Tuesday, October 13, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૨) : મોહમ્મદ રફીનાં યાદગાર યુગલ ગીતો

આ પહેલાં પુરુષ-સ્ત્રી યુગલ ગીતોમાં મુકેશનાં અન્ય સ્ત્રી ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો સાંભળી ચૂક્યાં છીએ.

Best songs of 1950: And the winners are?માં નોંધાયેલાં Best Songs of 1950 - Memorable Songs and  Special Songsની યાદીમાં જેટલી મોહમ્મદ રફીનાં યુગલ ગીતોની ઓછી હાજરી અનુભવાય છે તેટલી હદે વાસ્તવિક પરિસ્થિતિ નથી એ બાબતની નોંધ લેવાની સાથે એટલું તો સ્વીકારવું પડશે કે તેમાંથી સમયના પ્રવાહની સાથે ટકી રહે તેવાં યાદગાર ગીતો જરૂર ઓછાં છે.
લતા મંગેશકર સાથે
હમેં દુનિયાકો દિલકે ઝખ્મ દિખલાના નહીં આતા - આધી રાત - અસદ ભોપાલી - હુસ્નલાલ ભગતરામ
છોટા સા ફસાના હૈ તેરે મેરે પ્યારકા - બિરહાકી રાત - સર્શાર સૈલાની - હુસ્નલાલ ભગતરામ

અખિયાં મિલાકે જરા બાત કરો જી - પરદેસ - શકીલ બદાયુની - ગુલામ મોહમ્મદ
માહી ઓ માહી ઓ દુપટ્ટા દે દે - મીના બાઝાર - ક઼મર જલાલાબાદી - હુસ્નલાલ ભગતરામ
શમશાદ બેગમ સાથે
મેરે દિલકો જલાયા ન કરો - ગૌના - ક઼મર જલાલાબાદી - હુસ્નલાલ ભગતરામ
હુઆ તેરા મેરા પ્યાર ફટાફટ - પરદેસ - શકીલ બદાયુની - ગુલામ મોહમ્મદ 
લે લો જી.. મહારાજ, દુપટ્ટા મેરા સાત રંગકા - મીના બાઝાર - ક઼મર જલાલાબાદી - હુસ્નલાલ ભગતરામ
(હિંદી ફિલ્મ ગીતકોષ હવે પછીનાં બે ગીતને એક ગીતના ત્રણ ભાગ પેટે જણાવે છે.)
દુનિયા હૈ બરબાદ દિલ કી - ગૌના - ક઼મર જલાલાબાદી - હુસ્નલાલ ભગતરામ
(હિંદી ફિલ્મ ગીતકોષ આ ગીતને બીજા ભાગન તરીકે નોંધે છે, તેથી રફી+લતાનું યુગલ ગીત હોવા છતાં આપણે તેને અહીં મૂક્યું છે.)
ગોરી બાહોંમેં ચૂડિયાં કાલી સજા લો રાની - મીના બાઝાર - ક઼મર જલાલાબાદી - હુસ્નલાલ ભગતરામ
(આ ગીતની ક્લિપની ગુણવત્તા સારી નથી.)
ગીતા રોય સાથે
દિલ ઝખ્મોંસે ચૂર - શાન - રાજેન્દ્ર કૃષ્ણ - હંસરાજ બહલ 
શમા જલતી હૈ પરવાને ચલે આતે હૈં - બાવરા - ગાફિલ હરનાલવી - કૃષ્ણ દયાલ 
ઝૂમ ઝૂમ કર બાદલ આયે, કુદરતકા સંદેશા લાયે - ખામોશ સિપાહી - ડી એન મધોક - હંસરાજ બહલ
સુરૈયા સાથે
હમ ભી અકેલે તુમ ભી અકેલે - શાન - રાજેન્દ્ર કૃષ્ણ - હંસરાજ બહલ
યે પ્યારકી મંઝિલ સે કિસને સઝા દી - ખિલાડી - રાજેન્દ્ર ક્રુષ્ણ - હંસરાજ બહલ
આ ઉપરાંત 'દાસ્તાન'નાં  ત્રણ યુગલ ગીતો - તારા રી આરા રી તારા રી..યે સાવન ઋત તુમ ઔર હમ, ધડક ધડક દિલ ધડકે  અને દિલ કો હાયેદિલકો.. તેરી તસ્વીર બહલાયે હુએ હૈ -ને આપણે ઉપર "પર્દા પર રાજ કપુર માટે વિવિધ પાર્શ્વગાયકોનાં યાદગાર ગીતો"માં આવરી લીધાં છે.
સુરીન્દર કૌર સાથે
હમ દિલકી ધડકનકી લાયા ફુરક઼ત કે ગાને ગાતે હૈં - ખામોશ સિપાહી - ડી એન મધોક - હંસરાજ બહલ
કહ દો હમેં ન બેક઼રાર કરેં - સબક - ડી એન મધોક - એ આર ક઼ુરેશી

ઝોહરાબાઈ અંબાલેવાલી (અને કોરસ) સાથે
જવાની ચાંદ સલોના, ચમકે ઔર છુપ જાયે - સૌદામિની - એસ એન ત્રિપાઠી
આશા ભોસલે સાથે
મુહબ્બતકે મારોંકા હાલ યે દુનિયામેં હોતા હૈ - બાવરે નૈન - કેદાર શર્મા – રોશન

ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૩) : તલત મહમુદનાં યાદગાર યુગલ ગીતો

No comments: