ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૨માં સંસ્કરણના ઓક્ટોબર ૨૦૨૪ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન વિષેના
લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૨માં સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય
તરીકે 'ગુણવત્તા સંચાલનનાં
ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' પસંદ કરેલ છે.
હવે પછીના મણકાઓમાં નિર્ણય
વિવેકપ્રજ્ઞા સાથે ઓછેવત્તે સંકળાયેલા વિષયો અને પારિભાષિક શબ્દોની વાત કરીશું, જેથી નિર્ણય વિવેકપ્રજ્ઞા વિષયનાં અનેક પાસાંઓને વધારે સારી રીતે સમજી શકાય
આજના
મણકામાં નિર્ણય વિવેકપ્રજ્ઞા અને નિર્ણય
ગુણવત્તા વિશે આપણે ટુંક ચર્ચા કરીશું..
બધાં જ અસામાન્ય નિર્ણયો પણ
અધુરી માહિતીઓના આધારે લેવાતા હોય છે. સારો નિર્ણય એવી પ્રક્રિયાની નિપજ છે જે
આપણા જ્ઞાનની સ્થિતિ (શું જાણીએ
છીએ તેની જાણ)ને ચોક્કસપણે રજૂ કરે છે, અજાણ વિશેની જાણનાં જોખમો
બાબતે સ્પષ્ટ ચિત્ર જણાવે છે અને જાણીતાં અને અજાણ અજ્ઞાતો વિશે પ્રતિરોધકો અને
ઉપાયો ઘડવામાં પણ ભૂમિકા ભજવે છે. [1]
ખરાબ નિર્ણય પ્રક્રિયા બહુ
સામાન્ય બાબત છે. આપણે જે નિર્ણયો લેતાં હોઈએ છીએ તેમાંનાં મોટા ભાગના યોગ્ય
નિર્ણયોની નીચલી કક્ષાના જ હોય છે. નિર્ણય માટે જે માળખું તૈયાર કરીએ છીએ તે
ત્રુટીઓવાળું હોય છે, તેમાં ક્યાં તો પૂર્વગ્રહો
હોય છે અથવા તો ઉમેરીએ છીએ, નબળાં કે ભુલભર્યાં
પૂર્વાનુમાનો નિર્ણય પ્રક્રિયાને કક્ષીણ કરે છે. એટલું ઓછું હોય તેમ પાછું આપણી
વિચાર પ્રક્રિયા અને વિશ્લેષણ અતાર્કિક હોય છે. તે ઉપરાંત, મોટા ભાગે આપણે અમુક મુદ્દા
કે વિકલ્પો વિશે તો મન બનાવી જ ચુક્યાં હોઈએ છીએ.
નિર્ણય ગુણવત્તા (DQ) નિર્ણય પ્રક્રિયા માળખાનું
ઘડતર, પૂર્વગ્રહ-મુક્તિ, વિકલ્પોની ખોજ અને વિશ્લેષ્ણ, જ્ઞાન અને માહિતીનાં સવળાં
પાસાંઓનું સુદૃઢીકરણ, મૂલ્યો અને સમાધાનો વિષે
સ્પષ્ટતા, વિવેક બુદ્ધિ અને તાર્કિકતા, અમલ બાબતે પ્રતિબદ્ધતા વગેરે
બધાં પાસાંઓને આવરી લે છે. નિર્ણય ગુણવત્તમાં નિર્ણય
અંગેનાં છ સર્વસામાન્ય ઘટકો આવરી લેવાયાં છે તેની સાહેદી પણ આ માળખામાં હોય છે.
નિર્ણય ગુણવત્તા પ્રક્રિયા: શું કરવું છે તે નહીં પણ શું
કરવું જોઈએ તે સવાલ કરો. એ માટે નિર્ણય માટેનું
માળખું યોગ્ય રીતે ઘડાવું જોઈએ, સારા અને પુરતા વિકલ્પો હોવા
જોઈએ, આ સિવાય પણ બીજા વિકલ્પો હોઈ
શકે તે માટે સભાન પ્રયાસ થવા જોઈએ, આપણી પાસે શું માહિતી છે, શું હોવી જોઈએ એને તેણે કેમ
અને ક્યાંથી મળવી શકાય તે વિષેની જાણ હોવી જોઈએ. એ માટે માળખું ઘડવાનું શરૂ કરી એક
પછી એક એમ બધી કડીઓ ગોઠવતાં જાઓ. [2]
નિર્ણય ગુણવત્તા સાંકળની
સૌથી નબળી કડી જેટલી જ મજબૂત હોઈ શકે. પણ નિર્ણય ગુણવત્તા પ્રક્રિયા જો બરાબર રીતે અમલ કરવામાં આવે તો
ગુણવત્તાયુક્ત નિર્ણયો, સુશાસન અને ભરોસાપાત્ર
પ્રક્રિયા સુનિશ્ચિત કરતી સહેતુક, તર્કબધ્ધ અને પારદર્શક
પ્રક્રિયામાં પરિણમે છે.
વધારાનું વાંચન -
Fundamentals of Decision
Quality
Fundamentals
of Decision Quality
The Head and Heart of Decision Quality
What Is a "Good" Decision? How Is Quality Judged?Decision
Quality: How to Make the Right Choice the First Time | Strategic Decisions
Group
હવે પછીના મણકાઓમાં આપણે નિર્ણય વિવેકપ્રજ્ઞા પ્રક્રિયા સાથે સંકળાયેલા વિષયો અને પારિભાષિક શબ્દોની ઘટકો વિશે વાત ચાલુ રાખીશું..
હવે આપણે આપણા નિયમિત
વિભાગો તરફ વળીએ:
Quality
Mag માંથી: From the Editor | Darryl Seland
Change
and Adaptability
– પરિવર્તન સામે લડવા,
કે તેની સાથે કામ લેવા,
માટે અનુકૂલનક્ષમતા એ આપણી પાસે સૌથી સબળ સાધન છે. સ્ટીફન હૉકિન્સ કહે છે તેમ 'પરિવર્તન સાથે અનુકૂળ થવું'
એજ સાચા અર્થમાં પ્રજ્ઞા છે.
Image Source: Andrii Yalanskyi / iStock / Getty Images
અનુકૂલનક્ષમતા
એ જૈવિક આવશ્યકતા છે. આ બાબતે સૌથી વધારે ટંકાતું અવતરણ 'સૌથી વધારે સમર્થ જ ટકી રહી શકે' ચાર્લ્સ ડાર્વિનને
નામે છે. પણ તેમણે તો કહ્યું હતું કે, 'સૌથી વધારે
બુદ્ધિશાળી પ્રજાતિ જ ટકી રહી શકે એ જરૂરી નથી; કે ન તો સૌથી
સશક્ત હોય તે વધારે હોય ટકી શકે.; પરંતુ પોતાની આસપાસનાં બદલતાં જતાં વાતાવરણ સાથે જે સૌથી વધારે સારી રીતે
અનુકૂળ થઈ શકે છે, કે તેને અનુરૂપ થઈ શકે છે , તે જ ટકી રહી શકે છે.'
એટલે
ગુણવત્તા ઉદ્યોગમાં પણ સફળતાની ચાવી અનુકૂલનશીલતા હોય તેમાં કોઈ નવાઈ નથી.
ફ્રેડ
ટ્યુરેક પ્રમાણે યંત્ર દૃષ્ટિ (machine vision) [3] પરિયોજનાઓમાં અમુક પ્રકારની સમસ્યાઓની
માત્રા ઘણી વધારે હોય છે. તે લખે છે કે, '“જ્યારે પરિયોજના
સંચાલનની સર્વસામાન્ય સારી તકનીકો વાપરવામાં આવતી હોય છે ત્યારે આ સમસ્યાઓ વધારે
જોવા મળે છે. તેમને નિવારવા માટે સૌથી સરળ પગલું યંત્ર દૃષ્ટિ[4] સાથેના તફાવતોને સ્વીકારવા અને તેને અનુકૂળ થવાનું છે.'
ગુણવત્તા
સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં
ધોરણો ઊંચાં લઈ જઈએ’ વિશેની
ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન
/ અનુભવો આવકાર્ય છે.
No comments:
Post a Comment