Tuesday, July 12, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - સ્ત્રી સૉલો ગીતો - અન્ય સ્ત્રી ગાયિકાઓ - ગીતા રોય



૧૯૪૯નાં જાણીતાંઅને ઓછાં જાણીતાં ગીતોની ચર્ચાને એરણે આપણે સ્ત્રી સૉલો ગીતોમાં સુરૈયાનાં ગીતોને આ પહેલાં સાંભળી ચૂક્યાં છીએ.
ગીતા રોય (દત્ત)ને હિંદી ફિલ્મ સંગીતનાં 'વીન્ટેજ એરા'નાં ગાયિકાઓ અને પછીના 'સુવર્ણ યુગ'નાં પાર્શ્વગાયિકાઓને જોડતી કડી કહી શકાય - 'વીન્ટેજ એરા'નાં ગાયિકાઓ જેવો તેમના અવાજમાં ભાર હતો તો તે સાથે 'સુવર્ણ યુગ'નાં ગાયિકાઓ જેવી તેમના અવાજમાં તીખી ધાર પણ હતી. આમ તેઓ અમુક સંગીતકારો માટે ફિલ્મની મુખ્ય નાયિકા માટે અથવા તો ફિલ્મની સમાંતર નાયિકા માટે બહુ સ્વાભાવિક પસંદગી બની રહેતાં હતાં. ૧૯૪૦ના દાયકામાં હિંદી ફિલ્મોમાં બહુ હલકાં ફુલ્કાં ગીતો અપવાદ રૂપે જ જોવા મળતાં. ૧૯૪૯નાં વર્ષમાં આપણને એવું એક હળવા મૂડનું ગીત પણ ગીતા રોયના સ્વરમાં સાંભળવા મળશે. 
મિલ ગયે તુમ જબ - અમર કહાની - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ 
નૈનો મેં ભર લિયા નીર - ચકોરી - હંસરાજ બહલ - મુલ્કરાજ ભાકરી  
કોતવાલ દરોગા અપના કી અબ ડર કાહે કા - દરોગાજી - બુલો સી રાની - મનોહર લાલ ખન્ના

[આ ફિલ્મનાં બારે બાર ગીત ગીતા દત્તનાં સ્વરમાં હતાં. ફિલ્મની નાયિકા હતી નરગીસ. પણ નરગીસની જે ફિલ્મનાં ગીતોને અપ્રતિમ સફળતા પ્રાપ્ત થવાની હતી તે હતી 'બરસાત'. અને 'બરસાત'નાં બધાં જ સ્ત્રી ગીતો હતાં લતા મંગેશકરના સ્વરમાં!!]
ન તુમ મેરે ન દિલ મેરા, અજબ બેબસ હૈ મેરી - દિલ કી બસ્તી - ગ઼ુલામ મોહમ્મદ - વહીદ ક઼ુરેશી 
ચાંદની રાત હૈ, ગુલશન મેં બહાર... - એક થી લડકી - વિનોદ - અઝીઝ કશ્મીરી  
દુખોમેં જો મુસ્કરા રહે થે - ગરીબી - બુલો સી રાની - શેવાન રીઝવી 

બૈઠી હું મૈં નૈન બિછાયે, દિલમેં દિલકા દર્દ છૂપાયે - હમારી મંઝિલ - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ 

હમેં દેકે જાના નિશાની તુમ્હારી - ઈમ્તિહાન - શ્યામ બાબુ પાઠક - એ ન શર્મા 
ટૂટે બંધન ટૂટે આજ રે - કમલ - એસ ડી બર્મન - રાજ મહેદી અલી ખાન 
પા કે નઝારોંકા ઈશારા, હમ કિસી કે હો ગયે - કનીઝ - હંસરાજ બહલ - સર્શાર શૈલાની 
ચલ દિયે મુંહ ફેર કે - કરવટ - હંસરાજ બહલ - બુટા રામ શર્મા  
ગાઊં મૈં દિલ કા તરાના - નનંદ ભોજાઈ - બુલો સી રાની - પંડિત ઈન્દ્ર
આ ફિલ્મ ગુજરાતીમાં પણ બની હતી. ગુજરાતી વર્ઝન માટે ગીતો લખ્યાં પણ સંગીતબદ્ધ પણ અવિનાશ વ્યાસે કર્યાં હતાં. બંને ફિલ્મોનાં ગીતોમાં ભાષા સંસ્કૃતિને બરકરાર રખાઈ છે. હા, બંને વર્ઝનનાં સ્ત્રી ગીતો ગાયાં હતાં ગીતા રોયે.
સજી સોળે શણગાર 

એક યાદ તેરી જીને કા સહારા - તારા - વિનોદ અઝીઝ કશ્મીરી  
આયા મેરા સજનવા આયા, અય ચાંદ ન શરમા તૂ - ઝેવરાત - હંસરાજ બહલ - હબીબ સરહદી 


હવે પછી આપણે શમશાદ બેગમનાં સૉલો ગીતો સાંભળીશું.

No comments: