Wednesday, June 25, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જૂન, ૨૦૧૪
ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જૂન, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
હાલમાં આપણે વિગતે ચર્ચા કરવા માટે આપણે બિન સંવદિતા / બિન અનુપાલનનો વિષય પસંદ કરેલ છે. માર્ચ ૨૦૧૪નાં સંસ્કરણમાં આપણે “બિન સંવદિતા” વિષે, એપ્રિલ ૨૦૧૪ના અંકમાં “બિનઅનુપાલન વિષે અને મે ૨૦૧૪ના અંકમાં "સવાદિતા'વિષેની મૂળભૂત સ્તરે વાત કરી હતી.
આજનાં જૂન ૨૦૧૪નાં આ સંસ્કરણમાં, આપણે 'અનુપાલન'ની વાત કરીશું.

  • ગુજરાતી શબ્દકોષમાં 'સમાનુરૂપતા' કે 'અનુકૂળ'જેવા સમાનાર્થી પ્રયોગ જોવા મળે છે. આ વિષયમાં અંગ્રેજીમાં નીચે મુજબ માહિતિ જોવા મળે છે –
Synonyms
accord, accordance, agreement, conformity, congruence, congruency, congruity, consonance, harmony, tune
Antonyms
conflict, disagreement, incongruence, incongruity, incongruousness
Related Words
compatibility; assimilation, integration; oneness, solidarity, togetherness; affinity, empathy, sympathy
Near Antonyms
contrast, discrepancy, disparateness, disparity, dissimilarity, distinction, distinctiveness, distinctness, diverseness, diversity, unlikeness; deviance, divergence; discord, discordance, dissension (also dissention), dissent, dissidence, disunity, friction, strife; variability, variance; incompatibility

પૂર્તતા એ ઔદ્યોગિક વ્યવહારોમાં સામાન્યપણે વપરાતો શબ્દપ્રયોગ છે જેનો અર્થ કરી શકાય કે ઉત્પાદન કે સેવા કે તંત્ર વ્યવસ્થા કોઇ એક માપદંડ કે માનકને અનુસરે છે. પૂર્તતા કરતાં ઉત્પાદનો કે સેવાઓ કે તંત્રવ્યવસ્થાઓના વિક્રેતાઓ નિયત માનકની કેટલી હદે પૂર્તતા થઇ છે તે જણાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
જ્યારે અનુપાલન એ પદ્ધતિસરનાં પરીક્ષણના આધાર પર તે ઉત્પાદન કે સેવા કે તંત્ર વ્યવસ્થા નિયત માનકને ૧૦૦% અનુસરે છે કે કેમ તેનું કથન છે.
  • અનુપાલનનું ખર્ચ \ Cost Of Conformance - ઉત્પાદન (કે સેવા કે તંત્રવ્યવસ્થા) સારી "ગુણવત્તા'નું હોય તે સુનિશ્ચિત કરવા માટે થતું કુલ ખર્ચ. માનકો, પ્રશિક્ષણ અને પ્રક્રિયાઓ જેવી 'ગુણવત્તા પ્રતીતિ' પ્રવૃત્તિઓ અને સમીક્ષા, ઑડીટ, તપાસ અને પરીક્ષણ જેવી ગુણવત્તા નિયમન પ્રવૃત્તિઓ પણ અહીં આવરી લેવાયેલ છે.
બીજા શબ્દોમાં કહીએ તો અનુપાલનનું ખર્ચ એ સંસ્થા દ્વારા પોતાનાં ઉત્પાદનોની ગુણવત્તામાં કારાયેલ રોકાણ છે.
ASQના મુખ્ય પ્રબંધક તરીકે શ્રી બીલ ટ્રોયએ ૨૭મી મેના રોજ નિવૃત્ત થયેલ પૉલ બોરવસ્કી પાસેથી પદભાર સંભાળી લીધો છે. બીલ ટ્રોય વિષે વધારે પૂરક માહિતિ અહીંથી જાણવા મળી શકશે.

 આપણી એક નિયમિત કૉલમ Blogger Round Upમાં નવી પ્રવૃત્તિ જોવા મળે છે - ASQની વર્ષ ૨૦૧૪ની 'ગુણવત્તા અને સુધારા'ના વિષય પરની વિશ્વ પરિષદમાં ગુણવત્તા અને શિક્ષણના સંબંધોની ચર્ચા અગ્રસ્થાને રહી.

અને ASQ TVના વર્તમાન અંક, એકગુટ કામગીરી \Teamworkમાં, કોઇપણ ટીમ તેનાં ધેય સિધ્ધ કરીને ધાર્યાં પરિણામો મેળવવામાં કેમ સફળ રહે છે તે જાણવા મળશે.
આ વિષય સાથે અન્ય સંલગ્ન વિડીઓ ક્લીપ્સ પણ રસપ્રદ છે –
  • It Takes A Teamમાં ટીમ તરીકે અસરકારક અને રચનાત્મક પણે કામ કરીને આપણી પરિયોજનાઓનાં મૂલ્યને કેમ વધારવું તે જોઇએ.
Team excellence award process
More team excellence finalist projects
Creativity strategies

  • Story 1 : Team Excellence - પરિયોજનાઓમાં સામાન્યપણે અનુભવાતા અવરોધો કેમ કરીને ટાળવા, જેથી પરિયોજનાઓનો અમલ એકગુટ સ્તરે થાય.
  • Story 2 : Coca Cola Team - કોકા -કોલાં કપનીએ આંતરરાષ્ટ્રીય ટીમ ઉત્કૃષ્ટતા પારિતોષીકનાં માળખાંના ઉપયોગ દ્વારા, સ્પેન અને પોર્ચુગલનાં ઠંડા પીણાનાં તેમના કાર્યક્ષેત્રમાં ગ્રાહકોનાં સંતોષ અને પીણાંની સલામતીનાં સ્તરમાં વૃધ્ધિ કરી.
  • Story 4: Extreme Team Events - કેટલીક સંસ્થાઓ નિતાંત ઘટનાઓ અને સાહસીક પડકારોના ઉપયોગ વડે ટીમોમાં રચનાત્મકતા વિષેનાં પ્રોત્સાહન અને પ્રેરણાના જુસ્સામાં વધારો કરે છે.

આ મહિનાના આપણા ASQ’s Influential Voice છે – રોબર્ટ મિશેલ.

રોબર્ટ મિશેલ પાસે ઉત્પાદન, નફો જેનું પ્રાથમિક ધ્યેય નથી એવી પ્રવૃત્તિઓ અને શહેરી વ્યવસ્થાઓમાં
પ્રવૃત્ત સંસ્થાઓ સાથે કામ કરવાના ૩૦ વર્ષના અનુભવનું ભાથું છે. તે ઉપરાંત તેઓ 3Mમાં કોર્પોરેટ કક્ષાએ ગુણવત્તા અને લીન સિક્ષ સિગ્માની કામગીરી પણ સંભાળે છે. Quality Matters તેમનો બ્લોગ છે.
એ બ્લોગ પર ઘણા રસપ્રદ લેખોના સ્વરૂપે વ્યાવહારિક અનુભવો વિષે જાણવા મળે છે. તે પૈકી, Sustaining Excellence માં આજે આપણે ઊંડાણથી નજર કરીશું –
“3Mનાં અગ્રણીઓ અને સંચાલકો નિયમિતપણે મૅક્નાઇટ સિદ્ધાંતોને જોરશોરથી અમલમાં મૂકતાં જ રહે છે :
"જેમ જેમ આપણો વ્યાપાર વિકસે તેમ તેમ જવાબદારીઓ સોંપતા જવું તેમ જ લોકો પોતાની પહેલ કરવાની વૃત્તિનો વધારે ને વધારે ઉપયોગ કરે તેમ કરવું બહુ જ મહત્વનું બની રહે છે. આના માટે સહિષ્ણુતાની જરૂર અધિક માત્રામાં પડે છે. આપણે જેમને જવાબદારી અને સત્તા સોંપી છે એ લોકો જો ખરેખર સારાં હશે તો તેમને પોતાનું કામ પોતાની રીતે કરવું હશે.
ભૂલો તો થવાની. પણ જો વ્યક્તિ તાત્વિક રીતે સાચી હશે તો તેમણે કરેલી ભૂલો લાંબે ગાળે ગંભીર નહીં નીવડે, કારણ કે તેમાંથી જ તેઓ કામ કરવાની સાચી રીત શીખતાં રહેશે અને બીજાંઓને જણાવતાં પણ રહેશે.
“જે સંચાલન મંડળ ભૂલોની પાછળ આદુ ખાઇને પડી જાય છે તે પહેલ કરવાની વૃત્તિ માટે ઘાતક છે.આપણે જો વિકાસ કરતાં જ રહેવું હશે તો આપણને પહેલ કરવાની વૃત્તિવાળાં વધારે ને વધારે લોકો જોઇશે તે પણ નિર્વિવાદ છે.”
QAapire.comના આપણા મિત્ર તન્મય વોરાએ પણ આ જ વિષય પર, On Initiatives, Making Mistakes and McKnight Principles for Innovation લેખ કર્યો હતો.

આ મહિને પણ Curious Cat Management Improvement Carnival શ્રેણીમાં કંઇ નવું જોવા નથી મળતું.
પણ Practicing Mistake-Promoting Instead of Mistake-Proofing at Apple માં એક બહુ જ રસપ્રદ અનુભવ વિષે જાણવા મળે છે. ભૂલરહિત પરિવેશને આગળ કરવાને બદલે ઍપલ ભૂલપ્રોત્સાહનને આગળ કરતું હોય તેવા અનુભવની અહીં વાત કરાયેલ છે. પ્રક્રિયાની ગુણવત્તામાં અજાણતાં પણ આ પ્રકારનાં અનઅપેક્ષિત પરિણામો ઘૂસી ન જાય માટે, અને એમ થયેલું જોવા મળે તો બહુ વધારે નુકસાન થાય તે પહેલાં જ તેને ખાળવા માટે સભાનપણે ત્વરિત અસર કરે તેવા ઉપાયો કરવાનું મહત્વ પણ આ લેખ સમજાવી જાય છે.

અનુપાલન અને સંવાદિતાની મૂળભૂત ચર્ચાઓને કારણે એ શબ્દપ્રયોગોનાં હાર્દને સમજવામાં મદદ મળી કે કેમ તે વિષે આપના પ્રતિભાવો જરૂરથી જણાવશો.


આપણા બ્લૉગોત્સવને વધારે રસપ્રદ, માહિતીપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, પ્રતિભાવો અને વિવેચનોની અપેક્ષા સાથે....
Post a Comment