Sunday, June 18, 2023

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૧મું - જૂન ૨૦૨૩

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  જૂન ૨૦૨૩ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશ્લેષણાત્મક સર્વેક્ષણ ' પસંદ કરેલ છે. આજના અંકમાં આપણે નવિનીકરણ જીવનચક્ર ની ટુંક ચર્ચા કરીશું.

નવિનીકરણ જીવનચક્ર નવાં વિચારબીજનાં પેદા થવાથી લઈને તેઓ વિકાસ, અમલ, મૂલ્યાંકન અને ગ્રહણ કરવા સુધીના તબક્કાઓને આવરી લે છે. [1]

સામાન્યપણે પ્રવર્તમાન નવિનીકરણ જીવનચક્રને ખુબ સચોટપણે આ રીતે રજુ કરી શકાય

 


જોકે, મોટા ભાગની વ્યાવહારિક સ્થિતિઓમાં આ ઘંટાકાર આલેખ એસ - આલેખનાં સ્વરૂપે જ જોવા મળે છે. [2]


જ્યોફ્રી મૂર તેમનાં પુસ્તક Crossing the Chasm  માં મૂળ જીવનચક્રનું નવું સ્વરૂપ સુચવે છે. આ સ્વરૂપને તેઓ ત્રૂટક નવિનીકરણ કહે છે. આ સ્વરૂપમાં નવિનીકરણ એસ - આલેખ આધારિત ફોસ્ટર વિચ્છેદ /Foster disruption રૂપે નવિનીકરણ ગ્રહણ કરતાં બે જૂથ વચ્ચે અને બજારની પરિસ્થિતિ વચ્ચે અંતર પડેલું બતાવે છે. [3] 

ટાઇપીંગ કરવા માટેનાં મશીનનાં આવાં ત્રૂટક નવિનીકરણ જીવનચક્રનો આલેખ આ સિદ્ધાંતનું બહુ રચલિત ઉદાહરણ છે. 


 નવિનીકરણ આધારિત વિકાસને સમજાવવા માટે વિચ્છેદાત્મક નિવિનીકરણનો સિદ્ધાંત બહુ અસરકારક સાધન ગણાય છે. અહીં 'વિચ્છેદ' એટલે એવી પ્રક્રિયા જેમાં બહુ જ નાની દેખાતી કંપની, સાવ ટાંચાં સાધનોની જ મદદથી મોટી, ખુબ જ સારી રીતે પ્રસ્થાપિત થઈ ચુકેલકંપનીને હલબલાવી નાખે તેવો પડકાર કરી નાખે છે. [4]



ત્રૂટક એસ - આલેખના વિકાસને  મેક્કિનઝી એન્ડ કંપનીએ ત્રિ - ક્ષિતિજ વિકાસ / Three horizons of growth નાં સુનિયોજિત મોડેલ તરીકે રજુ કરેલ છે. આ મોડેલ અનુસાર કંપની તેનાં ટુંકા ગાળાના, મધ્ય ગાળાના અને લાંબા ગાળાના સુધારણા / નવિનીકરણ પ્રયાસો વચ્ચે સન્માનીય સંતુલન જાળવી શકે છે.[5] 


આવી જ એક સમાંતર વિચારધારાનાં પરિપાક રૂપે એક સમયના ગુગલના મુખ્ય સંચાલક એરિક સ્ક્મિડ્ટે ૭૦ - ૨૦ - ૧૦ તરીકે ઓળખાતો સિદ્ધંત રજુ કર્યો હતો. આ સિધાંત 'હાર્દ' સ્વરૂપની, 'આજુબાજુ'ની અને નવિનીકરણની પરિયોજનાઓ વચ્ચે સંસાધનોની વહેંચણીને સમજાવે છે. [6]



મોટી કંપનીઓ  શી રીતે નવિનીકરણ અને ગણત્રીપૂર્વકનાં સાહસો ખેડી શકનાર સંસ્કૃતિ જાળવી રાખી શકે છે તે તે તો મૅનેજમૅંટ અભ્યાસુઓ માટે 'સમુદ્રમંથન' સમો વિષય બની રહ્યો છે. એ અભ્યાસો અને સંશોધનોમાંથી નિપજેલા કેટલાક નમુનેદાર લેખો અહીં મુક્યા છે.-

Harvard Business Review Articles:

- Meeting the Challenge of Disruptive Change, Clayton Christensen/Michael Overdorf: March/April 2000
- The Quest for Resilience,
Gary Hamel/Liisa Valikangas: Sept 2003
- The Ambidextrous Organization,
Charles O’Reilly/Michael Tushman: April 2004
- Darwin and the Demon: Innovating Within Established Enterprises, Geoffrey Moore: July/August 2004
- Meeting the Challenge of Corporate Entrepreneurship,
David Garvin/Lynne Levesque: Oct 2006

     - The Innovators DNA, Jeffrey Dyer, Hal Gregersen, Clayton Christensen: Dec 2009

તે ઉપરાંત વધારાના વાંચન તરીકે આ સ્રોતનો પણ ઉપયોગ કરવો જોઈએ. 

-        Enduring Ideas: Classic McKinsey frameworks that continue to inform management thinking.

-        an Innovation E-book

જોકે એ યાદ રાખવું જરૂરી છે કે નવિનીકરણ એ કોઈ જાદુઇ છડી નથી કે જે ધારીએ તે તેના દ્વારા મળી જાય. નવિનીકરણના સફળ પ્રયોગોની સામે અસફળ પ્રયાસોની પણ એટલી જ કતાર હશે જે ક્યારેય જાણમાં નહીં આવતી હોય. નવિનીકરણ અસફળ રહેવાનાં કારણોમાં આ પાંચ કારણો બહુ સામાન્યપણે જોવામાં આવે છે[7] -

૧ અપ્રસ્તુત પ્રોત્સાહનો - નવિનીકરણ પરિયોજનાઓની સફળતાના નશામાં ઘણી વાર એ ભુલાઈ જાય છે કે વ્યાપાર સારી રીતે ચલાવવાના બીજા સિદ્ધાંતો હજુ પણ કાર્યરત છે. 

૨ અપૂરતી તૈયારીઓ - સંસ્થા (એટલે કે દરેક લાગતાં વળગતાં કર્મચારીઓનાં માનસ તેમ જ પ્રક્રિયાઓની વિગતો)માં જ્યાં સુધી નવિનીરણને લાગુ પડતા દરેક ફેરફારો પુરેપુરી રીતે ગ્રહણ થયેલ ન હોય ત્યાં સુધી નવીનીકરણની રચનાત્મક પહેલની ગતિ જાળવી રાખવી મુશ્કેલ બની જાય છે. આ વિશે ખાસ નોંધ લેવા જેવી હકીકત એ છે આવા મૂળભુત પ્રકૃતિગત ફેરફારો રાતોરાત નથી કરી શકાતા.

૩ બજાર વિશેની ગેરસમજણ - બહુ સફળ થવાની અપેક્ષા હોય એવી નવિનીકરણની પહેલને કારણે સંસ્થામાં જે ઉત્સાહની ભરતી આવે છે તેમાં ઘણી વાર સાવ સીધી સાદી, પણ પાયાની, બાબતો જ ભુલાઈ જતી હોય છે. આવી એક ભુલ છે નવિનીકરણ કરેલ પેદાશનાં બજારને ઓળ્ખવામાં થાપ ખાઈ જવી. ખોટાં બજારમાં સાચી પેદાશ તો અસફળતાનું એવું વળતું મોજું છે જે સમય અને પ્રયત્નોની બહુ મોટી બરબાદીની કિંમત માગી લઈ શકે છે. 

૪ ટેક્નોલોજિની ગાડીને સમસ્યાના મૂળ ઉપાયના ઘોડા આગળ મુકી દેવી - આજે હવે ઘણી બાબતોમાં કંઈ પણ નવું કરવું હોય તો નવી ટેક્નોલોજિ જ  કામે લગાડવી પડે એવી જે હવા બની છે તેમાં એ ભુલી જવાની દહેશત રહે છે કે ટેક્નોલોજિ, ગમે તેટલું મહત્ત્વનું પણ  એક સાધન જ છે, સાધ્ય નહીં. 

૫ તુમારશાહી - દરેક સંસ્થામાં 'અહીં તો આમ જ થાય' એવી અમુક પ્રકારની તુમારશાહી ઘર કરી જ બેઠી હોય છે. આવી તુમારશાહી જાણ્યેઅજાણ્યે નવીનીકરણના તણ્ખાને જ્યોત બનતાં પહેલાંજ ઓલવી નાખવાનું કારણ બની શકે છે. 

ધ્યાનમાં લેવા લાયક મૂળ બાબત એ છે કે

નવીનીકરણની સફળતા એ સફળ વ્યૂહરચના કે તે માટે લેવાયેલો નિર્ણય માત્ર નથી -- એ તો સંસ્થાના અગ્રણીઓથી લઈને છેવાડાના દરેક લાગતા વળગતા કર્મચારીદ્વારા સંસ્થાનાં મૂળ પોતમાં, ટુંકે ગાળે તેમ જ લાંબે ગાળે, જરૂરી એવા ફેરફારો કરતા રહેવાની સભાનપણે ચાલતી અવિરત પ્રક્રિયા છે.

હવે પછી, સુનિયોજિત રીતે સંગઠિત કરેલ નવિનીકરણ અભિગમ પર ચર્ચા કરીશું. 

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Developing Idea Generation Skills: TRIZ -  માઈક્રોસોફ્ટના બીઝનેસ પ્રોગ્રામ મૅનેજર સુનિલ કુમાર વી કૌશિક TRIZ[8] ની ચર્ચા કરતાં કરતાં સમજાવે છે કે સમસ્યા સમાધાનનો આ અભિનવ સિદ્ધાંત વિચારણા હેઠળની સમસ્યાના ઉપાય લાગુ કરવાની સાથે સાથે શી રીતે ઝડપી અને અસરકારક નવિનીકરણ પહેલાં પરિણમી શકે છે.

Oxford Creativity Cartoons Galleryમાં ક્લાઈવ ગોડાર્ડનું એક ઠઠ્ઠાચિત્ર

આ મહિને આપણે Hung Le Ph.D., Grace L Duffy MBA, LSSMBB ના સંસ્થાગત ઉત્કૃષ્ટતા માટેનો દિશાલેખ રચીને તેના દ્વારા વાતાવરણનાં ઘડતર કેમ કરવું તે સમજાવતા Building Blocks to Improve Organizational Culture   લેખ વિશે વાત કરીશું. જ્યારે પ્રક્રિયાઓ અને કર્મચારીઓ સંસ્થાની વ્યુહાત્મક દિશા સાથે સંકળાયેલાં નથી હોતાં ત્યારે ઉત્કૃષ્ટતાનાં વાતાવરણને ટકાવી રાખવું અઘરૂં બની જતું હોય છે.  લાંબા ગાળાનાં ઉદ્દેશ્યો સાથે પાયાનું જ જોડાણ ન હોય તો લાગુ પડેલા ફેરફારની અસર લાબો સમય નથી રહેતી અને લોકો ધીમે ધીમે પોતાની મૂળ વિચારસરણી તરફ વળી જતાં હોય છે. યોગ્ય જગ્યાએ યોગ્ય સક્ષમ કર્મચારીનું ટીમમાં હોવું તે  જોડાણની આવશ્યક કડી છે.  જિમ કૉલિન્સ તેમનાં પુસ્તક  “From Good to Great,” માં કહે છે તેમ શિસ્તબધ્ધ પગલાંઓના અમલ માટે શિસ્તબદ્ધ વિચારસરણી ધરાવતાં શિસ્તબદ્ધ લોકોનું હોવું પણ આવશ્યક છે.

સંસ્થાની સંસ્કૃતિનાં પોતમાં પ્રક્રિયાઓ અને લોકો આવશ્યક તાણાવાણા છે. | સ્રોત: Grace L. Duffy


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશેષણાત્મક સર્વેક્ષણ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: