Friday, July 10, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૧) : સી રામચંદ્રનાં લતા મંગેશકરનાં ગીતો



Best songs of 1950: And the winners are? પરની ચર્ચામાં ભાગ લેવા માટે અહીં શરૂ કરેલી ચર્ચાની શરૂઆત આપણે સ્ત્રી-પાર્શ્વગાયિકાઓએ ગાયેલાં સૉલો ગીતોની વાત માંડીને કરીશું.
યાદગાર સ્ત્રી-ગીતો
૧૯૪૦ના દાયકાના અંતનાં વર્ષોને હિંદી ફિલ્મ સંગીતના વીન્ટેજ એરા અને સુવર્ણકાળનાં સંધિકાળ તરીકે જોવામાં એ વર્ષોમાં વીન્ટેજ એરાની ગાયિકોની સરખામણીમાં લતા મંગેશકરનાં ગીતોની સંખ્યા અને લોકપ્રિયતા એ બે બહુ મહત્ત્વનાં પરિમાણ ગણી શકાય. લતા મંગેશકરનાં સૉલો ગીતો એક તરફ અને બીજી તરફ (વીન્ટેજ એરાની) અન્ય ગાયિકાઓનાં ગીતો આ પરિમાણોની દૃષ્ટિએ જોવા મળતી ભાતના સંદર્ભમાં ૧૯૫૦નું  વર્ષ કદાચ એક મહત્ત્વનું સીમાચિહ્ન ગણી શકાય.
આમ આ વર્ષે પણ સ્ત્રી-ગીતોને લતા મંગેશકર અને અન્ય ગાયિકાઓ એમ બે મુખ્ય ભાગમાં તો વહેંચવાં જ પડે છે. લતા મંગેશકરનાં સોલો ગીતોની સંખ્યા પણ અન્ય ગાયિકાઓનાં કુલ ગીતોની સરખામણીમાં બહુ હાવી થતાં હોય તેમ નથી જણાતાં, પણ એટલાં તો છે જ કે આપણે લતા મંગેશકરનાં ગીતોને સંગીતકાર દીઠ વહેંચવા પડશે.
સી. રામચંદ્રનાં લતા મંગેશકરનાં ગીતો
ઐસી મોહબ્બત સે હમ બાઝ આયે - નિરાલા - પી એલ સંતોષી


મેહફીલમેં જલ ઊઠી શમા - નિરાલા - પી એલ સંતોષી

મજબૂર મેરી આંખેં મજબૂર મેરા દિલ - નિરાલા - પી એલ સંતોષી

દેખોજી દેખોજી.. ચાંદની રાતમેં જાને ક્યા બાત રે - નિરાલા - પી એલ સંતોષી

ટૂટી ફૂટી ગાડી અનાડી ચલૈયા - નિરાલા - પી એલ સંતોષી

અભી શામ આયેગી નીકલેંગે તારે - સમાધી - રાજેન્દ્ર કૃષ્ણ

વો પાસ આ રહે હૈ, હમ દૂર જા રહેં હૈ - સમાધી - રાજેન્દ્ર કૃષ્ણ 

જો મૂઝે ભૂલા કે ચલે ગયે મુઝે ઉનકી યાદ સતાયે ક્યૂં - સંગીતા - પી એલ સંતોષી
જબ સે મિલી હૈ નઝર - સંગીતા - પી એલ સંતોષી

નાઉમ્મીદ હો કે ભી - સંગીતા - પી એલ સંતોષી


ઝરા સુનો સુનો ક્યા કહેં નિગાહેં - સંગીતા - પી એલ સંતોષી

દિન આયે પ્યારે પ્યારે બરસાત કે - સંગ્રામ - રાજા મહેંદી અલી ખાન
નઝર સે નઝર જો મિલ ગયી - સાથીઓના સ્વર સાથે - સંગ્રામ - પી એલ સંતોષી
કોઈ કિસીકા દિવાના ન બને - સરગમ - પી એલ સંતોષી

               ........ ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૨)હુસ્નલાલ ભગતરામ અને ગુલામ મોહમ્મદનાં લતા મંગેશકરનાં ગીતો

No comments: