીરીને સંસ્થાએ આલેખેલાં વ્યાપાર મૉડેલ કે તેની કામ કરવાની પધ્ધતિઓનું ઑડેલ નથી અવરોધ કરતું, પણ તેનું મૅનેજમૅન્ટ મૉડેલ અવરોધ નીવડે છે.

મૅનેજમૅન્ટ નવોત્થાનમાં કંપની માટે લાંબા ગાળાની સ્પર્ધાત્મક સરસાઈ ઊભી કરવાની એક આગવી ક્ષમતા છે, અને….(આજનાં મૅનેજમૅન્ટ) માટે એ પ્રાથમિક કર્તવ્ય છે કે….ભવિષ્યની મૅનજમૅન્ટ (વિચારસરણી)ની પહેલાં કલ્પના કરે… અને પછી તેને શોધી કાઢે.

[નોંધ : મૅનેજેમૅન્ટ નવોત્થાનની વ્યાખ્યા - મૅનેજમૅન્ટ માટેની કાર્યપધ્ધતિમાં મોટાપાયે ફેરફાર કરી શકે તેવું,કે સંસ્થાનાં પરંપરાગત સ્વરૂપમાં અર્થપૂર્ણ સુધારા કરે , અને તેના થકી સંશ્થાનાં લક્ષ્યોને ઉન્નત કરે તે.]

Gary Hamel on the Future of Management માં ગૅરી હેમલ પોતાનાં પુસ્તકમાં રજૂ કરેલ વિચારને સમજાવે છે.



વધારાનું વાંચન:

The Future of Management Gary Hamel: The Future of Management Dr. Liano Greybe

§  The Future of Innovation Management: Five Key Steps for Future Success -  Rick Eagar

The Future of Innovation Management: The Next 10 Years from Arthur D. Little)


હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.

આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત વૃતાંત જોઈશું -

Skills You Need for the Technical Era

Quality 4.0 is More Than Technology https://asq.realmagnet.land/quality-4pt0-research

Learn About Quality 4.0 https://asq.org/quality-resources/quality-4-0

Quality 4.0 Virtual Summit https://asq.org/conferences/quality-4-0

Jim L. Smithની Jim’s Gems નો લેખ-  

Change Perspective - બહુ જ સફળ લોકોના જીવનમાં પણ બધું જ આયોજન મુજબનું કે ધાર્યું નથી થતું. પરંતુ કેટલાંક લોકો એ અસફળતાઓને બહુ વધારે ગંભીરપણે વળગી રહે છે. લાંબે ગાળે તો મહત્ત્વ

આપણા દૃષ્ટિકોણનું છે…. જો પોતાનું જીવન બદલવું હોય, તો પહેલાં પોતાની માન્યતાઓની તંત્રવ્યવસ્થા બદલીએ. …. આપણે જે કંઈ શીખ્યાં છીએ, માન્યતાઓ પણ તેનો જ એક ભાગ છે - તે મગજ અને મનમાંથી ભુંસી નાખીને નવેસરથી શીખી શકાય છે. એમ કરવાથી તમે જે છો તે મુજબ વર્તી શકો છો. જોકે હવે તમે પોતાને જ જુદાં દેખાવા લાગો છો. તમારૂં વર્તન બદલે, એટલે પરિણામો બદલે.… ભગવાન બુદ્ધનું કહેવું છે કે , 'તમે જેવું વિચારો છો, તેવાં જ તમે બનો છો. તમે જેવું  માનો છો તેવું જ તમે આકર્ષો  છો. તમે જે કલ્પના કરો છો, તેવું તમે રચો છો.' બીજા શબ્દોમાં કહીએ તો કહી શકાય કે આપણો દૃષ્ટિકોણ બદલવાથી આપણી જીંદગી બદલી શકાય છે.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ,ની કૉલમ From the Editor' નો નવો લેખ

Speaking the same language - જ્યોર્જ કાર્લિનનું કહેવું છે કે ' દરેક લોકોનાં હાસ્યની ભાષા એક સરખી હોય છે.

ખરેખર તો, આપણા ચહેરાના હાવભાવ આપણી લાગણીઓને મહદ અંશે વ્યક્ત કરી દે છે. ... મહત્ત્વનું એ છે કે બોલેલ, કે વણબોલેલ, સંદેશનો અર્થ સમજીએ.

માર્ચ, ૨૦૨૧ના અંકમાં QualityMag ઈન્ડસ્ટ્રી ૪.૦ના સમયમાં પ્રત્યાયનને  આગળ ધપાવવા સાથે સંદર્ભ ધરાવતા બે લેખો Surface Tools: Speaking the language of Industry 4.0 અને “Choosing Your Words Wisely: Help us clear up the confusion of NDT terminologyરજૂ કરે છે                              

સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: