૧૯૫૨ અને ૧૯૫૩ - દો રાહા, આકાશ,ફરેબ
અનિલ બિશ્વાસે સ્વરબધ્ધ
કરેલાં લતા મંગેશકરનાં ગીતોની સફરમાં આપણે ૧૯૫૨ની દો રાહા (શેખર, નલિની જયવંત) અને ૧૯૫૩ની આકાશ (બલરાજ
સાહની, શમ્મી, નાદિરા) તેમ જ ફરેબ
(કિશોર કુમાર, શકુંતલા)નાં ગીતો સાંભળીશું.
દો રાહા (૧૯૫૨) : ગીતકાર - પ્રેમધવન
આ ફિલ્મમાં લતા
મંગેશકરને ફાળે કરૂણ રસનાં બે ગીતો આવ્યાં છે. આ ફિલ્મનાં જ તલત મહમૂદનાં ગીતો બહુ લોકપ્રિય થયાં હતાં.
ઘડિયાં હૈ ગીની હૈ મૈંન તેરે ઈંતઝારકી –
પ્રીલ્યુડનાં સંગીતમાં
ઈંતઝરની ઘડીઓ ગણવાની વ્યાકુળતાની વધતી જતી ધડકનોને ઝીલી લેવાઈ છે
લૂટા હૈ જમાનેને કિસ્મતને મિટાયા હૈ
આકાશ (૧૯૫૩)
સો ગઈ ચાંદની, જાગ ઊઠી બેકલી,ગમ સતાને લગે, તુમ મૂઝે ઔરભી યાદ આને
લગે - ગીતકાર સત્યેન્દ્ર
અથૈયા
સારા ચમન થા ખિલા..અબ ઈસ મર મરકે જીનેસે મિટા દે તો અચ્છા થા મુહબ્બતકી ન
તુમ ઈતની સઝા દેતે તો અચ્છા થા - ગીતકાર મનમોહન સાબિર
મુખડામાં 'જલતા હૈ'ને એક્દમ ઊંચેના સૂરમાં
લઇ જઈને જલનની વેદનાની તીવ્રતાનો પૂરેપૂરો અહસાસ કરાવી જાય છે
ફરેબ (૧૯૫૩) : ગીતકાર - મજરૂહ સુલ્તાનપુરી
મોરે મનમેં સમા ગયે પિયા, જહાં નૈન ઝૂકે વહી દેખ
લિયા
અહીં લતા મંગેશકરના
સૂરમાં '૪૦ના દાયકાની ગાયકીની શૈલીની છાંટ જોઈ શકાય છે.
જાઓગે ઠેસ લગાકે બહુત પછતાઓગે
પ્રીતમની ગેરહાજરીમાં
તેને પોતાના પ્રેમની શક્તિ વિષે ચેતવતી નાયિકાના મનોભાવને સાંગોપાંગ રજૂ કરતું ગીત
રાત
ગુનુગુનાતી હૈ લોરિયાં સુનાતી હૈ નીંદ ક્યોં આતી નહીં
પહેલાં એક વિધાનની રજૂઆત - રાત ગુનુગુનાતી
હૈ લોરિયાં સુનાતી હૈ - એક્દમ વિચારશીલ સૂરમાં થાય છે. પણ પછી તેના પછી જે સવાલ - નીંદ ક્યોં આતી નહીં- પેદા થાય છે તેની વિહ્વવળતાને ઊંચા સૂરમાં
મૂકવાથી ગીત હૃદય્સ્પર્શી બની જાય છે.
આ મુહોબ્બતકી બસ્તી બસાએંગે હમ - કિશોર કુમાર સાથે
આ મુહોબ્બતકી બસ્તી બસાએંગે હમ - કિશોર કુમાર સાથે
આ યુગલ ગીત લતા મંગેશકર
- કિશોર કુમારનાં યુગલ ગીતોમાં ક્લાસિકનું સ્થાન મેળવી ચૂક્યું છે.
આડવાત : ૧૯૭૦માં હબીબ વલી મોહમ્મદમાટે 'બાઝી'નાં ગીત આશીયાં જલ ગયા, ગુલિસ્તાન લૂટ ગયા' બનાવતી વખતે પાકિસ્તાની ફિલ્મોના ખ્યાતનામ સોહૈલ રાણા પર આ ગીતની અસર છવાઈ ગઈ હશે!
No comments:
Post a Comment