ગુણવત્તા સંચાલન
વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના સપ્ટેમ્બર ૨૦૨૫ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૩માં સંસ્કરણના
કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય
પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ
જઈએ' ને જ ચાલુ રાખીશું.
આ કેન્દ્રવર્તી વિષયની અંદર હવે આપણે ગુણવત્તા ૪.૦માં પુરવઠા સાંકળને
લગતા વિષયો અને પારિભાષિક શબ્દોની ચર્ચા કરીશું.
આજના મણકા માટે આપણે પુરવઠા
સાંકળ સંચાલનની ટુંકમાં વાત કરીશું.
પુરવઠા સાંકળ સંચાલન એ બધી પ્રવૃતિઓ આવરી લે છે જે કાચા માલને તૈયાર પેદાશોમાં રૂપાંતરિત કરી ને ગ્રાહકના હાથમાં મુકે. આમાં સ્રોત શોધવા (sourcing), આલેખન (design),ઉત્પાદન, ગોદામ વ્યવસ્થાપન (warehousing), માલ પરિવહન (shipping) અને વહેંચણી (distribution) પણ આવરી લેવાય છે. [1]
ASCM Supply Chain
Dictionary અનુસાર, પુરવઠા સાંકળ સંચાલન પુરવઠા
સાંકળ પ્રવૃતિઓનાં આલેખન (design), આયોજન (planning), અમલીકરણ (execution), નિયમન (control), દેખરેખ રાખવી (monitoring) દ્વારા ચોખ્ખું મૂલ્યવર્ધન, સ્પર્ધાત્મક માળખાંકીય સેવાઓ
ઊભી કરવી, વિશ્વવ્યાપક પરિવહન
વ્યવસ્થાનો લાભ લેવો, પુરવઠા સાંકળનું માંગ સાથે
સુમેળ કરવો અને વૈશ્વિક સ્તરે કાર્યસિદ્ધિનું માપન કરવું જેવા ઉદ્દેશ્ય સિદ્ધ
કરાતા હોય છે. [2]
પુરવઠા સાંકળ પ્રવૃતિઓ ખરીદી (procurement), પેદાશ જીવનચક્ર સંચાલન (product lifecycle
management), માલસામાનના જથ્થા અને
યાદીઓનાં આયોજન (inventory planning) તેમજ સંસ્થાની માલમિલ્કત અને
ઉત્પાદન સાંકળની સાર સંભાળ (maintenance of
enterprise assets and production lines) સહિતનું પુરવઠા સાંકળનું
આયોજન (supply chain
planning), પરિવહન (transportation) અને વાહનોનાં સંચાલન (fleet management)સહિત માલની હેરફેર (logistics), અને ઓર્ડર સંચાલન (order management) ને પણ આવરી લે છે. આજના સમયના વૈશ્વિક વેપારની
આસપાસની, વૈશ્વિક પુરવઠાકારોનું
સંચાલન અને બહુરાષ્ટ્રીય ઉત્પાદન પ્રક્રિયાઓ જેવી, પ્રવૃત્તિઓ સુધી પણ વિસ્તરી
શકે છે, આજની ડિજિટલી આધારિત વૈશ્વિક
તંત્રવ્યસ્થામાંમાં ઉત્પાદન અથવા સેવામાં ઉત્પાદનમાં ઓર્ડર પુરા કરવા અને માહિતીની
દેખરેખ રાખવી સહિત, પુરવઠાકારો, ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ, પરિવહન અને માલની હેરફેરે
સેવાઓ પૂરી પાડનારાઓ અને છૂટક વિક્રેતાઓ જેવા તમામ હિતધારકોમાટે માલની જાળવણી
સંભાળવા અને સોફ્ટવેરનો સમાવેશ થાય છે.[3]
Council of Supply Chain Management Professionals (CSCMP) અનુસાર, “તત્વતઃ, પુરવઠા સાંકળ સંચાલન કંપનીની
અંદર અને બહાર અન્ય પુરવઠાકારો સાથે માંગ અને પુરવઠાનું એકત્રીકરણ કરે છે.'
સામાન્યપણે, SCM પ્રક્રિયાના આ પાંચ તબક્કાઓ
ગણાય છે[4] :
- આયોજન (Planning)
- સ્ત્રોત સંચાલન (Sourcing)
- ઉત્પાદન (Manufacturing)
- વિતરણ (Delivery)
- માલ પરત (Returns)
પ્રક્રિયા[5] તરીકે, SCM આ રીતે જોઈ શકાય :
વધારાનું વાંચનઃ
Supply Chain Management (SCM) Explained in
18 min
Introduction to Supply Chain Management: The Complete Training Course
How Amazon Beat Supply Chain Chaos With Ships, Containers And Planes
હવે પછીના અંકોમાં આપણે
પુરવઠા સાંકળનાં વિવિધ પાસાંઓની ચર્ચા ચાલુ રાખીશું.
હવે આપણે આપણા
નિયમિત વિભાગો તરફ વળીએ:
· ASQ TV માંથી
Understanding processes, focus and scope - સંસ્થાનું
જ્ઞાન પ્રક્રિયાઓમાં સમાયેલું છે. તે સંસ્થામાં તાર્કિક રીતે વિસરેલી
પ્રતિબદ્ધતાઓની સાંકળમાં મૂલ્ય ઉમેરવાની રીતોની વહેંચણી રૂપે રૂપાંતરિત થાય છે.
પોતાના સ્પર્ધકો કરતાં ઝડપથી શીખવાની (એટલે કે જ્ઞાનમાં વધારો કરતાં રહેવાની)
ક્ષમતા વ્યૂહાત્મક લાભનો એકમાત્ર લાંબા ગાળાનો સ્ત્રોત છે. વિવિધતાને સમજવી, આંકડાની
દૃષ્ટિએ વિચારવું અને પ્રક્રિયાઓનું સંચાલન કરવું આ પ્રયાસના કેન્દ્રમાં છે. તમે
જે પણ વ્યૂહાત્મક પગલું લેવાનું નક્કી કરો છો તે ફક્ત ત્યારે જ વ્યૂહાત્મક લાભ
પેદા કરશે જો તમે તેને યોગ્ય પ્રક્રિયાઓનાં યોગ્ય પરિવર્તનમાં રૂપાંતરિત કરી શકો,
અને ઝડપથી અને ક્ષતિરહિત રીતે અમલમાં મૂકી શકો.
·
Quality Mag
માંથી
Evaluation is a Key to Quality in
Manufacturing -
Darryl
Seland – “How’m
I doin’?”
UCLA (University of California, Los
Angeles) ની પુરુષ બાસ્કેટબૉલ ટીમના કૉચ જોહ્ન વુડને એક વાર કહ્યું હતું કે
સ્વમૂલ્યાંકન વિના ભવિષ્ય અવશ્યંભાવિ જ છે.
મૂલ્યાંકન માત્ર મહત્વપૂર્ણ જ નથી,
પણ મૂલ્યાંકન પ્રત્યેનો આપણો અભિગમ પણ મહત્વપૂર્ણ છે. સુપ્રસિદ્ધ બિઝનેસ ગુરુ પીટર ડ્રકરે કહ્યું,
"જ્યાં સુધી વ્યૂહરચનાનું મૂલ્યાંકન ખુબ સમજી વિચારીને અને વ્યવસ્થિત રીતે કરવામાં ન આવે,
અને વ્યૂહરચનાકારો પરિણામો પર અમલ કરવા તૈયાર ન હોય,
ત્યાં સુધી બધી શક્તિ ગઈકાલનો બચાવ કરવામાં જ વપરાયા કરશે."
તેમનું કહેવું એમ છે કે મૂલ્યાંકનને મહત્વ આપ્યા વિના,
તેના પર ધ્યાન આપ્યા વિના,
આપણે કેવી રીતે આગળ વધી શકવાનાં છીએ.
મૂલ્યાંકનનું એક વધુ પાસું આપણને સર્વકાલીન મહાન વિચારકોમાંના એક,
આલ્બર્ટ આઈન્સ્ટાઈન ('સમય'
ના શ્લેષ સમજાય છે?!)
તરફથી મળે છે. આઈન્સ્ટાઈને કહ્યું,
"જે કંઈ ગણી શકાય તે મહત્વનું હોય એ જરૂરી નથી,
જે કંઈ મહત્વનું હોય એ બધું ગણી શકાય તે જરૂરી નથી."
બીજા શબ્દોમાં કહીએ તો સૂચવે છે કે ભલે બધું માપી શકાતું ન હોય,
પરંતુ આપણે જે કંઈ કરી શકીએ / કરી રહ્યાં છીએ - કમસે કમ આપણી પ્રક્રિયા માટે જે મહત્વપૂર્ણ માનવામાં આવતું હોય-
તે બધું માપવું મહત્વનું છે.
આ બધું કહેવા છતાં,
એ સમજવું મુશ્કેલ નથી કે પ્રક્રિયા નિયંત્રણ - ખાસ કરીને ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણમાં- માટે અસંખ્ય શ્રેષ્ઠ પ્રથાઓ,
માર્ગદર્શિકાઓ અને ધોરણો શા માટે બનાવવામાં આવ્યા છે,
વિકસાવવામાં આવ્યા છે,
પરીક્ષણ કરવામાં આવ્યા છે અને તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ખરેખર તે ખૂબ જ યોગ્ય છે કે આપણી મૂલ્યાંકન પ્રક્રિયાઓનું મૂલ્યાંકન
(એકદમ સ્પષ્ટ
સ્વસંદર્ભિત પુનરાવર્તન)
કરવામાં ઘણી શક્તિ ખર્ચવામાં આવે છે.
ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ’ વિશેની
ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન
/ અનુભવો આવકાર્ય છે.
આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના
પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.
No comments:
Post a Comment