Saturday, March 14, 2015

અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો :૨:

:૨: ૧૯૪૮/૧૯૪૯ની અન્ય ચાર ફિલ્મો
clip_image002
અનિલ બિશ્વાસે લતા મંગેશકર સાથેની પહેલી જ ફિલ્મમાં કરેલા અવનવા પ્રયોગો આપણે આ લેખમાળાના પહેલા લેખમાં ‘અનોખા પ્યાર’માં સાંભળ્યા.

આજે ૧૯૪૮ અને ૧૯૪૯માં તેઓની બીજી ચાર ફિલ્મોનાં ગીતો સાંભળીએ.

ગજરે (૧૯૪૮)
ગીતકાર : ગોપાલ સિંધ ‘નેપાલી’
આ ફિલ્મમાં સુરૈયાના અવાજમાં, તેમણે પોતે જ પર્દા પર ભજવેલાં ગીતો પણ ફિલ્માવાયાં હતાં, જે આપણે અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં સુરૈયાનાં અનેરાં ગીતો || પૂર્વાર્ધમાં સાંભળી ચૂક્યાં છીએ.અહીં આપણે આ ફિલ્મમાં લતા મંગેશકરે ગાયેલાં ગીતો સાંભળીશું.
કબ તક કટેગી ઝીંદગી કિનારે કિનારે

 ઘર યહાં બસાને આયે થે
 

પ્રીતમ તેરા મેરા પ્યાર, ગુપ ચુપ ક્યા જાને સંસાર
 

કબ આઓગે બલમા, બરસ બરસ બદલી ભી બીખર ગયી
લતા મંગેશકરનાં સહુથી વધારે લોકપ્રિય રહેલાં અગ્રીમ ગીતોમાંનું એક ગીતગર્લ્સ સ્કૂલ (૧૯૪૯)
ગીતકાર : પ્રદીપજી
કુછ શર્માતે હુએ, નયે રસ્તે પે રખા હૈ મેંને કદમ
લતા મંગેશકર પોતાની કારકીર્દી માટે જ જાણે કહી રહ્યાં છે....


તુમ્હીં કહો મેરા મન ક્યું રહે ઉદાસ નહીં
લતા મંગેશકરનાં થોડાં અઘરાં હોવા છતાં લોકપ્રિય રહેલાં ઘણાં ગીતોમાંનું એક ગીત


ચાર દિનોંકી ચાંદની હૈ - શંકર દાસ ગુપ્તા સાથે


જીત (૧૯૪૯)
ગીતકાર : પ્રેમ ધવન
આ ફિલ્મમાં પણ સુરૈયાનાં ગીત હતાં જે આપણે અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં સુરૈયાનાં અનેરાં ગીતો || પૂર્વાર્ધમાં સાંભળી ચૂક્યાં છીએ.

હંસ લે ગા લે, ઓ ચાંદ મેરે..
 

મસ્ત પવન હૈ ચંચલ ધારા, મનકી નૈયા ડોલના જાનેલાડલી (૧૯૪૯)
આઘરે કા ઘાઘરો, મંગવા દે રાજા - (આશાલતા સાથે) - ગીતકાર: નઝીમ પાણીપતિ
શાસ્ત્રીય વાદ્યો સાથે લોક ગીતની છાંટ...આશા અને લતા… મંગેશકરો બહેનોનું યુગલ ગીત


ઇન્તઝારી મેં તેરી...આઠ રોઝ કી છુટ્ટી લેકે આજા રે..ગીતકાર: નઝીમ પાણીપતિ
કવ્વાલીની તાન પર મુખડાની શરૂઆત અને પછી લોકગીતની તાલ પર હલકું ફુલકું ગીત


કૈસે કહ દું બજરિયા કે બીચ - ગીતકાર: નઝીમ પાણીપતિગરીબોંકા હિસ્સા ગરીબોંકે દે દો - સાથીઓ સાથે– ગીતકાર: હુડા


તુમ્હારે બુલાને કો જી ચાહતા હૈ - ગીતકાર: બેહઝાદ લખનવી
લતા મંગેશકરની ઓળખ સમું એક ગીત.. પાશ્ચાત્ય વાદ્યોની મધુર સંરચના..


છોટા સા મંદિર બના, જય જય જય પ્રેમદેવતા - (મીના કપૂર સાથે) - ગીતકાર ચંદ્ર શેખર પાંડે


ઝીંદગીકી રોશની ખો ગયી - ગીતકારઃ ચંદ્ર શેખર પાંડેહવે પછીના ૨૫ એપ્રિલ ૨૦૧૫ના અંકમાં અનિલ બિશ્વાસનાં બેટન હેઠળ લતા મંગેશકરની સવારીની આગેકૂચમાં આપણે પણ સામેલ થશું......

સાભાર : The Swar-Saamraagyi and the the Sangeet-Maartand: Best of Lata Mangeshkar by Anil Biswas

વેબ ગુર્જરી પર ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ છે.
Post a Comment