Sunday, June 5, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - પુરુષ સૉલો ગીતો – મુકેશ૧૯૪૯નાં ગીતોની ચર્ચાને એરણે આપણે પુરુષ સૉલો ગીતોની વાત કરી રહ્યાં છીએ. આ પહેલાં આપણે જી એમ દુર્રાની, તલત મહમૂદ, સુરેન્દ્ર અને 'અન્ય' ગાયકોનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ.

આજે આપણે ૧૯૪૯નાં મુકેશનાં સૉલો ગીતો સાંભળીશું.

મુકેશનાં આ વર્ષનાં ગીતોને આપણે ત્રણ ભાગમાં વહેંચી નાખીશું.

પહેલાં એ ગીતો સાંભળીએ જે ત્યારે પણ બેહદ લોકપ્રિય થયાં હતાં અને આજે પણ હજૂ લોકપ્રિય છે.: 
બહારોંને જિસે છેડા હૈ વો સાઝ-એ-જવાની હૈ - સુનહેરે દિન - જ્ઞાન દત્ત 

હમ આજ કહીં દિલ ખો બૈઠે, યું સમજો કિસીકે હો બૈઠે - અંદાઝ - નૌશાદ - મજરૂહ સુલ્તાનપુરી

તૂ કહે અગર જીવન ભર મૈં ગીત સુનાતા જાઉં, મન બિન બજાતા જાઉં - અંદાઝ - નૌશાદ - મજરૂહ સુલ્તાનપુરી

ટૂટે ના દિલ ટૂટે ના - અંદાઝ - નૌશાદ - મજરૂહ સુલતાનપુરી

ઝૂમ ઝૂમ કે નાચો આજ, નાચો આજ, ગાઓ ખુશીકે ગીત - અંદાઝ - નૌશાદ - મજરૂહ સુલતાનપુરી

બીજાં એવાં ગીતો છે કે એટલા પ્રમાણમાં લોકપ્રિય કદાચ ન થયાં, પણ નોંધપાત્ર જરૂર રહ્યાં -

ઉનકી ગલીમેં આયે હમ કહે દો કોઈ - નઝારે - બુલો સી રાની - રાજેન્દ્ર કૃષ્ણ

લૂટ ગયા દિન રાત કા આરામ ક્યૂં - લેખ - કૃષ્ણ દયાલ - ક઼મર જલાલાબાદી


ૠત હૈ સુહાની ઋત હૈ સુહાની - ઠેસ - સાથીઓ સાથે - સ્નેહલ ભાટકર - કિદાર શર્મા

ભગવાન જો તેરા ભી ભગવાન કોઈ હોતા - ઠેસ - સ્નેહલ ભાટકર - કિદાર શર્મા

ત્રીજાં એવાં ગીતો છે જે રેકર્ડ થયાં, પણ ફિલ્મમાં સમાવાયાં નહીં -

ક્યૂં ફેરી નઝર - અનોખી અદા - નૌશાદ - અન્જુમ પીલીભીતી (રેકર્ડ નં. ૮૮૦૩૪)

સુનાઉં ક્યા મૈં ગ઼મ અપના- અંદાઝ - નૌશાદ - મજરૂહ સુલ્તાનપુરી - (રેકર્ડ નં. ૮૮૦૩૫)

ઈક તૂ કે સર ઊઠા કે ચલા - મોનિકા- આર એસ બેનર્જી (રેકર્ડ નં. ૩૫૮૦૯)
[આ ફિલ્મ પૂરી નહોતી થઈ શકી, તેથી સેન્સર બૉર્ડનું પ્રમાણપત્ર નથી મળ્યું. હા ફિલ્મનાં ગીતોની રેકર્ડ્સ બહાર પડી ગઈ હતી.]
સાભાર નોંધઃ આ ત્રણે ગીતો માટે પૂરક દસ્તાવેજીકરણ માહિતી શ્રી હરીશ રઘુવંશીએ પૂરી પાડેલ છે.

૧૯૪૯નાં પુરુષ સૉલો ગીતોની સફરનો હવે એક જ પડાવ બાકી રહે છે - મોહમ્મદ રફીનાં સૉલો ગીતો, જે આપણે હવે પછી સાંભળીશું.
Post a Comment