Sunday, September 8, 2024

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૯મું સંસ્કરણ - સપ્ટેમ્બર ૨૦૨૪

 

હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો - ૧૯૬૪ - ભાગ


હસરત જયપુરી
  (મૂળ નામ: ક઼બા હુસ્સૈન - જન્મ ૧૫-૪-૧૯૨૨ । અવસાન ૧૭-૯-૧૯૯૯) - શંકર જયકિશન (મૂળ નામ: જયકિશન ડાહ્યાભાઈ પંચાલ - જન્મ ૪ નવેમ્બર ૧૯૨૯ - અવસાન ૧૨ સપ્ટેમ્બર, ૧૯૭૧) અને શૈલેન્દ્રનાં સંયોજનને '૫૦ના દાયકામાં તેમનાં ગીતોનાં માધુર્ય, વાદ્યસજ્જામાં અવનવા પ્રયોગો અને ગીતોની બોલની સરળતાભરી બોધવાણીને કારણે ઉત્તરોત્તર સફળતા મળવા લાગી હતી. દરેક ફિલ્મમાં પાંચથી આઠ ગીતો હોય એવી વર્ષમાં પાંચ સાત ફિલ્મો કરવા છતાં ક્યાંય પણ તેમના પ્રયત્નો કે પ્રયોગોમાં ઉણપ ન હોય.

પરંતુ '૬૦ના દાયકાથી હિંદી ફિલ્મ સંગીતનાં ક્ષેત્રમાં ફરીથી નવાં પરિવર્તનોની અસરો કળાવા લાગી  હતી. વિષયોમાં બહુ વૈવિધ્ય ન હોવા છતાં ગીતોની રચનાઓ વધારે અને વધારે વૈવિધ્યપૂર્ણ રહ્યા પછી પણ ફિલ્મને ટિકિટબારીએ સફળ કરે એટલાં લોકપ્રિય બને એ અંગેનાં દબાણ સંગીતકારો અને ગીતકારો પર વધવા લાગ્યાં હતાં. તેની સાથે સાથે ઓ પી નય્યર જેવા સમકાલીન સંગીતકારની તાલ પ્રધાન - વાદ્ય પ્રયોગની અભિનવતાની શૈલી પણ એક મહત્ત્વનું સ્પર્ધાત્મક પરિબળ બનવા લાગી હતી. 

આ બધા આંતરપ્રવાહો ભલે આપણો વિષય નથી, આપણો રસ તો માત્ર, અને માત્ર, જયકિશનના જન્મ અને હસરતના અવસાનના  આ સપ્ટેમ્બર મહિનામાં, દર વર્ષે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોને યાદ કરવાનો (જ) છે. અને એ ઉદ્દેશ્યને જ કેન્દ્રમાં રાખીને  અત્યાર સુધી, આપણે

૨૦૧૭ માં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪,

૨૦૧૮માં વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૭,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૮ અને ૧૯૫૯,

૨૦૨૦માં વર્ષ ૧૯૬૦-૧૯૬૧નાં

૨૦૨માં વર્ષ ૧૯૬૨નાં,

૨૦૨૨માં વર્ષ ૧૯૬૩નાં અને

૨૦૨૩માં ૧૯૬૪નો ભાગ ૧

ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

આજના મણકામાં આપણે હવે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં, વર્ષ ૧૯૬૪ના બીજા ભાગનાં, ગીતો યાદ કરીશું.

૧૯૬૪

વર્ષ ૧૯૬૪માં શંકર જયકિશનની આયી મિલનકી બેલા, અપને હુએ પરાયે, એપ્રિલ ફૂલ, બેટી બેટે, રાજકુમાર, સંગમ, સાંજ ઔર સવેરા અને ઝિંદગી એમ  આઠ ફિલ્મો આવી. આ આઠ ફિલ્મો મળીને હસરત જયપુરીએ લખેલાં કુલ ૩૩ ગીતો હતાં.

પહેલા હપ્તામાં આયી મિલનકી બેલા, અપને હુએ પરાયે, એપ્રિલ ફૂલ, અને બેટી બેટે એમ ચાર ફિલ્મોનાં હસરત જયપુરીએ લખેલાં ૧૬ ગીતોને આવરી ચૂક્યાં છીએ. આજના મણકામાં રાજકુમાર, સંગમ અને સાંજ ઔર સવેરાના ૧૦ ગીતો સાંભળીશું. 

રાજકુમાર (૧૯૬૪)

રાજકુમારમાં ગીતો હતાં, જે પૈકી શૈલેન્દ્રએ અને હસરત જયપુરીએ ગીતો લખ્યાં હતાં.

ઈસ રંગ બદલતી દુનિયામેં ઈંસાનકી કિમત કોઈ નહીં - મોહમ્મદ રફી 

શમ્મી કપુરની ફિલ્મોની શરૂઆત નાયિકાની છેડછાડથી થાય. પછી બન્ને એકબીજાના પ્રેમમાં પડે. બન્ને પ્રસંગોએ કમસે કમ એક એક ગીત હોય. પછી પ્રેમભગ્નતાનો તબક્કો આવે. ત્યારે પણ શમ્મી કપુરના ફાળે એક ગીત લગભગ હોય . દ્રેક પ્રકારનાં ગીત માટે શંકર જયકિશને પણ અકસીર નમુનાઓ તૈયાર રાખ્યા હતા. 

પ્રસ્તુત ગીત પ્રેમના એકરારના પ્રકારનું ગીત છે.


તુમને પુકારા ઔર હમ ચલે આયે જાન હથેલી પર લે આયે - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર 

પ્રેમના એકરારનાં શમ્મી કપુરનાં ગીતો માટે શકર જયકિશને ઘણાં યાદગાર યુગલ ગીતો રચ્યાં છે.



તુમને કિસીકી જાન કો જાતે હુએ દેખા હૈ, વો દેખો મુઝસે રૂઠ કર મેરી જાન જા રહી હે - મોહમ્મદ રફી 

પહેલી વાર પોતાનો જીવ અને બીજીવાર પ્રેમિકા એમ 'જાન'ના બન્ને પ્રયોગમાં હસરત જયપુરીની ગીતોની સફળતા માટેની આગવી હથોટી કળાઈ આવે છે..



સંગમ (૧૯૬૪)

યે મેરા પ્રેમપત્ર પઢકર નાં રફી- લતાનાં યુગલ સંસ્કરણને અને દોસ્ત દોસ્તના રહાનાં કરૂણ ભાવનાં ગીતને અલગ ગીતો ગણીએ તો 'સંગમ'માં ગીતો હતાં, જે પૈકી શૈલેન્દ્રએ અને હસરત જયપુરીએ ગીતો લખ્યાં હતાં. ઈશ લીબ દિશ નાં ગીતકારની ઓળખ નથી જાણવા મળતી.

મહેબુબા ... તેરે દિલકે પાસ હૈ મેરી મંઝિલ - એ - મકસુદ - મુકેશ 

કુદરતી દૃશ્યોની ભવ્યતાને રાજ કપુરે જેટલી દિલથી રજુ કરી છે એટલી ભવ્યતા અને રસાળતાથી શંકર જયકિશને ગીતની સ્વર અને વાદ્યસજ્જાની બાંધણી કરી છે.


યે મેરા પ્રેમપત્ર પઢકર કે તુમ નારાજ઼ ના હોના - મોહમ્મદ રફી 

૭૮ આરપીએમની રેકોર્ડ્સ પર રફીનુંમ સૉલો સંસ્કરણ સાંભળવા માળે છે. પરંતુ ફિલમાં ગીતને બહુ લંબાણથી ફિલ્માવાયું છે. ગીતના અનુલાપમાં .૧૪થી, ભવ્ય વાદ્યસજ્જાનાની સાથે  લતા મંગેશકર ગીત ગણાવે છે અને એક પંક્તિ ગાય પણ છે.

અહીં આપણે વિસ્તૃત સંસ્કરણ લીધું છે. 


મૈં
કા કરૂં રામ મુઝે બુઢ્ઢા મિલ ગયા
- લતા મંગેશકર 

કહેવાય છે કે ગીતના અમુક બોલ સભ્ય સમાજની સ્ત્રીના મોઢે શોબે એવા નહોતા એટલે લતા મંગેશકર પહેલાં તો ગીત ગાવા રાજી હતાં.


સાંજ ઔર સવેરા (૧૯૬૪)

ફિલ્મનાં કુલ  ગીતોમાંથી શૈલેન્દ્રએ અને હસરત જયપુરીએ ગીતો લખ્યાં હતાં

યહી હૈ વો સાંજ ઔર સવેરા ... જિસકે લિયે તડપે હમ સારા જીવનભર - મોહમ્મદ રફી, આશા ભોસલે 

શંકર જયકિશનનાં અન્ય ગીતો કરતાં પ્રમાણમાં ઓછાં વાદ્યોના ઉપયોગ સામે બન્ને અંતરામાં આશા ભોસલેના સ્વરમાં તાલને સમાવીને સંગીતકારોએ ગીતને યાદગાર બનાવી દીધું.

અજહું આયે બાલમા સાવન બીતા જાય - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર 

મહેમુદ અને શોભા ખોટેની જોડીને એક યુગલ ગીત ફાળવવું ફિલ્મની સફળતાની મહત્ત્વની કડી ગણાતી. 

શંકર જયકિશને ગીનની શાસ્ત્રીય ગાયકીની શૈલીમાં બાંધણીમાં કર્ણપ્રિય અનોખાપણું ઉમેર્યું છે. 


ચાંદ કંવલ મેરે ચાંદ કવલ ચુપચાપ સો જા યું ના મચલ - સુમન કલ્યાણપુર 

પરંપરાગત હાલરડાંની રચનાને શંકર જયકિશને ભવ્ય વાદ્યસજ્જાની તેમની આગવી શૈલીમાં સજાવ્યું છે. ગાયિકા તરીકે સુમન કલ્યાણપરની પસંદગી પણ ગીતની બાંધણીની કસોટીએ ખરી ઉતરે છે.


ઝિંદગી મુઝકો દીખા દે રાસ્તા - મોહમ્મદ રફી 

સામાન્યપણે, હસરત જયપુરી પ્રેમ, ખુશીનાં ગીતો લખે એવી છાપ છે. પરંતુ જ્યારે જ્યારે તેમણે ગંભીર ભાવનાં ગીતો લખ્યા છે ત્યારે માનવ સહજ ભાવોને તેમના બોલમાં તાદૃશપણે વણી લીધા છે. 




હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં ૧૯૬૪નાં વર્ષનાં ગીતોમાં હવે માત્ર 'ઝિંદગી' બાકી રહે છે. આજના મણકાના ગીત સારી રીતે સાંભળી શકાય એટલા માટે 'ઝિંદગી'નાં ગીતો હવે પછીના મણકામાં સાંભળીશું. 


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: