Friday, October 7, 2011

પસંદ ન કરેલ રસ્તા -- સેઠ ગૉડીનની ઑક્ટૉબર ૭, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ ગુજરાતીમાં ભાષાંતરણતમારી જાતને મૂર્ખ જેવી કોઇ વાત કરવી કે કોઇ છબરડો વાળવો કે વાયદૉ  પાળી ન શકવો જેવી બાબતો માટૅ કોસ્યા કરવું તે તો સામાન્ય વાત છે.
પણ શું તમે પેલો શૅર ન ખરીદ્યો કે એ નવા અભિગમને ન અનુસર્યા કે પેલી મુબારકબાદી નથી આપી તેનો વિચાર કર્યો છે?
મારી દ્રષ્ટિએ કંઇ ને કંઇ નવું કરતા રહેવામાટે પોતાની જાતને આસપાસની દુનિયામાં ભળવા દેવી જોઇએ, નહીં કે તેનાથી પોતાની જાતને સંતાડવાની વૃત્તિને પસવારવી.
આપણે આપણી નજરમાં હોય તેનો જ પ્રતિભાવ આપતાં હોઇએ છીએ. કેટલી ભુલોની આપણી આગાહી ખોટી પડી કે કેટલા નવા અભિગમ આપણાં ધ્યાનમાં જ ન આવ્યા કે આપણે દેખીતી રીતે જોખમી લાગતાં કેટલાં પગલાંઓ લીધાં જ નહીં તેનો હિસાબ નથી રાખતા તે જ દુઃખદ છે.
              સેઠ ગૉડીનની ઑક્ટૉબર ૭, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ ગુજરાતીમાં ભાષાંતરણ
Post a Comment