હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૦ મા સંપુટના મણકા - ૪_૨૦૨૨માં આપનું સ્વાગત છે.
આજના અંકમાં આપણે સીધાં જ અંજલિઓ અને યાદોને સાંકળતા
લેખો તરફ વળીશું –
When
three-time National Award winner Surekha Sikri was insecure about her looks:
‘Used to upset her a lot…’ - સુરેખા સિક્રીની જન્મતિથિ
નિમિત્તે તેમના અભૂતપૂર્વ સહકલાકાર રજિત કપૂર જણાવે છે રાષ્ટ્રિય પ્રસ્કાર વિજેતા
આ અભિનેત્રીને એક સમયે તેમના દેખાવને કારણે સલામતી અનુભવાતી હતી, જોકે પછીથી તો તેઓ એ
ભાવનાને અતિક્રમી જઈ શક્યાં.
Veteran
television producer, Gol Maal actor Manju Singh passes away - હૃષિકેશ મુખર્જીનાં 'ગોલમાલ'માં જોવા મળેલાં મંજુ
સિંઘ શો ટાઈમ, એક કહાની, અધિકાર, સ્વરાજ જેવી ટીવી
સિરિયલોનાં નિર્માત્રી પણ હતાં.
Panchhi Bawra – Remembering
Khursheed Bano , માથી મેં અહીં રજૂઆત માટે
કોયલિયા હે બોલે રી (નર્સ (૩૮ – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: ડી એમ મધોક) પસંદ કરેલ છે
Music and lyrics: For Anand Bakshi, his life was his muse - Ganesh Vancheeswaran - - કોઈ પણ કે કંઈ પણ, - અનેક પ્રયત્નો છતાં જિંદગી સુધ્ધાંપણ - આનંદ બક્ષીને તેમના સ્વપ્નમાંથી ચળાવી ન શક્યાં હતાં. અહીં મેં તેમની પહેલવહેલી ફિલ્મ સી આઈ ડી ગર્લ (૧૯૫૯)નું આ ગીત પસંદ કરેલ છે -
બડી બુલંદ હૈ મેરી ભાભીકી પસંદ - મોહમ્મદ રફી, આશા ભોસલે – સંગીતકાર: રોશન https://youtu.be/rGhBn4CzMlA
ભારતીય સિનેમા ઉદ્યોગના ઇતિહાસને મનોજ કુમાર, Part I | Part
II | Part
III and Part
IV. એમ ચાર ભાગમાં રજૂ કરે છે.
Illustration: Pariplab Chakraborty
Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:
·
Caravan- Revisiting after 50 Years
સાહિર
લુધિયાનવીની જન્મશતાબ્દી નિમિત્તે સાહિર લુધિયાનવીનાં પ્રેમાનુરાગનાં ગીતોની લેખમાળામાં હવે સાહિર સાથે ૧૯ ફિલ્મોનો સંગાથ - રવિ
સાથેની પ્રેમાનુરાગની રચનાઓની
યાદ તાજી કરેલ છે.
સાહિર લુધિયાનવીનાં અલગ અલગ સંગીતકારો સાથે રચાયેલાં પ્રેમાનુરાગનાં ગીતોના
બધા મણકા 'સાહિર લુધિયાનવી
જન્મશતાબ્દી સ્મરણોત્સવ - સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો' પર ક્લિક કરવાથી
વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.
એપ્રિલ, ૨૦૨૨ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં હસરત જયપુરી
- શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે રચેલાં વર્ષ ૧૯૬૦નાં ગીતો યાદ કર્યાં
છે. આપણે વર્ષ ૨૦૧૭થી દર
એપ્રિલ મહિનાના આપણી આ શ્રેણીના અંકમાં યાદ કરીએ છીએ.
૨૦૧૭માં ૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોનાં,
૨૦૧૮માં ૧૯૫૩થી ૧૯૫૫નાં વર્ષોનાં,
૨૦૧૯માં ૧૯૫૬ અને ૧૯૫૭નાં
વર્ષોનાં,
૨૦૨૦માં ૧૯૫૮નાં વર્ષનાં, અને,
૨૦૨૧માં ૧૯૫૯નાં વર્ષનાં
હસરત જયપુરીએ અન્ય
સંગીતકારો માટે રચેલાં કેટલાંક ગીતો આપણે યાદ કર્યાં હતાં.
ડસ્ટેડઑફ્ફ દ્વારા પણ Ten
of my favourite Hasrat Jaipuri Songs. યાદ કરાયાં છે. અહીં રજૂ થયેલ ગીતોના બોલ અને
અંગ્રેજી અનુવાદ અહી વાંચી શકાય છે
A Birth Anniversary Tribute to Nazia
Hassan (and a few words about singers from Sindh) માં નાઝીઆ હસનનાં સાત ગીતોનો ગુચ્છ રજૂ કરાયો છે જે પૈકી હું કભી
જિંદગી જૈસા પર પસંદ ઉતારૂં છું, જેમાં કેલિપ્સો ધુનની અસર ભાળી શકાય છે.
BollywooDirect પર એપ્રિલ, ૨૦૨૨ માટે કોઈ યાદગાર તસવીર ન હતી એટલે ૨૦૨૦ની શંકર
(જયકિશન)ની પુણ્યતિથિના ઉપલક્ષમાં- Shankar Singh Raghuvanshi of the famous
Shankar Jaikishan duo and one of the emperors of Hindi film music world,- મુકાયેલી આ તસવીર પસંદ કરી છે.
હવે નજર કરીએ
અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –
“The Unforgettable Music of HEMANT
KUMAR” માણેક પ્રેમચંદ દ્વારા લખાયેલ
પુસ્તકનો પરિચય છે. પ્રસ્તુત પુસ્તકમાં હેમંત કુમારની બંગાળી રચનાઓનું અભ્યાસપૂર્ણ
નિરૂપણ અંતરા નંદા મોડલ અને સૌનક ગુપ્તાએ કરેલ છે.
The लेन – देन (give and take) Songs માં લેતી દેતીનો સંદર્ભ
વાણિજ્યિક અર્થે નહીં પણ માનવ સંબંધોના પરિપ્રેક્ષ્યમાં છે, જેમાં આપ્યા પછી પાછું
મેળવવાની ભાવના તો સંબંધોમાં ખટાશ આવે તો જ થવા લાગે છે.
Five Classics I would Like to Rewrite બે ભાગમાં લખાયેલ લેખનો પહેલો ભાગ છે જેમાં પાંચ એવી ફિલ્મોની વાત છે કે સશક્ત નારી પાત્રાલેખન હોવા
છતાં ફિલ્મના અંત પર પુરુષ-પ્રાધાન્યની જણાતી અસર ફિલ્મને નબળી કરી નાખતી જણાય છે.[Ten
Hindi films You Mustn’t Watch એ આ જ વિષય પરનો Dustedoff.com
નો લેખ છે..] Five
More Films - Five More Revisions એ લેખનો બીજો ભાગ છે. અહીં
ચર્ચવામાં આવેલી ફિલ્મો સફળ હોવા છતાં 'સારી' કહી શકાય એ સ્તરની નથી.
Lata Mangeshkar: Ten Solos, Ten
Composers – Part 3 માં આવરી લેવાયેલ ગીતો ‘Lata in Ten Moods’ song list.માં આવરી લેવાયેલ ગીતોથી અલગ છે.
Songs of Education - ક્યાંક શિક્ષણનું મહત્ત્વ,ક્યાક જૂની જૂની બાબતો યાદ રાખવાની નિરર્થકતા તો ક્યાંક
વ્યાકરણની તર્કહીનતા તો ક્યાંક શિક્ષણ દ્વારા જીવન જીવવા માટેનાં કૌશલ્યો શીખવાડવામાં
નિષ્ફળતા કે પછી શિક્ષણનો નવેસરથી અર્થ કરવો જેવાં વિવિધ મતમતાંતરો ફિલલ્મોના ગીતોમાં
સંભળાય છે. पढ़ाई लिखाई કે ડીગ્રી જેવા બોલના પ્રયોગ બહુ પ્રચલિત કહી શકાય..
ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada
Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood
Rewind, ના લેખો –
- Pakeezah:
From Meena Kumari’s failing health to separation from director Kamal
Amrohi, what went wrong during making of this classic - મીના
કુમારીની ૫૦મી પુણ્યતિથિના સંદર્ભમાં તેમની બહુખ્યાત ફિલ્મો પૈકી 'પાકીઝા'નાં
નિર્માણ સાથેની ઘટનાઓને યાદ કરેલ છે. ફિલ્મના નિર્માતા કમાલ અમરોહી તેમના પતિ
હતા, કદાચ
એટલે જ બન્નેના તંગ સંબંધોને કારણે ફિલ્મનાં નિર્માણમાં અનેક વાળાઢાળા આવ્યા.
- Rishi
Kapoor-Dimple Kapadia’s Bobby: The film that saved RK Studios, heralded
the start of teenage love stories in India -
રિશી
કપૂરની છેલ્લી ફિલ્મ 'શર્માજી
નમકીન' ઓટીટી
પ્લેટફોર્મ પર જોવા મળવા લાગી છે ત્યારે યુવાનીમાં આવ્યા પછીની તેમની પહેલી
ફિલ્મ 'બોબી'ની
સફળતાએ તેમને અપાવેલ ખ્યાતિને યાદ કરેલ છે.
· When
Jaya Bachchan played a more talented but subservient wife against Amitabh
Bachchan in Abhimaan
- જયા (ભાદુડી) બચ્ચનના ૭૪મા જન્મદિવસે તેમની શ્રેષ્ઠતમ
ફિલ્મો પૈકીની 'અભિમાન'ની વાત કરી છે. હૃષિકેશ મુખર્જીનાં સવેદનશીલ
દિગ્દર્શને ફિલ્મને તેમના ફિલ્મના પરદા પરના (અને વાસ્તવિક જીવનના પણ) પતિનાં
કલાકાર તરીકેનાં 'અભિમાન'ની કથાને વાસ્તવિક જીવનથી દૂર રાખતી રેખા ખેંચી આપી
છે.
·
Dilip
Kumar’s Ram Aur Shyam is a mediocre comedy that has somehow achieved cult
status
- સમયની સાથે દિલિપ કુમારની '૫૦ના દાયકાઓની ફિલ્મો જેમ
વધારે નીખરી છે તેમ, કમનસીબે, 'રામ ઔર શ્યામ'ની બાબતે કહી શકાય તેમ
નથી.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના એપ્રિલ, ૨૦૨૨ના લેખો:
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના એપ્રિલ, ૨૦૨૨ના લેખો.
કૈસી હૈ યે રૂત કિ જિસમે ફૂલ દિલ બનકર ખીલે
કહીં આજ કિસીસે મુહબ્બત ના હો જાયે
ન મુંહ છુપાકર કિયો ન સર ઝુકાકે જિયો
અપની કહાની છોડ જા, કુછ તો નિશાની છોડ જા
શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત કરી રહ્યા છે. એપ્રિલ, ૨૦૨૨ માં હવે નીચે મુજબ આ વાત આગળ ધપે છે .
ઔર એક જ્યુબિલી ફિલ્મ લાવારિસના સંગીતે પણ ધમાલ મચાવી દીધી !
હેન્ડસમ ફિરોઝ ખાન માટે યાદગાર અને એવોર્ડ વિજેતા સંગીત પીરસ્યું
ગોડફાધરના દેશી વર્ઝન જેવી ધર્માત્મા ફિલ્મમાં વિશ્વ કક્ષાનું સંગીત પીરસ્યું
ફિરોઝ ખાનના મેગા પ્રોજેક્ટ કુરબાનીના સંગીતે તહલકો મચાવ્યો
કોમેડી-કમ-થ્રીલર ફિલ્મ વિક્ટોરિયા નંબર 203ના સંગીતે ઘડબડાટી બોલાવી ....
એપ્રિલ, ૨૦૨૨માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
જોડે જોડે આવતા શબ્દો – (૫) – ठन्डे ठन्डे पानी से नहाना चाहिये
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીના એપ્રિલ, આનંદ આશ્રમ (૧૯૭૭)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
નલિન શાહના પુસ્તક – Melodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ મ. પડ્યા વડે
કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણી ‘સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓ’માં સ્વરકાર – ચાહીને બનેલા કે અનાયાસે બની ગયેલા? પ્રકરણ રજુ કરે છે.
ભગવાન થાવરાણી નવી શ્રેણી 'ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ' શરૂ કરી રહ્યા છે જેની પ્રસ્તાવનામાં તેમણે ઈંગમાર બર્ગમેનનાં જીવન અને કારકિર્દીની મહત્ત્વની વિગતો વણી લીધી છે.
હિન્દી
ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી “ફિલ્મસંગીતના નક્શીકારો”
શ્રેણીમાં પિયૂષ પંડ્યા રણજીત ગઝમેર – ‘કાંચા’ની પ્રતિભાનો પરિચય કરાવે છે.
સોંગ્સ ઑફ યોર પરની Best
songs of year શ્રેણીમાં
૧૯૪૩નાં ગીતોની સફરની આલબેલ Best
songs of 1943: And the winners are? દ્વારા
વાગી ગઈ છે...
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં
ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં
હોઈએ છીએ. આજના અંકથી કરીને ૨૦૨૨નાં સમગ્ર વર્ષ
દરમ્યાન આપણે લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર સાથે પહેલવહેલી વાર ગાયેલ
યુગલ ગીત યાદ કરવાનો ઉપક્રમ આગળ વધારીશું..
લગી હૈ આગ દિલમેં, ક઼િસ્મત કે સિતારે ડૂબ ગયે
- હલચલ (૧૯૫૧) - ગીતકાર ખુમારા બારાબંક્વી - સંગીતકાર મોહમ્મદ શફી
ઐસા ક્યા ક઼સૂર કિયા દિલ જો ચુર ચુર કિયા - નાદાન (૧૯૫૧) - પી એલ સંતોષી - ચિક ચોકલેટ
મોહબ્બત કી બસ ઈતની દાસ્તાન હૈ - બારાદરી (૧૯૫૫) - ખુમાર બારાબંક્વી - નાશાદ
આ બેદર્દી બાલમા, આ પ્રીત કા કરે હિસાબ - છોરા છોરી (૧૯૫૫) - કેદાર શર્મા – રોશન
કબ તક ઉઠાયેં ઔર યે ગમ ઈન્ઝારકા - નક઼ાબ (૧૯૫૫) - પ્રેમ ધવન - પંડિત ગોવિંદરામ
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે
માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો
આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો,
બ્લૉગ પૉસ્ટ્સ,
તસ્વીરો અને વિડીયો / ઓડીયો
લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
2 comments:
શ્રી અશોક વૈષ્ણવ સાહેબ,
"હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલા બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૦ – મણકો : ૪_૨૦૨૨"
ઉપર દર્શાવેલ તમારો બ્લોગ જોયો અને વાંચવાની શરૂઆત કરી છે, મને લાગે છે કે તમે ખુબજ મહેનત કરી આ લેખ
તૈયાર કર્યો છે અને તમારા વાચકો માટે રજૂ કર્યો છે તે માટે આભાર.
શ્રી અશોક વૈષ્ણવ સાહેબ,
"હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલા બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૦ – મણકો : ૪_૨૦૨૨"
ઉપર દર્શાવેલ તમારો બ્લોગ જોયો અને વાંચવાની શરૂઆત કરી છે, મને લાગે છે કે તમે ખુબજ મહેનત કરી આ લેખ
તૈયાર કર્યો છે અને તમારા વાચકો માટે રજૂ કર્યો છે તે માટે આભાર.
Post a Comment