ગુણવત્તા સંચાલન
વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના મે ૨૦૨૫ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના
કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય
પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ
જઈએ' ને જ ચાલુ રાખીશું.
આજના મણકામાં નિર્ણય વિવેકપ્રજ્ઞાઃ સ્વયંસંચાલિત હૈયાઉકલત વિશે આપણે ટુંક ચર્ચા કરીશું..
માહિતીસામગ્રી
વિશ્લેષકો અને સ્વયંસંચાલન એ એવી ગતીશીલ જોડી છે જે વ્યાપાર બાતમીને બહેતર બનાવે
છે. સ્વયંસંચાલન માહિતી સામગ્રી એકઠી કરવાનું ઝડપી બનાવે છે અને માનવીય કામો પર
વ્યય થતો સમય ઘટાડે છે. તે પછી વિશ્લેષકો માહિતી સામગ્રીનું અર્થઘટન કરે છે, અને વ્યાપાર સાહસને પગલાં લઈ શકાય એ પ્રકારની હૈયાઉકલત પુરી પાડે છે. બન્ને
મળીને જોડાણ સાંધા વિનાના કાર્યપ્રવાહ રચે છે, જેને પરિણામે સંસ્થા બજારના પ્રવાહો અને ફેરફારોની સામે ઝડપથી પ્રતિભાવ આપી
શકે છે. [1]
સ્વયંસંચાલિત
હૈયાઉકલત એ એવી નોકીલી ટેક્નોલોજિ છે નેચરલ લેન્ગ્વેજ જનરેશન (natural
language generation, NLG) ની શક્તિ વડે કાચી માહિતી સામગ્રીને માનવ દ્વારા વાંચી શકાય એવાં કથાનકમાં
ફેરવવાની શક્તિ ધરાવે છે.
તેના વડે માહિતી
સામગ્રી વિશ્લેષકો વિશાળ માહિતી સામગ્રી સમુહમાંથી સમજાવી શકાય એવી હૈયાઉકલતને
ઝડપથી અને સરળતાથી તારવી શકે છે, જેથી જટિલ માહિતી સહેલાઈથી હાથવગી અને પગલાં લેવા લાયક બની રહે છે.
સ્વયંસંચાલિત
હૈયાઉકલત વ્યાપાર ય્દ્યોગોઅને વ્યાવસાયિકોને તેમની વિષ્લેષક સફર દરમ્યાન બહુ
અગત્યના ફેરફારો શક્ય બનાવી શકે એવા ઘણા મહત્ત્વના ફાયદાઓ પૂરા પાડે છે.
¾
સમય અને ખર્ચની બચત
¾
માનવીય ભૂલોનાં જોખમને
ઘટાડવું
¾
બહેતર નિર્ણય - પ્રક્રિયા
¾
છુપાયેલા પ્રવાહોને ઉઘાડા
કરવા[2]
સ્વયંસંચાલિત
હૈયાઉકલતની શરૂઆત વ્યક્તિ દ્વારા સવાલ પુછવાથી થાય છે. પરંપરાગત માહિતી
વિશ્લેષકોને જ્યાં છેડાના વપરાશકારને ડેટા મોડેલ (data
model)ની પસંદગી અને માહિતી સામગ્રીની તૈયારીઓ (data
preparation) માટે માહિતી સામગ્રી વૈજ્ઞાનિકો
અને અન્ય નિષ્ણાતોની
જરૂર પડે છે ત્યાં સ્વયંસંચાલિત હૈયાઉકલત કૃત્રિમ પ્રજ્ઞા પાસે (artificial
intelligence
AI) અને મશીન લર્નિંગ (machine
learning ML) ટેક્નોલોજિઓ છે. તે જ રીતે શક્તિશાળી AI
ક્રિયાઓ હૈયાઉકલતો
સર્જે છે અને એ હૈયાઉકલતોના ફાયદાઓ પણ પ્રશ્ન કરનારને સમજાવે છે. આ હૈયાઉકલતોને
તેબીજા પણ ઘણાં કામોમાં બહુ મદદરૂપ બની શકે છે, જેમકે:
·
એ હૈયાઉકલતોને વ્યક્તિગત
નિર્ણય - પ્રક્રિયામાં કામે લગાડવી
·
ઔપચારીક રજૂઆત માટે એ
હૈયાઉકલતોનું મદદરૂપ થવું
·
હૈયાઉકલતો સાથે સંકળાયેલા
વિવેક પ્રજ્ઞા મંચના સાથી કર્મચારીઓ સાથે એ હૈયાઉકલતો સીધી જ વહેંચી શકવું[3]
વધારાનું વાંચનઃ
વધારાનું વાંચનઃ
How to Use Automated Insights
Automated Insights with Pyramid's Explain
Automated Insights for Manufacturers
Automated Insights in Finance Using Machine Learning & AI
હવે પછીના મણકાઓમાં આપણે નિર્ણય વિવેકપ્રજ્ઞા પ્રક્રિયા સાથે સંકળાયેલા વિષયો અને પારિભાષિક શબ્દોની ઘટકો વિશે વાત ચાલુ રાખીશું..
હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:
· Quality Mag માંથી: Does Your Quality Goal Come at a Cost? - Sean O'Boyle
કેટલી ગુણવત્તા ખરેખર પર્યાપ્ત છે? ડેનીયલ
ક્રૈગને સ્કાયફૉલમાં
કસિનો વિશે પુછવામાં આવ્યું કે 'તમે
પીડાની કેટલી ખબર છે? તો
તેના જવાબમાં કહ્યું હતું 'જે
કંઈ ઉપલબ્ધ છે એટલું બધું જ'.
ગુણવત્તા બાબતે પણ આ કથન પ્રસ્તુત નથી?
દરેક ઉત્પાદક અને અંતિમ વપરાશકારને
તેમનાં ઉત્પાદનોની વિશ્વનિયતા, વપરાશમાં
સરળતા અને પુનરાવર્તિતાને લાગે વળગે છે ત્યાં સુધી 'જે
કંઈ ઉપલબ્ધ છે એટલું બધું જ' તો
બેશક જોઈએ જ છે.
આ આકાશી લક્ષ્ય સિદ્ધ કરવાનો એક સાચો
માર્ગ આપણા લોમોના જ્ઞાનનો પાયો વધારે સંગીન બનાવવાનો છે. તે માટે સુસંગત જ્ઞાન
પ્રાપ્ત કરાવીની સ્વીકૃત આધુનિક તકનીકોને અપનાવવી જોઇએ અને સુસંગત તાલીમ મળતી રહે
તે પ્રમાણે કરતાં રહેવું જોઈએ.
ગુણવત્તા એ લક્ષ્ય છે. એ લક્ષ્યની
ચોક્કસ કિંમત પણ ચુકવવી પડતી હોય છે. એ કિંમત ક્યાંતો સુચારૂ આયોજન અને સુઘટિત
અભિગમ દ્વારા કે ક્યાંતો પછી દાવાઓ, અકસ્માતો
અને તેથી પણ આગળ વધીને કાયદાકીય મામલાઓના નાણાકીય ખર્ચાઓ અને સંસાધનોના વ્યયના
રૂપે ચુકવવી પડે છે.
ગુણવત્તાનું રાજ છે.
ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ’ વિશેની
ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન
/ અનુભવો આવકાર્ય છે.
આ અંકમાં
દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
No comments:
Post a Comment