Sunday, August 24, 2025

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૩મું - ઓગસ્ટ ૨૦૨૫

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના ઓગસ્ટ ૨૦૨૫ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ને જ ચાલુ રાખીશું.

આ કેન્દ્રવર્તી વિષયની અંદર હવે આપણે ગુણવત્તા ૪.૦માં પુરવઠા સાંકળને લગતા વિષયો અને પારિભાષિક શબ્દોની ચર્ચા કરીશું.

આજના મણકા માટે આપણે પુરવઠા સાંકળ - મૂળભુત બાબતો વિશે સંક્ષિપ્તમાં વાત કરીશું

પુરવઠા સાંકળ માલની હેરફેરની એવી એક જટિલ તંત્રવ્યવસ્થા છે કાચા માલને તૈયાર ઉત્પાદનોમાં પરિવર્તિત કરીને ગ્રાહક સુધી પહોંચાડવાની સોઈસગવડને આવરી લે છે.

Credit: Investopedia / Michela Buttignol

'પુરવઠા સાંકળ' શબ્દપ્રયોગ સૌ પ્રથમવાર કદાચ ૧૯૦૫માં,The Independent, ના લેખમાં, તિબેટનાં બ્રિટિશ ખોજઅભિયાન દરમ્યાન 'ભારત સાથેની પુરવઠા સાંકળ અખંડ રાખવાની' મુશ્કેલીઓના સંદર્ભમાં વપરાયો હતો. 

શિક્ષણશાસ્ત્રીઓ ઍલન હેરિસન અને જૅનેટ ગૉડસેલની દલીલ છે કે 'પુરવઠા સાંકળ અંતિમ ગ્રાહકની ખરીદી બાબતની વર્તણૂક પર ભાર આપે એ રીતે સંકલિત થવી જોઈએ'. અને માલનો પ્રવાહ ' અંતિમ ગ્રાહકની ખરીદી અંગેની વર્તણૂક્ને સંતોષે એ પ્રકારના પુરવઠા સાંકળની પ્રક્રિયાઓના ક્રમને અનુસરે' એવી 'ગ્રાહક પ્રતિભાવશીલતા'ની સૂચક હોવી જોઈએ. 

ફિશર, અને નૅયલૉર, નઈમ અને બેરી (૧૯૯૯) પણ પુરવઠા સાંકળની વ્યુહરચનાની બે એકબીજા સાથે મેળ ખાતી, 'કાર્યલક્ષી' અને 'કાર્યક્ષમ' મિશ્રણ, અથવા તો 'પ્રતિભાવશીલ' અને 'નાવીન્યપૂર્ણ' મિશ્રણ એવી ખાસિયતોને આગવી તારવે છે.

પોતાની કાર્યપ્રણાલીઓની નૈતિકતા દર્શવવા માટે મોટી કંપનીઓ અને વૈશ્વિક બ્રાન્ડ્સ ઘણી વાર તેમની સંસ્થાગત્સંસ્કૃતિ અને સંચાલન તંત્રવ્યવસ્થામાં આચરણ સંહિતાને ખાસ આવરી લે છે. પોતાના દરેક પુરવઠાકારો પણ એ આચરણ સંહિતાનું પાલન કરે તેવું જણાવાય છે. સામાજિક ઑડીટે દ્વારા આ આવશ્યકતાનું બરાબર પાલન થઈ રહ્યું તે પણ ચકાસાતું રહે છે.  પુરવઠા સાંકળની જે કડી જેટલે અંશે એ પારદર્શિતાના ધોરણમાં ઉણી પડે તે હદે ગ્રાહકોને તેમના દ્વારા થતી ખરીદી સામાજિક જવાબદારીઓનું અપેક્ષા મુજબ વહન કરતા પુરવઠાકારોની સાંકળ દ્વારા થઈ રહ્યું છે તે વિશે ઓછી જાણ થાય છે. આમ થવું સંસ્થા કે બ્રાન્ડમાં ઓછું શ્રેયકર માનવામાં આવે છે. 

પુરવઠા સાંકળને તેના વપરાશ મુજબ, 'સીધી પુરવઠા સાંકળ, વિસ્તૃત પુરવઠા સાંકળ, કે છેવાડા સુધીની પુરવઠા સાંકળ એમ વર્ગીકૃત કરવામાં આવે છે. [1]

પુરવઠા સાંકળને સંસ્થાના બિઝનેસ મૉડલ મુજબ  ' સતત પ્રવાહ (નિયમિત પ્રમાણમાં ચાલતી), ઝડપી પ્રવાહ (ટુંકા ગાળામાં જરૂરિયાત પુરી કરતી) કે મોસમી (અમુક ચોક્કસ સમયની જરૂરિયાત પુરી પાડતી) પુરવઠા સાંકળો તરીકે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. [2]

વધારાનું વાંચનઃ



હવે પછીના અંકોમાં આપણે પુરવઠા સાંકળનાં વિવિધ પાસાંઓની ચર્ચા ચાલુ રાખીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

·       ASQ TV માંથી

Supply chain - complex service versionસેવાઓને લગતું ઘટનાચક્ર સમજવા જેવું છેઃ ઘુંટણના દુખાવાની ફરિયાદ અંગે એક દર્દી નજદીકનાફિઝિયોથેરપીસ્ટ પાસે ગયો. થોડો સમય સારવાર લીધ અપછી તેને સંતોષ થયો એટલે તેણે મેડીકલ પ્રેક્ટિશનરનો સંપર્ક કર્યો. દાકતરે કોર્ટીસોનનાં ઇન્જેક્શન આપયા, પણ તો પણ કંઈ ફેર પડ્યો. એટલે જનરલ પ્રેક્ટિશનરે તેને હાડકાના દાક્તરને બતાવવા કહ્યું. હાડકાના દાક્તરે રેડિયોલોજીસ્ટને અમુક ચૂક્કસ જગ્યાના એક્ષ - રે પડાવવા જણાવ્યું. પછીની મુલાકાત વખતે ઓર્થોપિડીશિયન અને મેડીકલ દાકતરની સહમતિ ઑપરેશન કરવા પર થઈ. મોટી હૉસ્પિટલમાં રેસિડેન્ટે બીજા ઑર્થોપીડીકની નીગરાનીમાં ઑપરેશન કર્યું. તે પછીથી હૉસ્પિટલમાં ફિઝિયોથેરપીની સારવાર કરાયા બાદ હવે ઘરે કસરતો કરવાની સુચનાઓ અપાઇએ. પેલા ભાઈએ પ્રમાણે કર્યું નહી. સુધારો થયો એટલે થોડા સમય પછી દર્દીએ વારાફરતી હાડવૈદ, ફિઝિયાટ્રીસ્ટ અને હિઝિયોથેરપી ટેક્નિશિયન અને એક્યુપંક્ચરિસ્ટની સલાહો લીધી. છેવટે તારણ નીકળ્યું કે ખાસ કંઇ સુધારો થાય એમ નથી, એટલે તેણે બધી સારવાર પડતી મુકી.

આખા ઘટનાક્રમમાં બધું મળીને આઠ અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓની એક સાંકળ બની છે. સાંકળમાં કડીઓનો ક્રમ દર્દીના નિર્ણયો, દાકતરોની સલાહોને આધારે એક હૉસ્પિટલની અંદર તેમજ અલગ હોસ્પિટલોમાં ગોઠવાય છે. તેમાં એક દાક્તરથી બીજા દાક્તર , કે એક હૉસ્પિટલથી બીજી હોસ્પિટલની સેવાઓ માટેના નિયમો અને આચારસંહિતાઓ પણ પોતપોતાનો ભાગ ભજવે છે. 

તકલીફ સાથેની બીજો દર્દી સાવ અલગ પ્રક્રિયા સાંકળ મુજબના અનુભવોમાંથી પસાર થઈ શકે છે અને તેનને સાવ અલગ અલગ પરિણામો પણ મળી શકે છે. બહુ જટિલ સેવાઓના સમુહના સંદર્ભમાં 'પુરવઠા સાંકળ' અલગ અલગ અર્થમાં જોવા મળી શકે છે.

·       Quality Mag માંથી

An Evolution and Redefinition of Quality in Manufacturing?  - Darryl Seland - વિવિધ ચક્રો અને તેનાં વિશ્લેષણ

કેટલાંય માનવ સર્જિત ચક્રો એવાં હોય છે જે ખાસ સમજવાં જોઈએ. પ્રકારનાં ચક્રો મોટાભાગે વિકાસ અને પરિવર્તનને લગતાં હોય છે. સામાન્યપણે, એમનું ધ્યાન વિકાસ કે પરિવર્તન પ્રગતિ અને / અથવા વૃદ્ધિ, ક્રમિક વિકાસ અને પુનઃવ્યાખ્યાયિત કરવા પર વધારે હોય છે.

કૃત્રિમ પજ્ઞા એક એવાં ચક્ર અને પુનઃવ્યાખાંકનને ઉંબરે છે સમગ્ર સમાજની સાથે સાથે ઉત્પાદન અને ગુણવત્તા ક્ષેત્રોને નવપરિભાષિત કરી શકે છે.

ગ્રેગ હચિન્સ અને માર્ગૉક્ષ હચિન્સ તેમના લેખDefining AI Literacy: The Key to Becoming the Next Deming in Quality Management , માં લખે છે કે, 'જે વ્યક્તિ કૃત્રિમ પ્રજ્ઞાની સાક્ષરતાની વ્યાખ્યા કરી શકશે બીજો ડેમિંગ ગણાશે.  કૃત્રિમ પજ્ઞાએ બધાં  વ્યાવસાયિક ક્ષેત્રોને ઉપરતળે કરી નાખ્યાં છે, ગુણવતા વ્યવસાય માટે તેણે સાવ નવી તકો ખોલી આપી છે. નવી તકો કૃત્રિમ પ્રજ્ઞાને લગતો વિશ્વાસ, જોખમ પ્રતીતિતિકરણ અને જોખમ આધારિત નિર્ણય પ્રક્રિયા (risk based decision making.) જેવાં ક્ષેત્રોમાં છે. ગુણવતા વ્યાવસાયિકો માટે તકોનો આર્થિક લાભ ઉઠાવવા માટે બહુ ઉપયુક્ત સમય આવી ચુક્યો છે.


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: