મન્ના ડે - ચલે જા રહેં હૈ… - ૧૯૫૮ - ૧
મન્ના
ડેના જન્મના મહિનામાં તેમનાં આ ઓછાં સાંભળવા મળેલ, ઓછાં લોકપ્રિય થયેલ ગીતોની યાદને તાજી કરવાનો
ઉપક્રમ આપણે ચલે
જા રહેં હૈ લેખમાળામાં કરી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં
આપણે
૨૦૧૮માં મન્ના ડેનાં
૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો,
૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો
૨૦૨૦માં તેમનાં ૧૯૫૧-૧૯૫૩નાં ગીતો,
૨૦૨૧માં તેમનાં ૧૯૫૪-૧૯૫૫નાં ગીતો,
૨૦૨૨માં તેમનાં ૧૯૫૬નાં
ગીતો,
૨૦૨૩માં તેમનાં ૧૯૫૭નાં
ગીતોનો ભાગ ૧, અને,
૨૦૨૪માં તેમનાં ૧૯૫૭નાં ગીતો ભાગ ૨
સાંભળી ચૂક્યાં છીએ.
આજના મણકામાં આપણે મન્ના
ડે વર્ષ ૧૯૫૮માં ગાયેલાં કેટલાંક ગીતોને યાદ કરીશું.
૧૯૫૮માં મન્ના ડેએ
ગાયેલાં, નવોદિત એવા દત્તારામનાં સંગીતમાં 'પરવરીશ' માટે હસરત જયપુરીએ લખેલાં, ત્રણ યુગલ ગીતો - મામા ઓ મામા (મોહમ્મદ
રફી સાથે), મસ્તી ભરા હૈ સમા અને બેલીયા બેલીયા (બન્ને
લતા મંગેશકર સાથે) આજે પણ તરોતાજા લાગે છે.
ઈસ જહાં કા પ્યાર જ઼ૂઠા
યાર કા ઈકરાર જ઼ૂઠા - અમર દીપ (૧૯૫૮) - આશા ભોસલે, મોહમ્મદ
રફી સાથે - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીત સી રામચંદ્ર
મન્ના ડે દેવ આનંદ માટે
અને મોહમ્મદ રફી જહોની વૉકર માટે પાર્શ્વ ગાયન કરે છે. આ આખાં ય ગીતનાં બંધારણ અને
સંગીતમાં સી રામચંદ્રની આગવી શૈલીની છાપ છવાયેલી જોવા મળે છે.
તુમ હો દિલ કે ચોર કરે દિલ શોર - અલ હિલાલ (૧૯૫૮) - સુમન કલ્યાણપુર - ગીતકારઃ શેવાન રિઝ્વી - સંગીતરઃ બુલો સી રાની
આ યુગલ ગીતમાં મન્ના ડે
ખુશખુશાલ પ્રેમીના ભાવને વાચા આપે છે.
બીગડી હૈ બના દે બીગડી બનાનેવાલે - અલ હિલાલ (૧૯૫૮) - સુમન કલ્યાણપુર - ગીતકારઃ શેવાન રિઝ્વી - સંગીત બુલો સી રાની
બન્ને પ્રેમીઓ હવે
બાદશાહને દયાની અરજ ગુજારે છે. મન્ના ડે હવે ખુબ નમ્ર, દર્દભર્યા
સ્વરે એ અરજ રજુ કરે છે.
સમા યે પ્યાર કા બહાર કે યે મેલે - બાગી સિપાહી (૧૯૫૮) - આશા ભોસલે સાથે - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન
શંકર જયકિશને અહીં મુખ્ય
પુરુશ ગાયક તરીકે મન્ના ડે પાસે વિવિધ ભાવોનાં ગીતો ગવડાવ્યાં છે.
પ્રેમની મસ્તીમાં હિલોળા
લેતા પ્રેમીના આનંદની છૉળો મન્ના ડેના સ્વરમાં કેટલી સહજ છે !
ચિનચિન પપ્પુલુ - છૂ ન લેના મુઝે - બાગી સિપાહી (૧૯૫૮) - આશા ભોસલે સાથે - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન
મધ્ય પૂર્વનાં લોકધુનૉની
ઢબ પર આ ગીત રચાયું છે. મન્ના ડે છેક બીજા અંતરામાં આવે છે, તો પણ
તેમની છાપ આખાં ગીત પર વરતાય છે.
ઓ બેરહમ તેરે સિતમ હમ પે હોંગે કબ તક દેખેંગે - બાગી સિપાહી (૧૯૫૮) - લતા મંગેશકર સાથે - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન
ઇશુની સામે દયાની અરજ
કરાતી હોય એવા કૉયર શૈલીનાં પૂર્વાલાપ અને અંતરાના સંગીતમાં આ ગીત સજાવાયું છે.
મન્ના ડે માટે ભક્તિ ભાવ રજુ કરવો સહજ છે એ તો સમજી શકાય, પણ અહીં
તે બીબાંઢાળ રીતે ગીતની રજુઆત નથી કરતા.
ઈન્સાન ઝોંપડોંકા ધનવાનો કે ભગવાન સે બઢકર હૈ - હરિશચન્દ્ર (૧૯૫૮) - ગીતકારઃ પંડિત મધુર - સંગીતઃ સુશાંત બેનર્જી
હરિશચન્દ્રની ભૂમિકાના
પાત્રને અનુરૂપ આ ગીતોમાં તેમના અનુયાયીઓ માટે પ્રેરક સંદેશ છે.
બડા નહીં ઈંસાન બડા નહીં ભગવાન- હરિશચન્દ્ર (૧૯૫૮) - ગીતકારઃ પંડિત મધુર - સંગીતઃ સુશાંત બેનર્જી
હરિશચન્દ્રની ભૂમિકાના
પાત્રને અનુરૂપ આ ગીતમાં પણ તેમના અનુયાયીઓ માટે પ્રેરક સંદેશ છે.
સુન સુન ઓ ગોરે મુખડેવાલે કાલે કાલે નયનોંવાલે - મિસ પંજાબ મેલ (૧૯૫૮) - શમશાદ બેગમ સાથે - ગીતકારઃ ઝૈબુન્નિસા - સંગીતઃ બી એન બાલી
શમશાદ બેગમની તળ પંજાબી
લઢણ સાથે સુરે સુર મેળવીને મન્ના ડે પણ ક઼વ્વાલી થાટનાં ગીતને પંજાબી લહેકામાં રજૂ
કરે છે.
આજના મણકામાં મન ભરાઈ જાય એટલાં મન્ના ડેના સ્વરમાં ગવાયેલાં વિવિધ્યસભર ગીતો સાંભળીને હવે થોડો વિરામ લઈને આ ગીતોને મમળાવી લઈએ. મન્ના ડે એ ૧૯૫૮નાં હજુ કેટલાંક ગીતો બાકી છે, તે હવે પછી ......
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને
નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના
મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી,
સાભાર, લીધેલ છે.
No comments:
Post a Comment