હિંદી
ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - '૬ /૨૦૧૪ 'બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં
આપનું સ્વાગત છે.
આ મહિને
આપણે આપણા નિયમિત ગણાય તેવા બ્લૉગ્સની સાથે સાથે કેટલાક અન્ય બ્લૉગ્સના જૂના, પણ રસપ્રદ ને
માહિતીપ્રદ લેખોની મુલાકાત પણ લઇશું.
Suraiya’s songs by SD Burman
સચીન દેવ બર્મનનો હિંદી ફિલ્મ જગતમાં પ્રવેશ પ્રમાણમાં મોડો કહી શકાય. એટલે નૌશાદ જેવા અન્ય સંગીતકારોના પ્રમાણમાં તેમનાં સુરૈયાનાં ગીતો બહુ જ થોડાં છે.તેમણે માત્ર ત્રણ ફિલ્મોમાં જ સાથે કામ કર્યું, જેના પરિપાકરૂપે આપણને સુરૈયાનાં સચીન દેવ બર્મનની ધુનમાં બધું થઇને ચૌદ ગીત જ મળ્યાં છે. પરંતુ સચીન દેવ બર્મનની ખાસીયત રહી છે કે જે ગાયકો સાથે તેમનાં ઓછાં ગીતો છે, તે બધાં જ સંગીતકાર અને ગાયક બંને માટે શિરમોર તો રહ્યાં જ છે. જેમ કે 'અફસર'નાં મન મોર હુઆ મતવાલા અને નૈન દિવાને કછુ નહીં માને માને ના બે જ ગીતો હોત, તો પણ સચીન દેવ બર્મન અને સુરૈયાનું સંયુક્ત યોગદાન અમર જ બની રહેત.
Songs of Yore completes four years - With a tribute to Juthika Roy
'સોંગ્સ ઑફ યૉર'ને તેની ચાર વર્ષની મંઝિલ પૂરી કરવા બદલ ખાસ અભિનંદન. અભિનંદનમાં "ખાસ' તત્વ છે - આ કાર્નિવલના લેખકના ફિલ્મી ગીતોના શોખને સુગઠિત પરિમાણ આપવામાં 'સોંગ્સ ઑફ યૉર'નો બેશક ફાળો.ચાર વર્ષની સફર પૂરી કરવાના પડાવ પર ૧૯૨૦માં જન્મેલ જ્યુથિકા રોયને અંજલિ આપે છે. સાત વર્ષની વયે બાળકી જ્યુથિકાએ રેડિયો પર રવિન્દ્ર સંગીત પર આધારીત 'આર દેખોના, અંધારે આમેય દેખતે દાઓ' ગાયું. ૧૯૩૫-૩૬માં મીરાં ભજનોની તેમની પહેલી રેકર્ડ બહાર પડી. તે પછી મીરાં ભજનોને આગવી શૈલિથી ગાવા માટે તેમનું બહુ જ લોકપ્રિય સ્થાન બની રહ્યું.
શ્રી
અરૂણકુમાર દેશમુખે atul's bollywood song a
day- with full lyrics પર જ્યુથિકા રોય પર કરેલા બહુ જ
માહિતીપ્રદ મહેમાન લેખ - Mandir
ho har kadam pe pooja ho subah shaam-માં જ્યુથિકા રોય અને કમલ દાસ ગુપ્તાનાં
ગૈર-ફિલ્મી યુગલ ગીતને રજૂ કર્યું છે.
જ્યુથિકા
રોય પર થયેલા તાજા લેખોની સાથે સાથે, 'અનમોલ ફનકાર' પર
જ્યુથિકા રોયના વિવિધ
ભારતી પરના એક ઈન્ટરવ્યુને પણ માણીએ.
ફિલ્મ સંગીત જગતમાં એક વધારે બહુ જ મહત્વનાં જોડાણમાં અનિલ બિશ્વાસ અને પારૂલ ઘોષનું સંયુક્ત યોગદાન બહુ ઉચ્ચ સ્થાન પર રહેલ છે. બંને સંબંધે ભાઇ બહેન છે તે વાતનું આ બાબતે બહુ મહત્વ ન ગણાય. પારૂલ ઘોષનો હિંદી ફિલ્મ જગતમાં પ્રવેશ તેમના પતિ, પ્રખ્યાત બાંસરીવાદક, પન્નાલાલ ઘોષનાં સંગીતમાં ગવાયેલ ફિલ્મ આંદોલન (૧૯૫૧)નું સમુહ ગીત વંદે માતરમ છે. પારૂલ ઘોષે તેમની કારકીર્દીમાં ૨૫ જેટલી ફિલ્મોમાં સોએક ગીતો ગાયાં હતાં. તેમના સમયના લગભગ બધા જ અગ્રિમ સંગીતકારો માટે તેમણે ગાયું છે.
Ten
of my favourite Sunil Dutt songs સુનીલ
દત્તે પરદા પર ગાયેલાં એકલ ગીતો પૈકી દસ ગીતોની યાદી છે. અહીં એક ફિલ્મમાંથી એક જ
ગીત લીધેલ છે. આ લેખની ચર્ચામાં પણ સુનીલ દત્તનાં બીજાં કેટલાંક ગીતો પણ રજૂ થયાં
છે.
Twin Songs
એકની સાવ જ પાછળ આવતાં 'જોડીયાં ગીતો' છે. ફિલ્મમાં એક ગીતની પાછળ પાછળ જ બીજું ગીત, કોઇ પણ સંવાદ કે
સીન આવ્યા સિવાય જ રજૂ કરા યેલ છે. આ ૧૪
ગીતોને સીધાં પણ સાંભળી શકાશે.
Forgotten
Melodies (Part 1) – My Favourite Dance Sequences From My Father’s Films તરૂણ
બોઝ અભિનિત ફિલ્મોમાં ફિલ્માયેલાં નૃત્ય ગીતોને યાદ કરતો પહેલો હપ્તો છે.
Lively
songs from Naushad માં નૌશાદે ૧૯૪૦, '૫૦ અને '૬૦ના સમયમાં
તર્જબધ્ધ કરેલાં "ઝમકદાર" ગીતો રજૂ કરાયાં છે. અહીં 'ઝમકદાર' એટલે માત્ર ખુશી
અને આનંદને વ્યકત કરતાં જ ગીતો એવો અર્થ નથી કરાયો. સામાન્ય રીતે વિચારમાં ખોવાઇ
ગયેલાં ગીતોની લય ધીમી હોય છે,
પરંતુ અહીં પસંદ કરેલાં ગીતોમાં તો કોઇક કરૂણ ગીતોમાં પણ
ઝડપી લય વપરાઇ છે. અહીં આવરી લેવાયેલ ૨૪ ગીતો અહીં પણ સાંભળી
શકાશે.
ચોથી
જૂન નુતનનો જન્મ દિવસ છે. Nutan’s
Biography અને તેની સાથે Lady
Nutan વડે આપણે નુતનનાં જીવનની વાતોને યાદ કરીએ. સિનેપ્લૉટ પર પર નુતન વિશે બહુ
જ રસપ્રદ માહિતી જાણવા મળે છે.
Jaikishan
- The Eternal Prince of Hindi Film Music એ
જયકિશનનાં પુત્રી ભૈરવી જયકિશનનો ઇન્ટરવ્યુ છે. તેમણે 'દિલ એક મંદિર'નાં ગીત યાદ ન જાએ બીતે દિનોંકીની પ્રેરણા
જયકિશનને મૂળ સ્પેનીસ ગીત Besame Mucho માંથી
મળી હતી તેમ યાદ કરીને કોઇ પણ ઘુનમાં ભારતીય સંવેદનાના પ્રાણ ભરી દેવાની જયકિશનની
બહુ જ આગવી લાક્ષણિક આવડતને બીરદાવી છે.
Evolution of the Hindi film song (Part
1, Part
2, Part
3, Part
4, Part
5 and Part
6)માં હિંદી ફિલ્મનાં ગીતોની ઉત્ક્રાંતિની તવારીખનો આલેખ
કરાયો છે. એમાંના થોડા અંશ વિગતે જોઇએ :
૧૯૩૦ અને '૪૦ના દાયકામાં જી એમ દુર્રાની, અરૂણ કુમાર , પારૂલ ઘોષ, ઝોહરાબાઇ અંબાલેવાલી, અમીરબાઇ કર્ણાટકી, રાજકુમારી , શમશાદ બેગમ અને સુરૈયા જેવાં ગાયકો હિંદી ફિલ્મ જગતમાં આવ્યાં. તે પછીથી ગાયકોની એક નવી પેઢી પણ દાખલ થવા લાગી હતી. પુરૂષ પાર્શ્વગાયકોમાં શંકર રાવ વ્યાસ ૧૯૪૩માં ફિલ્મ 'રામરાજ્ય'માં મન્ના ડેને લાવ્યા. ૧૯૪૪માં નૌશાદે મોહમ્મદ રફીને 'પહલે આપ'થી લાવ્યા તો ૧૯૪૫માં અનિલ બિશ્વાસે મુકેશને 'પેહલી નઝર'માં લાવ્યા. આ બધામાં મોહમ્મદ રફીનું સ્થાન બહુ જ મહત્વનું બની રહ્યું.“૧૯૫૦ના દાયકામાં મોહમ્મદ રફી, કે મુકેશ કે કિશોર કુમારે તો ધૂમ મચાવી જ હતી, પણ તે સાથે મન્ના ડે, તલત મહમૂદ કે હેમંત કુમારનાં યોગદાનને પણ નઝરંદાજ ન કરી શકીએ...તે દરમ્યાન સ્ત્રી પાર્શ્વગાયિકાઓ માં મીના કપુર, આશા ભોસલે, ગીતા દત્ત, અને એક અને એક માત્ર લતા મંગેશકર પણ હિંદી ફિલ્મ્સ સંગીતનાં આકાશમાં પોતાનું સ્થાન જમાવી રહ્યાં હતાં.
હવે
આપણે મોહમ્મદ રફી વિષેના લેખો / વિડીયોની મુલાકાત લઇએ :
Mohammed
Rafi - VOA Tribute માં
મોહમ્મદ રફીનો બહુ જ વિરલ ઇન્ટરવ્યુ અને તેમની પસંદનાં ગીતો સાંભળી શકીશુ.
આ કાર્યક્રમ VOA ઉર્દુ સેવા અને VOA અંગ્રેજી ડિવિઝનનો સંયુક્ત કાર્યક્રમ છે. ૧૯૭૭માં લંડનની મુલાકાત સમયે બીબીસીની હિંદી સેવાના પણ તે પછીથી VOA અંગ્રેજીના સુભાશ વોહરાએ રેકર્ડ કરેલો ઇન્ટરવ્યુ છે.આ કાર્યક્રમમાં તેમની પસંદનાં ગીતો પણ આવરી લેવાયાં છે.અહીં અમીન સાયાનીનાં બહુ જ અંતરંગ અવલોકનો પણ સાંભળી શકાશે.
મોહમ્મદ
રફીનાં પુત્રવધુ, યાસ્મીન
ખાલીદ રફીએ Mohammed Rafi –
My Abba, A Memoire પુસ્તક
પ્રસિધ્ધ કર્યું છે. 'આઉટલૂક'માંના લેખ With
A Song on His Lipsમાં સત્ય સરણ આ
પુસ્તકની સમીક્ષા કરતાં લખે છે - રફીની જેમ બહુ ઓછાં ગાઇ શક્યાં, બહુ ઓઅછાં લોકો
તેમના જેટલી લોકચાહના મેળવી શક્યાં. આ સ્મરણગાથામાં રફીની બહુ ઓછી જાણીતી વાતોને
બહુ માર્દવતાપૂર્વક પેશ કરાઇ છે.
મૂળ લેખ
વાંચવાની ઉત્સુકતા વધે એ સારૂ કરીને અહીં આવરી લેવાતા લેખોની બહુ જ ટુંકી ઝલક જ
આપણે અહીં રજૂ કરીએ છીએ. આપને આ રીતે થતી રજૂઆત ગમે છે ?
No comments:
Post a Comment